Farzi web series dialogue artist money counterfeit
Farzi એક દમદાર વેબ સિરીઝ : आखिर सब रास्ते पैसे की ओर जाते है।
જેના માટે જિંદગીની પરિભાષા જ એશો આરામ પ્રાપ્ત કરવો છે, એમના માટે વચ્ચે આવતા પરિવાર કે મિત્રો એ કોલ્ડડ્રીંકસની બોટલ જેવા છે!
Farzi Amazon prime પર આવેલી એક નવી વેબ સિરીઝ છે જેનો પહેલો ભાગ આવ્યો છે એમાં આઠ એપિસોડ છે અને એ જોયાં પછી….
મારે નથી લખવું કે Amol Palekar, Shahid Kapoor, Vijay Sethupathi, Kay Kay Menon, Raashii Khanna and Bhuvan Arora જેવા મોટ્ટા ગજાના કલાકારો છે! પણ મારે કહેવું છે કે તેના લેખક Sita Menon, Suman Kumar, Raj & krushna DK આ ત્રણ લોકોએ જે લખ્યું છે… કહેવા દો કે વાસ્તવિકતા અને રાષ્ટ્રની સમસ્યાને બતાવવી એ ખૂબ કપરું કામ છે કારણ કે અનેકો સ્ટોરી, ડોક્યુમેન્ટરી છે કે જે આ બધું લોકોને બતાવે… પણ એને પડદા ઉપર એક મિડલ ક્લાસ માણસની જિંદગી સાથે બતાવવી મુશ્કેલ છે.
વળી, અહીં મુખ્ય પાત્ર કોઈ ઉદ્યોગપતિ કે બિગબુલ નથી કે નથી કોઈ લાર્જન ધેન લાઇફ કેરેક્ટર. અને એમાં વચ્ચે વચ્ચે જિંદગીના સત્યો ઉજાગર કરતા સંવાદ – dialoug – અદ્ભુત રીતે લખાયા છે અને કહાની સાથે ભળી ગયા છે. ખોટી ફિલોસોફી નથી. મંટો કે જયંત ખત્રી યાદ આવી જાય. ક્રાંતિ પત્રિકા માટે સંઘર્ષ કરતા નાનામાં ( આમોલ પાલેકર ) ના પત્રના સંવાદમાં ઝલકતી સહજ જીવનની ફિલસૂફી દ્વારા જાણે પ્રેમચંદ ઉજાગર થાય છે.
Farzi web series dialogue artist money counterfeit
સની નામના એક યુવાનને ચિત્ર કલા જબરી ફાવે છે. અસલી પેઈન્ટને એવી રીતે દોરે કે ખોટું જ ઓરીજનલ લાગે! આખરે બધા રસ્તા પૈસા તરફ જાય છે એમ આ ચિત્રકાર નકલી પણ પકાડાઈ નહિ એવી અસલી નોટ બનાવે છે….
… બસ, પછીની કહાની અદ્ભુત રોચક તો નહિ પણ જોવી ગમે એવી છે. બધા રંગ છે. મુખ્ય પાત્ર સની – શહીદ કપૂર – ની બેક સ્ટોરી કે પછી વિજય સેતુપત્ત્તીની સાથે સાથે ચાલતી પારિવારિક કહાની બહુ જુદાં જુદાં રંગ ભરે છે વાર્તામાં. પણ જોનારના હૈયામાં અને પાત્રમાં એક ખાલીપો ભરી જાય છે. Raashii Khanna એ ખૂબ સરસ કામ કર્યું છે કારણ કે અહીં તે માત્ર ગ્લેમર નથી.
Farzi web series dialogue artist money counterfeit
મેં લગભગ ઘણા વખતે કોઈ વેબ સિરીઝ જોઈ. પણ ફેમિલી મેન અને સોર ઓફ ધ સિટી જેવી વાર્તાઓ રચનારા આ સર્જકોના સર્જનને જોવું ગમ્યું. ચાલો ત્યારે વાર્તા કહીશ તો કલાકો થશે પણ કેટલુંક પંચામૃત અહીં ફર્ઝી વેબ સિરીઝ ના ડાયલોગ રૂપે મૂકું છું…
Farzi web series dialogue artist money counterfeit
किसी को आर्ट समझ में नहीं आता, लेकिन मशहूर पेंटर का नाम लगा दो तो सब को चाहिए, वो भी सस्ते में।
जब जेब में पैसा नहीं होता ना तो सब जगह पैसा ही पैसा दिखाई देता है।
सच यहीं है की इज्ज़त हम मिडल क्लास लोगों के ओकात के बाहर है l हम एफर्ट ही नहीं कर सकते।
व्याज पे पैसा उड़ाते हैं। फिर वो पैसा चुकाने के लिए वापस व्याज पे पैसा लेते है। हमारी तो पूरी लाइफ लोन पे चलता है। हम लोग साला मेजोरिटी है फिर भी कोई खड़ा ही नहीं करते है।
ये अमीर लोग ने सिस्टम बनाया कि गरीब उधार चुकाएगा और अमीर व्याज खायेगा। साला इस सिस्टम को तोड़ने के लिए क्रांति लानी पड़ेगी।
बगावत और क्रांति में फर्क सिर्फ इतना ही है की जो हार गए वो बगावत कहलाई गई और जो जीत गए वो क्रांति ला रहे है। पर सच्चाई तो यह है के जितने वाले ही इतिहास लिखते है, इस लिए हमारी क्रांति तो दुनिया की बगावतों में कही खो जाएगी। हमे पता नही हम लौट पाएंगे या नहीं पर आप अंदर की क्रांति को हमेशा जिंदा रखिएगा।
सिस्टम के नीचे नई आने का, सिस्टम को अपने नीचे रखना।
लालच इन्सान के फितरत में होती है।
पैसे को इतना इंपोर्टेंट मत बना देना की आपको गुलाम बना दे।
गलती का स्कोप भी नहीं है यहां पर, सब कुछ दांव पर लगा हुआ है।
फेक नोट, एक ऐसा आर्ट फॉर्म है जहां आर्टिस्ट को आर्ट या फेम से नहीं रिजल्ट से मतलब है।
कोई हमेंशा जुरूरी नहीं होता जिंदगी में, या तो जरुरते बदल जाती है, या फिर लोग बदल जाते है।
Farzi web series dialogue artist money counterfeit
આ સિરીઝ દેશને જગાડે છે કે….
પૈસાની જરૂરિયાત યુવાનોને ક્યાં લઈ જઈ શકે છે…
કેટલાંક એવા અધિકારીઓ પણ છે કે રાજકારણીઓની ગાળો સાંભળીને કે ગાળો આપીને કે પગે પડીને પણ દેશ માટે જે જરૂરી છે એ કરીને રહે છે અને એના માટે એની અંગત જિંદગી પણ દાવ પર લગાવી દે છે.
યુવાનોને માત્ર દિશા દર્શનની જરૂર છે.
પ્રેમ કે સંબંધ જેવું કશું નથી માત્ર પૈસો છે એવું કહેવા માટે પણ તમારી પાસે પૈસા હોવા જરૂરી છે નહિ તો એવી વાતોનો પણ કોઈ વજન રહેતો નથી.
અને આખરે બધા રસ્તા પૈસા તરફ જ જાય છે…
By Anand Thakar
Farzi web series dialogue artist money counterfeit
અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Website
https://edumaterial.in/
YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
#Farzi #webseries #dialogue #artist #money #counterfeit
#ShahidKapoor #VijaySethupathi #KayKayMenon #RaashiiKhanna #Bhuvan Arora #Amol Palekar