HomeJANVA JEVUEntertainment Tax કોઈ પણ ફિલ્મ ટેક્ષ ફ્રી થાય તો જાણો, કોને થાય...

Entertainment Tax કોઈ પણ ફિલ્મ ટેક્ષ ફ્રી થાય તો જાણો, કોને થાય છે કેવો ફાયદો?

- Advertisement -

Entertainment Tax in Gujarat and India GST

Entertainment Tax કોઈ પણ ફિલ્મ ટેક્ષ ફ્રી થાય તો જાણો, કોને થાય છે કેવો ફાયદો?

Entertainment Tax in Gujarat and India GST

ફિલ્મ જોવા જાવ છો ત્યારે ટિકિટ ખરી દો છો, મોબાઈલમાં કોઈ મનોરંજન એપ પર ફિલ્મ કે વેબ સિરીઝ જુઓ છો કે ક્રિકેટ જૂઓ છો ત્યારે આપણા મનોરંજનનો કર લગાવી દેવામાં આવે છે. Movie | Film | Tax

દરેક રાજ્યમાં આ કરની અલગ અલગ ટકાવારી છે. ગુજરાતમાં એ કર કેટલો છે અને મનોરંજન કરથી કોને લાભ થાય? સરકારને કે ફિલ્મ કે મનોરંજન બનાવનારને? કયા રાજયમાં ઓછો કે વધુ કર લેવાય છે? ચાલો, આજે જાણીએ થોડું મનોરંજન કર Entertainment Tax વિશે…

મનોરંજન કરનો ઇતિહાસ – History Of Entertainment Tax

- Advertisement -

બ્રિટિશ સરકારે મનોરંજન કરની શરૂઆત કરી હતી. તેના પાયામાં એમની નીતિ એવી હતી કે મનોરંજનના બહાને ભારતીયો બળવા માટે મેળાવડા ના કરે. આથી એ સમયના રાજ્ય સરકારોના વિવિધ મનોરંજન કર અધિનિયમો કરના દરને 100% થી વધુ પરવાનગી આપે છે. આઝાદી પછી, જૂના અધિનિયમો ચાલુ રહ્યા અને આ કાયદાઓમાં કોઈ ફેરફાર કે રદ કરવામાં આવ્યો નથી.

મનોરંજન કર – Entertainment Tax –

આપણે Film અથવા મોટા મનોરંજન શો જોવા માટે ટિકિટ ખરીદીએ છીએ એ વખતે મનોરંજન કર એમાં સામેલ હોય છે.

દેશમાં મનોરંજન કર વિવિધ રાજ્યો માટે અલગ છે કારણ કે તે રાજ્ય સરકારોના કાર્યક્ષેત્રમાં છે.

ભારતીય બંધારણ પ્રમાણે મનોરંજન કર – Entertainment Tax –

મનોરંજન ભારતના બંધારણની સાતમી અનુસૂચિની યાદી 2 માં આવે છે અને તે રાજ્ય સરકારો માટે માત્ર આવકના સ્ત્રોત તરીકે આરક્ષિત છે.

- Advertisement -

Entertainment Tax in Gujarat and India GST

Also Read::   દિયા: રજકણ સૂરજ થવાને શમણે…

ભારતીય બંધારણની કલમ 246 એ તમામ નિયમો અને માર્ગદર્શિકાઓની યાદી આપે છે જે ભારતમાં મનોરંજન કરને લાગુ પડે છે. રાજ્ય સરકારો ગ્રાહકો પાસેથી મનોરંજન કર વસૂલવા માટે જવાબદાર અધિકારીઓ નિમવા અને તેનું નિયંત્રણ કરવું તે રાજ્ય સરકારોના હક્કમાં હોય છે.

બંધારણની કલમ પ્રમાણે ભારતમાં…

મનોરંજનની નીચેની શ્રેણીઓ પર પણ મનોરંજન કર લાગુ થાય છે:

પ્રદર્શનો
રમતગમતને લગતી પ્રવૃત્તિઓ
મનોરંજન પાર્ક
આર્કેડ
સેલિબ્રિટી સ્ટેજ શો
થિયેટર શો
વિડિયો ગેમ્સ
હવે, મનોરંજન એપનો પણ સમાવેશ થાય છે.

ભારતમાં મનોરંજન કર – Entertainment Tax Rates in India –

સરકાર દ્વારા કોમર્શિયલ શો, મૂવી ટિકિટ, રમતગમતના કાર્યક્રમો, સંગીત ઉત્સવો, મનોરંજન ઉદ્યાનો, પ્રદર્શનો, થિયેટર શો અને અન્ય ખાનગી તહેવારો પર મનોરંજન કર વસૂલવામાં આવે છે. મનોરંજન કર દરેક રાજ્યમાં અલગ અલગ ટકાવારી પ્રમાણે લેવામાં આવે છે. મનોરંજન કર પરોક્ષ કરની ( Indirect tax ) શ્રેણીમાં આવે છે .

સાથે સાથે એ પણ જાણી લો કે આ Indirect tax શું છે? જે આપણા દરેકના ખિસ્સા માંથી વારેવારે જાય છે!

પરોક્ષ કર ( Indirect tax )

- Advertisement -

પરોક્ષ કર એવી વસ્તુ છે જે ઉત્પાદક તેના દેશની સરકારને ચૂકવે છે. ટેક્સ ચુકવણીનો બોજ અંતિમ ઉપભોક્તા પર છે કારણ કે તેઓ ઉત્પાદનો ખરીદે છે. પ્રત્યક્ષ કરવેરાથી વિપરીત , આ ભૌતિક વસ્તુઓ પર વસૂલવામાં આવે છે.

પરોક્ષ કર સામાન્ય રીતે સપ્લાયર્સ અથવા ઉત્પાદકો પર લાદવામાં આવે છે જે તેને અંતિમ ઉપભોક્તા સુધી પહોંચાડે છે. આબકારી જકાત, કસ્ટમ ડ્યુટી અને વેલ્યુ-એડેડ ટેક્સ (VAT) પરોક્ષ કરના ઉદાહરણો છે.

હવે મનોરંજન GST માં એકીકૃત…

મનોરંજન કર 1 જુલાઈ 2017 થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ( GST ) દ્વારા બદલવામાં આવ્યો છે.

સૌથી વધુ મનોરંજન કર ઉઘરાવનાર રાજ્ય ઝારખંડ છે જે 110% મનોરંજન કર લે છે. જ્યારે રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબ એ 0% કર કરીને મનોરંજન કર મુક્ત રાજ્યો બન્યા છે. જ્યારે તમિલમાં 15% મનોરંજન કર છે ને વિશેષ બાબત તો એ છે કે તમિલ ભાષામાં બનનારી કોઈ પણ ફિલ્મ ટેક્ષ ફ્રી હોય છે. આ પણ એક કારણ છે સાઉથ અને તમિલની ફિલ્મ વધારે વેપાર કરે છે ને લોકોને પોષાય છે એટલે થિયેટર સુધી આવે છે. મહારાષ્ટ્રમાં પણ મરાઠી ફિલ્મો કરમુક્ત છે.

ગુજરાતમાં મનોરંજન કર – Entertainment Tax Rates in Gujarat –

ગુજરાતમાં મનોરંજન કર – Entertainment Tax Rates in Gujarat – 20% છે. એટલે કે કોઈ ફિલ્મ જોવા જાવ છો તો એના ટિકિટના રેટ પર 20% રૂપિયા તમારે સરકારને દેવાના જ છે અને એ ટિકિટના દરની ઉપર લાગી અને ટિકિટના ભાવ નક્કી થતાં હોય છે.

Also Read::   Eldhose Paul : વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ફાઇનલમાં પહોંચનાર ભારતના આ પ્રથમ ખેલાડી વિશે જાણો

આમ સરકારી આયોજનમાં ફિલ્મ, નાટક કે ક્રિકેટ કે મનોરંજન કરનારા માધ્યમો છે એ કમાવ દીકરા તરીકે કામ કરે છે. જીવન જરૂરિયાતની વસ્તુની જેમ જ આર્થિક કર લોકોના મનોરંજનમાં પણ હોય છે. કલા વધુ મોંઘી અને તેની પ્રસ્તુતિ વધુ ગૂંચવણ ભરી કે વધુ મોંઘી હોય છે એનું એક કારણ આ પણ હોઈ શકે.

ફિલ્મ કે મનોરંજન પ્રસ્તુત થાય ત્યારે લાગતાં ટેક્ષ માંથી ફાયદો કોને છે?

અમારી ટીમે યથામતિ સંશોધન કર્યું છે આમ છતાં ક્યાંય અધિનિયમો નજીકના સમયમાં બદલ્યા પણ હોઈ શકે છે. અમારો ઉદ્દેશ તો એટલો છે કે ફિલ્મ કે મનોરંજન પ્રસ્તુત થાય ત્યારે લાગતાં ટેક્ષ માંથી ફાયદો કોને છે? તો સમજ્યા તમે?

જુઓ, આ ટેક્ષના સર્કલને વિચારો. તમે ફિલ્મ જોવા જાઓ છો. ટિકિટના 20% સરકારને આપો છો. સરકાર એનું આર્થિક આયોજન કરી દેશના વિકાસ માટે કામ કરે છે.

પણ….

જો કોઈ પણ ફિલ્મ ટેક્ષ ફ્રી થાય તો જાણો, કોને થાય છે કેવો ફાયદો?

જો કોઈ ફિલ્મ ટેક્ષ ફ્રી થાય તો ટિકિટ પર લાગતો કર બંધ થાય છે. દા. ત. કોઈ ફિલ્મની ટિકિટ 250/- રૂપિયા છે તો જો ટેક્ષ હોય તો 20% લેખે 50/- રૂપિયા વધુ આપવાના થાય તો ટિકિટ 300/- રૂપિયામાં પડે. જો ટેક્ષ માફ થાય તો ટિકિટના તેના મૂળ ભાવે 250/- રૂપિયા જ આપવાના રહે અને ગ્રાહકને રાહત થાય છે. ફેમિલીમાં એક વધુ વ્યક્તિને ફિલ્મ બતાવી શકે અને અંતે પ્રેક્ષક વધી શકે છે.

Entertainment Tax in Gujarat and India GST Entertainment Tax in Gujarat and India GST

Income Tax

આ પણ વાંચો…
Interview ‘સેલિબ્રિટી સાથે સંવાદ’ માં ગુજરાતમાંથી સિતાર વાદનમાં પ્રસિદ્ધિ મેળવનારા ભગીરથ ભટ્ટ : ત્રણ સાડાત્રણ વર્ષના હતા ત્યારથી પ્રારંભેલી સંગીત સાધના 

Winner : તમે સામાન્ય છો કે અસાધારણ? નક્કી કરો, એક રસપ્રદ યાદી વાંચીને…

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments