HomeSUVICHARShradh શ્રાદ્ધ વિશે સૌને જે પણ પ્રશ્ન હશે એના જવાબ આપતો લેખ,...

Shradh શ્રાદ્ધ વિશે સૌને જે પણ પ્રશ્ન હશે એના જવાબ આપતો લેખ, વાંચો…

- Advertisement -

Shradh garud puran shradh vidhi pitru tarpan

Contents

Shradh શ્રાદ્ધ વિશે સૌને જે પણ પ્રશ્ન હશે એના જવાબ આપતો લેખ, વાંચો…

Shradhdh garud puran shradhdh vidhi pitru tarapan
https://www.patrika.com/

શ્રાદ્ધ પખવાડિયાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે શ્રાદ્ધ વિશે આપણને કેટલાંક પ્રશ્નો હંમેશા થતાં રહેતા હોય છે.

આ પ્રશ્નોના જવાબ પિતૃ અને પુનઃ જન્મ વિશે જેમાં વિસ્તૃત ચર્ચા છે એવા ગરૂડ પુરાણમાં એનો સુગમ જવાબ મળે છે.

જાણીએ કે ગરૂડ પુરાણમાં ગરુડને આપણી જેમ શ્રાદ્ધ વિશે કેવા પ્રશ્નો થયાં છે અને ભગવાન વિષ્ણુએ એના કેવા જવાબ આપ્યા છે?

ગરૂડ પુરાણમાં ધર્મકાંડમાં પ્રેત કલ્પમાં દશમાં અધ્યાયમાં શ્રાધ્ધ વિશે ચર્ચા કરવામાં આવી છે.

ગરૂડ પહેલો પ્રશ્ન કરે છે કે જુદી જુદી યોનિઓમાં રહેલાં મૃત વ્યક્તિ માટે જુદો જુદો ખોરાક હોય તો આપણે શ્રાદ્ધ કરીએ એ એમને કઈ રીતે મળે છે?

- Advertisement -

મૃત મનુષ્ય જો દેવતા થાય તો અમૃત દ્વારા.

ગાંધર્વ બને તો ભોગ દ્વારા

પશુ બને તો ઘાસ દ્વારા

પક્ષી બને તો ફળ દ્વારા

નાગ બને તો વાયુ દ્વારા

- Advertisement -

રાક્ષસ બને તો માંસ દ્વારા

પ્રેત બને તો રક્ત દ્વારા

મનુષ્ય બને તો બાલ્યાવસ્થામાં ભોગ રાસ રૂપે અનાજ અને પાણી દ્વારા

Shradh garud puran shradh vidhi pitru tarpan

બીજો પ્રશ્ન ગરૂડ પૂછે છે : આપણે કરેલ શ્રાદ્ધ પિતૃને કઈ રીતે મળે છે? જુદી જુદી યોનિમાં રહેલ પિતૃ પોતાના પુત્ર દ્વારા કરવામાં આવેલ કાર્યનું પુણ્ય કઈ રીતે મેળવે?

ભગવાન જવાબ આપતા કહે છે કે

Also Read::   Ayodhya Ram mandir : કેટલીક  માળખાકીય અને વ્યવસ્થાપનની વિશેષતા... 
- Advertisement -

શ્રુતિના મંત્રો. જ્યારે શ્રાદ્ધ કરવામાં આવે છે ત્યારે શુદ્ધ મંત્રો અને હવ્ય વખતે લેવામાં આવેલા નામ એના સંવાહક છે એ એના સુધી પહોંચાડે છે.

અગ્નિ તેને જે તે સમયે પિતૃના ભાગનું અન્ન તેના સુધી પહોંચાડે છે.

વિધિવત રીતે પિતૃને અપાયેલા ત્રણ પિંડ એ પિતૃને તૃપ્તિ આપે છે.

જેવી રીતે વાછરડું ધણમાં રહેલી એની માને ઓળખી જાય છે તેમ પિતૃને નામ લઈને કરવામાં આવેલું શ્રાદ્ધ તેમને મળી જાય છે.

પિતૃઓ વિશ્વદેવોની સાથે શ્રાદ્ધ ગ્રહણ કરે છે.

વસુ, રુદ્ર, દેવતા, પિતર તથા શ્રાદ્ધ દેવતા ગર્ભમાં રહેલા બાળકને આ ભાગ પહોંચાડે છે. ( કેવી વ્યવસ્થા?! માનીએ ન માનીએ એ પછીની વાત છે પણ સત્ય તો છે કે ગર્ભમાં તો એ આહાર માતા દ્વારા મેળવે છે પણ કઈ રીતે તે આ વ્યવસ્થામાં ખબર પડે છે. )

Shradh garud puran shradh vidhi pitru tarpan

ત્રીજો પ્રશ્ન ગરૂડ પૂછે છે : તમે કહ્યું કે કોઈપણ રીતે શ્રાદ્ધનો ભાગ પિતૃ મેળવી લે છે, તો એ કઈ રીતે?

ભગવાન જવાબ આપતા કહે છે…

શ્રાદ્ધ વખતે જમીન પર જે અન્ન વેરવામાં આવે છે એના દ્વારા પિશાચ યોનિના પિતૃ તૃપ્ત થાય છે.

Also Read::   52 Shaktipith : જ્વાળા દેવીનાં મંદિરમાં કેવી રીતે અખંડ જ્વાળા પ્રગટી રહી છે? 

શ્રાદ્ધ વખતે સ્નાન કરીએ ત્યારે જમીન પર ભીના વસ્ત્રો માંથી ટીપાં પડે છે એના દ્વારા વૃક્ષ યોનિના પિતૃ તૃપ્ત થાય છે. ( પીપળે પાણી રેડવાની પ્રથા સમજાય છે અહીં?! )

શ્રાદ્ધ વખતે જમીન પર જે ગંધ અને જળ મૂકવામાં આવે છે એનાથી દેવતા યોનિના પિતૃ તૃપ્ત થાય છે.

શ્રાદ્ધ વખતે જમીન પર જે અન્ન વેરવામાં આવે છે એના દ્વારા પિશાચ યોનિના પિતૃ તૃપ્ત થાય છે.

જે પિતૃ પોતાના કુળ માંથી બહિષ્કૃત છે, ક્રિયાને યોગ્ય નથી એ વિખરેલા અનાજ અને પાણી માંથી તૃપ્ત થાય છે.

અન્યાયથી પ્રાપ્ત ધન વડે કરતા શ્રાદ્ધ માંથી ચાંડાલ યોનિના પિતૃ તૃપ્ત થાય છે.

બ્રાહ્મણોના ભોજન વખતે કરાયેલા આચમના ત્રણ પિંડ માંથી જમીન પર પડેલા અનાજ માંથી બધા પિતૃ તૃપ્ત થયા છે.

Shradh garud puran shradh vidhi pitru tarpan

સંદર્ભ સૌજન્ય…

ગરૂડ પુરાણ – ગીતા પ્રેસ ગોરખપુર

ફોટો સૌજન્ય  https://www.patrika.com/

Shradh garud puran shradh vidhi pitru tarpan

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!