HomeJANVA JEVUEntrepreneur શ્રીમતિ આશાબેન રાજ્યગુરુ: મહિલા સશક્તિકરણની એક મિશાલ

Entrepreneur શ્રીમતિ આશાબેન રાજ્યગુરુ: મહિલા સશક્તિકરણની એક મિશાલ

- Advertisement -

Aashaben rajyaguru women empowerment entrepreneur vadodara gujarat

Contents

Entrepreneur શ્રીમતિ આશાબેન રાજ્યગુરુ: મહિલા સશક્તિકરણની એક મિશાલ

આલેખન – દિલીપકુમાર મહેતા
( લેખક વડોદરાના વરિષ્ઠ પત્રકાર છે. )

Aashaben rajyaguru women empowerment entrepreneur vadodara gujarat
Aashaben rajyaguru women empowerment entrepreneur vadodara gujarat

સાધારણ છતાં અસાધારણ મહિલા…

આજે એક સાધારણ છતાં અસાધારણ મહિલા વિષે મારે વાત કરવી છે. આ મહિલા એટલે આશાબેન !

વર્ષ ૨૦૨૨માં આમ તો ઘણી વ્યક્તિઓ સાથે પરિચય થયો, પરંતુ, જેમના વ્યક્તિત્વએ મને અત્યંત પ્રભાવિત કર્યો એ મહિલા એટલે આશાબેન રાજ્યગુરુ ! Aashaben rajyaguru women empowerment entrepreneur vadodara gujarat

ગ્રમોદ્ધાર….

- Advertisement -

 

સૌરાષ્ટ્રના દાઠા ગામ નજીક આવેલ સાવ નાનકડા ગામ વેજોદરીમાં ૧૨ વર્ષના નિવાસ દરમિયાન આશાબેને ગામની અને આસપાસના અનેક ગામોની મહિલાઓને રોજગારી આપીને ગ્રામોધ્ધાર માટે જે બહુ મૂલ્યપ્રદાન આપ્યું એની એક પ્રલંબ અને પ્રેરણાત્મક કથા છે. Aashaben rajyaguru women empowerment entrepreneur vadodara gujarat

Aashaben rajyaguru women empowerment entrepreneur vadodara gujarat
Aashaben rajyaguru women empowerment entrepreneur vadodara gujarat

શિક્ષણ….

 

સાવર કુંડલામાં માત્ર દસ ધોરણ ભણેલા આશાબેનના ૧૯૯૧માં ૧૯ વર્ષની વયે હરેશભાઈ રાજ્યગુરુ સાથે વિવાહ થયા.

 

- Advertisement -

૧૯૮૪માં એમના પતિને શિક્ષક તરીકેની નોકરી મળી હતી.પ્રારંભમાં જુદી જુદી શાળાઓમાં સેવાઓ આપ્યા બાદ ૧૯૯૫માં હરેશભાઈની વેજોદરી પ્રાથમિક શાળામાં ટ્રાન્સફર થતા આ દંપતિ વેજોદરીમાં આવી ગયું.

 

દાઠાથી માત્ર છ કિલોમીટર દૂર વેજોદરી ગામે હરેશભાઈએ માત્ર ૨૦-૨૫ બાળકોની સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો હતો. Aashaben rajyaguru women empowerment entrepreneur vadodara gujarat

 

સંઘર્ષ…..

 

- Advertisement -

૧૯૯૮માં આશાબેનને આંગણવાડી કાર્યકર તરીકેની ત્યાં નોકરી મળી ગઈ. નોકરીના સમયબાદ મળેલ નવરાશના કલાકોમાં આશાબેન ભરતકામ અને ચણીયા –ચોળીને ટીકા લગાવવાનું કામ કરતા રહ્યા અને આસપાસની દીકરીઓને પણ આ કામ માટે પ્રોત્સાહિત કરતા રહ્યા.

વેજોદરી આંગણવાડીમાં કાર્યકર તરીકે ૧૨ વર્ષ સુધી સુદીર્ઘ અને ઉત્તમ સેવા આપવા બદલ આશાબેનને ‘શ્રેષ્ઠ કાર્યકર’ તરીકેનો એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો.

૨૦૧૦થી આ દંપતિ વેજોદરી છોડીને દાઠા રહેવા આવી ગયું. નોકરી માટે હરેશભાઈએ પોતાની બાઈક પર અપ –ડાઉન કરવાનું પસંદ કર્યું. Aashaben rajyaguru women empowerment entrepreneur vadodara gujarat

 

Entrepreneurship in Handicraft….

દાઠામાં આશાબેનની હસ્તકલા-કારીગરીને વેગ મળ્યો અને છેક ૨૦૨૦ આ મહિલા એ Entrepreneurship in Handicraftના નૂતન કીર્તિમાન સ્થાપિત કર્યા!

વિકાસની કેડી…

સાવર કુંડલાના ‘બ્રહ્માણીહેન્ડીક્રાફ્ટ’ના વસંતબેન કાન્તીભાઈ કેવડીયાએ આશાબેનની પ્રતિભાને પીછાણીને એમને વ્યાવસાયિક

માર્ગદર્શન આપ્યું અને શોખને વ્યવસાયમાં બદલવા માટેની એક સુવર્ણ તક પણ પૂરી પાડી. આશાબેનના ભાઈએ પણ આશાબેનને આ બીઝનેસ માટે સહયોગ આપ્યો. આમ સૌના સાથ અને સહકારથી આશાબેને સ્વવિકાસ અને સૌના વિકાસની કેડી કંડારી અને દસ વર્ષના અથાગ પરિશ્રમ દ્વારા ગ્રામીણ મહિલાઓને આર્થીક રીતે પગભર કરવામાં મહત્વનું પ્રદાન કર્યું.

Also Read::   Nambi Narayanan: રોકેટ સાયન્ટિસ્ટનું જીવન, આરોપો, ક્રાયોજેનિક એન્જિન, સજા, પરિણામ અને ફિલ્મ...

મહિલાઓને જ્યાં ઘરમાંથી બહાર પગ મુકવાની છૂટ ન મળે એવા વાતાવરણમાં આશાબેને ગ્રામીણ યુવતીઓને હસ્તકલા શીખવાડીને એમને બે-પૈસા રળવાની રીત બતાવી. Aashaben rajyaguru women empowerment entrepreneur vadodara gujarat

Aashaben rajyaguru women empowerment entrepreneur vadodara gujarat
Aashaben rajyaguru women empowerment entrepreneur vadodara gujarat

પરિશ્રમયજ્ઞ…..

આ પરિશ્રમયજ્ઞમાં એમને હરેશભાઈનો સંપૂર્ણ સાથ મળ્યો. ગામડેથી કાપડ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ લાવીને ફરી એ કાપડને હસ્તકલાથી સજાવીને જે તે વેપારીને પહોંચડવાની જવાબદારી હરેશભાઈએ ઉપાડી લીધેલી.

અનેક વર્ષો સુધી આ દંપતિએ પોતાની બાઈક પર લાખો કિલો મીટરની આવ –જા કરીને આ રીતે માલની લે-વેચ કરી

બાળપણથી જ ભરત –ગુંથણમાં , મોતીકામમાં કુશળ આશાબેને પ્રારંભમાં સમયના સદ્દપયોગ અને શોખ ખાતર વિવિધ પ્રકારનું ભરત –ગુંથણ શરુ કર્યું. આ કળાએ ગામમાં અને એની આસપાસમાં એમને એક નવી ઓળખ આપી, અને આશાબેને ગ્રામીણમહિલાઓને પ્રોત્સાહિત કરી અને ભરત-ગુંથણના કાર્યમાં સહભાગી બનાવી. Aashaben rajyaguru women empowerment entrepreneur vadodara gujarat

૧૫૦ જેટલી મહિલાઓ જોડાઈ….

મહિલાઓ દ્વારા ઉત્પાદિત હસ્તકળાની વિવિધ વસ્તુઓની માંગ વધવા લાગી અને જોતજોતામાં આશાબેનના આ ‘પ્રોજેક્ટ’માં આસપાસના ગામોની ૧૫૦ જેટલી મહિલાઓ જોડાઈ ગઈ.

ગ્રામીણ મહિલાઓને ઘરબેઠે સારી એવી આવક ઉભી થતા એમનો ઉત્સાહ વધતો ગયો અને રોજગારીની આવકમાં પણ વૃધ્ધિ થવા લાગી.

આશાબેનના આ શ્રમયજ્ઞમાં હરેશભાઈનું પ્રોત્સાહન અને સક્રીય સહયોગ મળતા આશાબેન દિન-રાત મહેનત કરતા રહ્યા. Aashaben rajyaguru women empowerment entrepreneur vadodara gujarat

સંતાનો અને તેની પ્રગતિ…

 

ત્રણ –ત્રણ દીકરીઓને ઉછેરવાની જવાબદારી સાથે આ યુગલે ત્રણ દાયકા સુધી જે પરિશ્રમ કર્યો એ કાબિલ-એ દાદ છે.

એમની બે દીકરીઓએ મોટાભાગનું શિક્ષણ એમના મામાને ત્યાં ભણીને લીધું.

ત્રીજી દીકરી કિરણે એનું પ્રાથમિક શિક્ષણ વિજોદરીમાં જ લીધું. આશાબેને જયારે ત્રીજી દીકરીને જન્મ આપ્યો ત્યારે ગામમાં એની ચોમેર ટીકા થવા લાગેલી , પરંતુ આશાબેને તો દીકરીઓને દીકરાઓની જેમ ઉછેરીને ભણાવી –ગણાવી.

એમની મોટી પુત્રીએ વડોદરાની જ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિ.માંથી M.pharm પૂરું કર્યું, અને વડોદરાની એક પ્રતિષ્ઠિત ફાર્મા કંપનીમાં છેલ્લા છ વર્ષથી નોકરી કરે છે. બીજીપુત્રીએ પણ બેચલર ઓફ એન્જીનીયરીંગની ડીગ્રી મેળવી છે અને હાલ તે પણ એક કોલેજમાં સર્વિસ કરે છે. ત્રીજી પુત્રી પણ હાલ એમ. એસ યુનિ.માં બેચલર નો અભ્યાસ કરી રહી છે. Aashaben rajyaguru women empowerment entrepreneur vadodara gujarat

Also Read::   Travel: અનેક રહસ્ય અને રોમાંચની આ નગરી જે ગુજરાતના મધદરિયે આવેલી છે, જાણો છો?

નિવૃતિબાદ ૨૦૧૯થી હરેશભાઈએ વડોદરાને પોતાની કર્મભૂમિ બનાવી છે અને માંજલપુર વિસ્તારમાં એક સુંદર ઘર ખરીદ્યું છે. આ ઘરની ખરીદીમાં આશાબેનનો પણ આર્થીક સહયોગ રહ્યો એ આનંદ અને ગૌરવની બાબત છે.

અસંખ્ય ગ્રામીણ મહિલાઓને વર્ષો સુધી રોજગારી આપી….

આશાબેન તો પોતાના અથાગ પરિશ્રમથી ઘણું કમાયા, પણ એથી વિશેષ તો ગૌરવની બાબત એ જ છે કે એમણે કોઈ જ પ્રકારના એવોર્ડ કે સન્માનની ખેવના વિના જ અસંખ્ય ગ્રામીણ મહિલાઓને વર્ષો સુધી રોજગારી આપી.

આજે મહિલા સશક્તિકરણ( The women empowerment)ની ખુબ ચર્ચા થાય છે.અનેક સ્વૈચ્છીક સંગઠનો અને સરકારી એજન્સીઓ દ્વારા મહિલા વિકાસ માટેની અનેકવિધ યોજનાઓ પણ કાર્યરત છે જ, ત્યારે આજથી ૩૫ વર્ષ પહેલા એક મહિલાએ એક ગામડામાં પોતાના વિઝનથી જ ‘રૂપાંતર’ માટેના શ્રીગણેશ કર્યા એ સાચે જ સરાહનીય છે.

મને આશ્ચર્ય એ વાતનું થયું કે ત્રણ –ત્રણ દાયકાની એમની આ સર્જનાત્મક પ્રવૃત્તિની એમની પાસે એક પણ તસ્વીર નથી!

મેં એમના ઘરે એમણે પોતાના માટે તૈયાર કરેલ કલાવસ્તુઓ નિહાળી છે.

મને તો આશાબેન જેવી મહીલાઓ જ આ દેશની આશાનું કિરણ લાગે છે. આશાબેનની પ્રેરક કહાની સાંભળીને મને એક શેર અચૂક યાદ આવે કે

‘कौन कहता है कि आकाश में सुराख नहीं हो सकता।

एक पत्थर तो तबीयत से उछालो यारो!’

હૈયામાં હામ અને સ્વપ્નને સાકાર કરવા માટેની તીવ્ર અભીપ્સા હોયતો ઈશ્વરીય સહાય મળી જ રહે છે.

આશાબેન આજે પણ નિયમિત ભરત-ગુંથણ કરતા રહે છે. આવી એક સશક્ત મહિલાને એના જન્મદિને વંદન સહ શુભ કામનાઓ !

Aashaben rajyaguru women empowerment entrepreneur vadodara gujarat

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

 

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

 

Website

Home

 

YouTube

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

 

 

#Aashaben #rajyaguru #women #empowerment #entrepreneur #vadodara #gujarat

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!