Una gujarat ganesh pandal annkut darshan
ઊના પોસ્ટઓફિસ ચોક ગણપતિ : જુઓ ફોટામાં અદ્ભુત અન્નકૂટ અને તેના શણગાર…
ઊનાના પોસ્ટ ઓફિસ ચોકના ગણપતિજી.
ઊનામાં બીજા અનેક ગણેશ પંડાલો છે. પણ વર્ષોથી આ ગણેશજી પ્રત્યે અંદરથી વંદનની ભાવના થાય. હું લગભગ લગભગ બહુ ઓછો જાઉં છું, પંડાલો જોવા. પણ આ ગણેશજીના દર્શન ચૂકતો નથી. સાત્વિક તરંગો હોય છે ત્યાં.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનો પોસ્ટ ઓફિસ ચોક બહુ જાણીતો છે. આ ચોકમાં આસપાસના શ્રેષ્ટીઓ અને સજ્જનો દ્વારા અહીં ગણેશ મૂર્તિની પ્રતિષ્ઠા દર ભાદરવાની ચતુર્થીએ કરવામાં આવે છે.
સૌના સહયોગથી સ્થપાતા આ ગણેશ પંડાલમાં ક્યાંય કોઈ વ્યક્તિગત રાગ નથી. અને દર વખતે સુંદર આયોજન થાય છે.
આ વખતે પણ અન્નકૂટના આયોજનમાં અનેક વાનગીઓ, ફરસાણ અને કઠોળ સહિત રસોઈ રાખવામાં આવી હતી અને આખરે એ બધી જ રસોઈ જરૂરિયાતમંદ લોકોને પ્રસાદના રૂપમાં વિતરણ કરવામાં આવ્યું.
જુઓ વીડિયોમાં અદ્ભુત અન્નકૂટ અને તેના શણગાર… નીચેની લીંક પર ક્લિક કરો…
Una gujarat ganesh pandal annkut darshan
#anandthakarphoto
#ganeshchaturthi #ganeshji #ganesha #ganeshpandal
#unagujarat #gujarat #sprituality #dharm