HomeJANVA JEVUIndian Naval Ship Valsura awarded President's Colour by President India

Indian Naval Ship Valsura awarded President’s Colour by President India

- Advertisement -

Indian Naval Ship (INS) ‘Valsura’ will be awarded the prestigious ‘President’s Colour’ by President Ram Nath Kovind at a ceremony to be held at Jamnagar in Gujarat on March 25, an official release said on Tuesday.

Indian Naval Ship Valsura awarded President's Colour by President India

Contents

રાષ્ટ્રપતિ આવતી કાલે જામનગરમાં નૌસેનાને સૈન્યનું સર્વોચ્ચ સન્માન આપવાના છે, એ સન્માન શું છે? કોને એ સન્માન શા માટે મળી રહ્યું છે, તમે જાણતા ન હોય e તમામ બાબતો જાણો…

રાષ્ટ્રપતિ હાલ ગુજરાતના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. 24-3-2022 ના રોજ વિધાનસભા ગૃહમાં સંબોધન બાદ તેઓ આવતીકાલે જામનગર પહોંચશે. જ્યાં તા. 25-3-2022 ના રોજ એ જામનગર નેવી મુકામે હજાર રહી અને સેનાને દેશમાં આપતું સર્વોચ્ચ  સન્માન આપવાના છે. એના વિશે વિશેષ વિગતે વાત જાણવા આગળ વાંચો…

આ સન્માન કોને મળે છે?

આ સન્માન ગુજરાત રાજ્યના જામનગર સ્થિત નેવી બેઝ INS ભારતીય નૌસેના જહાજ (INS) વાલસુરાને મળવાનું છે.

વાલસુરા શું છે?

- Advertisement -

1942 માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન , ટોર્પિડો સ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી. જેની સ્થાપના માટે  જામનગરના મહારાજા જામ સાહેબે રોઝી ટાપુની 600 એકર જમીન દાનમાં આપી હતી.

Also Read::   Eldhose Paul : વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ફાઇનલમાં પહોંચનાર ભારતના આ પ્રથમ ખેલાડી વિશે જાણો

તેને શા માટે આ ઈનામ મળે છે?

યુદ્ધ અને વિરામ બંને સમયમાં દેશની સુરક્ષા માટે સતત તાલીમ અને સઘન તૈયારીઓ માટે આ INS હંમેશા સતર્ક રહ્યું છે માટે ૧૫૦ સૈનિકો સાથે ગાર્ડ ઓફ ઓનર આપશે. આ સમયે રાષ્ટ્રપતિ ઉપરાંત નૌસેનાના અન્ય હોદ્દેદારો હજાર રહેશે.

વાલસુરામાં શું કામ થાય છે?

આ જગ્યાએ નૌકાદળમાં નેવલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે એક અલગ શાખાની રચના કરવામાં આવી હોવાથી, નેવલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સ્કૂલની સ્થાપના 1948માં વાલસુરા ખાતે કરવામાં આવી હતી. ટૂંકમાં INS વાલસુરા ભારતીય નૌસેનાની તાલીમ સંસ્થા છે. આ સંસ્થાને ભારતીય નૌસેના, તટરક્ષક દળ અને મિત્ર વિદેશી દેશોના અધિકારીઓ અને સૈન્ય નાવિકોને ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, શસ્ત્ર પ્રણાલીઓ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંગે તાલીમ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. INS વાલસુરાએ લગભગ ૮૦ વર્ષ કરતાં વધારે સમયથી રાષ્ટ્રને આપેલી નોંધનીય અને શૌર્યપૂર્ણ સેવા બદલ પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી છે.

ભારતીય નૌસેના જહાજ (INS) વાલસુરાને કયું સન્માન મળે છે?

વાલસુરાને 25 માર્ચ, 2022 ના રોજ પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરાશે.
પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ સૈન્યના કોઇપણ એક યુનિટને શાંતિ અને યુદ્ધ બંને સમયમાં રાષ્ટ્રની સેવા બદલ સન્માનિત કરાય છે.  (Presidents Color Award)

Also Read::   History of Brahmin એવા સાત બ્રાહ્મણો જેમણે ભારત માટે શસ્ત્ર ઉઠાવી ઇતિહાસ બનાવ્યો...

શું છે પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ?

રાષ્ટ્રપતિ કલર એવોર્ડ એ ભારતના કોઈપણ લશ્કરી એકમને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. તેને ‘નિશાન’ તરીકે પણ ઓળખવામાં આવે છે જે એક પ્રતીક છે જે એકમના તમામ અધિકારીઓ તેમના ગણવેશની ડાબી બાજુની સ્લીવમાં પહેરશે.

શું છે ઇતિહાસ…

- Advertisement -

ભારતમાં આ સન્માન ૧૯૫૧ થી આપવામાં આવે છે. આ પહેલાં આ ઈનામ બ્રિટિશર એના રેજીમેન્ટને આપતાં હતાં. આર્મ્ડ ફોર્સીસની ત્રણ શાખાઓમાં વરિષ્ઠ નૌકાદળની બ્રિટીશ પરંપરાને અનુસરીને, ભારતીય નૌકાદળ માટે 27 મે 1951ના રોજ રાષ્ટ્રપતિના રંગો સાથે રજૂ કરનાર સૌપ્રથમ સન્માન હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!