HomeCINEMAKantara : આ ફિલ્મ એકવાર તો શા માટે જોવી જોઈએ? શું છે...

Kantara : આ ફિલ્મ એકવાર તો શા માટે જોવી જોઈએ? શું છે વાર્તા પાછળની વાર્તા…

- Advertisement -

Kantara movie Rishabh Shetty action thriller film story behind the story

કાંતારા : આ ફિલ્મ એકવાર તો શા માટે જોવી જોઈએ? શું છે વાર્તા પાછળની વાર્તા…

આલેખન – વૈદ્ય પાર્થ ઠક્કર

Kantara movie Rishabh Shetty action thriller film story behind the story
Kantara movie Rishabh Shetty action thriller film story behind the story

 

વધુ એક સાઉથની શ્રેષ્ઠ ફિલ્મ અને એમાં પણ વળી પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ દર્શાવતી ફિલ્મ, જેનું નામ છે : કંતારા. ભારતીય કન્નડ-ભાષાની એક્શન થ્રિલર ફિલ્મ છે. ઋષભ શેટ્ટી લિખિત અને દિગ્દર્શિત ફિલ્મ છે. વિજય કિરાગંદુર દ્વારા હોમ્બલે ફિલ્મ્સ બેનર હેઠળ પ્રોડક્શન થયું છે. આ ફિલ્મમાં શેટ્ટી એક કમ્બાલા ચેમ્પિયન તરીકે ભૂમિકા ભજવે છે જે એક સીધા DRFO અધિકારી મુરલી સાથે ઝઘડો કરે છે. વાર્તા બસ આ નથી ખૂબ વિશેષ છે. જાણો, આગળ….

ચરક આચાર્યએ એક સૂત્ર આપ્યું છે- “प्रत्यक्षं हि अल्पं अनल्पं अप्रत्यक्षम्।” (જે પ્રત્યક્ષ છે એ અલ્પ છે, જે અપ્રત્યક્ષ છે એ અલ્પ નથી, એ કરતાં ઘણું વધારે છે.) प्रत्यक्ष એટલે “प्रति + अक्ष”. જે અક્ષની સામે છે એ પ્રત્યક્ષ. અહીં અક્ષ એટલે ખાલી આંખ જ નહીં, પણ આપણી પાંચેય જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે અનુભવીએ એ પ્રત્યક્ષ કહેવાય. આંખ દ્વારા જોઇએ, કાન દ્વારા સાંભળીએ, ત્વચા દ્વારા જેનો સ્પર્શ અનુભવીએ, નાક દ્વારા સૂંઘીએ અને જીભ દ્વારા જેનો સ્વાદ લઈએ એ બધું જ પ્રત્યક્ષ ગણાય.

Kantara movie Rishabh Shetty action thriller film story behind the story
Kantara movie Rishabh Shetty action thriller film story behind the story
- Advertisement -

આપણા દર્શન શાસ્ત્રો કહે છે, કે જે પ્રત્યક્ષ છે એ સામાન્ય માણસ માટે જ્ઞાન મેળવવાનું સૌથી મોટું માધ્યમ છે એ સાચું, પણ સામાન્ય મનુષ્ય માટે જે પ્રત્યક્ષ છે એટલું જ વાસ્તવ છે અને એના સિવાય કઈં જ અસ્તિત્વ નથી ધરાવતું એ માનવું પણ મૂર્ખામી છે. વાસ્તવમાં જે પ્રત્યક્ષ જોઈ, સાંભળી, ચાખી કે સૂંઘી શકાય કે જેનો સ્પર્શ અનુભવી શકાય એ તો હિમશીલાની ટોચ જેટલું જ છે. પણ જે પ્રત્યક્ષ નથી અનુભવી શકાતું, એ જે પ્રત્યક્ષ છે એના કરતાં અનેકગણું વધારે છે.

Kantara movie Rishabh Shetty action thriller film story behind the story

આ એક લીટીનું સૂત્ર આ આખા “ભારત” ઉપખંડના ઇતિહાસ, આપણા જ્ઞાનના વારસાને સમજવાની અને ઘણાને આજે પણ ન સમજાતા કે ગળે ન ઉતરતા અનેકાનેક રીતરિવાજો-પરંપરાઓ-માન્યતાઓ-કર્મકાંડોનાં રહસ્યોને ઉઘડવાની પહેલી ચાવી બની શકે એમ છે.

જે કઈં પણ અપ્રત્યક્ષ છે, એને અનુભવવાનો, જાણવાનો રસ્તો યોગ, ધ્યાન, તપ વગેરે છે. આપણા શાસ્ત્રો, મંત્ર, તંત્ર, યોગ વગેરે આ અપ્રત્યક્ષ વિશ્વ સાથે જ “ડિલ” કરવાના અલગ અલગ માર્ગો છે. આવા અમુક ઉલ્લેખો આયુર્વેદના ગ્રંથોમાં પણ છે જ. અત્યારે સામાન્યપણે આપણે એવું કઈં કરતા નથી એટલે જે પ્રત્યક્ષ નથી અનુભવાતી એવી બાબતોને આપણે અંધશ્રદ્ધાનું નામ આપીને આપણે જે કઈં કરી રહ્યા છીએ અને જે નથી કરી રહ્યા એ યોગ્ય જ છે એવો જૂઠો અને ખોખલો અહંકારયુક્ત આત્મસંતોષ મેળવીએ છીએ.

Kantara movie Rishabh Shetty action thriller film story behind the story

- Advertisement -

નિશ્ચિતપણે, આ બધામાં કામ કરતા કે આ બધાના નામે કામ કરતા ઘણા બધા લોકો અત્યારે ખોટા કે છેતરપિંડી કરનારા હોઈ શકે છે, એટલે આ બધેબધું સીધેસીધું કઈં પણ વિચાર કર્યા વગર માની લેવું ચોક્કસ ભોળપણ ગણાય. પણ આ બધી બાબતોનું અસ્તિત્વ જ નથી એવું જીદ્દપૂર્વક “માનવું” પણ મૂર્ખામી જ કહેવાય. ભારતને અને આપણા જ્ઞાનને સમજવા માટે “બ્રિટીશર્સ” આપણને જે પહેરાવી ગયા છે એ ચશ્માં ઉતારવા બહુ જરૂરી છે.

Also Read::   the hunger games : આગ કા દરિયા હૈ, ડૂબ કે જાના હૈ...

શ્રીમદ્ ભગવદ્ગીતાના ત્રીજા અધ્યાય “કર્મયોગ”માં પણ કહ્યું છે, કે

“इन्द्रियाणि पराण्याहु: इन्द्रियेभ्य: परं मन:।
मनसस्तु परा बुद्धि: यो बुद्धे: परतस्तु स:।।” (3/42)

“ઇન્દ્રિયો શરીરથી પર છે, ઇન્દ્રિયોથી મન પર છે, મનથી બુદ્ધિ પર છે અને બુદ્ધિથી પણ જે પર છે એ આત્મા છે.”

Kantara movie Rishabh Shetty action thriller film story behind the story

આપણે ઘણું સ્વીકારી નથી શકતા કારણ કે મહદ્ અંશે આપણે ઇન્દ્રિયો અને મનની ક્ષમતાના સ્તરમાં જ રમ્યા કરતા હોઈએ છીએ. અજ્ઞાનના અને અસત્યના કારણે બુદ્ધિના સ્તર પર પણ બહુ જ ઓછા પહોંચી શકે છે. અને જે પહોંચે છે એમાં પણ ઘણા બુદ્ધિ અને તર્કના ઘમંડમાં ફસાઈ જતા હોય છે. તો આત્માના સ્તરે થતી વાતને સમજી, સ્વીકારી કે જાણવાની ઈચ્છા પણ કરી શકે એવું સ્વભાવિક રીતે શક્ય નથી. પણ એનાથી ઘણું બધું ખોટું કે અસત્ય છે એવું પણ સાબિત નથી થતું.

- Advertisement -

આ બધા વિચાર આવ્યા, ગઈ કાલે “કાંતારા” જોઈને. “કાંતારા” સારી બની છે. રિવ્યૂઝ જોઈને જેટલી અપેક્ષા સાથે જોઈ એટલી જ ગમી અને થ્રુઆઉટ માસ્ટરપીસ લાગી એવું ન કહી શકું. પણ આ વિષય પર ફિલ્મ બની એ ઘટના જ ગમી અને એ ખૂબ જોવાઇ અને વખણાઈ રહી છે એ વધારે ગમ્યું. જેવી બની છે ફિલ્મ એના કરતાં હજી અમુક જગ્યાએ વધુ સારી જરૂર બની શકી હોત.

Kantara movie Rishabh Shetty action thriller film story behind the story

Kantara movie Rishabh Shetty action thriller film story behind the story
Kantara movie Rishabh Shetty action thriller film story behind the story

પણ.. પણ.. પણ..
મિનિમમ એક વખત તો જરૂર જોવી તો જોઈએ જ એવી જરૂર છે. શા માટે એવું છે? કેટલાક બિંદુઓ જોઈએ-

– ફર્સ્ટ થિંગ ફર્સ્ટ. ફિલ્મમાં જે વિષય બતાવ્યો છે, અને જે બતાવ્યું છે એને પરાણે, મારી મચડીને “વૈજ્ઞાનિક” કે “તાર્કિક” દ્રષ્ટિએ બંધબેસતું કરવાનો કોઈ નાનો સરખો પ્રયાસ પણ નથી. જે બતાવ્યું છે, એ છે જ એવો સ્વીકાર છે. જે આજે બહુ મોટી હિંમતનું કામ ગણાય. (આ વાત સૌથી વધુ ગમી..)

– એકદમ છેવાડાનો, પ્રકૃતિ સાથે જોડાયેલો જે-તે વિસ્તાર, ત્યાંના સ્થાનિકો, એમની રહેણીકરણી, એમની પરંપરાઓ કોઈ પણ જાતનો ઢોળ ચડાવ્યા વગર કે કાપકૂપ કર્યા વગર પૂરી પ્રામાણિકતા અને ઓથેન્ટિસિટી સાથે દર્શાવી છે. ફિલ્મમાં વચ્ચે વચ્ચે દ્વિઅર્થી સંવાદો ન ગમે એવું બને પણ એ એક સામાન્ય જનજીવનનો ભાગ હોય છે એ પણ સાચું છે.

– આજે પોતે બોલેલા શબ્દો પાળવાની વૃત્તિ પાંચ મિનિટ પછી પણ જતી રહે છે. ત્યારે આ ફિલ્મમાં આડકતરી રીતે એવો સંદેશ આપવામાં આવે કે પોતાના પૂર્વજોએ આપેલું વચન એના વંશજોએ પણ પાળવું જરૂરી છે, એ કઈંક એવું છે જે અત્યારે મેઇનસ્ટ્રીમ સિનેમા કે સાહિત્યમાં બહુ જોવા નથી મળતું. “વંશ” અને “પૂર્વજો” બહુ મહત્વની બાબત છે, જેને અવગણી ન જ શકાય.

Also Read::   Drishyam 2 : 3rd કે 4th standard પાસ વ્યક્તિ કોઈ ips officer ની સામે જીતી શકે...???

– મુખ્ય પાત્રો એવા જમીનદાર, મુખ્ય નાયક અને ફોરેસ્ટ ઓફિસરનું “કેરેક્ટર” જે રીતે આગળ વધીને શરૂઆત કરતાં રૂપાંતરિત થતું જાય છે એ એક વાર્તા પર બહુ સારું કામ થયું હોવાનું લક્ષણ છે.

– આપણે ત્યાં “ग्रामदेवता”, “स्थानदेवता”, “कुलदेवता” જેવા કોન્સેપ્ટ છે જે ભૂલાઈ/અવગણાઇ રહ્યા છે. એને અમુક અંશે ફરી પ્રકાશમાં લાવવા માટે પણ આ ફિલ્મને ચોક્કસ ક્રેડિટ મળવી જ જોઈએ.

– જો થિયેટરમાં જોશો તો જીવનના સૌથી યાદગાર સિનેમેટિક એક્સપિરિયન્સના લિસ્ટમાં આનો ક્લાઈમેક્સ જરૂર ઉમેરાઈ જશે એમાં કોઈ જ શંકા નથી. રૂંવાડા ઊભા થવા- એ પ્રત્યક્ષ, પોતાનામાં જરૂર અનુભવશો ફિલ્મના અંતમાં. અને એના કારણે જ થોડા દિવસ એની અસર પણ રહેશે જ.

Kantara movie Rishabh Shetty action thriller film story behind the story

– ફિલ્મના લેખક, દિગ્દર્શક અને અભિનેતા રિષભ શેટ્ટીને પૂછવામાં આવ્યું, કે “તમે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છો- એવા આરોપો તમારા પર અમુક વર્ગ લગાવી રહ્યો છે. એ બાબતે તમારું શું કહેવું છે?” તો એનો બહુ સરસ જવાબ એમણે આપ્યો- “મેં જે જોયું છે અને હું જેની સત્યતામાં માનું છું એ જ રજૂ કર્યું છે. હું માનું છું કે ‘દેવ’નો સંદેશ માણસ અને પ્રકૃતિ વચ્ચે સેતુનું કામ કરે છે. એ જ આ આખી ફિલ્મનો સંદેશ છે- કે પ્રકૃતિ સામે બધા સમાન છે. અમે આ ફિલ્મ દ્વારા હકારાત્મકતા ફેલાવવા માંગતા હતા. અમારે કોઈને દુભવવા નહોતા. જો કોઈ આને અંધશ્રદ્ધા કહે, તો એમાં હું કઈં કરી શકું નહીં. હું એવા લોકોને દુઃખી કરવા નહોતો ઇચ્છતો, કે જે ‘દેવ’ની પરંપરાનું વર્ષોથી રક્ષણ કરી રહ્યા છે. મેં ફિલ્મના નિર્માણમાં વારંવાર એમની મદદ લીધી છે. ફિલ્મને પ્રમાણિતતા આપવામાં એમણે મારી બહુ મદદ કરી છે.”

Kantara movie Rishabh Shetty action thriller film story behind the story

અત્યાર સુધી આપણી પ્રજાની પરંપરાઓ-રીતરિવાજો-માન્યતાઓનો ઉપહાસ થતો હોય, એને ખોટા દર્શાવાવવામાં આવતા હોય, એને પછાત હોવાની નિશાની ગણાવવામાં આવતા હોય એવી જ ફિલ્મો અને સાહિત્ય મહદ્ અંશે રચાયાં છે. આ ફિલ્મ એટલે એક ક્રાંતિની શરૂઆત લાગી રહી છે, જેમાં ઉપરોક્ત બાબતોને “અનએપોલોજેટિકલી”, જજ કર્યા વગર, જેવું છે એવું સ્વીકારીને રજૂ કરાયા છે. એટલું જ નહીં, એમાં કોઈક સત્યતા પણ છે એ પણ હિંમતથી અને દ્રઢતાથી કહેવામાં આવ્યું છે. એટલે જ ફિલ્મનું મહત્વ વધે છે.

Kantara movie Rishabh Shetty action thriller film story behind the story

✍🏼 વૈદ્ય પાર્થ ઠક્કર

#Kantara #movie #RishabhShetty #action #thriller #film #story

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments