HomeJANVA JEVUastronomy ખાસ : આકાશદર્શનમાં રસ ધરાવનારા માટે...

astronomy ખાસ : આકાશદર્શનમાં રસ ધરાવનારા માટે…

- Advertisement -

Astronomy : Sky Gazing Event Gir Star Party

Contents

ખાસ : આકાશદર્શનમાં રસ ધરાવનારા માટે…

Astronomy : Sky Gazing Event Gir Star Party
Astronomy : Sky Gazing Event Gir Star Party

આલેખન – જયદીપસિંહ બાબરીયા 

જેમને ખગોળ તેમજ આકાશ દર્શનમાં રસ હોય તો એવા ખગોળ રસિયાઓ માટે ગીર સ્ટાર પાર્ટી 2024 નું આયોજન આગામી જાન્યુઆરી મહિનાની 5, 6, અને 7 એમ ત્રણ દિવસ માટે થવા જઈ રહ્યું છે, આમ તો સ્ટાર પાર્ટી જેવી ખગોળીય ઇવેન્ટ ભારત માટે એક નવો પ્રયોગ છે, જ્યારે યુરોપ અને અમેરિકામાં ઘણા વર્ષોથી આ પ્રકારની ઈવેન્ટ થતી રહે છે.

“બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ”

ભારતમાં “બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ” દ્વારા જાન્યુઆરી 2017માં ભોજદે ગીર ખાતેના ગીર વન ફાર્મ હાઉસ ખાતે પ્રથમ ગીર સ્ટાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે વર્ષે ભારતભરમાંથી લગભગ 75 ખગોળ રસિકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. ત્યારબાદ ક્લબ દ્વારા દર વર્ષે આજ સ્થળ ઉપર સ્ટાર પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને દર વર્ષે આ ઇવેન્ટમાં જોડાનાર ખગોળ રસિયાઓની સંખ્યા ઉત્તરોતર વધતી જ જાય છે.

Astronomy : Sky Gazing Event Gir Star Party
Astronomy : Sky Gazing Event Gir Star Party
- Advertisement -

2024માં….

2017 બાદ 2018, 2019, 2020 માં બે વખત, 2021 માં એક, 2022 માં બે વખત અને 2023 માં ત્રણ વખત એમ અત્યાર સુધીમાં કુલ 11 સ્ટાર પાર્ટીસનું આયોજન કારવામાં આવ્યું છે. હવે ટૂંક સમયમાં 2024માં પણ બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ અને લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ સ્ટાર પાર્ટી જાન્યુઆરી, ફેબ્રુઆરી અને એપ્રિલ એમ ત્રણ વખત આયોજિત કરવામાં આવશે,
આજના આધુનિક શહેરોમાં લાઈટ પોલ્યુશન એટલું બધું હોયછે કે શહેરોમાં કે તેની આસપાસના વિસ્તારોમાં આકાશ દર્શન કરવું શક્ય જ નથી લાઈટ પોલ્યુશનમાં તો આંગળીના વેઢે ગણી શકાય એવા ગુરુ, શુક્ર જેવા અત્યંત તેજસ્વી ઓબ્જેક્ટ જ જોવા મળે છે પણ ખરા આકાશ દર્શનની મજા લુંટાવી હોય તો ધરતીના કોઈ અંધારા ખૂણે જવું પડે, આવો અંધારો ખૂણો ગીરના જંગલ આસપાસ જ જોવા મળી શકે એટલા માટેજ GSP નું આયોજન ગીર જંગલ કાંઠે આવેલા ભોજદે અને એ ભોજદેમાં પણ ગીર જંગલની બાઉન્ડ્રી ને અડીને આવેલ રિસોર્ટની પસંદગી કરવામાં આવે છે જ્યાં નારી આંખે પણ હજારો તારલાઓ ઝગમગતા જોવા મળે છે.

 

Also Read::   Dinesh khunt : નાનકડાં ગામડાં માંથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનારા આ યુવાન સાથે રૂબરૂ

ગીર સ્ટાર પાર્ટીની પ્રવૃતિ…

ગીર સ્ટાર પાર્ટીની પ્રવૃતિની વાત કરીએ તો ત્યાં શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દીવાસ માટે આયોજન હોય છે, શુક્રવાર સાંજે સાસણથી ૫ કિમી દુર ભોજદે ગીર મુકામે રિસોર્ટ ઉપર પહોચી જવાનું ત્યાં રજીસ્ટ્રેશનકરી રૂમ ફાળવણી કરવામાં આવે ત્યારબાદ ડીનર કરી ખુલ્લા ચોગાનમાં બધા ભેગા મળે છે જ્યાં આયોજક ક્લબ દ્વારા આકાશ દર્શન માટે બધીજ વ્યવસ્થા કરેલી હોય છે, રોકાણની બંને રાત્રિના આકાશદર્શન તો હોયજ છે પણ સાથો સાથ દિવસના સમયે એસ્ટ્રોનોમી મોડેલ મેકિંગ વર્કશોપ, ખગોળ વિજ્ઞાન પર લોકભોગ્ય વ્યાખ્યાન, એસ્ટ્રોફોટોગ્રાફી ક્રેશ-કોર્ષ, નેચર ટ્રેલ વગેરેનું આયોજન કરવામાં આવતું હોય છે.

વિજ્ઞાની ડૉ. જે. જે. રાવલ….

- Advertisement -

છેલ્લા ત્રણ વર્ષથી ભારતના ખ્યાતનામ ખગોળ વિજ્ઞાની ડૉ. જે. જે. રાવલ આ આખી પાર્ટી દરમ્યાન હાજર હોય છે. આ વર્ષે પણ ડૉ. રાવલ સ્ટાર પાર્ટીના મહેમાન બનવાના છે જેનો લાભ આ વખતે પાર્ટીમાં ભાગ લેનાર સર્વેને મળશે. બંને રાત્રીઓ દરમ્યાન ત્રણ વખત “નેકેડ આઈ કોન્સટેલેશન ટુર” આટલે કે નરી આંખે દેખાતા આકાશી પદાર્થો- નક્ષત્રો તારામંડળો વગેરેની સમજણ આપવામાં આવતી હોય છે.

Astronomy : Sky Gazing Event Gir Star Party
Astronomy : Sky Gazing Event Gir Star Party

પાર્ટી દરમ્યાન ક્લબના પોતાના દસેક જેટલા વિશાળ ટેલિસ્કોપ હાજર હોય છે જેમાંથી દરેક ભાગ લેનાર શિબિરાર્થીને પહેલાથી આપેલ અવકાશી પદાર્થોના લિસ્ટ પ્રમાણે નિહારીકાઓ, આકાશગંગાઓ, તારા-ગુચ્છકો વગેરે બતાવવામાં આવે છે. સ્ટાર પાર્ટીમાં ભાગ લીધા બાદ શિબિરાર્થીઓને પ્રથમ વખત પ્રકાશ પ્રદૂષણ વિશે જાણ થતી હોય છે. ભાગ લેનાર સર્વેને પહેલી વખત એવો એહસાસ થતો હોય છે કે પુષ્કળ કૃત્રિમ પ્રકાશ ધરાવતા કોન્ક્રીટના જંગલોમાં રહી કુદરતનો કેવો સરસ લહાવો ગુમાવે છે.

સર્ટીફીકેટ પણ આપવમાં આવે….

જંગલના અંધારા આકાશ નીચે, શિયાળવાઓની લારીઓ અને કયારેક ક્યાંક દૂર દૂરથી સંભાળતી સિંહની ડણક વચ્ચે આકાશમાં સફેદ દુધગંગાનો પટ્ટો જોવો તે એક અલભ્ય અનુભવ હોય છે જે વ્યક્તિ એક વખત આ સ્ટાર પાર્ટીનો હિસ્સો બને તેને આખી જીંદગી ભૂલીન શકાય એવો અનુભવ કરવા મળે છે. આ અનુભાળ દરેક ખગોળ રસીયાઓએ એક વખત તો માણવો જ જોઈએ. આ પાર્ટીનો હિસ્સો બનનાર ને ગ્રુપ દ્વારા પાર્ટીસીપેશન સર્ટીફીકેટ પણ આપવમાં આવે છે.

Also Read::   Baba Saheb: બાબા સાહેબ પ્રત્યે સન્માન જગાવવા બસ, આ એક જ બાબત પૂરતી છે : એમની એક એવી સિદ્ધિ જે આજ સુધી અજોડ છે...
Astronomy : Sky Gazing Event Gir Star Party
Astronomy : Sky Gazing Event Gir Star Party

ત્રિ-દિવસીય આ કાર્યક્રમમાં જોડવા માટે…

ત્રિ- દિવસીય આ કાર્યક્રમમાં જોડવા માટે રજિસ્ટ્રેશન ફી વ્યક્તિ દીઠ 2500રૂ. છે જેમાં શુક્રવારની રાત્રે ડીનર, શનિવારે બ્રેકફાસ્ટ, લાંચ અને ડીનર તથા રવિવારે સવારે બ્રેકફાસ્ટ મળે છે, જમવાનું શુદ્ધ કાઠીયાવાડી ભોજન હોય છે તથા ત્યાં રોકાણ માટે શેરીંગ બેઝ ઉપર રૂમની ફાળવણી કરવામાં આવે છે, આ ઇવેન્ટમાં ખગોળમાં રસ હોય એવી સમગ્ર ભારતની કોઈપણ વ્યક્તિ અને 12 વર્ષ થી નાના બાળકો માટે આ રસ નો વિષય નથી એટલા માટે એમને આમાં જોડવામાં આવતા નથી જયારે 12 થી 18 વર્ષના બાળકો તેમના માતા પિતા સાથે જોડાઈ શકે છે.

Astronomy : Sky Gazing Event Gir Star Party
Astronomy : Sky Gazing Event Gir Star Party

નીચે આપેલ ગુગલ ફોર્મની લીંક દ્વારા રજિસ્ટ્રેશન કરી શકશે…

https://goo.gl/maps/6M7EE17nTmR2
પાછલી GSP નો વિડીઓ જુઓ.
https://fb.watch/nvRFP-NsC1/

- Advertisement -

 

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link…

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!