HomeSUVICHARSouth and north indian temple

South and north indian temple

- Advertisement -

Contents

South and north indian temple

દક્ષિણ અને ઉત્તર ભારતના મંદિરો : શું તફાવત કે વૈવિધ્યતા!

South and north indian temple

સમગ્ર ભારત અનેક વિવિધતાથી ભારેલો દેશ છે. અને હજારો વર્ષોથી પોતાની સંસ્કૃતિ અને ધર્મને સાચવીને બેસેલો દેશ છે. અનેક આક્રમણ અને બે હિસાબ સત્તા પરિવર્તનની વચ્ચે પણ જો કોઈ અખંડ રહ્યું હોય તો એ છે શિવ, રામ અને કૃષ્ણ દ્વારા સ્થાપિત સનાતન ધર્મની પરંપરા અને એના જીવંત ઉદાહરણ હોય તો બે : એક ધર્મગ્રંથો અને બીજા મંદિરો.

ધર્મગ્રંથો પર તો અહીં આપણે અવારનવાર વાતો કરતા રહીએ છીએ આજે વાત કરવી છે મંદિરોની.

ભારતમાં અસંખ્ય મંદિરો છે પણ એમાંથી ઐતિહાસિક મંદિરો બહુ થોડાં છે અને એમાં પણ પૌરાણિક મંદિરો તો જૂજ બચ્યા છે. એ બધાનો સર્વે કરો તો ભારતના મંદિરોને લઈને ઉત્તર અને દક્ષિણ એમ બંનેમાં થોડી વધુ ભિન્નતા જોવા મળે છે.

- Advertisement -

ઉત્તર-દક્ષિણ એ ખૂબ વ્યાપક ભેદ છે. ભારતમાં ત્રણ પ્રકારના મંદિર સ્થાપત્ય છે. જેમાં ત્રણ મુખ્ય પ્રકાર પડે છે જેમ કે… South and north indian temple

નાગારા (હિમાલય અને વિન્દ્ય વચ્ચેના પ્રદેશોના મંદિરો),
દ્રવિડ (દક્ષિણ ભારતના મંદિરો) અને
વેસારા (ડેક્કન પ્રદેશમાં જોવા મળતાં મંદિરો).

પેટા પ્રકાર વિશે લખીશું તો તો એક ઐતિહાસિક Phd નો વિષય બની જશે પણ આજના પવિત્ર દિવસે ફક્ત એક આછી ઝલક આપવી છે આ તફાવતની કે દક્ષિણ અને ઉત્તરના મંદિરોમાં કયા કયા સ્તરે તફાવત છે? ચાલો, આગળ જાણીએ…

South and north india temple

મૂર્તિઓમાં તફાવત…

South and north indian temple

- Advertisement -

ઉત્તરની મૂર્તિઓ સફેદ આરસ અથવા જે તે પ્રદેશમાં પ્રાપ્ત પથ્થર માંથી નિર્મિત થયેલી દેખાશે. અથવા વધી વધીને પંચધાતુ માંથી.

જ્યારે દક્ષિણના મંદિરોની મૂર્તિ કાળા આરસ માંથી બનેલી હશે અને એના પર સુવર્ણ અલંકારો જડાયેલા હશે.

સ્થાપત્ય કલાની દૃષ્ટિએ પણ ચહેરા અને મુકુટના આકાર પરથી આપને ખ્યાલ આવી જ જાય કે ગોળ મુખાકૃતિ અને અર્ધ ગોળાકાર આકારના મુકુટ ઉત્તરની મૂર્તિમાં મહદઅંશે પરિચિત છે.

Also Read::   Tapi તાપી નદીનો જન્મદિવસ : 851 મીટરની ચુંદડી, જાણો ઉદ્દભવથી ઈતિહાસ...

જ્યારે દક્ષિણની મૂર્તિઓમાં મુખાકૃતિ લંબગોળ, સૂક્ષ્મ ભાવોને પણ ઉજાગર કરે એવી અને તેના મુકુટ શંકુ આકારના જોવા મળે છે.

South and north india temple

મંદિરની પૂજા પદ્ધતિમાં તફાવત…

- Advertisement -

ઉત્તર ભારતીય મંદિરો પૂજા ઇત્યાદિ વિધિમાં પરંપરાગત નથી રહ્યા એની પાછળનું કારણ વિદેશી આક્રમણ, મંદિરોની લૂંટ, મંદિરોનું ખંડન અને એટલું જ નહિ મંદિરોની પરંપરા જાળવતી પ્રજાનું પણ નિકંદન… આવા ઘણા કારણો ભાગ ભજવ્યો છે કે ગર્ભગૃહની ગરિમા જેટલી દક્ષિણમાં છે એટલી ઉત્તરમાં જાળવી શકાય નથી.

દક્ષિણમાં આજે પણ સ્નાન બાદ ધોતી અને ઉપવસ્ત્ર સિવાયના કોઈ પણ વસ્ત્રમાં પ્રવેશ કરી શકશો નહિ. આજે પણ મંદિરની મૂર્તિની પૂજા સીધી આપ જ કરી શકો નહિ. આ રૂઢિ નહિ અનુશાસન છે. શ્રદ્ધા અને તત્વજ્ઞાન અનુશાસન જન્માવે અને તત્વજ્ઞાન વગરની પરંપરા ધર્મને શિથિલ કરે. ઉત્તરમાં એ થયું જેના કારણો હતા. ઉત્તરમાં આ નિયમો એટલા હાર્ડ નથી કોઈ પણ મંદિરમાં અને ગમ્મે તે પહેરવેશમાં આપ ગર્ભગૃહમાં પ્રવેશ લઈ શકો છો.

દક્ષિણના મંદિરોમાં રાજદ્વારી કરતા સ્થાનિક સંતોનું મહત્વ વધારે છે. આજે પણ દક્ષિણમાં વેદોક્ત મંત્રોચ્ચાર પહેલાં સ્થાનિક સંતો દ્વારા નિર્મિત પદો ગવાય છે અને પાલખી યાત્રા પણ સમયાંતરે નીકળે છે. ઉત્તરના મંદિરોમાં અભિષેક અને પાલખી યાત્રાનું મહત્વ બહુ જૂજ મંદિરોમાં જોવા મળે છે.
South and north india temple

સ્થાપત્યની દૃષ્ટિએ તફાવત….

South and north indian temple

ઉત્તરના મંદિરો અને દક્ષિણના મંદિરો વચ્ચેનો સૌથી સ્પષ્ટ તફાવત તેમના કદમાં રહેલો છે. દક્ષિણના મંદિરો વિશાળ પરિસરમાં ફેલાયેલા છે. તિરુપતિ અને તમિલનાડુ રાજ્યમાં શ્રીરંગમ રંગનાથ મંદિર, સમગ્ર 156 એકરમાં ફેલાયેલું છે, જે વેટિકન સિટીના સમગ્ર વિસ્તાર કરતા મોટો છે. મંદિર સંકુલમાં પાણીની ટાંકીઓ અને મંદિરો એ દક્ષિણ ભારતીય મંદિરોની અન્ય વિશિષ્ટ વિશેષતાઓ છે.

ઉત્તર ભારતીય મંદિરો એ અર્થમાં ખરેખર ભેટ છે કે તેઓ તેમની પાસે વધુ કુદરતી સૌંદર્ય ધરાવે છે. ઋષિકેશમાંથી વહેતી જાજરમાન ગંગા અથવા કેદારનાથ અને બદ્રીનાથમાં હિમાલયની ગિરિમાળાઓ આ મંદિરોમાં શાંતિ ઉમેરે છે.

Also Read::   Devon ki katha इंद्र सबसे ताकतवर फिरभी क्यों डरते थे?! जानें रहस्य....

દ્રવિડિયન મંદિર સ્થાપત્યમાં સામાન્ય રીતે મુખ્ય દ્વાર પર રાજા ગોપુરમ (સૌથી મોટો ટાવર) અને ગર્ભગૃહ માટે એક નાનો ટાવર હોય છે. દક્ષિણ ભારતીય મંદિર ગોપુરમ ખૂબ પ્રતિમાઓથી ભરેલા છે અને એ અદ્ભુત કલાકૃતિઓ છે.

ઉત્તર ભારતીય મંદિરોમાં આ તદ્દન ઊલટું છે, જ્યાં સંરચનાની ઊંચાઈ નીચી ઊંચાઈના દરવાજાથી શરૂ થઈને ઊંચા ટાવર તરફ દોરી જાય છે. એટલે કે દર્વા જો નાનો અને ગર્ભગૃહનું ગુંબજ મોટું.

South and north indian temple
દક્ષિણ ભારતમાં પણ, આર્કિટેક્ચરમાં વિગતોનું સ્તર એક રાજ્યથી બીજા રાજ્યમાં ઘણું બદલાય છે.

આર્કિટેક્ચરની નાગારા શૈલી મંદિરના અર્ધમંડપ અને મંડપ (પ્રવેશદ્વાર)ને ખૂબ ઓછું મહત્વ આપે છે અને ગર્ભગૃહ (મુખ્ય ગર્ભગૃહ)ની ઉપરના શિખર અને બંધારણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

ઉત્તર મંદિરોની સ્થાપત્ય દક્ષિણના મંદિરોથી અલગ છે. ઉત્તર ભારતીય મંદિરોમાં, સરેરાશ, દક્ષિણ ભારતીય મંદિરો કરતાં દિવાલો અને સ્તંભો પર વધુ શિલ્પો હોય છે. દક્ષિણ ભારતીય મંદિરોમાં ગોપુરમ પર વધુ શિલ્પ છે. South and north india temple

South and north indian temple
આ રીતે જોવાનો આર્થ ધર્મ કે બીજી કોઈ રીતે ઊંચનીચ કરવાની ગણના નથી પરંતુ ભારતના સ્થાપત્યની વૈવિધ્યતા જોવાજેવી છે. સાથે સાથે આ તફાવત એ પણ બતાવે છે કે ધર્મ પર ભાષા, સત્તા અને કલા કેટલી અસર કરે છે. South and north india temple

#Southindiantemple #northindiantemple #temple #Bharat #mandir #hidu #hindugod #gopuram

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!