HomeSAHAJ SAHITYAGujarati Novel કંકુ : જિંદગી સામે ઝઝૂમતી નારીની દમદાર વાતો...

Gujarati Novel કંકુ : જિંદગી સામે ઝઝૂમતી નારીની દમદાર વાતો…

- Advertisement -

Gujarati Novel Kanku by Pannalal Patel Book

કંકુ : જિંદગી સામે ઝઝૂમતી નારીની દમદાર વાતો…

આલેખન – જય પંડ્યા

Gujarati Novel Kanku by Pannalal Patel Book
Gujarati Novel Kanku by Pannalal Patel Book

 

“પન્નાલાલ પટેલ ” ભાગ્યે જ કોઈ માણસ એવો હશે જે આ નામથી અજાણ હોય . ગુજરાત – રાજસ્થાન સરહદ પરનું એક નાનકડું ગામ માંડલીમાં તેમનો જન્મ થયો હતો . ખેતરમાં હળ હાંકતા હાંકતા આ ખેડૂત પુત્ર ” માનવીની ભવાઈ” જેવી શ્રેષ્ઠ નવલકથા લખે છે અને ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ “જ્ઞાનપીઠ” એવોર્ડ પ્રાપ્ત કરે છે . અને ગુજરાતી સાહિત્ય જગતમાં એક આગવો ઇતિહાસ રચી મૂકે છે .

આજે તેમના દ્વારા જ લખાયેલી એક નવલકથા ” કંકુ ” વિશે વાત કરવી છે .

પન્નાલાલ દ્વારા આ નવલકથા લગભગ સાત – આઠ દશક પહેલા લખવામાં આવી હતી . પહેલા તો આ એક નાનકડી વાર્તા હતી .( જે લગભગ 1934-35 આસપાસ લખવામાં આવી હતી ) ” નવ સૌરાષ્ટ્ર ” ના દિવાળી અંકમાં કકલભાઈ કોઠારી દ્વારા છાપવામાં આવી હતી. જેને વાંચકો દ્વારા ખુબ જ સારા પ્રતિસાદ મળ્યા અને તે સમયે પન્નાલાલને રૂપિયા 5 નો માનદ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

- Advertisement -

અમદાવાદથી ગુજરાતી ફિલ્મ નિર્દેશક કાંતિભાઈ રાઠોડ દ્વારા કંકુને ફિલ્મ રૂપે રજુ કરવાની ઈચ્છા દાખવી. પછી પન્નાલાલ દ્વારા તેને વિસ્તૃત સ્વરૂપ આપવામાં આવ્યું અને કંકુ નવલકથા પ્રસિદ્ધ થઈ. આ કંકુ ફિલ્મ ગુજરાતી સીને જગતની સર્વ પ્રથમ ફિલ્મ માનવામાં આવે છે. જેણે તે સમયે ” રાષ્ટ્રપતિ એવોર્ડ ” પ્રાપ્ત કર્યો હતો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જે શીકાગો ખાતે યોજાયો હતો તેમાં “કંકુ” નું પાત્ર ભજવનાર ” પલ્લવી મહેતા ” ને શ્રેષ્ઠ અભિનેત્રિનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

“કંકુ ” સામાજિક અને પારિવારિક ઘટનાથી સંપન્ન નવલકથા છે .આ નવલકથાનું મુખ્ય ” કંકુ ” નામની સ્ત્રી છે. જેના નામ પરથી જ આ નવલકથા સર્જન પામેલી છે . એમ કહેવું યોગ્ય જ ગણાય કે આ નવલકથાનું હાર્દ જ કંકુ પોતે છે.

Also Read::   Book review ‘પીડ પરાઈ જાણે રે’ પુસ્તક : મૂલ્યો સાથે જીવતા એક ઉમદા માણસનો પરિચય મળે!

“કંકુ ” કોણ છે આ કંકુ ? આમ બોલવા કરતા કંકુ શું નથી તે વિચારવું જોઈએ કે કંકુ શું નથી? લેખક દ્વારા કંકુના પાત્રને ખુબ જ આબેહૂબ રીતે આલેખવામાં આવ્યું છે.

મને વિશ્વાસ છે કે આ નવલકથા “કંકુ ” જે કોઈ વ્યક્તિ વાંચશે તેની આંખો એકવાર અચૂક ભીંજાય જશે . કારણકે લેખક દ્વારા કંકુનું પાત્ર એટલું કરુણા સંપન્ન રીતે દર્શાવવામાં આવ્યું છે કે આજના વાસ્તવિક જગતમાં કંકુ સમાન સ્ત્રી કે ભાર્યાંની કલ્પના કરવી પણ શક્ય નથી . કંકુને વાંચ્યા બાદ આજે તેના વિશે વિચાર કરવા બેસું તો કંકુનું પાત્ર મારી સામે તરી આવે છે.

આ નવલકથામાં પ્રકરણ – 5 અને પ્રકરણ – 22 ને જો વાંચીએ તો ખરેખર આપણું હ્રદય દ્રવી ઉઠે એવી રીતે રજુઆત કરવામાં આવી છે.

- Advertisement -

કંકુ ખુબ જ ડાહી, શાણી, સમજુ અને પારિવારિક રૂઢિ – રિવાજોને અનુસરવાવાળી સ્ત્રી છે . કંકુ ” સુંદરતાનું સરોવર છે ” , કંકુ ” મર્યાદાની મુરત છે” .

કંકુના સૌંદર્યનું વર્ણન પણ લેખક દ્વારા ખુબ જ આબેહૂબ રીતે આલેખવામાં આવ્યું છે . તેના માટે એટલું જ કહી શકાય કે તે એક સમૃદ્ધ રાજ્યની સૌંદર્યવાન વારાંગના જેવી ભાસે છે .

ગામડાની એક સાધારણ સ્ત્રી પોતાનો ધણી ગમતરુ કરી ગયો છે . પોતે એકલા પંડે છોકરાનો ઉછેર કરે છે . જે ખુબ જ કષ્ટદાયક પીડા સમાન છે .જે કંકુ ઝીરવી રહી હતી. “કંકુ” એ નવલકથા કે કાલ્પનિક પાત્ર નથી. મારા મતે તો તે એક વાસ્તવિકતા સભર ઘટના છે.

અહીં શરૂઆતમાં લેખક દ્વારા “કંકુ” અને તેના ભરથાર ” ખુમા” નું પ્રણયાલેખન કરવામાં આવ્યું છે, જે પણ અત્યંત રસિક અને મન ભાવક છે. કંકુ સુખેથી પોતાના ધણી ખુમા સાથે જીવન જીવતી હોય છે. બંને દંપતી દિવસે સાથે ખેતરમાં કામ કરે અને રાત્રે ઘરે આવી નિરાંતે જંપ લે. બધુ જ એકદમ સરસ રીતે ચાલતું હોય છે. પરંતુ કુદરતનું કરવું અને અચાનક ખુમાને જોશનો તાવ આવે છે. અને તે દિવસે ને દિવસે ખાટલો પકડતો જાય છે . અને અંતે પણ તેને વળતા પાણી ન થયાં અને ખુમોં પોતાની કંકુ અને પોતાના દીકરાને મૂકી અંનતની વાટ પકડી લે છે. કંકુના જીવનમાં સુનકાર છવાઈ જાય છે. અને તેનો સુખનો દીવો હોલવાઈ જાય છે.

Also Read::   Harivanshray bachchan હરિવંશરાય બચ્ચન : હિન્દી સાહિત્યના અનોખા કવિ... 

કંકુ સિવાય આ નવલકથામાં મલકચંદ શેઠ, હિરો, ગલા કાકા, કાળું વગેરે પાત્રોનું આલેખન પણ વાતાવરણ અને ઘટનાને અનુરૂપ સરસ રીતે થયું છે.

- Advertisement -

આમ ” કંકુ ” નવલકથા વાંચ્યા બાદ એમ કહેવું યથાર્થ જ છે કે “કંકુ ” આજની નારીઓ માટે પ્રેરણારૂપ છે. કંકુના પાત્ર દ્વારા લેખકે એ સાબિત કરી બતાવ્યું કે નારી શક્તિ સર્વોપરી છે, તે સમર્થ છે, તે શક્તિ છે, તે કાળી છે, મહાકાળી છે.

આમ ” કંકુ ” એક વખત અચૂક વાંચવા લાયક રચના છે.

આલેખન – જય પંડ્યા

Gujarati Novel Kanku by Pannalal Patel Book

#Gujarati #Novel #Kanku by #Pannalal #Patel #Book

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..
https://www.facebook.com/sahajsahity/

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!