HomeANAND THAKAR'S WORDCelebrity Sathe Smvaad Interview With Disha Vakani Daya Bhabhi Tarak Mehta ka...

Celebrity Sathe Smvaad Interview With Disha Vakani Daya Bhabhi Tarak Mehta ka Ulta Chashma

- Advertisement -

Celebrity Sathe Smvaad Interview With Disha Vakani Daya Bhabhi Tarak Mehta ka Ulta Chashma

સેલિબ્રિટી સાથે સંવાદ : દિશા વાકાણી સાથે ઇન્ટરવ્યુ… 

Celebrity Sathe Smvaad Interview With Disha Vakani Daya Bhabhi Tarak Mehta ka Ulta Chashma

ઇન્ટરવ્યુ – આનંદ ઠાકર 

ગુજરાતની લાડકી દીકરી આજે આખા ભારતના દયાભાભી બની ગયા છે અને બધાને ગરબાના ઘૂમ્મરે ચઢાવે છે. તેની વિશિષ્ટ બોલીથી તેમણે બધાનો પ્રેમ જીત્યો છે.

દિશા વાકાણીનો જન્મ દિવસ તા. 17 ઓગષ્ટ 1978 ના રોજ છે. Celebrity Sathe Smvaad Interview With Disha Vakani Daya Bhabhi Tarak Mehta ka Ulta Chashma

ગુજરાતી ફિલ્મોમાં પોતાના પિતાજી સાથે ફરીને નાના-નાના પાત્રો મેળવ્યા – નિભાવ્યા ઉપરાંત તેમણે નાટકોમાં પોતાની અભિનય ક્ષમતાના ઓજસ પાથર્યા અને આખરે એક પગથિયું મળી ગયું કે તે આજે પ્રસિદ્ધિના શિખર પર છે.

દિશા વાકાણી જેવા જોવા મળે છે એવા જ સરળ અને સહજ સ્વભાવના છે. રોજ ટી.વી.માંઆ ચહેરો તમે જુઓ છો, તો આજે તેની પાસેથી જાણીએ થોડું અંગત જીવનનું ઓજસ…

- Advertisement -

Celebrity Sathe Smvaad Interview With Disha Vakani Daya Bhabhi Tarak Mehta ka Ulta Chashma

આપના જીવનમાં કોઈ એવી ઘટના ઘટી છે કે તમને કુદરતી શક્તિનો સંકેત મળ્યો હોય?

હા. એટલે હમણાં જ થોડાં વખત પહેલા જ મારા ભાઈનો એક્સિડેન્ટ થયો હતો. એ અમારા પવિત્ર તીર્થક્ષેત્ર પાલિતાણા પાસે જ થયો હતો. હું ગુજરાતમાં આવું ત્યારે ત્યાં જાઉં છું. મયુરભાઈ પણ દર મહિને જાય છે. પણ એ મેજર એક્સિડેન્ટ હતો અને ભગવાને જ તેમને બચાવ્યા છે.

Celebrity Sathe Smvaad Interview With Disha Vakani Daya Bhabhi Tarak Mehta ka Ulta Chashma


તમે આજે અહીં સુધી પહોંચ્યા છો તો શું એ તમારું કોઈ સ્વપ્ન કે વિચાર હતો?

બસ, મારે તો મુંબઈની ધરતી પર કલાકાર બનવું હતું. ઈશ્વરે તે સાચું પાડ્યું છે. સારા માણસ તરીકે જીવતી રહું તો જીવન ધન્ય.

આપના જીવનમાં ધર્મની કોઈ ભૂમિકા છે? છે તો કેવી રીતે?

ધર્મ એટલે મંદિરમાં જ જાઓ તેવું જરૂરી નથી. તમે દર્શનાર્થે જવું હોય એના કરતા તમે કોઈની મદદ માટે ઉભા રહો તો એ પણ ભગવાનની જ સેવા છે. લોકોને પ્રેમ આપો, સંભાળ આપો તો તે પ્રભુની સેવા જેવું જ છે. અલગ-અલગ માળા કરનાર લોકો હોય છે, તેને ભગવાન સાથે ડાયરેક્ટ કનેક્શન હોય છે. ધર્મ સાચા રસ્તે લઈ જતું હોય છે.
Celebrity Sathe Smvaad Interview With Disha Vakani Daya Bhabhi Tarak Mehta ka Ulta Chashma

Also Read::   Dwarka : !! દિલની આ દ્વારકા !!
- Advertisement -

જીવનમાં ખુશ રહેવા માટે તમારો મંત્ર?

જીવનમાં ખુશ રહેવા માટે તો કોઈકને કંઈ આપીએ તો ખુશી મળતી હોય છે. જીવનમાં જતું કરવાની ભાવના રાખવી, તો તેમાંથી એક અલગ જ ખુશી મળે છે.
આપના માટે સુખ કેવું છે ભૌતિક કે માનસિક?

મારા માટે સુખ માનસિક છે. ભૌતિક તો ઠીક છે પણ ફેમિલી સાથે બહાર ફરવા જઈ શકું તે સુખ છે. મારી તબિયત સારી રહે, યોગ-કસરત થઈ શકે, જે દિવસે આખું સેડ્યુઅલ પરફેક્ટ રહે તે દિવસે હું ખૂબ ખુશ થઈ જાઉં છું.

Celebrity Sathe Smvaad Interview With Disha Vakani Daya Bhabhi Tarak Mehta ka Ulta Chashma
આપને મૃત્યનો ડર લાગે છે?

નહીં. આવું કંઈ વિચાર્યું નથી. હજુ તો એન્જોય જ કરું છું.

પુનર્જન્મ જેવું કશું હોય અને પસંદગી આપના હાથમાં હોય તમે શું બનવા માંગો?

એ..ય..ને હું તો કલાકાર જ બનું હોં. અમારે કેવું છે કે કેટલી બધી જિંદગી જોવા મળે છે. ડોક્ટર છે તે ભિખારીનો રોલ ન કરી શકે. અમે તો ભિખારી, ડોક્ટર, રાણી, એલિઝાબેથ પણ બનીએ છીએ, વકીલ બનીએ છીએ, દયા જેવું પાત્ર કરીએ છીએ. આમ એક જ જીવનમાં અનેક જીવન જીવીએ છીએ. મને તો કલાકાર બનવું ગમે અને ખૂબ ખૂશ છું કે મેં આ બરાબર લાઈન પકડી છે.

ધર્મ અને અધ્યાત્મમાં આપન કેવો તફાવત અનુભવો છો?

આવું બધું મને નથી ખબર. આવા ગૂઠ શબ્દો મને નથી ખબર.

Celebrity Sathe Smvaad Interview With Disha Vakani Daya Bhabhi Tarak Mehta ka Ulta Chashma

Also Read::   Maru Muktidham જવાબ : તમે છોડી ચૂક્યા હોય એવા કયા સ્થળનો હજુ પણ આપને લગાવ છે? શા માટે?
- Advertisement -


આપની સફળતાનો શ્રેય તમે કોને આપવા ઈચ્છશો?

મારા મા-બાપને. મારા કુટુંબને. તેમણે આપેલા સંસ્કારો છે. મને કહેલું કે આપણે કામ પ્રમાણિકતાથી કરવાનું. ક્યારેક પૂજા રહી જાય તો કહે કે કામ એ જ પૂજા છે, પૂજામાં ટાઈમ ન બગાડો. કામને સરસ રીતે કરો તો તે પૂજા જ થઈ જશે. જો કે આ સ્વામી વિવેકાનંદે કહ્યું છે, મારા પપ્પા મને તેમની વાતો સતત યાદ અપાવતા હતા. બધું શ્રેય મારા મમ્મી-પપ્પાને આપું. બીજું તારક મહેતા…ના પ્રોડ્યુસર અને કો-આર્ટિસ્ટને, એ બધાએ ખૂબ સપોર્ટ કર્યો છે.

સ્ત્રી અને પુરુષની તમારા માટે એક સારી અને ખરાબ બાબત તમને કઈ લાગી?

મેં એવું વાંચ્યું  છે કે સ્ત્રીઓને ભગવાને શંકા આપી છે, સ્ત્રીઓ શંકા વધારે કરે છે. એ સ્ત્રીઓનું એક લક્ષણ છે. પુરુષોને એવી નજરો આપી છે, જેના કારણે તે થાપ ખાતો રહે છે. આવું ક્યાંક આપ્યું છે, મેં વાંચ્યું છે. ભગવાને આવા ગુણો આપ્યા છે. આ ખરાબ છે કે સારું છે ખબર નથી પણ સંસારનું ચક્ર ચલાવવા આવું કર્યું હોય તો ખબર નથી. કોઈ સુંદર સ્ત્રીને જુએ તેમાં ખોટું નથી. ટાગોર કહે છે કે સુંદરતા જોવી તે પાપ નથી. કોઈ ઐશ્વર્યાને જોઈ કપલ એવું પ્લાનિંગ કરે કે આપણી છોકરી આવી સુંદર બનશે તો તે ખોટું નથી. શંકા માટે તો કોઈ લેડીઝ સીઆઈડીમાં હોય તો તેના માટે શંકા ફાયદાકારક થાય છે, ગુનેગાર મળી જાય છે.

ઇન્ટરવ્યુ – આનંદ ઠાકર 

Celebrity Sathe Smvaad Interview With Disha Vakani Daya Bhabhi Tarak Mehta ka Ulta Chashma

- Advertisement -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments