HomeJANVA JEVUFirst Village દેશના છેલ્લા ગામ વિશેની રોચક વાતો...

First Village દેશના છેલ્લા ગામ વિશેની રોચક વાતો…

- Advertisement -

First Village Of India Mana uttrakhand facts

Contents

First Village દેશના છેલ્લા ગામ વિશેની રોચક વાતો…

First Village Of India Mana uttrakhand facts
First Village Of India Mana uttrakhand facts

ઉત્તરાખંડનું ‘માણા’ હવે દેશનું છેલ્લું ગામ નથી રહ્યું, કારણ કે તે હવે ભારતનું ‘પ્રથમ ગામ’ બની ગયું છે.

શું છે આ ‘ છેલ્લા ‘ ને ‘ પેલ્લા ‘ ની રમત, જાણો, આગળ….

આમ જુઓ તો આપણે માટે આ કોઈ બહુ મોટા સમાચાર નથી પરંતુ એ ગામવાસીઓ અને સમગ્ર ઉત્તરાખંડ માટે આ ગૌરવનો વિષય છે.

નામકરણ….

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારત- ચીન સરહદ પર સ્થિત એક સરહદી ગામ માણાના પ્રવેશદ્વાર પર Border Road Organization એ ‘ભારતનું પ્રથમ ગામ’નું સાઈન બોર્ડ લગાવ્યું છે. અગાઉ તેને ‘ભારતનું છેલ્લું ગામ’ તરીકે ઓળખવામાં આવતું હતું.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ નવા નામકરણવાળા સાઈનબોર્ડની તસવીર શેર કરી છે.

Also Read::   WOW નોન સ્ટોપ વિશ્વપ્રવાસનાં અવનવા વિક્રમો...

અહીં રહેતા લોકો….

- Advertisement -

આશરે 3219 મીટરની ઉંચાઈ પર આવેલું આ ગામ હિમાલયની મનોહર ટેકરીઓથી ઘેરાયેલું છે. અહીં રહેતા લોકો ભોટિયા સમુદાયના છે, જે એક મોંગોલ જાતિ છે. તેઓ સુંદર રીતે શણગારેલી અને કોતરણીવાળી નાની ઝૂંપડીઓમાં રહે છે.

વૂલન વસ્ત્રો અને સામગ્રી માટે પ્રખ્યાત…

માણા તેના વૂલન વસ્ત્રો અને સામગ્રી માટે પ્રખ્યાત છે, જે મુખ્યત્વે ઘેટાંના ઊનમાંથી બનાવવામાં આવે છે. વધુમાં આ ગામ તેના બટાકા અને રાજમા માટે પણ જાણીતું છે.
ઉત્તરાખંડની પ્રવાસન વેબસાઇટ અનુસાર, રાજ્ય સરકારે માણાને ‘પર્યટન ગામ’ તરીકે જાહેર કર્યું છે. તે સરસ્વતી નદીના કિનારે સ્થિત છે, જે બદ્રીનાથ શહેરથી માત્ર 3 કિમી દૂર આવેલું છે.

માણા નજીક…

માણા નજીક ફરવા માટેના ઘણા સ્થળો છે. સરસ્વતી અને અલકનંદા નદીઓ અહીં મળે છે; ઉપરાંત ઘણા પ્રાચીન મંદિરો અને ગુફાઓ છે. સમુદ્ર સપાટીથી લગભગ 18,000 ફૂટ ઉપરથી ખીણોની સુંદરતા જોવાલાયક છે. માણામાં તમે વેદ વ્યાસ ગુફા, ભીમ પુલ, બદ્રીનાથ મંદિર અને તપ્ત કુંડ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો. ભીમ પુલથી થોડે આગળ પાંચ કિલોમીટરના અંતરે વસુધરા નામનો ધોધ છે જે લગભગ 400 ફૂટની ઉંચાઈથી પડે છે અને આ ધોધનું પાણી મોતીની વર્ષા જેવું લાગે છે.

Also Read::   Gujarat Police: કચ્છના રણમાં કોન્સ્ટેબલ વર્ષા પરમારના આવા સાહસને જોઈ તમને પણ સલામ કરવાનું મન થશે...

 

#FirstVillageOfIndia #FirstVillage #Mana #uttarakhand

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!