HomeJANVA JEVUManipur મણિપુર રાજ્ય વિશે એક રસપ્રદ લેખ : માહિતી, ઇતિહાસ, સંસ્કૃતિ અને...

Manipur મણિપુર રાજ્ય વિશે એક રસપ્રદ લેખ : માહિતી, ઇતિહાસ, સંસ્કૃતિ અને સાહિત્ય

- Advertisement -

Manipur history culture literature indian state Travel Imphal Tourism

Contents

મણિપુર રાજ્ય વિશે એક રસપ્રદ લેખ : માહિતી, ઇતિહાસ, સંસ્કૃતિ અને સાહિત્ય

Manipur history culture literature indian state Travel Imphal Tourism 
Manipur history culture literature indian state Travel Imphal Tourism

સંકલન – જય પંડ્યા 

આપણે સૌ જાણીએ છીએ કે  હમણાં મણિપુર રાજ્ય ખુબ જ ચર્ચાનો વિષય બન્યું છે કારણકે ત્યાં જે ઘટનાઓ ઘટી રહી છે તેણે આખા દેશને વિચારવા પર મજબુર કરી દીધી છે ત્યાં બે આદિવાસી જૂથો મૈતી અને  કુકી જે રીતે એકબીજા પર આક્રોશ ઠાલવી રહ્યા છે  જેના કારણે લગભગ ત્યાંથી લોકોએ ઘર મૂકી અને નીકળી જવું પડ્યું છે. સરકાર અને પોલીસ તંત્ર તથા આર્મી દ્વારા તેના પર કાબુ લાવવા પ્રયાસ શરૂ છે. ત્યાં 8 જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. તથા ટીવી અને ઇન્ટરનેટ પર પણ પ્રતિબંધ  લગાવવામાં આવ્યો.

આમ છતાં મણિપુર વિશે આ ઘટનાને નજરે ન ધરતા તેના પર ઐતિહાસિક અને પૌરાણિક દ્રષ્ટિ કરીએ તો તેના ઇતિહાસની છણાવટમાંથી ઘણું જાણવા મળી શકે છે. તો આપણે આજે મણિપુર રાજ્ય વિશે માહિતી મેળવીએ .

“રત્ન નગરી”…

- Advertisement -

મણિપુર એક રમણીય અને પોતાની સુંદરતા અને સંસ્કૃતિના કારણે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. તેને રત્ન નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાં કોઈ હીરા કે મણી મળતા નથી પણ ત્યાંની સુંદરતાના કારણે તેને “રત્ન નગરી”  તરીકે ઓળખવામાં આવે છે.  અહીંના લોકો શાંત અને મિલનસાર સ્વભાવ વાળા હોય છે. જે પોતાના સ્વભાવથી દરેકને તેના બનાવી લે છે.

પ્રાચીન કાળમાં તેને રાજાઓની નગરી તરીકે પણ ઓળખવામાં આવતું હતું .

મણિપુરનું ઐતિહાસિક નામ શું હતું ?

મણિપુરનો ઇતિહાસ તપાસતા એ જાણવા મળે છે કે તેને અલગ અલગ સમયે ઘણા નામોથી ઓળખવામાં આવતું હતું .
જેમ કે

તિલ્લી – કોકટોંગ,
પોઈરેડ – લામ,
સન્ના – લીપાક
મીતેઈ – લીપાક
મિત્રબક

તેની રાજધાની ઇમ્ફાલ છે. જેને  કંગલા કે યુમ્ફાલ પણ કહેવામાં આવે છે.

મણિપુરમાં વંશજૂથ અને ધર્મ

- Advertisement -

મણિપુરમાં 40 વંશીય જૂથ છે. જેમા આપણે મુખ્ય ત્રણ ધર્મનો વિકાસ જોઇ શકીએ છીએ. હિંદુ , ખ્રિસ્તી, અને માઇબઝાઈમ.

મણિપુરમાં પ્રથમ કોણ આવ્યું હતું અને ક્યારે ? ઇતિહાસ અનુસાર…

નિંગથો કંગબા નામક રાજા 15 મી સદી આસપાસ મણિપુર આવ્યો હતો. ત્યારે
મણિપુરમાં અશાંતિનું વાતાવરણ હતું. અને ત્યારે અહીં કોઈ શાશક પણ ન હતો.

એક અંદાજ મુજબ આ રાજા ઇસ. પૂર્વે 1129 – 44 વચ્ચે આવ્યો હતો.

મણિપુરની નૃત્ય અને સંગીત સંસ્કૃતિ…

મણિપુરનું શાસ્ત્રીય નૃત્ય ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીના આધ્યાત્મિક અને શાશ્વત પ્રેમ પર આધારિત છે. જે ખુબ જ પ્રચલિત છે. જેને  મણિપુરી રાસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અહીં કુસ્તી અને તલવાર બાજી પણ જોવા લાયક હોય છે…

મણિપુરના લોકો મોટાભાગે શુદ્ધ અને શાકાહારી ભોજન કરે છે. તેઓ પોતાના ખોરાકમાં ઔષધિનો પ્રયોગ વધુ કરે છે. જેથી અહીંના લોકો તંદુરસ્ત હોય છે.

- Advertisement -

મણિપુરનો સાક્ષરતા દર 80% છે.

ત્યાંની સ્થાનિક ભાષા મણિપુરી છે.

કોણ છે મણિપુરના હિરો?

” વીર ટિકેન્દ્રજિત સિંહ અહીંના રાજકુમાર હતા. તેમણે સ્વતંત્રતા માટે  અંગ્રેજો સામેની લડાઈમાં ભાગ લીધો હતો અને વીરગતિ પામ્યા હતા. તેઓ મણિપુરના હીરો છે.

કોણ છે મણિપુર રાજ્યના જનક / પિતા…

મણિપુરના જનક  નરાસિંહ છે.

મણિપુરના જોવાલાયક સ્થળો / વિશેષતા….

મણિપુરમાં ” કૈબુલ  નેશનલ પાર્ક ” આવેલો છે. જે ખુબ જ સુંદર છે. તેની મુખ્ય બે વિશેષતાઓ છે …

1 આ  પાણી પર તરતું નેશનલ  પાર્ક છે ,એટલે કે આખા પાર્કની ચારે તરફ પાણી જ છે.

Also Read::   Indian Navy ભારતીય નૌકાદળને મળ્યો નવો ધ્વજ : જાણો, ડિઝાઇન, પ્રતિકો, અને જુના - નવા ધ્વજનો ઇતિહાસ...

2 હરણની અતિ દુર્લભ પ્રજાતિ એવા “શાંઘાઈ  હરણ ” નું આ નિવાસ સ્થાન છે.

“પોલો ” રમતની ઉત્પત્તિ મણિપુરમાંથી થઈ હતી. ત્યાંનું ‘ માપાલ કંઝાઈ બંગ ‘ દુનિયાનું અતિ પ્રાચીન ગ્રાઉન્ડ છે.

મહિલાઓ દ્વારા ચાલતું બજાર…

મણિપુર દેશનું એકમાત્ર એવુ મોટુ બજાર છે જે મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. અહીં લગભગ 4, 000 ( ચાર હજાર ) મહિલાઓ દરરોજ પોતાની શોપ ચલાવે છે. એવુ કહેવાય છે કે આ બજાર 500 વર્ષ જૂનું છે.

મણિપુરનો લોકપ્રિય તહેવાર કયો છે અને તેનું નામ શું છે ?

મણિપુરનો લોકપ્રિય તહેવાર હોળી છે , આ તહેવારને ત્યાં ‘યાઓસાંગ’ તરીકે ઓળખવામાં આવે છે.

મણિપુરનો  પોશાક શું છે ?

મણિપુરમાં “ઈન્નાફી” અને “ફાણેક ” પોશાક પહેરવામાં આવે છે. જેમાં  આડી રેખામાં વસ્ત્રોને  ડિઝાઇન કરવામાં આવે છે .

ઈતિહાસ…

ઉત્તરપૂર્વ ભારતમાં પુરાતત્વીય સંશોધન અત્યંત દુર્લભ છે, મોટાભાગે સપાટી પરના સંશોધનો સુધી મર્યાદિત છે અને તેમાં અદ્યતન પદ્ધતિઓનો અભાવ છે. જો કે ત્યાં ભારતના પ્રાગઈતિહાસના  2017ના સર્વેક્ષણ અનુસાર મણિપુરમાં પૅલિઓલિથિક સંસ્કૃતિની હાજરીને જોવામાં – માનવામાં આવે છે અને એમ પણ મનાય છે કે પ્રાગઇતિહાસ કાળમાં માનવ સંસ્કૃતિના પરિવર્તનમાં પણ મહત્વનો ભાગ ભજવ્યો છે.

રાજા જયસિંહના શાસનકાળમાં છે, જેમાં મ્યાનમારમાંથી બર્મીઝ આક્રમણને નિવારવા માટે બ્રિટિશ કર્મચારીઓ સાથે સંધિ કરવામાં આવી હતી. 1891માં વિદેશી શાસન દરમિયાન મણિપુર એક રજવાડા તરીકે ઉભરી આવ્યું હતું, જે બ્રિટિશ ભારતમાં સમાવિષ્ટ થયેલા સ્વતંત્ર રાજ્યોમાંથી છેલ્લું હતું. મણિપુરના લોકો માટે બીજું યુદ્ધ એક વળાંક સમાન સાબિત થયું કારણ કે જાપાનીઓ ઇમ્ફાલની અંદર પગ મૂકતા પહેલા જ હાર્યા હતા. તે પછી, મણિપુર બંધારણીય અધિનિયમ, 1947, મહારાજા અને ચૂંટાયેલા વિધાન મંડળ સાથે લોકશાહી પ્રકારની સરકારની સ્થાપના કરી. શ્રેણીબદ્ધ ઘટનાઓ પછી, વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું અને ઓક્ટોબર 1949માં મણિપુરને ભારતના પ્રજાસત્તાકના તત્વ તરીકે સ્વીકારવામાં આવ્યું.

મણિપુર બે પ્રદેશોમાં વહેંચાયેલું છે – ટેકરીઓ અને ખીણ. ખીણમાં વસતા લોકોને તમ-મી કહેવામાં આવે છે(ખીણના લોકો) જ્યારે પહાડીઓમાં વસતા લોકોને ચિંગ-મી (પહાડી લોકો) કહેવામાં આવે છે. પહાડી લોકો ખીણમાં ઉતરીને ત્યાં સ્થાયી થયાનો ઈતિહાસ છે જ્યારે ખીણના લોકો ટેકરી ઉપર ગયા અને ત્યાં સ્થાયી થઈને પહાડી લોકો બન્યા.

પ્રોફેસર ગંગમુમી કામી એમના એક લેખમાં લખે છે કે મણિપુરની પ્રથમ સ્થાયી સૈન્ય હતી. તેનો જન્મ બર્મીઝ શાસન સામેના મણિપુરના રાષ્ટ્રીય સંઘર્ષમાંથી સાત વર્ષના વિનાશ દરમિયાન થયો હતો જે ઇતિહાસમાં ચાહી તરેટ ખુંટકપા (1819 – 1826) તરીકે પ્રખ્યાત છે.

ભારતની આઝાદી બાદ દેશી  રજવાડાંઓના વિલીનીકરણ સમયે  મણિપુર ભારતમાં  સૌથી છેલ્લે જોડાયું હતું.

ગુજરાતી સાહિત્યકાર ભોળાભાઈ પટેલના શબ્દોમાં ઈમ્ફાલ અને મણિપુર…

આપણી ગુજરાતી ભાષાના વિદ્વાન નિબંધકાર શ્રી ભોળાભાઈ પટેલે તેમના પુસ્તક ‘ વિદિશા ‘ માં ઈમ્ફાલ વિશે લખ્યું છે અહીં તેના કેટલાંક અંશ મૂકીએ તો પણ ત્યાંના પરિવેશને જાણી શકાય. એમના નિબંધને પણ ખાસ્સા વર્ષોના વહાણા વાઈ ગયા હશે છતાં આપણને પર્યાપ્ત માહિતી મળે છે… હવે એમના જ શબ્દોમાં…

મણિપુરની ચારે તરફ પર્વતો છે. પર્વતો પર જુદી જુદી ટોળીની આદિવાસી પ્રજાઓ વસતી આવી છે. નાગ, કુકી, મિઝો. ખીણમાં ઇમ્ફાલ વસેલું છે. ખીણના વાસીઓ “મૈતેઈ” તરીકે ઓળખાય છે. પર્વતવાસીઓ અને ખીણવાસીઓના સંઘર્ષો પણ જાણીતા છે. ઇંગાલૈ’ નાટકમાં એવા એક સંઘર્ષ અને સમન્વયની વાત છે. આજે મણિપુરની દક્ષિણ સીમા મિઝોરમને અડકે છે, ઉત્તર સીમા નાગાલૅન્ડને અડકે છે. જરા પૂર્વમાં છે બર્મા. બર્માનો પણ ઘણો પ્રભાવ છે મણિપુર ૫૨. આ ભાતીગળ સંસ્કૃતિ ધરાવતા મુલકની વાત કરીએ ત્યારે ઘણી વાર ઘણી વિરોધી સ્થિતિઓ દેખાય. એક બાજુ ભારતીય ઇતિહાસની મુખ્ય પ્રવાહની અલગ ભાષા, સંસ્કૃતિ, સમાજ અને બીજી બાજુ વૈષ્ણવ ભક્તિધારા. તે એટલે સુધી કે કીર્તન તો બંગાળીમાં જ થાય, મણિપુરીમાં નહીં. અઢરમી સદીમાં વૈષ્ણવ ધર્મ ત્યાં વ્યાપક બન્યો. ઇમ્ફાલ તો ગોવિંદજીનું થાનક. રાજર્ષિ ભાગ્યચંદ્રે કેવી રીતે આ ગોવિંદજીની સ્થાપના કરી કે ગોવિંદજીએ ભાગ્યચંદ્ર દ્વારા પોતાની સ્થાપના કરાવી તેની રસિક દંતકથા છે. રાજર્ષિના સમયથી રાસલીલા નૃત્યનો આરંભ થયો અને હોળીનો ઉત્સવ સૌથી મોટો તહેવાર બન્યો. ચૈતન્ય મહાપ્રભુના જન્મ સાથે એ સંકળાયેલો છે. અનેક સ્ત્રી-પુરુષોને લાંબાં વૈષ્ણવ તિલકો સાથે જોઈ શકો.

Also Read::   Rishi sunak : મૂળ ભારતીય, UK ના પ્રથમ વડાપ્રધાન બનવાની રેસમાં : જાણો, કોણ છે અને શા માટે?

સવારના દસ વાગ્યાનો સુમા૨. જોઉં છું તો માર્ગ પર પુરુષો કરતાં સ્ત્રીઓની અવરજવ૨ વધારે. પીઠે અને સ્કંધદેશે પથરાયેલા ખુલ્લા શ્યામ ચિક્કણ કેશની સન્નિધિમાં ગોરાં ગોરાં મોટાં મુખડાં. ઊજળાં રંગબેરંગી વસ્ત્રોમાં આવૃત. કાશ્મી૨ની સ્ત્રીઓ ગોરી ખરી, પણ તેમના ગોરા રંગમાં ફિક્કાશ લાગે જ્યારે અહીં ઈષત્ તામ્ર દીપ્તિ. આ નારીઓમાં ચિત્રાંગદાનાં લક્ષણ ક્યાં શોધવાં? અર્જુન મણિપુર ભહાભારતના મણસૂત્ર)માં આવ્યો ત્યારે આમ જ રસ્તે નીકળ્યો હશે અને એણે તો ત્યારે રાજદુહિતા ચારુદર્શના ચિત્રાંગદાને – દદર્શ પુરે તસ્મિન્ વિચરત્તી યદેચ્છયા – સ્નેયા નગરમાં ભમતી જોઈ હતી ને!

આમ તો કામરૂ, કામરૂપ અસમ પ્રદેશને માટે પ્રયોજાય છે. અસમમાં કામરૂપ જિલ્લો પણ છે અને ત્યાંની કામાખ્યા દેવી સંદર્ભે એવી આખ્યાયિકા પણ છે. મને તો કામરૂદેશ એટલે આ મણિપુર જ યાદ આવે છે. મણિપુરમાં ઘણે ક્ષેત્રે પુરુષો જ છે, છતાં નારીના મુક્ત દરજજાને લીધે ત્રિયા રાજ્યની છાપ ઊઠતી હશે. આમેય ભારતીય ઇતિહાસની મુખ્ય ધારાથી, સાંસ્કૃતિક, સામાજિક કે ધાર્મિક, મણિપુરની ધારા અલગ છે. ભલે મણિપુરીઓને કોઈ અર્જુનના વંશજ કહે, કેમ કે અર્જુને ચિત્રાંગદાના પિતાની શરત અનુસાર ચિત્રાંગદાને અને તેનાથી થયેલા પુત્ર બભ્રુવાહનને ત્યાં જ રહેવા દીધાં હતાં. મહાભારતના અશ્વમેધપર્વમાં અર્જુનને એ જ બભ્રુવાહનને હાથે ક્ષણમૃત્યુનો અનુભવ થાય છે. પણ મણિપુરવાસીઓના ચહેરા મોંગોલિયન લાગે છે. પ્રસિદ્ધ ભાષાતત્ત્વવિદ્ સુનીતિકુમા૨ ચેટરજી તેમને, એટલે, કિરાત જાતિના ગણે છે. એકલા મણિપુરની જ નહીં, સમગ્ર અસમ પ્રદેશની – પૂર્વોત્તરની સંસ્કૃતિને તેમની જેમ કિરાત સંસ્કૃતિ ગણવાના પક્ષના કવિ, નવકાન્ત ગુવાહાટીમાં મળ્યા હતા..

ચલો, ત્યારે કોઈવાર પૂર્વોત્તર જવાનું થાય ત્યારે મણિપુરની શાન જોઈશું. અત્યારે તો આ વાંચીને આપને ગમ્યું હોય અને એક ભારતીય તરીકે બહુ ઓછું જેમના વિશે જાણ્યું છે આપણે એવા આ મણિપુર વિશે બીજાને પણ લીંક મોકલી લેખ વાંચવાનુ કહો.

નોંધ – આ એક સંકલિત લેખ છે. અમારા બનતા પ્રયત્ને સત્યતા તપાસી છે આમ છતાં ઇતિહાસની સત્યતા માટે તેના સંદર્ભગ્રંથને આખરી માનવા… લેખક કે સહજ સાહિત્ય પોર્ટલ ની કોઈ જવાબદારી નથી. અમે માત્ર લોકો સુધી મણિપુર રાજ્યની વિગતો મળે એ માટે માહિતીપ્રદ લેખ મૂક્યો છે.

Manipur history culture literature indian state Travel Imphal Tourism

#Manipur #history #culture #literature #indian #state #Travel #Imphal #Tourism

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link…

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!