Contents
ATM: શરૂઆત, કાર્ડના પ્રકાર ને તમને મળતાં ફાયદા વિશે જાણો…
ATM card india types and benifits Bank
ATM card india types and benifits Bank | indian bank | ATM card benifits in gujarati | ATM History | ATM types | Debit card benifits | SBI ATM card benifits | all bank debit card |
સામાન્ય રીતે મોટાભાગના લોકો પાસે બેંક એકાઉન્ટ હોય છે. અને લગભગ એવું હોય છે કે બેંક એકાઉન્ટ ધારકો પાસે ATM હોય છે. મોટાભાગના લોકો ATM નો ઉપયોગ કરે છે. જેના દ્વારા બેંકમાં ગયા વગર પૈસાની આપ લે થઈ શકે છે અને હવે તો ઓનલાઇન ખરીદી પણ થઈ શકે છે કે માર્કેટમાં પણ પૈસા લીધા વગર ગયા હોઈએ ને ATM પાસે હોય તો વ્યવહાર અટકતો નથી. તો આજે આપણા સાથી બની ગયેલા ATM વિશે જાણીએ કે એનો ઉદભવ કઈ રીતે થયો? ભારતમાં ક્યારે આવ્યું? અને જો આપની પાસે ATM છે તો આપને કયા કયા લાભો મળવા પાત્ર છે… આ બધી જ વિશેષ બાબતો જાણો આગળ…..
ATM વિશે…
ATM એટલે ઓટોમેટેડ ટેલર મશીન. જે બેંક આપણને આપે છે. તમે બેંકમાં ખાતું ખોલો એટલે ATM card સાથે આપે જ છે. આ ATM ના ઉદભવ, ભારતમાં પ્રવેશ અને એનાથી થતાં ફાયદા અને નુક્સાન વિશે જાણીએ…
ATM ના ઉદભવ…
ATM એ ક્રેડિટ કાર્ડ નથી. એ ડેબિટ કાર્ડ છે. ATM સૌપ્રથમ બ્રિટનની બાર્કલેઝ નામની મલ્ટીનેશનલ બેંક દ્વારા ઈ. સ. 1967 માં બનાવીને ગ્રાહકોને આપવામાં આવ્યા હતા. એટીએમ કાર્ડ નેટવર્ક દ્વારા કાર્ય કરે છે. ઇન્ટરલિંક દ્વારા એ અન્ય બેંક સાથે પણ જોડાઈ છે. ત્યારબાદ કેનેડાના Interac અને Mastercard’s Maestro એ દ્વારા પણ કાર્ડ બહાર પાડવામાં આવ્યા. ભારતમાં રિઝર્વ બેન્કે RUPAY કાર્ડ છે એ બહાર પાડ્યું છે.
1960માં લ્યુથર જ્યોર્જ સિમજિયાને સેલ્ફ ડિપોઝિટ મશીનની શોધ કરી હતી, જોકે તેમાં રોકડ વિતરણ સુવિધાઓ ન હતી. સિટી બેંક ઓફ ન્યુયોર્ક દ્વારા 1961માં ન્યુયોર્ક સિટીમાં પ્રાયોગિક બેંકોગ્રાફનો ઉપયોગ કરવામાં આવ્યો. આ પછી જાપાનમાં 1966 માં ATM મશીન લોન મશીન તરીકે શરૂ કરવામાં આવ્યું. 1971 માં IBM દ્વારા બનાવવામાં આવેલા ATM સફળ રહ્યા હતા.
વિશ્વમાં આજે મોટાભાગના ATM માં માઇક્રો સોફ્ટના સોફ્ટવેર (microsoft) કંપનીના જ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે.
ATM card india types and benifits Bank | indian bank | ATM card benifits in gujarati | ATM History | ATM types | Debit card benifits | SBI ATM card benifits | all bank debit card |
ભારતમાં ATM…
ભારતમાં એટીએમ મશીનની શરૂઆત વર્ષ 1987માં મુંબઈમાં HSBC બેન્ક દ્વારા કરવામાં આવી હતી. 1997માં, ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) એ ભારતમાં એટીએમ નેટવર્કની સ્થાપના કરી. 2003માં, IDRBT એ દેશના ATM ને એક જ નેટવર્કમાં જોડવા માટે નેશનલ ફાઇનાન્સિયલ સ્વિચ (NFS) ની રચના કરી. આજે મોટાભાગની બેંક આ NFS ની સાથે જોડાણ ધરાવે છે.
કઈ કંપની ATM સેવા આપે છે….
નાણાકીય સેવાઓના આધારે, મુખ્યત્વે 4 પ્રકારના ATM/ડેબિટ કાર્ડ છે….
આ પણ વાંચો – દિયા: રજકણ સૂરજ થવાને શમણે…
વિઝા એટીએમ કાર્ડ્સ
બેંકો દ્વારા VISA કાર્ડ વાસ્તવમાં Visa Inc., એક અમેરિકન ફાઇનાન્સ MNC સાથે ભાગીદારીમાં છે. તેથી વર્ડ લેવલે સ્વીકારવામાં આવે છે. VISA બેંકો સાથે જોડાણમાં ક્લાસિક, ગોલ્ડ, પ્લેટિનમ વગેરે જેવા અનેક પ્રકારના ATM કાર્ડ આપે છે. VISA પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરે છે જે સુરક્ષિત છે.
માસ્ટરકાર્ડ્સ એટીએમ કાર્ડ્સ
માસ્ટરકાર્ડ એક અમેરિકન કંપની છે અને તે VISAની જેમ વૈશ્વિક સ્તરે કામ આપે છે. તે પણ પેમેન્ટ ગેટવે માટે સુરક્ષિત છે. આ કંપની ડેબિટ કાર્ડ ઈશ્યુ કરવા માટે બેંકો સાથે ભાગીદારી કરે છે.
RuPay ATM કાર્ડ્સ
RuPay એ ભારતીય મલ્ટીનેશનલ કંપની છે જે નાણાકીય સેવા આપે છે. આ કાર્ડ ભારતમાં બનેલું પ્રથમ વૈશ્વિક કાર્ડ પેમેન્ટ નેટવર્ક છે. તે આરબીઆઈ દ્વારા પ્રમાણિત છે. તેમજ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા 2012 માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
કોન્ટેક્ટલેસ કાર્ડ્સ
કોન્ટેક્ટલેસ એટીએમ કાર્ડ્સ RFID (રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન) ટેકનોલોજીનો ઉપયોગ કરે છે જે કાર્ડને નજીકથી રાખવામાં આવે ત્યારે કાર્ડ રીડર સાથે જોડાઈ છે. કાર્ડ અને રીડર વચ્ચે માહિતીની આપલે થઈ અને પ્રક્રિયા આગળ વધે છે. ICICI અને SBI જેવી બેંકો કોન્ટેક્ટલેસ કાર્ડ ઓફર કરે છે.
ATM card india types and benifits Bank | indian bank | ATM card benifits in gujarati | ATM History | ATM types | Debit card benifits | SBI ATM card benifits | all bank debit card |
ATM ના ફાયદા…
– બેંક એકાઉન્ટ સાથે આવેલા ATM નો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.
– તેના પરથી ઉપાડવામાં આવેલા પૈસા પર કોઈ એક્સ્ટ્રા વ્યાજ કે વધારાનો ખર્ચ લેતા નથી.
– આપને સાથે પૈસાનું જોખમ રાખવા કરતા આ કાર્ડ સાથે હોય તો પૈસાની અસુરક્ષા ન લાગે. કાર્ડ ખોવાઈ જાય કે કોઈ બળજબરી થી લઈ જાય તો આપ તરત ટોલ ફ્રી નંબર પર જાણ કરવાથી કાર્ડ બંધ થાય અને આપના પૈસા સુરક્ષિત રહે છે.
– આ એક સ્માર્ટ વિકલ્પ છે કે આપણે તેના દ્વારા એનેક કામ કરી શકીએ છીએ. પૈસાની ડિજિટલ લેવડદેવડથી લઇ ને તરત પેમેન્ટ માટે ફાયદાકારક છે.
– ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કે પછી કેશ કાઢવા માટે પણ મહત્ત્વનો ઉપયોગ થાય કરતા હોઈએ છીએ.
– પ્રાઈવેટ કે ગવર્મેન્ટ બેંકનું એટીએમ કાર્ડ તમારી પાસે હોય તો તમને ફ્રીમાં એક એક્સીડેન્ટલ ઈન્શ્યોરન્સ મળેલો છે. આ મોટા ભાગના લોકો જાણતા નથી. પરંતુ atm નો આપ ઉપયોગ કરો છો અને છેલ્લા ત્રણ મહિનાથી atm સતત વપરાય છે તો આ યોજનાનો લાભ મળી જાય છે.
સરકારી બેંકોથી લઈને પ્રાઈવેટ બેંકો સુધીની તમામ બેંકો પોતાના ગ્રાહકોને એટીએમ પર એક્સીડેન્ટલ હોસ્પિટલાઈઝેશન કવર અને એક્સીડેન્ટલ ડેથ કવર આપે છે. આ ઈશ્યોરન્સ 50 હજાર રૂપિયાથી લઈને 10 લાખ સુધીનો હોય છે. તેનો ફાયદો એ ગ્રાહકોને મળે છે જેના બેંક એકાઉન્ટ શરૂ અવસ્થામાં હોય છે.
આ અને આવા અન્ય કેટલાં ય ફાયદાઓ મળે છે. ATM કાર્ડ બેંક જ્યારે આપે છે ત્યારે એની સાથે કવર માં જે સૂચના પાત્રો હોય છે એમાં પણ મોટા ભાગની વિગતો આપવામાં આવે છે.
આ પણ વાંચો – જૂનું રામાયણ, નવા રામ: પ્રાતઃસ્મરણ
આ લેખની પૂરતી અને પુષ્ટિ કરવા માટે જોવા લીધેલી માહિતીની સંદર્ભ લિંક આ મુજબ છે…
https://www.thoughtco.com/automatic-teller-machines-atm-1991236
https://m.rbi.org.in//home.aspx
ATM card india types and benifits Bank | indian bank | ATM card benifits in gujarati | ATM History | ATM types | Debit card benifits | SBI ATM card benifits | all bank debit card |