HomeJANVA JEVUChandrayaan-1 ISRO પ્રોજેક્ટ વિશે કેટલાંક પ્રશ્નો અને માહિતી...

Chandrayaan-1 ISRO પ્રોજેક્ટ વિશે કેટલાંક પ્રશ્નો અને માહિતી…

- Advertisement -

Chandrayaan-1 ISRO Project Questions and Data

Contents

‘ચંદ્રયાન – 1 ‘ ISRO પ્રોજેક્ટ વિશે કેટલાંક પ્રશ્નો અને માહિતી…

સંકલન અને આલેખન – જય પંડ્યા

 

Chandrayaan-1 ISRO Project Questions and Data
Chandrayaan-1 ISRO Project Questions and Data

ચંદ્રયાન 1 ભારત દ્વારા ચંદ્ર પર મોકલવામાં આવેલ પ્રથમ મિશન કે ઉપગ્રહ હતું.

- Advertisement -

કોણ હતા ચંદ્રયાન 1 ના જનક ?

અન્ના યુનિવર્સિટી, પીએસજી કૉલેજ ઑફ ટેક્નૉલૉજી, ગવર્નમેન્ટ કૉલેજ ઑફ ટેક્નોલોજી, કોઈમ્બતુર.

સમય મર્યાદા :- 2 વર્ષ 10 મહિના 6 દિવસ

ચંદ્રયાન 1 ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું ?

ચંદ્રયાન 1 – 22 ઓક્ટોબર 2008 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ચંદ્રયાન 1 નું અંદાજિત બજેટ શું હતું ?

ચંદ્રયાન 1 નું અંદાજિત બજેટ 386 કરોડ ₹ હતું .

ચંદ્રયાન 1’ક્યા સ્થળેથી લોન્ચ કરવામાં આવ્યું હતું ?

ચંદ્રયાન 1 ‘ સતિષ ધવન અંતરિક્ષ કેન્દ્ર ‘ શ્રી હરિ કોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું.

ચંદ્રયાન 1ની યોજના કઈ રીતે ઘડાઈ ?

- Advertisement -

‘ઇન્ડિયન એકેડેમી ઓફ સાયન્સ’ ની મિટિંગ 1999 માં યોજાય છે. જેમાં આ વિશે ચર્ચા કરવામાં આવે છે. ફરી વર્ષ 2000 માં ‘ એસ્ટ્રોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયા ‘ ની મિટિંગમાં આ વિશે વિશિષ્ટ ચર્ચા કરવામાં આવે છે.

આ મિટિંગ બાદ 15 ઓગસ્ટ 2003 ના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી ‘ અટલ બિહારી વાજપયી ‘ પોતાના એક જાહેર સભા કાર્યક્રમ દરમિયાન ચંદ્રયાન 1 પ્રોજેક્ટની જાહેરાત કરી દે છે.

1 નવેમ્બર 2003 ના રોજ ભારત સરકાર દ્વારા ‘ઈસરો’ ના આ વિચાર પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવે છે.

ચંદ્રયાન 1 નું મિશન ( યોજના ) શું હતું ?

રીમોર્ટ સેન્સિંગ પ્લેનેટરી સાયન્સ , નિયર ઇન્ફ્રરેડ ( NIR ), LAW Energy X- Ray and High Energy X- Ray regions.

આ સિવાય 3D એટલાસ માટે રીપેર કરી અને નજીક તથા દુર બંને રીતે ચંદ્રને નિહાળી શકાય તેવી વ્યવસ્થા કરવી.

આ સિવાય ચંદ્ર પર સંશોધન કરી અને ચકાસણી કરવી કે ત્યાં કેટલા કેમિકલ કે મિનરલ છે. તેનો ઉપયોગ શું થઈ શકે ?

Also Read::   Somnath pillar History and geographical important somnath temple

ચંદ્રયાન 1 લોન્ચ થયું ત્યારે….

ચંદ્રયાન 1 ને PSLV C – 11 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. જેનો વજન 320 ટન હતું.

આ ઈસરો દ્વારા તૈયાર કરાયેલ નવું સંસ્કરણ હતું. તેમાં શરૂઆતમાં ટેક્નિકલ સમસ્યા જોવા મળતી હતી પરંતુ 06:22 00 PSLV દ્વારા ચંદ્રયાન 1 ને ઉડાન આપવામાં આવે છે.

વર્ષ 1993 થી 2008 સુધીમાં PSLV દ્વારા એક પછી એક સફળ પરીક્ષણ કર્યા 22 ઓક્ટોબર 2008 ના રોજ PSLV દ્વારા પોતાના 14માં મિશન ચંદ્રયાન 1 નું સફળ રીતે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

એક અંદાજ મુજબ PSLV 49 ભારતીય ઉપગ્રહ અને 209 વિદેશી ઉપગ્રહો લોન્ચ કરી ચૂક્યું છે. જે એક ગૌરવની વાત ગણી શકાય એમ છે.

(    ચંદ્રયાન 2 વિશે જાણવા નીચેની લિંક ઉપર ક્લિક કરો… 

https://edumaterial.in/chandrayaan-2-isro-project-questions-and-data/?amp=1

શું ચંદ્રયાન 1 – એક સફળ પરીક્ષણ હતું ?

ચંદ્રયાન-1, ચંદ્ર પરનું ભારતનું પ્રથમ મિશન, 22 ઓક્ટોબર, 2008ના રોજ SDSC SHAR, શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. અવકાશયાન ચંદ્રની રાસાયણિક, ખનિજ અને ફોટો-જિયોલોજિક મેપિંગ માટે ચંદ્રની સપાટીથી 100 કિમીની ઊંચાઈએ ચંદ્રની આસપાસ પરિભ્રમણ કરી રહ્યું હતું.

ચંદ્રયાન 1 ક્યારે ક્રેશ થયું ?

14 નવેમ્બર 2008, 20:06 IST ના રોજ ચંદ્રની પરિભ્રમણ કરતા ચંદ્રયાન-1થી મૂન ઈમ્પેક્ટ પ્રોબ અલગ થઈ અને લગભગ 25 મિનિટ પછી શેકલટન ક્રેટરની કિનાર પાસે ક્રેશ થયું. આ મિશન સાથે, ISRO ચંદ્રની સપાટી પર પહોંચનારી પાંચમી રાષ્ટ્રીય અવકાશ એજન્સી બની.

શા માટે ચંદ્રયાન 1 નિષ્ફળ ગયું હતું ?

લગભગ એક વર્ષ પછી, ઓર્બિટરને સ્ટાર ટ્રેકરની નિષ્ફળતા અને નબળી થર્મલ શિલ્ડિંગ સહિત અનેક તકનીકી સમસ્યાઓનો અનુભવ થવા લાગ્યો; ચંદ્રયાન-1 એ 28 ઓગસ્ટ 2009 ના રોજ લગભગ 20:00 UTC પર વાતચીત કરવાનું બંધ કરી દીધું, જેના થોડા સમય પછી ISRO એ સત્તાવાર રીતે જાહેર કર્યું કે મિશન સમાપ્ત થઈ ગયું છે.

Also Read::   History of Brahmin એવા સાત બ્રાહ્મણો જેમણે ભારત માટે શસ્ત્ર ઉઠાવી ઇતિહાસ બનાવ્યો...

ચંદ્રયાન 1 ના ડાયરેક્ટર એમ અન્ના દુરાયનું મંતવ્ય

એક ઇન્ટરવ્યૂ દરમિયાન ચંદ્રયાન 1 મિશનના ડાયરેક્ટ એમ અન્ના દુરાય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચંદ્રયાન 1 મિશન વખતે 200 લોકો તણાવમાં હતા. આ ચંદ્રયાનને ચંદ્ર સુધી પહોંચવામાં 17 દિવસનો સમય લાગ્યો હતો.

બધા સભ્યોની નજર ચંદ્રયાન પર હતી. તેણે 08 નવેમ્બર 2008ના રોજ ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યો. તેના બે ભાગ હતા, ઓરપીટર અને MIP – MOON ઓરપીટરને ચંદ્રની કક્ષામાં રહેવાનું હતું અને MIP – MOON ને તેથી અલગ થવાનું હતું. 18 નવેમ્બરના રોજ MIP – MOON એ ઇન્ગ્રીટર્સમાં પ્રવેશ લઈ ઓરપીટરને ડેટા મોકલવાનું શરૂ કર્યું. ચંદ્ર પર મેગ્નેશિયમ ,એલ્યુમીની ,સિલિકોનના તત્વ હોવાની જાણકારી વૈજ્ઞાનિકોને મળી. MIP – MOON દ્વારા ચંદ્ર ની 3400 પ્રદક્ષિણા 300 દિવસમા કરવામાં આવી .

ટેક્નિકલ સમસ્યાના કારણે 30 ઓગસ્ટ 2009 ના રોજ ઈસરો દ્વારા ચંદ્રયાન મિશન બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરવમાં આવી હતી.

[     નામ્બી નારાયણ વિજ્ઞાનીના રહસ્યમય જીવન વિશે જાણો નીચેની લીંક ઉપર ક્લિક કરીને…. 

https://edumaterial.in/nambi-narayanan-life-and-case-rocket-scientist-rocketry-the-nambi-effect-film-cryogenic-engine/?amp=1

]

Chandrayaan-1 ISRO Project Questions and Data

#Chandrayaan-1 #ISRO #Project #Questions #Data

સંકલન અને આલેખન – જય પંડ્યા

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link…

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!