HomeJANVA JEVUFestival શું છે ભારતીય ભાષા ઉત્સવ? કોના સન્માનમાં ઉજવવામાં આવે છે? 

Festival શું છે ભારતીય ભાષા ઉત્સવ? કોના સન્માનમાં ઉજવવામાં આવે છે? 

- Advertisement -

Bharatiy Bhasha Utsav Indian Language Festival Swami Shri Subramaniam Bharati

 

Contents

શું છે ભારતીય ભાષા ઉત્સવ? કોના સન્માનમાં ઉજવવામાં આવે છે? 

Bharatiy Bhasha Utsav Indian Language Festival Swami Shri Subramaniam Bharati
Bharatiy Bhasha Utsav Indian Language Festival Swami Shri Subramaniam Bharati

સંકલન અને આલેખન – જય પંડ્યા

 સમગ્ર ભારતની અંદર ભારતીય ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આપણે જાણવું જોઈએ કે આ શું છે?  શા માટે ઉજવવામાં આવે છે?  કોની યાદમાં ઉજવવામાં આવશે કેટલા દિવસનો કાર્યક્રમ છે? આ કાર્યક્રમ કોને લાગુ પડે છે? તેની અંદર શું કરવાનું હોય છે? આ કાર્યક્રમ કોના માર્ગદર્શન નીચે ચાલે છે? વગેરે જેવા પ્રશ્નો વિશે આજે આપણે જાણવાનું છે તો આવો જાણીએ આજે ભારતીય ભાષા ઉત્સવ વિશે.

- Advertisement -

 

 શું છે આ ભારતીય ભાષા ઉત્સવ? 

 

 આપણે સૌ જાણીએ છીએ કે  ભારતમાં જુદી જુદી ભાષા છે. સરકાર એવી પહેલ કરે છે કે વિદ્યાર્થીઓ તથા તેમના  માતા પિતા બધા જ લોકો સમગ્ર દેશ આ  ભાષા શું છે તે જાણે તે સમજે. ભારતીય  ભાષાને પ્રાધાન્ય આપે આ માટે શિક્ષકો તથા અન્ય સરકારી કર્મચારીઓ આ માટેની પ્રવૃત્તિઓ શાળાઓ જાહેર સંસ્થાનો તથા પોતપોતાના કાર્યાલયોમાં હાથ ધરશે. અને રાષ્ટ્રીય ભાષા પ્રત્યે તમામ લોકોનો હકારાત્મક દ્રષ્ટિકોણ જાગૃત થાય તેવા પ્રયત્નો હાથ ધરશે. સરકારે આ માટે મોટા પાયે કામગીરી હાથ ધરી છે. જેના પરિણામ સ્વરૂપે અમુક પ્રવૃત્તિઓ હાથ ધરાશે જેથી સૌનો રાષ્ટ્રભાષા પ્રત્યેનો દૃષ્ટિકોણ વિકસિત થાય.

 

 આ ઉત્સવમાં ક્યાં વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે?

 

- Advertisement -

આ ઉત્સવમાં નીચે મુજબના   મુખ્ય ત્રણ વિષય સમાવિષ્ટ છે.

 

1 – ભારતીય ભાષા માટે ટેક્નોલોજી

2 – ભારતીય ભાષામાં ટેક્નોલોજી

3 – ભારતીય ભાષાના માધ્યમોમાં ટેક્નોલોજી.

- Advertisement -

 

 આ ઉત્સવની મુખ્ય થીમ  શું છે? 

 

આ ઉત્સવની મુખ્ય થીમ ” ભાષા અનેક ભાવ એક ” છે.

 

આ ઉત્સવ કેટલા દિવસ ઉજવવામાં આવશે ? 

 

Also Read::   psychology ચાર Q સફળતા અને જીત માટે : જાણો, તમારામાં કઈ ખામી અને ખૂબી છે?

ભારતીય ભાષા ઉત્સવનો પ્રારંભ 28 સપ્ટેમ્બર 2023 ના રોજ કરવામાં આવ્યો હતો.  કેન્દ્રીય શિક્ષણ મંત્રી માનનીય શ્રી ધર્મેન્દ્રભાઈ પ્રધાન દ્વારા 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર 2023  રોજ યોજાયેલ બે દિવસીય શિખર સંમેલનમાં ભારતીય ભાષાના વ્યાપમાં વધારો કરવા  ટેક્નોલોજી દ્વારા સતત તેનાથી જાહેર જનતા માહિતગાર થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

 

 ભારતીય ભાષા ઉત્સવની ઉજવણી કેટલા દિવસ કરવાની છે? 

 

 ભારતીય ભાષા ઉત્સવની શરૂઆત 28 સપ્ટેમ્બર 2023 થી થઈ હતી.  જે 11 ડિસેમ્બર 2023 સુધી ચાલવાનો છે. આ કાર્યક્રમ કુલ ૭૫ દિવસ ચાલવાનો છે.

 

 ભારતીય ભાષા ઉત્સવમાં કોણ કોણ સહભાગી થવાનું છે? 

 

 ભારતીય ભાષા ઉત્સવમાં તમામ શાળાના શિક્ષકશ્રીઓ,  આચાર્યશ્રીઓ, CRC, BRC, અન્ય શિક્ષણ વિદો તથા શિક્ષણ મંત્રાલયના કર્મચારીઓ આ કાર્યક્રમમાં ભાગીદાર બનશે.

 

 આ કાર્યક્રમ કયા મંત્રાલય હેઠળ ચાલે છે? 

 

 આ કાર્યક્રમ શિક્ષણ મંત્રાલયની હેઠળ માનનીય કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રીના માર્ગદર્શનથી ચાલે છે.

 

 કોની યાદમાં આ ઉત્સવ ઉજવવામાં આવશે? 

 

ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ તમિલ કવિ અને સ્વતંત્રતા  સેનાની મહાકવિ ચિન્ના સ્વામી સુબ્રમણ્યમ ભારતીનો જન્મ દિવસ 11 ડિસેમ્બરના રોજ છે. તેમની યાદમાં ભારતીય ભાષા ઉત્સવની ઉજવણી અંગે પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે.

 

 ભારતીય ભાષા ઉત્સવ ના જે  ઉપરોક્ત ત્રણ વિષયો દર્શાવવામાં આવ્યા છે. આ વિષય ભારતીય ભાષાને પ્રદાન કરવા માટે ટેકનોલોજીનું એકીકરણ ભારપૂર્વક શિક્ષણ, શિક્ષણ અને શિક્ષણ સામગ્રીના અનુવાદમાં તેની ભૂમિકા છે.

 

 અંતર્ગત જે શિખર સંમેલનનું આયોજન થયેલ છે. તેનો મુખ્ય હતું એન. ઈ. પી.

( રાષ્ટ્રીય શિક્ષણ નીતિ) 2020 અંતર્ગત ભારતીય શિક્ષણ તથા ભાષામાં ટેકનોલોજી દ્વારા પરિવર્તન લાવવું અને તેને સરળ બનાવવાનો છે.

 

Subramaniya Bharathiyar કોણ છે ચિન્ના  સ્વામી સુબ્રમણ્યમ ભારતી? 

 

ચિન્ના સ્વામી સુબ્રમણ્યમ ભારતીનો જન્મ 11 ડિસેમ્બર 1882 ના રોજ તામિલનાડુ રાજ્યના તિરુનેવલી જિલ્લાના એટ્ટયપુરમમાં થયો હતો. તેમના પિતાનું નામ ચિન્ના સ્વામી અય્યર અને માતાનું નામ લક્ષ્મી અમ્મલ હતું. તેમણે સાત વર્ષની ઉંમરથી તમિલ ભાષામાં કવિતા લખવાનું શરૂ કર્યું હતું.

Also Read::   Tyre Art દીવમાં અનોખું ' ટાયર આર્ટ ' પ્રદર્શન : જોઈને તમે પણ કહેશો અદ્ભુત કલા...

 

 ભારતીય સ્વતંત્રતાની ચળવળમાં તેમણે શું ભૂમિકા ભજવી હતી? 

 

ભારતીજીએ અરવિંદ ઘોષ, લાલા લજપતરાય, વી. વી. એસ. જેવા ક્રાંતિકારીઓની મુલાકાત લીધી.  તેમણે આર્ય જનરલમાં અરવિંદ નામક વ્યક્તિ અને પોંડિચેરીમાં કર્મયોગીને મદદ કરી.

 

અવસાન : 12  સપ્ટેમ્બર 1921 ના રોજ તેમનું અવસાન ચેન્નઇના ટ્રિપ્લિકેન ખાતે માત્ર 39 વર્ષની વયે થયું હતું.

 

 સુબ્રમણ્યમ ભારતીની પ્રસિદ્ધ કૃતિઓ કઈ –  કઈ છે? Shri Subramaniam Bharati

 

1 – ‘ કુયલ પટ્ટુ’ ,

2 – ‘ પંચાલી સપાથમ’,

3 – ‘ કન્નન પટ્ટુ ‘,

 

આ ઉપરાંત તેમણે વૈદિક શાસ્ત્રો તથા પતંજલિના યોગસૂત્ર અને ભાગવત ગીતાનો તમિલ ભાષામાં અનુવાદ કર્યો હતો.

 

આમ ચિન્ના  સ્વામી સુબ્રમણ્યમ ભારતી તમિલ સાહિત્યના જ નહિ પરંતુ સમગ્ર દેશના શ્રેષ્ઠ મહાન સર્જક હતા.

 

     સંકલન અને આલેખન – જય પંડ્યા

 

Bharatiy Bhasha Utsav Indian Language Festival Swami Shri Subramaniam Bharati

 

#Bharatiy #Bhasha #Utsav #Indian #Language #Festival #Swami #Subramaniam #Bharati

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link… 

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!