HomeJANVA JEVUAnother Earth શું તમે બીજી પૃથ્વીને શોધી રહ્યા છો ? શું બ્રહ્માણ્ડમાં...

Another Earth શું તમે બીજી પૃથ્વીને શોધી રહ્યા છો ? શું બ્રહ્માણ્ડમાં લાખો પૃથ્વીઓ અસ્તિત્વ ધરાવે છે!

- Advertisement -

Another Earth discovered nasa exoplanet galaxy milky way universal space

શું તમે બીજી પૃથ્વીને શોધી રહ્યા છો ? શું બ્રહ્માણ્ડમાં લાખો પૃથ્વીઓ અસ્તિત્વ ધરાવે છે!

Another Earth discovered nasa exoplanet galaxy milky way universal space 
Another Earth discovered nasa exoplanet galaxy milky way universal space

આલેખન – દિલીપકુમાર એન. મહેતા

( લેખક વડોદરાના વરિષ્ઠ પત્રકાર છે. ) 

બે દિવસ પહેલાના ન્યુયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ કેપલર સ્પેસ ક્રાફ્ટના સંશોધન અને નવી એનાલિસિસ પછીના ડેટા એવું જણાવે છે કે બ્રહ્માણ્ડમાં જેને આપણે વસવા લાયક ( HABITABLE)ગ્રહ કહી શકીએ એવા 300 મિલિયન્સ જેટલા Exoplanets અસ્તિત્વ ધરાવે છે.

‘બ્રહ્માણ્ડ પુરાણ’ની વાતો તો પૌરાણિક કહી શકાય, અને ઘણાને કપોળ કલ્પિત પણ લાગે, પરંતુ ઋષિ દર્શન ના આધારે રચાયેલ પુરાણો અને ભારતીય ખગોળ શાસ્ત્રની વાતોને હવે વૈજ્ઞાનિક આધાર પ્રાપ્ત થઈ રહ્યો છે ત્યારે એ આનંદની વાત છે.

- Advertisement -

આપણી પૃથ્વી સિવાય આ બ્રહમાંડમાં બીજી કોઈ પૃથ્વી છે ખરી ? વિશ્વના વૈજ્ઞાનિકો, તત્વજ્ઞાનીઓ, પાદરીઓ, ખગોળ શાસ્ત્રીઓ, રહસ્યવાદીઓના આ પ્રશ્નના ઉકેલ માટે દસેક વર્ષ પહેલા ખગોળ વૈજ્ઞાનિકોનું એક ગ્રૂપ નીકળી પડેલું. એ લોકોનું સાધન હતું – કેપલર સ્પેસક્રાફ્ટ !

માર્ચ 2009માં એને અવકાશમાં તરતુ મૂકવામાં આવેલું.
સાડાત્રણ વર્ષના સમય ગાળા દરમ્યાન આકાશ ગંગા જેવા જ એક ‘તારાઓનાસમૂહ’ના ( patch) 150, 000 સ્ટાર્સનું મોનીટરિંગ કરવાનું મિશન આ અવકાશયાનને સોંપવામાં આવેલું.

હોમ સ્ટારની સામેથી પસાર થઈ રહેલો એક exoplenent આ સ્પેસ ક્રાફ્ટની નજરે ચડ્યો. નાસાના તત્કાલિન ખગોળ વૈજ્ઞાનિક ડો. વિલિયમ બોરુકી બોલ્યા “It’s not E.T., but E.T.’s home” તે પરગ્રહ નથી , પરંતુ પરગ્રહવાસીનું નિવાસ સ્થાન છે.

ડો .વિલિયમ બોરુકી

Another Earth discovered nasa exoplanet galaxy milky way universal space 
Another Earth discovered nasa exoplanet galaxy milky way universal space

ડો .વિલિયમ બોરુકી એ ખગોળ વૈજ્ઞાનિક હતા જેણે આ સમગ્ર પ્રોજેકટની પરિકલ્પના /ડિઝાઇન તૈયાર કરેલી અને ‘નાસા’ ને આ પ્રોજેકટ હાથ ધરવા માટે ખૂબ આગ્રહ પૂર્વક વિનંતી કરીને નાસાના અધિકારીઓને convince કરેલા. આ માણસે આ પ્રોજેકટ પાછળ પૂરા 20 વર્ષ આપેલા.
2018માં આ સ્પેસક્રાફ્ટ એના મિશનને સફળતા પૂર્વક પૂર્ણ કરીને પાછું ફર્યું ત્યારે એણે એ તારાઓ વચ્ચે 4000 થી પણ વધુ વિશ્વ બનવા માટેના ઉમેદવારો શોધી કાઢેલા!

Also Read::   Eldhose Paul : વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ફાઇનલમાં પહોંચનાર ભારતના આ પ્રથમ ખેલાડી વિશે જાણો

જો કે હજી સુધી કોઈએ પણ આ ગ્રહો પર જીવન હોવાનો કોઈ સંકેત કે સ્વયં કોઈ વસાહત જોયેલ નથી. એ પણ હકીકત છે કે, એ બધા ગ્રહો ખૂબ દૂર હતા અને એટ્લે અભ્યાસ કરવાનું ખૂબ કઠિન હતું.

- Advertisement -

જો આ બધાનું તારણ કાઢવામાં આવે તો , આંકડાઓ એવું સૂચવે છે કે બ્રહ્માણ્ડમાં બિલયન્સ જેટલા exoplanets આકાશ ગંગાની ગેલેક્સીમાં છે.

exoplanet

exoplanet એટ્લે એવો એક ગ્રહ જે પૃથ્વી સિવાય કોઈ બીજા તારાની ફરતે પરિભ્રમણ કરતો હોય અથવા એવું કહીએ કે એવો એક ગ્રહ જે આપણાં સૌર મંડળની બહાર કોઈ તારાની પરિક્રમા કરી રહ્યો હોય. આને extra solar planet પણ કહી શકાય.)

પરંતુ , મુખ્ય પ્રશ્ન હવે એ છે કે એમાથી વસવાટ કરવા લાયક કેટલા છે ? બે વર્ષ સુધી કેપલરના ડેટાને તપાસીને, નાસા (Ames)ના સ્ટીવ બ્રાયસનના નેતૃત્વમાં 44 અવકાશ સંશોધકની બનેલી એક ટીમે નક્કર જવાબ આપ્યો છે કે ‘અત્યારે એમનું આ રિસર્ચ પેપર સુવિખ્યાત જર્નલ Astronomical Journal માં પ્રસિધ્ધ કરવા માટે સ્વીકારવામાં આવેલ છે’

મિત્રો , આ સ્ટોરી લાંબી છે , પરંતુ સંક્ષિપ્તમાં કહીએ તો
નાસાના અંદાઝ પ્રમાણે આકાશગંગા માં 100બિલિયન્સ જેટલા સ્ટ્રાર્સ છે, તેમાથી ચાર બિલિયન તો સૂર્ય જેવા જ છે. વેદના ઋષિઓએ સહસ્ત્ર સૂર્યોની વાત કરેલી જ છે.
એમાથી માત્ર 7% ને જ વસવાટ લાયક ( habitable )ગણીએ તો પણ 300 મિલિયન જેટલા ગ્રહો પર માનવ વસવાટ શક્ય બની શકે તેમ છે. યાદ રહે કે ‘આ ફક્ત એક જ આકાશ ગંગા’ ની કહાની છે. અવકાશમાં આવી તો અસંખ્ય આકાશ ગંગાઓ આવેલી છે !

Also Read::   Chandrashekhar Azad ચંદ્રશેખર આઝાદ : વીર અને વિચક્ષણ વ્યક્તિ

નાસાના ગોડાંડ સ્પેસ ફ્લાઇટ સેન્ટર ના સંશોધક અને રિપોર્ટના એક સભ્ય રવિકુમાર કોપ્પોરાપુ કહે છે કે “અમે સભાન પણે conservative બનીએ છીએ કારણકે પ્રકૃતિ પાસે પરગ્રહ પર વસવાટ માટેની અનેક સંભાવનાઓ અને આશ્ચર્યો પડેલા છે. મિલ્કી-વે માં રહેવા માટે પૂરેપુરી યોગ્ય ( potentially habitable ) 300 મિલિયન જેટલી પૃથ્વીઓ આવેલી છે”
આ અગાઉ પણ , 2017માં નાસાના આ સ્પિટઝર સ્પેસ ટેલિસ્કોપે એક સ્ટારની ફરતે પૃથ્વીની સાઈઝના સાત ગ્રહો ફરતા હોવાનું જણાવ્યુ. આમ તો સાતેય ગ્રહો પર પાણી હોવાની સંભાવના હતી , પરંતુ એમાથી ત્રણપર તો ચોક્કસ પણે પાણી હોવાનું નક્કી થયું અને એ ત્રણેયને રહેવાલયક ઝોનમાં ગણવામાં આવ્યા.પેરન્ટ સ્ટારની ચોમેર જે પથરાળ પ્લેનેટસ જોવા મળ્યા તેમાં પ્રવાહી જળ હોવાની સંભાવના પણ આ ટેલિસ્કોપે દર્શાવેલી.

- Advertisement -

અવકાશ સંશોધનના ઈતિહાસમાં આ એક રેકોર્ડ હતો જેમાં આપણીસૂર્યમાળા સિવાય પણ કોઈ એક સ્ટારની ફરતે બીજા ગ્રહો ભ્રમણ કરતાં હોય એવું જાણવા મળ્યું. બ્રહ્માણ્ડમાં બીજી સૂર્યમાળા પણ જોવા મળી હતી. બ્રહ્માણ્ડ માં કેટલા સૌર મંડળો હશે એની કલ્પના કરવી પણ અસંભવ લાગે છે!
ફોટો: Dr. Williyam Borucki

આલેખન – દિલીપકુમાર એન. મહેતા

Another Earth discovered nasa exoplanet galaxy milky way universal space

#Another #Earth #discovered #nasa #exoplanet #galaxy #milkyway #universal #space

Follow this page…

https://www.facebook.com/sahajsahity/

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!