HomeANAND THAKAR'S WORDEducational Pilgrimage Journey : Lokbharati, Daxinamurti, Balmandir

Educational Pilgrimage Journey : Lokbharati, Daxinamurti, Balmandir

- Advertisement -

Educational Pilgrimage Journey : Lokbharati, Daxinamurti, Balmandir

બે દિવસનો કેળવણીના તીર્થધામનો પ્રવાસ…

Educational Pilgrimage Journey Lokbharati Daxinamurti Balmandir

ઘણા વખતથી વિચાર હતો મિત્રો સાથે લોકભારતી સણોસરા અને આંબલા તથા દક્ષિણામૂર્તિ મંદિર ભાવનગર આ તમામ સ્થળોએ આવવાનો. ત્રણ મિત્રો સાથે અને પરિવાર સાથે અમે પ્રવાસ કર્યો.

આ પ્રવાસમાં સાથે હતા ડમાસાના આચાર્ય ભરતભાઈ નકુમ તથા જરગલીના આચાર્ય હિરપરા પારસ ભાઈ. ગુરુવારે શરૂ કરેલી આ યાત્રા રાત્રે સણોસરા પહોંચી.

શુક્રવારે સવારે બાલમંદિર દક્ષિણામૂર્તિમાં પહોંચ્યા. અમારી સમગ્ર ટીમને સંપૂર્ણ રીતે બાલમંદિરની પ્રવૃત્તિઓ, તેના વિવિધ શૈક્ષણિક રમકડાં તેમજ તેની આખી વિગતો મેળવી. તેના પ્રાર્થના કાર્યક્રમમાં સામેલ થઈ ને અમે નવો જ અનુભવ મેળવ્યો.

- Advertisement -

Educational Pilgrimage Journey Lokbharati Daxinamurti Balmandir

અનુભવમાં બાળકો સાથે ત્યાંના સ્ટાફ મિત્રોનું જે તાદાત્મ્ય હતું, એ ઉડીને આંખે વળગે એવું હતું. આ પછી આદરણીય પંડિત સાહેબના ઘરે, એમની મુલાકાત લીધી. Educational Pilgrimage Journey Lokbharati Daxinamurti Balmandir

પંડિત સાહેબ સાથે મુલાકાત એટલે જાણે એક નવા ઊર્જાનો સ્ત્રોત મેળવીએ. ઘણી ચર્ચાઓ, પ્રશ્નો, કેળવણીના નવા આયામો, નવી પ્રવૃત્તિઓ વિશે જાણવા મળ્યું.

Educational Pilgrimage Journey Lokbharati Daxinamurti Balmandir

આંબલા શૈક્ષણિક સંકુલમાં મુલાકાત લીધી. વર્લ્ડ હેરિટેજ જાહેર થયું છે. નાનાભાઈ ભટ્ટે એની ગ્રામ દક્ષિણામૂર્તિ તરીકે સ્થાપના કરેલી. એક અલગ જ ઠંડક હૃદયને પણ મળે! ત્યાં એક અલગ પ્રકારના તરંગ આપણને સૌને કેળવણી વિષય ઉત્સાહિત કરે. ત્યાંના વર્ગખંડો, પુસ્તકાલય એની વ્યવસ્થા, વેસ્ટ માંથી બેસ્ટ એટલે કે સુશોભનની વસ્તુઓ, ઘર વપરાશની વસ્તુઓનું જે નિર્માણ થતું હતું. તે જોયું અને સમજ્યું છે. Educational Pilgrimage Journey Lokbharati Daxinamurti Balmandir

- Advertisement -

Educational Pilgrimage Journey Lokbharati Daxinamurti Balmandir

સાંજે લોકભારતી સણોસરા પાછા ફર્યા અને ત્યાં પ્રાર્થનામાં સામેલ થઈ અને લોકભારતીની પ્રાર્થનાનો એક અલગ જ દૃષ્ટિકોણ મેળવ્યો. સૌ મિત્રોએ આજના આખા પ્રવાસની ચર્ચા કરી. Educational Pilgrimage Journey Lokbharati Daxinamurti Balmandir

Also Read::   Gujarati Varta: માટીની સહી... - આનંદ ઠાકર

મારા માટે આનંદની વાત એ રહી કે રાત્રે વિશાલભાઈ ભાદાણી સાથે દોઢ બે કલાકનો સંવાદ શિક્ષણ અને સાહિત્ય બાબતે થયો. એ જ બેઠકમાં વિશાલભાઈએ જમવા માટે વિદાય લીધી પછી રાજેન્દ્ર સાહેબ ચોટલીયા – સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક વખતના સંસ્કૃત ભાષાના ડીન – તેમની સાથે બેસવાનું થયું. એમની વિદ્વત્તાનો લાભ લીધો. આ બેઠકમાં શબ્દોની ઉત્પત્તિ અનેક નવા નવા અર્થો જાણ્યા અને એક ભૂલી ન શકાય એવી મુલાકાત બની રહી.

Educational Pilgrimage Journey Lokbharati Daxinamurti Balmandir

શનિવારે સવારે અમે લોકભારતી સણોસરા વિદ્યાપીઠના દર્શન માટે નીકળ્યા. બધા જ વિભાગો નિહાળ્યા સાથે માર્ગદર્શક અનિલભાઈ હોવાથી એમને બધી માહિતીઓ આપી. એક એક વિભાગ અને એની ખાસિયતો, ત્યાં ચાલતા અભ્યાસક્રમો…, અમે એમાંથી શું લઈ શકીએ અને શું એપ્લાય કરી શકીએ? એ વિગતો પણ જાણી, જોઈ અને ત્યાર પછી બપોરે ભોજન લે અને છૂટા પડ્યા. Educational Pilgrimage Journey Lokbharati Daxinamurti Balmandir

- Advertisement -

Educational Pilgrimage Journey Lokbharati Daxinamurti Balmandir

લોકભારતી એટલે મારા વિસ્તાર માટે મારું સ્વપ્ન. આ જન્મે કે આવતા જન્મે… ક્યારે? કેમ? કેવી રીતે પૂરું થશે? કોણ જાણે? કારણ ફક્ત એટલું જ કે આવનારી પેઢીને સાચા શિક્ષણ તરફ લઈ જઈ શકાય, ત્યાં અનેક શક્યતાઓ પડેલી છે. અમારા વિસ્તારમાં બાળકોમાં પડેલા કૌશલ્ય અને સામર્થ્યનો મેં પરિચય લીધો છે… ઘણું થઈ શકે એમ છે… હું આવી સંસ્થામાં જઈ અને રાતે એકલો એક જગ્યાએ બેસીને અહીંની ચેતનાને કહું છું કે એકાદ મનુભાઈ, એકાદ નાનાભાઈ, એકાદ ગિજુભાઈ એમને પણ આપ્યા હોત તો… તો આ સામર્થ્યને સળગતાં જોવાનો વારો ન આવત! અહીં ગિજુભાઈની યાત્રા છેક દીપાબેન ને પ્રવિણાબેન સુધી પહોંચી છે… નાનાભાઈની યાત્રા અરુણભાઈ સુધી પહોંચી છે… મનુભાઈની યાત્રા વિશાલભાઈ સુધી પહોંચી છે… કેટલું સુંદર?!! બસ એક અંતરનો આનંદ જાગૃત થાય, આ બધું જોઇને….

Also Read::   Gujarati Varta : વારતા : પારિજાતનું ફૂલ - આનંદ ઠાકર

આ બે દિવસ આમ તો અમારા માટે શાળામાં નવું શું કરી શકાય? અહીંયા રહેલી વિશેષ બાબતો જે કઈ રીતે બાળકોમાં અને શાળામાં નવી રીતે લાવી શકાય? આ બધી બાબતનો અભ્યાસ કર્યો અને અહીંથી અમે ઘણું ઘણું લઈ જઈએ છીએ આ વિગતો અમને ઘણી કામ લાગશે.

મારા માટે તો આ યાત્રાધામનો પ્રવાસ એટલે જાણે એક નવી ઊર્જાનો સંચાર. જીવનમાં શું કરવું છે? કેવી રીતે કરવું છે અને હવે કેટલું ઝડપથી કરવું છે? એ મને આ કેળવણીના યાત્રાધામો દ્વારા મળે છે.

એમ થાય કે અહીંયા બસ રોકાઈ જઈએ તો? પણ આ તો આપણું માત્ર ચાર્જર હતું બેટરી ચાર્જ થાય. હવે એનો ઉપયોગ તો અમારા જીવનના પ્રવાસમાં કરવાનો છે. અમારી શાળાઓ છે અને કંઈક જીવનમાં. Educational Pilgrimage Journey Lokbharati Daxinamurti Balmandir

Educational Pilgrimage Journey Lokbharati Daxinamurti Balmandir

વિશાલભાઈ આમાં ઘણી જગ્યાએ ખૂબ જ ઉપયોગી થયા એમનો ખૂબ ખૂબ આભારી છું. મિત્ર પણ છે અને પોતાના વ્યસ્ત શિડ્યુલમાં અમારી સાથે સતત સંકલનમાં રહ્યા, એ બદલ અમે એના આભારી પણ છીએ.

Educational Pilgrimage Journey Lokbharati Daxinamurti Balmandir

#Educational #Pilgrimage #Journey #Lokbharati #Daxinamurti #Balmandir

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments