HomeSUVICHARTemple શકટામ્બીકા :  ગૌતમ ગોત્રી બ્રાહ્મણો સાથે જોડાયેલું અનોખું મંદિર...

Temple શકટામ્બીકા :  ગૌતમ ગોત્રી બ્રાહ્મણો સાથે જોડાયેલું અનોખું મંદિર…

- Advertisement -

Shakatambika temple pasavadar banaskantha

Contents

શકટામ્બિકા :  ગૌતમ ગોત્રી બ્રાહ્મણો સાથે જોડાયેલું અનોખું મંદિર…

સંકલન અને આલેખન – જય પંડ્યા રઘાણી

Shakatambika temple pasavadar banaskantha 
Shakatambika temple pasavadar banaskantha

Shakatambika શકટામ્બીકા માતાજીનું મંદિર 

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં પસવાદળ ગામ આવેલું છે. જ્યાં માતા શકટામ્બિકાનું મંદિર સ્થિત છે.

- Advertisement -

history શું હતું આ ગામનું પૌરાણિક નામ ? 

પ્રાચીન સમયમાં પસવાદળ ગામ પુષ્પવતી નગરી તરીકે જાણીતું હતું.

શકટામ્બિકા માતા પુષ્પદળીયા ગૌતમ ગોત્રી બ્રાહ્મણોના કુળદેવી છે.

પસવાદળ ગામના લોકો આજે પણ જૂના રૂઢિ રિવાજ મુજબ રહે છે. ત્યાંની સડકો આજે પણ કાચી અને જૂની જ છે.

- Advertisement -

પ્રાચીન સમયમાં મંદિર નાનું હતું પણ સમય જતા ગૌતમ ગોત્રી બ્રાહ્મણો દ્વારા મંદિરનું બાંધકામ કરાવવામાં આવ્યું અને  આજે આ મંદિર ભવ્ય તથા કલાત્મક છે.

મંદિરની ડાબી તરફ વિશાળ યજ્ઞ શાળા પણ છે.

Temple history મંદિરનો ઇતિહાસ :

 પૌરાણિક માન્યતા મુજબ માતા શકટામ્બિકાનું મંદિર આશરે આજથી 1200 વર્ષ પહેલા સ્થાપિત કરવામાં આવ્યું છે.  આ મંદિરની પુનઃ પ્રતિષ્ઠા અને જીર્ણોદ્ધ દ્વાર 22 /1 /1915 ના રોજ એટલે કે આજથી 108 વર્ષ પહેલા ગૌતમ ગોત્રી બ્રાહ્મણ દ્વારા કરવામાં આવ્યા હતા.

Brahmin history ગૌતમ ગોત્રી બ્રાહ્મણોનું ગાડું….

- Advertisement -

 એક લોકવાયકા મુજબ પાટણના રાજવી મૂળરાજ સોલંકીએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક પાપો કર્યા હતા. પણ કહેવાય છે કે એકવાર તો માણસને પોતાના કરેલા પાપ પર પસ્તાવો થાય છે. મૂળરાજ સોલંકીને પણ થયો. તેણે બધાને પૂછ્યું કે મારે મારા પાપોનુંપ્રાયશ્ચિત  કરવા માટે શું કરવું જોઈએ?

 ત્યારે તેને કોઈએ સૂચન કર્યું કે તમે શિવાલયનું બાંધકામ કરાવો. તેનાથી ઉત્તમ બીજી કોઈ વસ્તુ નથી. તેથી મૂળરાજ સોલંકી દ્વારા  વિશાળ રુદ્ર મહાલયનું નિર્માણ કરાવ્યું જે 1200 સ્તંભમાં બનેલું છે. તેના જીર્ણોદ્વાર માટે તેણે ઉત્તર પ્રદેશથી  1037 બ્રાહ્મણોને તેડાવ્યા હતા. આ બધા બ્રાહ્મણો શિવ શક્તિ ઉપાસક હતા. આ બધા બ્રાહ્મણો પૈકી ગૌતમ ગોત્રી બ્રાહ્મણોનું ગાડું પુષ્પવતી નગરી એટલે કે હાલનું પસવાદળ ગામ ત્યાં આવીને અટકી ગયું. એવી લોકવાયકા છે.

Also Read::   Dharm સંન્યાસીઓએ શું કરવું જોઈ? વાંચીને વિચારો કે કોણ એનું પાલન કરે છે?

 તેમનું ગાડું અહીં અટકી ગયું તેથી તેઓ પગપાળા ચાલીને પાટણ સુધી ગયા. અને રુદ્ર મહાલયની પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ગયા બાદ મૂળરાજ સોલંકીએ બધા બ્રાહ્મણોને એક એક ગામ દાનમાં આપ્યું. ગૌતમ ગોત્રી બ્રાહ્મણોનું ગાડું આ પસવાદળ ગામમાં આવીને અટકી ગયું હોવાથી મૂળરાજ સોલંકી ગૌતમ ગોત્રી બ્રાહ્મણોને આ પસવાદળ ગામ દાનમાં આપ્યું હતું. જે પ્રાચીન સમયમાં પુષ્પવતી નગરી તરીકે પ્રસિદ્ધ હતું.

Travel Article

Shakatambika શકટામ્બિકા માતાના નામ વિશે….

 મૂળરાજ સોલંકીએ ગૌતમ ગોત્રી બ્રાહ્મણોને પસવાદળ ગામ એટલે કે પુષ્પવતી નગરી દાનમાં આપી. ત્યારબાદ ગૌતમ ગોત્રી બ્રાહ્મણો આ ગામમાં આવ્યા અને વસવાટ કરવા લાગ્યા. ગૌતમ ગોત્રી બ્રાહ્મણો પોતાની સાથે માતા શક્તિની મૂર્તિ સાથે લાવ્યા હતા. આ માતા અંબાની મૂર્તિ તેમણે ગામની મધ્યમાં સ્થાપિત કરી.

માતાજી ગૌતમ ગોત્રી બ્રાહ્મણો સાથે ગાડામાં બેસીને આવ્યા હતા.

તેથી માતાજીનું નામ શકટામ્બિકા અર્થાત

શકટ એટલે ગાડુ અને તેમાં માતા અંબા બેસીને આવ્યા તેથી માતાજીનું નામ શકટામ્બિકા અર્થાત ગાડામાં બેસનાર માતાજી એવો થાય છે.

પ્રાચીન સમયમાં ઉત્તરપ્રદેશથી આવેલા ગૌતમ ગોત્રી બ્રાહ્મણો માતાજીની જે મૂર્તિ સાથે લાવ્યા હતા તે આજે પણ ખંડિત સ્વરૂપે મંદિરમાં દ્રશ્યમાન થાય છે.

માતાજીની પ્રાચીન સમયની માંડવી પણ અહીં સચવાયેલી છે.

Gautam gotra ગૌતમ ઋષિ…

મંદિરની સામે ગૌતમ ઋષિની સંગેમરમરની સાધના મગ્ન મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે.

ગૌતમ ગોત્રી બ્રાહ્મણો એ  ગૌતમ ઋષિના વંશજો છે.

અહીં શતાબ્દી મહોત્સવ સ્મૃતિ ભવન બનાવવામાં આવ્યું છે. જેમા રહેવા તથા જમવાની સરસ વ્યવસ્થા કરવામાં આવી છે.

પુરાણ અનુસાર…. 

શ્રીમદ્દ ભાગવત પુરાણના ત્રીજા સ્કંદમાં સિદ્ધપુરને શ્રીસ્થલિ તરીકે બતાવવામાં આવ્યું છે. આ સ્થળની પવિત્રતા સ્વર્ગ સમાન બતાવવામાં આવી છે.

અહીંનું વાતાવરણ એકદમ આહલાદ્ક અને એકદમ શાંત છે.

Also Read::   Shiv Mahapurana : શિવપુરાણ – મહર્ષિ વેદવ્યાસ (કૈલાસ સંહિતા)

 અહીં જ્યારે માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે ત્રણ થી ચાર હજાર ગૌતમ ગોત્રી બ્રાહ્મણો અહીં આવે છે. તથા માતાજીના ભવ્ય ઉત્સવમાં સહભાગી બને છે. માતાજીના આશીર્વાદ લે છે અને પોતાની સર્વ મનોકામના પૂર્ણ કરે છે. ગુજરાતના જુદા જુદા સ્થળોએ વસતા ગૌતમ ગોત્રી બ્રાહ્મણોના કુળદેવી માતા શકટામ્બીકા છે.

 માતા શકટામ્બિકાનું મંદિર પોતાની પવિત્રતા, અલૌકિકતા અને દિવ્યતાના કારણે સમગ્ર ભારત દેશમાં પ્રસિદ્ધ છે.

 ગૌતમ ગોત્રી બ્રાહ્મણો મૂળ ઉત્તર પ્રદેશના છે. હાલમાં પણ ઘણા ગૌતમ ગોત્રી બ્રાહ્મણો ઉત્તર પ્રદેશના જુદા જુદા વિસ્તારોમાં નિવાસ કરે છે. એવું કહેવાય છે.

ગૌતમ ગોત્રી બ્રાહ્મણો વિશે..

ગૌતમ ગોત્રી બ્રાહ્મણો વર્ષો પહેલા બુપાનિયા ગામ ( હરિયાણા ) માં વાસ કરતા હતા. પરંતુ 1171 માં પૃથ્વીરાજ ચૌહાણના મૃત્યુ બાદ સૌ જુદા જુદા સ્થળે વસ્યા હતા એવુ માનવામાં આવે છે…

આમ આજના પ્રકરણમાં આપણે ગૌતમ ગોત્રી બ્રાહ્મણોના કુળદેવી એવા શ્રી શકટામ્બિકા માતાજી વિશે માહિતી મેળવી. હવે પછી નવા વિષય નવા પ્રકરણ સાથે મળીશું.

સંકલન અને આલેખન – જય પંડ્યા રઘાણી

Shakatambika temple pasavadar banaskantha

#Shakatambika #temple #pasavadar #banaskantha #gujarat #gautam #gotra #brahman #brahmin #history

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link… 

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!