HomeANAND THAKAR'S WORDSERVER ROOM : A NovelStory સાહસ_સૌંદર્ય_શૌર્ય_સંવેદનની_કથા ભાગ - 1

Story સાહસ_સૌંદર્ય_શૌર્ય_સંવેદનની_કથા ભાગ – 1

- Advertisement -

story of adventure loveliness gallantry Sensation

Contents

સાહસ_સૌંદર્ય_શૌર્ય_સંવેદનની_કથા ભાગ -1

આલેખન – આનંદ ઠાકર

 

story of adventure loveliness gallantry Sensation
story of adventure loveliness gallantry Sensation

આવી જગ્યાએ તને છોડીને ચાલ્યો જાઉં?

હા. બસ આ વળાંકે અંધારામાં હું ઓગળી જઈશ.

ખોવાઈ જવાનો ડર નથી લાગતો?

કોનાથી? તું તો મારામાં છે.

ચલ, જુઠ્ઠી, મારી ઘેલછા મૂક. તું જ્યાં જા છો, ત્યાંથી પાછી ના પણ આવ, એવુંય બને!

સ્નેહમાં કરેલાં સમર્પણ માટે સાથે રહેવું જરૂરી નથી હોતું. ચાલ, મોડું થાય છે.

***

સાહસ આપણાં બંને માંથી કોઈ એકે કરવું જ પડે એમ હતું. તું અહીં રહીશ તો મિશનમાં આગળ વધાશે, મને સાહસ કરવા સિવાય કશું બીજું આવડતું નથી.

પણ આખા મિશનમાં આ સાહસ જ મહત્વનો ભાગ છે, યામી!

ફક્ત મિશનમાં જ નહિ વિકી, જીવનમાં પણ.

એ તો તને શકુંતલા, હોથલ, ચૌલા કે કંકુ હોત તો વધુ સારું સમજાવત!

હું જ્યારે જાઉં છું ત્યારે તું વધારે નજીક આવવાની કરે છે.., અત્યાર સુધી ક્યાં હતો? હવે આ રાતે અતીતને ખોતરવાની શી જરૂર?

પ્રેમ વર્તમાનમાં જ થાય છે. પ્રેમ ક્યારેય અતિત નથી થતો, યામી!

પણ હવે તો સવાર થવા આવ્યું. હું જાઉં. કાલની તૈયારી કરવાની છે. ને હા. સ્મરણો જ પ્રેમને અતિત થવા દેતા નથી. એ આપણી બંને પાસે છે.

આપણી લેબ અને સ્કુલ પાસે પણ છે!

બંનેનું આછ્છું હાસ્ય નદીના સુકાઈ જતાં પ્રવાહને જાણે કિલ્લોળવા આમંત્રણ આપતાં હોય એમ ફેલાઈ ગયું!

********

તું સામે જોઈ ને વાત કેમ નથી કરતો?

હું આંખો સામે જોઈ ને વાતો નથી કરી શકતો.

હા. પણ કેમ?

ડર છે.

શેનો?

મને તારા આકર્ષણની આદત પડી જાય તો!

****

અંધારી રાતના એ નદી કાંઠે એણે દુપટ્ટાથી બાંધેલી બૂકાની છોડી અને આકાશને જોવા લાગી ને પછી ગણગણી: તે આપેલી નવલકથાનું એક વાક્ય મને બહુ ગમ્યું –

કયું?

તું મને ટચ કરીશ તો મારા આત્માને સ્પર્શી નહિ શકે.

આલેખન – આનંદ ઠાકર

******
#આનંદઠાકર #કિશોરકથા #સાહસ_સૌંદર્ય_શૌર્ય_સંવેદનની_કથા

#anandthakar #teenagestory #story_of_adventure_loveliness_gallantry_Sensation
*************************

Also Read::   પ્રકરણ - 8 SERVER ROOM : ફોર ફાઈન્ડિંગ ધ પ્રોટોકોલ
- Advertisement -

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..
https://www.facebook.com/sahajsahity/

Website
https://edumaterial.in/

YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!