- Advertisement -
server room ch- 8 story of adventure loveliness gallantry Sensation
SERVER ROOM
For Find The Protocol ch-8
Contents
સર્વર રૂમ : ફોર ફાઈન્ડિંગ ધ પ્રોટોકોલ પ્રકરણ – 8
– આનંદ ઠાકર
હું અત્યારે એટલાન્ટિક સમુદ્રના કિનારે રિયો ડી જાનેરો શહેરના બંદરની નજીક છું. વિન્સેન્ટ દંપતી દ્વારા મને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી પછી એમણે મને એની સ્ક્રીન શેર કરી મેં તેનો અભ્યાસ શરૂ કર્યો અને પછી અમારો સંવાદ શરૂ થયો.
પાંચ વર્ષ પહેલાં અહીં ત્સુનામી આવી ત્યારે તમે ક્યાં હતા?
કમ્પીનાસમાં. એનો અંદેશો મને હતો. મિ. વિકી, આગાહી તો નહિ પણ અમે અમારી યુવાની આ એટલાન્ટિક અને આર્કટિક મહાસાગરમાં સંશોધન માટે પસાર કરી. સંશોધન કહેતું હતું કે નક્કી કોઈ મોટી ઉથલપાથલ થશે કારણ કે એટલાન્ટિક પૃથ્વી પરનો બીજો-સૌથી મોટો મહાસાગર, વાવાઝોડા સહિત આપણા હવામાનની પેટર્નને ચલાવે છે અને દરિયાઈ કાચબાથી લઈને ડોલ્ફિન સુધીની ઘણી પ્રજાતિઓનું ઘર છે. જેમાં માની ન શકાય અને ઉપરી સીમાઓ પરથી જોતા ખ્યાલ પણ ન આવે એવા ફેરફાર થઈ રહ્યા હતા.
તો પછી તમે બીજાને કેમ ન કહ્યું?
બજરવાદમાં પર્યાવરણ એ નોકરિયાત ઘરમાં વૃધ્ધ હોય એવી દશામાં હોય છે. મને સંશોધન માટે પી. જે. ભાર્ગવ સિવાય કોઈએ આર્થિક મદદ નથી કરી. મેં મારા પરિવાર અને વ્યક્તિગત સુખના ભોગે આ કામ કર્યું છે. નહિ તો હું પણ કોઈ કંપનીમાં લાખોનો પગાર પડી શકત.
થોડીવાર માટે મને કશું ન સૂઝ્યું કે એમને આશ્વાસનના બે શબ્દો કયા કહું. જો કે એ આશ્વાસન લેવાના મહોતાજ પણ નહોતા, કારણ કે આવા વ્યક્તિઓ આજના આધુનિક તપસ્વીઓ છે.
ભારતથી દૂર સીમાડાઓ પાર પણ પી જે ભાર્ગવે કેટલું કાર્ય કર્યું છે એ સાંભળીને પણ મને આશ્ચર્ય અને ગૌરવ થાય છે. ભારતમાં તો એની છાપ એક નિવૃત્ત અને પક્ષપાતી વિજ્ઞાની તરીકે જ હતી. મેં થોડીવાર વિચારીને કહ્યું : મને પી જે ભાર્ગવે કહ્યું છે કે આપના સંશોધન દ્વારા કશુંક નજીક પહોંચી શકાશે મારા મિશન તરફ.
મિ. વિન્સેન્ટ થોડું મલક્યા ને કહ્યું : જી. પણ તમારે ફક્ત એટલાન્ટિક મહાસાગર સમજી લેવાથી કશું નહિ થાય. એના માટે ઉત્તરધ્રુવ એટલે કે આર્કટિક મહાસાગર અને દક્ષિણધ્રુવના એન્ટાર્કટિકા ખંડ પર પણ ફોકસ કરવું પડશે કારણ કે આ ત્રણેયને એકમેકની અસર થાય છે.
બાજુમાં બેઠેલો સ્ક્રીનનો અભ્યાસ કરતો મનજીત બોલ્યો : વિન્સેન્ટ સર આપે શેર કરેલી સ્ક્રીનમાં બતાવતો આલેખ એમ કહે છે કે 1979 થી 2012 દરમિયાન આર્કટિક સમુદ્રી બરફની હદમાં ખૂબ ઘટાડો થયો હતો અને એન્ટાર્કટિક સમુદ્રી બરફમાં થોડો વધારો થયો હતો, જોકે એન્ટાર્કટિકના કેટલાક પ્રદેશોએ દરિયાઈ બરફની હદમાં ઘટાડાનો અનુભવ કર્યો હતો. 2025 માં તે ઘટાડો ચરમ સીમાએ જતાં ત્સુનામી આવી અને બ્રાઝિલના બંદરો અને અમેરિકાના શહેરો એની ઝપેટમાં આવ્યા. તેમાંથી વળી વિનાશ પછીના સમયમાં બરફ ફરીથી બંધાયો એવું લાગ્યું કે હવે સ્થિતિ સામાન્ય થશે પણ દાવ ઉલટો પડતો દેખાય છે કે મહાસાગરની સપાટી વધે છે અને આર્કટિકમાં બરફ વધુ જામે છે જે ખતરાની નિશાની છે. હવે આપ એમાં વધુ પ્રકાશ પડો તો વધુ ગહેરાઈમાં જઈ શકાય.
મિસિસ વિન્સેન્ટ અમને પ્રોટીન પીણું આપી અને કહ્યું કે તો બહુ પહેલેથી શરૂ કરીએ: આર્કટિક એ એક મહાસાગર છે, જે બારમાસી દરિયાઈ બરફના પાતળા સ્તરથી ઢંકાયેલો રહેતો અને જમીનથી ઘેરાયેલો છે. હવે એના બરફનું સ્તર વધે છે એટલે એની પ્રવાહિતા ઘટશે. બીજું એન્ટાર્કટિકા એ એક ખંડ છે, જે ખૂબ જાડા બરફના ટોપથી ઢંકાયેલો છે અને તેની આસપાસ દરિયાઈ બરફ અને દક્ષિણ મહાસાગર છે. પણ એમાં પણ બરફનું સ્તર વધે છે અને એની સપાટી આગળ વધે છે.
થોડીવાર રોકાઈ અને સ્લાઇડ બદલી અને મિસિસ વિન્સેન્ટ દ્વારા ફરીથી વાત આગળ ચાલી : એશિયામાં ધીમે પગલે ઋતુ પરિવર્તન 2020 થી થતું હતું એના પાયામાં આ સ્થિતિ હતી. એની વિગતે વાત પછી પરંતુ અત્યારે આનું ત્રીજું પાસુ અને એક વિલન એટલાન્ટિક વિશે જોઈએ.
મનજીત મજાકમાં અને આશ્ચર્યમાં બોલ્યો : વિલન?
હા. એટલાન્ટિક મહાસાગર જળવાયુ પરિવર્તનની આ કથાનું મુખ્ય પાત્ર પણ છે ને વિલન પણ છે.
મનજીત પૂછે: તો આર્કટિક અને એન્ટાર્કટિકા?
મિસિસ વિન્સેન્ટ પણ કથાના પ્રવાહને રસાળ કરતા હોય એમ બોલ્યાં કે એ ડિસ્ટન્સ રિલેશનશિપ નિભાવતા પ્રેમીઓ છે. એનું એક સંતાન હિંદુકુશની પર્વતમાળા પણ છે. એટલે આપના સંશોધનનો એક તાર કૈલાસ સાથે જોડાય છે. ચાલ હવે આગળ સાંભળ…
એમ કરી મિસિસ વિન્સેન્ટ ફરી એક સ્લાઇડ બદલતા સ્ક્રીન પર વર્લ્ડમેપ આવ્યો અને એમાં એમણે વાતાવરણને સમજાવતા કહ્યું : એટલાન્ટિક મહાસાગરમાં વહેતા દરિયાઈ પ્રવાહોની નજીકના ભૂભાગોના વાતાવરણ પર ઘણી મોટી અસર છે. ‘ગલ્ફ’નો ગરમ પ્રવાહ નોર્વેના કિનારાને શીયાળામાં હુંફાળો બનાવે છે, જયારે લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ કેનેડાના પૂર્વકાંઠાને ઠંડુ અને ધુમ્મસવાળું બનાવે છે. આ ઉપરાંત એટલાન્ટિક મહાસાગરમાં આવેલા ઉપસાગરો છે એ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જેમ કે ભૂમધ્ય સમુદ્ર, ઉત્તર સમુદ્ર, કેરેબિયન સમુદ્ર, કાળો સમુદ્ર, સારગોસા સમુદ્ર અને બાલ્ટીક સમુદ્ર છે. સારગોસા સમુદ્રને કોઈ દેશ સાથે સીમા નથી પરંતુ, તે દરિયાઈ પ્રવાહોના હલનચલનથી ભેગા થયેલ દરિયાઈ ઘાસનો બનેલો છે જે તેના વિશિષ્ટ પર્યાવરણને કારણે જાણીતો છે. આ બધા સાથીદારો છે જે આત્યરે આવી પડેલી સ્થિતિને નિર્માણ કરવામાં ભાગભજવે છે. એટલાન્ટિક એની આસપાસના બીજા મહાસાગરને પણ ઉપસાવે છે કે ધરતીના પડળ વધુ ખુલ્લા ના થાય અને જેમ બને એમ અબજો વર્ષો પહેલા એનામાંથી જ ખુલ્લી પડેલી ધરતીને પોતાનામાં સમાવી લે.
હવે મિ. વિન્સેન્ટ વાતમાં વચ્ચે પડ્યા: આમ તો એમ લાગે કે આ બધું આ સમુદ્રની સપાટી ને બરફના સ્તરને કારણે થાય છે પણ હકીકત કંઇક બીજી છે.
હવે મને વધુ રસ પડ્યો મેં કહ્યું : હા. એ મને પણ શંકા છે ને ભાર્ગવે થોડી હિન્ટ આપી હતી આપ જ આગળ જણાવો.
મિ. વિન્સેન્ટ સ્ક્રીન બંધ કરતા બોલ્યા: ચીન અને રશિયાએ સાથે મળીને ઉત્તર પ્રશાંત મહાસાગરમાં પરમાણુ સંશોધનો ધમધમાવી રશિયાએ સબિરિય સાગરના પેટાળમાં અનેક વખત પરમાણુ પરીક્ષાનો કર્યાં. સાચું કહું તો આ એના પરિણામો છે. દરિયાઈ પેટાળમાં ચાલતી પરમાણુ શક્તિઓ સાથેના ચેડાં મોંઘા પડ્યા છે અને હજુ પડશે જ્યારે એટલાન્ટિક એની સીમાઓ છોડશે ત્યારે. આગળ આપણે જે ત્સુનામીની વાત કરી એ મૂળતઃ તો અમેરિકાએ ક્ષમતા બહારનો પરમાણું પરીક્ષણ કર્યો અને આખા એટલાન્ટિકને હચમચાવી નાખ્યો. આ વાત આજ સુધી ગુપ્ત છે અને એમાં યુરેનિયમ વધુ હોવાથી ધરતીની ગતિમાં પણ ફેરફારો થયા છે. હવે એના પરિણામો ભોગવવા બહુ નજીક છે. એનો એક જ ઉકેલ છે સર્વર રૂમ મળી જાય અને એના પ્રોટોકોલ આપણને મળે.
તો એને કહેવા વાળું કેમ કોઈ નથી? મેં ઉદાસ અને ઉકળાટથી પ્રશ્ન કર્યો તો મિ. વિન્સેન્ટ કહે: સંશોધન જ્યારે સત્તા મેળવવાનું સાધન બને છે પછી એની કિંમત માત્ર નહોર ભરાવવા માટે થાય છે કોઈની છત્રી બનાવવા માટે નહિ. વિશ્વની પણ એ દશા છે. જે ખરાં અર્થમાં માનવ સંરક્ષક તરીકેના સંશોધનો કરી શકે એમ છે એ પી જે ભાર્ગવ કે અજકુંભાસ્ત જેવા વિજ્ઞાનીઓ દુનિયાની છેવાડે બેસી માનવ સેવા કરી રહ્યા છે કારણ કે એનું જ્ઞાન સત્તા મેળવવાનું પગથિયું બની શકે એમ નહોતું. વિજ્ઞાન પણ જ્યારે રાજકારણીનું હથિયાર બને ત્યારે માનવ જીવનનું પતન નિશ્ચિત છે. મિ. વિક્રાંત, રાજકારણીને સલાહ આપવા જવું હવે હિતાવહ નથી ને વિશ્વની હાલત એવી છે કે સામાન્ય પ્રજા પાણી, ખોરાક અને રહેઠાણ માટે ટળવળે છે ત્યાં ક્રાંતિ ક્યાં થઈ શકે? અમને જ જો.. અમે તમને પૂરતું ખાવાનું પણ નથી આપી શકીએ એમ કારણ કે જે મળે છે એ અમારા પૂરતું છે, માટે વિટામીન ને પ્રોટીનના પીણા પર ટકી રહીએ છીએ.
હું ને મનજીત સ્તબ્ધ હતા. એવું નહોતું કે અમને આ બાબતોની ખબર નહોતી પણ વધુ જાણકારી મળી કારણ કે આ દંપતી એ કેટલાય વર્ષ મહાસત્તાઓ માટે સંશોધનો કરી આપ્યા.
થોડી વાર પછી સર બોલ્યા: તમને પી જે ભાર્ગવે મોકલ્યા એ પણ કહેશો નહિ કારણ કે એમનું નામ વિશ્વના ખુફિયા વિજ્ઞાનીઓમાંનું એક છે. એમનું એક વેપન આ લોકો શોધે છે.
વેપન? હું ને મનજીત એક સાથે બોલી ઉઠ્યા અને બંનેએ એકમેકની સામે જોઈ પછી આ બંને જણાં સામે જોયું. એ બંનેએ એકબીજા સામે જોઈ અને અમારી સામે જોયું. પછી પોતાના રૂમમાં પાછા ફરતા મિ. વિન્સેન્ટ કહેતા ગયા: અચ્છા, તો ભાર્ગવે આ લોકોને કહ્યું નથી. કંઇ નહિ, સમય આવ્યે તમને પણ ખબર પડશે.
મિસિસ વિન્સેન્ટ કહે આજે સાંજે એક સબમરીન આવશે અને તમને લઇ જશે. તમારી પાસે ફક્ત એક કલાક હશે. વધુ સમય રહેશો તો અમેરિકન જાસુસોની નજરે ચડી જશો. એક પ્રવાસી જેવું રહીને કામ પાર પાડવાનું છે.
બંને જણાં જતા રહ્યા પછી મનજીત તરત ધીમેથી બોલ્યો: નક્કી પી જે ભાર્ગવને સર્વર રૂમ અને પ્રોટોકોલની પણ ખબર છે. અરે હું કહું છું કે એમણે જ ક્યાંક –
મેં મનજીતને ચૂપ રહેવા કહ્યું ને કહ્યું: એવું હોય તો એના પર સીધું કામ શરૂ કરે, સમય અને આમ આટલા બધા લોકોને કામમાં ન લગાડે. ન તો આવા વખતે ખર્ચા કરે. હવે એક જ જોવાનું છે કે સબમરીન આ લોકોની છે એટલે એટલાન્ટિકના તળિયાંનો ક્યાસ કાઢી લેવાનો છે.
– આનંદ ઠાકર
- Advertisement -
( વધુ આવતા અંકે… )
આ નવલકથાના આગળના ભાગ વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…
https://edumaterial.in/category/anand-thakars-word/for-finding-the-protocol/
#serverroom #novel #katha #science_fiction
#સર્વર_રૂમ #નવલકથા
#સાહસ_સૌંદર્ય_શૌર્ય_સંવેદનની_કથા
#કિશોરકથા
#anandthakarstory #gujrativarta #teenagestory #story_of_adventure_loveliness_gallantry_Sensation
અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇
- Advertisement -
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Instagram…
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
- Advertisement -