HomeSUVICHARBookreview ‘દ્વાદશ જ્યોતિર્લિંગ’ શ્રાવણ નહીં ગમે ત્યારે સ્મરવા જેવો ગ્રંથ

Bookreview ‘દ્વાદશ જ્યોતિર્લિંગ’ શ્રાવણ નહીં ગમે ત્યારે સ્મરવા જેવો ગ્રંથ

- Advertisement -

Bookreview dvadash jyotirling vipul shukla

shivji | mahadev | shivshankar | om Namah shivay | jyotirling | dharm yatra |

Bookreview ‘દ્વાદશ જ્યોતિર્લિંગ’ શ્રાવણ નહીં ગમે ત્યારે સ્મરવા જેવો ગ્રંથ

– આનંદ ઠાકર

દ્વાદશ જ્યોતિર્લિંગએ હિન્દુઓ માટે શ્રદ્ધાનો વિષય રહ્યો છે. કંઠોપકંઠ પરંપરાને કારણે આપણી શ્રદ્ધા ક્યારે અને કેમ અંધશ્રદ્ધામાં પરિવર્તિત થઈ જાય છે તેની એક પાતળી ભેદરેખા છે ત્યારે વિપુલ શુક્લ લિખિત ‘દ્વાદશ જ્યોતિર્લિંગ’ ગ્રંથ આપણી શ્રદ્ધાને વિશ્વાસનો આકાર આપી શકે તેમ છે.

Bookreview dvadash jyotirling vipul shukla

- Advertisement -

જ્યારે અમદાવાદ છોડી રહ્યો હતો ત્યારે આદરણીય અજય નાયક સાહેબે આ પુસ્તક મને ભેટમાં આપેલું. આ પછી ।।Be…Nachiketa।। કાર્યક્રમમાં સાહેબ આવ્યા ત્યારે આ પુસ્તક અને વિપુલભાઈ શુક્લ બન્નેને સાથે લેતા આવેલા ત્યારે તેમનો પરિચય થયો. શ્રાવણ માસથી શ્રેષ્ઠ સમય કયો હોય આ પુસ્તકને… સોરીરીરીરી આ ગ્રંથને સ્મરવાનો… પણ શ્રાવણ જ નહીં શ્રાવણ વગર પણ આ ગ્રંથને સ્મરી શકાય. બેશક તમને ગ્રંથ લખું ત્યારે જરા ભારેખમ શબ્દ જેવું લાગે પણ ધાર્મિક ગ્રંથ લખવાનો હોય ત્યારે આપણી પાસે એવા કેટલા લેખકો કે જેમણે 34 સંદર્ભગ્રંથોનો ઉપયોગ કરીને એક પુસ્તક લખ્યું હોય! આ ‘દ્વાદશ જ્યોતિર્લિંગ’ ગ્રંથ લખવા માટે વિપુલભાઈ શુક્લએ 34 સંદર્ભગ્રંથનો ઉપયોગ કર્યો છે. સલામ….

shivji | mahadev | shivshankar | om Namah shivay | jyotirling | dharm yatra |

હું ત્રણ કલાકમાં આ પુસ્તક પૂર્ણ કરી શક્યો. એમાં આકર્ષિત કરી ગઈ મને એમની ભાષા… કોઈ બાહ્ય આડંબર વગર સરળ અને શાંતિપૂર્વકની ભાષા પ્રયોજી છે. પહેલું તો મને એ શીખવા મળ્યું કે શિવ વિશે વાત કરવા આવી જ ધીરજ અને શાંત અને સહજ, સરળ ભાષાના ધની બનવું પડે.

પ્રથમ અર્પણ પેઈજમાંનો શ્લોક જ આ લેખકની સંશોધન વૃત્તિ અને વાંચનભૂખની ઈમ્પ્રેશન આપણી સામે પાડી દે છે. બાર જ્યોતિર્લિંગ વિશે એવી માહિતી તો એ લાવ્યા છે કે સામાન્ય રીતે આપણે જાણતા હોઈએ પણ એવી માહિતી છે કે જે આપણે કદાચ આ જ ગ્રંથમાં પામી શકીએ. કારણ કે તેમના નીજી અનુભવ માંથી આ ગ્રંથ આકાર પામ્યો છે. દરેક જ્યોતિર્લિંગની જાતતપાસ કરી છે. ત્યાંના ઈતિહાસને જાણે સામાન્ય જણ પાસેથી જાણીને આપણી સામે મૂક્યો છે અને છતાં ખોટી લવારીઓ નહીં, મુદ્દાસર વાત.

Also Read::   સત્યનારાયણ કથાનું સત્ય...

shivji | mahadev | shivshankar | om Namah shivay | jyotirling | dharm yatra |

- Advertisement -

આ ઉપરાંત શિવજી સાથે સંકળાયેલી તમામ બાબતોને આ ગ્રંથમાં વણી લેવામાં આવી છે. આ ગ્રંથ ન માત્ર ધાર્મિક છે પરંતુ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિથી લખાયેલો લેખ છે. જેમના લેખક પૂરેપૂરા સજ્જ છે એ બાબતે કે તેમણે માત્ર તટસ્થ રહીને આપણી સામે બધું રજૂ કર્યું છે. મંદિરોમાં વિઆઈપી લાઈનના લેવાતા રુપિયાના ભાવની દુર્દશા પણ છૂપાવી નથી કે નથી તો ખોટા ઈતિહાસને આપણી સામે મૂક્યો. જે છે તે સત્યતા અને તાટસ્થ્યતા પૂર્ણ આપણી સામે પ્રસ્તુત કર્યું છે.

સમગ્ર પુસ્તકમાંથી ઘણું ઘણું ગમ્યું પણ એ બધું તો તમે પુસ્તકમાંથી જ વાંચજો. મને બે બાબત ગમી છે… જે હું આપની સામે કહીશ. એક તો સોમનાથ મંદિર વિશેની વિગત લખતા લખતા લેખક લખે છે કે બિનસાંપ્રદાયિકતાની હવામાં સરદાર જ એક હતા કે તેમણે સોમનાથના જીર્ણોદ્ધારનું સ્વપ્ન જોયું. આ વાક્ય ઘણુંઘણું કહી જાય છે. સોમનાથની પૂર્વેની જાહોજલાલી કંઈ ઓછી ન હતી, તેમ અત્યારે પણ ઓછી નથી. હું સોમનાથની નજીક રહું છું, પણ બહુ ઓછું જવાનું થયું છે કારણ કે હું એવું દ્રઢપણે માનું છું કે બાપની પાસે દિકરને જાતા જો ચેક કરાવીને જવું પડતું હોય તો એ બાપ અને દિકરા બન્ને વચ્ચેના અવિશ્વાસની વાત છે… માટે હું એ રાહમાં છું કે જેમ મંદિર પર શાંતિના પ્રતિક કબૂતરો બેફિકરથી ફરી શકે એમ શ્રદ્ધાળુઓ માટે જ્યારે થશે ત્યારે એ બાપ પાસે દિલથી જઈશ. આમ ઓછા જવાને કારણે તેનો ઘણો ઈતિહાસ અને ઘણી વાતો મને આશ્ચર્ય પમાડી ગઈ.

Also Read::   Architecture ઈન્દ્રપ્રસ્થ એક આર્કિટેક ચેલેન્જ

બીજી વાત એ મને ગમી કે પશુપતિનાથ(કાઠમંડૂ)માં શાસ્ત્રી રાવલ પદ્મનાભ કરીને જે મંદિરના મૂળપૂજારી છે તેને ત્યાં મૂળભટ્ટ કહે છે તેમણે ત્યાં એવો ચીલો પાડ્યો કે ભગવાનને જે ધરવામાં આવે તે શહેરના વિકાસ માટે વાપરવું શાસ્ત્રી પોતે માત્ર દક્ષિણામાં મળતી વસ્તુઓ જ ગ્રહણ કરે છે. આ વાત મને આનંદ આપી ગઈ. ‘જો’ ભારતના દરેક મંદિર અને મંદિરોમાં બેઠેલા અને મંદિરોની બહાર રહેલા ભગવાધારીઓ અને એ.સી. ગાડીઓમાં ફરતા ‘બાબાઓ’ આ વાતને આદર્શ બનાવી લે ‘તો’ ભારતમાં કાળુ ધન પણ લાવવું પડે નહીં. એમનેમ દરેક ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશ સ્વચ્છ અને સંપન્ન થઈ જાય. પણ આ હળાહળ કળિયુગમાં એવા તો કેટલાક લોકો…!!!!

shivji | mahadev | shivshankar | om Namah shivay | jyotirling | dharm yatra |

આખરે વિપુલભાઈ શુકલને આ ગ્રંથ લખવા માટે જાજેરી વંદના…. આ પુસ્તક બી..નચિકેતાના અમારા પ્રકલ્પમાં જોડાયેલા તમામ શિક્ષકમિત્રોને અજયસાહેબે આપીને ભારતની સાચી પરંપરાથી રૂબરૂ કરાવ્યા (લગભગ 35 પુસ્તકોનું અનુદાન આપ્યું) તેનો પણ આનંદ અને અજય સાહેબને પણ વંદન.

- Advertisement -

જો આપને પણ એક હિન્દુ હોવાના નાતે શ્રદ્ધાપૂર્વક અને વિજ્ઞાનપૂર્વક બાર જ્યોતિર્લિંગની યાત્રા કરવાનો ભવિષ્યમાં પણ વિચાર હોય તો આ પુસ્તક પહેલા વાંચી લેજો.

Bookreview dvadash jyotirling vipul shukla

આલેખન – આનંદ ઠાકર

Bookreview dvadash jyotirling vipul shukla

shivji | mahadev | shivshankar | om Namah shivay | jyotirling | dharm yatra |

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!