Temple religion Hinduism Dakor Dwarkadhish ranchhodraiji bhakt bodana
Contents
Temple religion જ્યારે મૂર્તિના વજન જેટલું સોનું તોળ્યું : જાણો, ડાકોરના મંદિરની રોચક કથા…
ડાકોરના ભક્ત બોડાણા જેમનું પૂરું નામ વિજયસિંહ બોડાણા.
ગુજરાતનાં ખેડા જિલ્લામાં આવેલ ડાકોર ગામના રહેવાસી હતા.
ક્ષત્રિય કુળમાં જન્મેલા બોડાણા રણછોડરાય પ્રત્યે અપાર ભક્તિ ધરાવતા હતા. રણછોડરાયને પ્રસન્ન કરવા તેમની ૭૨ વર્ષની વય સુધી તેમણે દર છ મહિને હાથમાં તુલસી વાવેલું કુંડુ લઇ પગપાળા દ્વારકા સુધી યાત્રા કરી હતી.
Temple religion Hinduism Dakor Dwarkadhish ranchhodraiji bhakt bodana
જ્યારે ભગવાન સામે કર્યો અફસોસ…
બોડાણાની ઉંમર થતાં તેનામાં અશક્તિ આવી અને છેલ્લી છેલ્લી યાત્રા દરમ્યાન તેણે મનમાં ફરી કદાચ નહી આવી શકવા માટે અફસોસ વ્યક્ત કર્યો. તેની આ ભક્તિથી રીઝાયેલા દ્વારકાધિશે તેને સ્વપ્નમાં આવીને કહ્યું કે એક ગાડું લઈને તે દ્વારિકાપુરી જાય. જ્યારે બોડાણો મહા મુસીબતે ગાડાની વ્યવસ્થા કરીને દ્વારિકા જાય છે, ત્યારે ભગવાન તેની સાથે ડાકોર જવા નીકળી પડે છે. આ કથા રણછોડ બાવની નામની પદ્ય રચનામાં સુંદર રીતે ગવાય છે.
રણછોડરાય…
વિક્રમ સંવત ૧૨૧૨ની કારતક સુદ પૂનમના રોજ વિજયસિંહ બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઇને દ્વારિકાધીશનું બીજું સ્વરૂપ ડાકોરમાં પધાર્યું હતું જે રણછોડરાય તરીકે ઓળખાય છે.
Temple religion Hinduism Dakor Dwarkadhish ranchhodraiji bhakt bodana
ડાકોરનું રણછોડજી મંદિર…
નિર્માણ…
ડાકોરનું રણછોડજી મંદિર જે આજે જોઈ શકાય છે તેનું નિર્માણ ગોપાલ જગન્નાથ તાંબવેકર નામના મરાઠી સદ્ ગૃહસ્થે તે સમયે રૂ.૧ લાખના ખર્ચે ઇ.સ. ૧૭૭૨માં બંધાવ્યું હતું.
ડંક મુનિ એ ડાકોરમાં આશ્રમ…
દ્વાપરયુગમાં ડંક મુનિ એ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો. તે જમાનામાં ડાકોર ખાખરીયુ વન હતું, પરંતુ ડંક મુનિએ તપ કરી ભગવાન શંકર ને પ્રસન્ન કર્યા. ભગવાને ડંક મુનિને આશીર્વાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહીં આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરુપે અહી રહેશે. આજે પણ ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવ છે જે એ બાબતની સાક્ષી પુરાવે છે. આજ ડંક મુનિએ મંદિર પાસે નાનો કુંડ બનાવ્યો હતો જેમા પશુ પંખી ર્નિભિક પણે પાણી પીતા હતા.
કુંડ ૯૯૯ વિઘા…
એકવાર ભગવાન કૃષ્ણ અને ભીમ પ્રસંગોપાત ડંક મુનિના આશ્રમ પાસેથી પસાર થતા હતા ત્યારે ભીમને તરસ લાગતા કુંડ માથી પાણી પીધું અને ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠો. અચાનક વિચાર આવ્યો કે આટલા સુન્દર જળનો કુંડ જો મોટો હોય તો ઘણાને પાણી સુગમતાથી મળે અને ગદાના એક જ પ્રહારથી ભીમે તે કુંડ ૯૯૯ વિઘા મોટો કર્યો. આ કુંડ આજે ગોમતીના નામે ઓળખાય છે. વર્ષો વીતતા ગોમતીકુંડ અને ડંકેશ્વર મહાદેવ મંદિર આસપાસ લોકો આવી વસ્યા અને પહેલા ડંકપુર અને ત્યારબાદ આજનું ડાકોર ગામ બન્યું.
Temple religion Hinduism Dakor Dwarkadhish ranchhodraiji bhakt bodana
હાથમાં તુલસી…
ડાકોર ગામમાં કૃષ્ણ ભક્ત બોડાણા રહેતા હતા, જે દર છ માસે પુનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને હાથમાં તુલસી રોપેલું કુંડુ લઈ, ભગવાનના દર્શનાર્થે જતો હતો. ભક્ત બોડણો ૭૨ વર્ષની ઉંમર સુઘી રાબેતા મુજબ આ ક્રમ કરતો રહ્યો પરંતુ ત્યારબાદ ઉંમર ના કારણે એમને તકલીફ પડવા લાગી. પોતાના ભક્તની આ તકલીફ કૃષ્ણ ભગવાનથી જોઈ ના ગઈ. આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ. તું બીજી વખત આવે ત્યારે ગાડું સાથે લાવજે. બોડાણા બીજી વખત સાથે ખખડધજ ગાડું લઇને દ્વારકા આવ્યા. પુજારીઓએ પુછતાં નિખાલસતાથી જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે. દ્વારકાનાં પૂજારીઓએ રાત્રે મંદિરને તાળા મારી દીધા, પરંતુ ભગવાન કોઇનાં બંધનમાં રહેતાં નથી, તેમણે આ તાળા તોડીને બોડાણાની જોડે ડાકોર જવા પ્રયાણ કર્યું. દ્વારકાથી થોડા દુર નીક્ળ્યા બાદ ભગવાને બોડાણાને કહ્યુ કે હવે તું ગાડાં માં આરામ કર હું ગાડું ચલાવીશ. ફ્ક્ત એક રાત મા ભગવાન રાજા રણછોડરાય ડાકોરમાં આવી ગયા, સવારમાં બિલેશ્વર મહાદેવ નજીક લીમડા ડાળ પકડી બોડાણાને જગાડ્યો ને ગાડું ચલાવવા કહ્યુ. ભગવાનના સ્પર્શથી લીમડા ની એક ડાળ મીઠી થઇ ગઇ.
Temple religion Hinduism Dakor Dwarkadhish ranchhodraiji bhakt bodana
મુર્તિ ગોમતીમાં પધારવી…
ભગવાનને દ્વારકામાં ન જોતા પાછળ પાછળ આવી પહોંચેલા ગુગળીઓથી ભગવાનને બચાવવા બોડાણાએ મુર્તિ ગોમતીમાં પધારવી દીઘી અને જાતે ગુગળીઓને મળવા ગયા. ગુગળીઓએ ગુસ્સામાં આવી બોડાણા પર ભાલાથી પ્રહાર કર્યો ને ગોમતીમાં મુર્તિ હતી ત્યાં પાણી લોહીથી લાલ થયુ.
મૂર્તિના વજન જેટલું સોનું…
દ્વારકાનાં પુજારીઓએ એક યુક્તિ આજમાવી કે જો ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું. તેઓ જાણતાં હતાં કે બોડાણો ખૂબ ગરીબ માણસ છે એટલે સોનું આપી નહી શકે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે.
બોડાણા પાસે સોનાના નામે તેની પત્નીએ પહેરેલી ફક્ત નાકની વાળી હતી. જ્યારે મૂર્તિની સામે ત્રાજવામાં તેને મુકવામાં આવી ત્યારે તેનું અને મૂર્તિનુ વજન બરાબર થયું. આવી રીતે કૃષ્ણ ભગવાનનું સ્થળાંતર દ્વારકાથી ડાકોરમા થયું આજે ડાકોરમાં તે જ અસલ મૂર્તિ છે જે પહેલા દ્વારકામાં હતી.
રણછોડરાય નામ કેમ પડ્યું?
અનેક નામે ઓળખાતાં ભગવાન કૃષ્ણ, દ્વારકામાં દ્વારકાધીશ અને ડાકોરમાં રણછોડરાયનાં નામે ઓળખાય છે. તેમને મળેલ નામ પાછળ પણ એક કથા છે. જરાસંધના મિત્ર કાલયવને જ્યારે કૃષ્ણ ભગવાન પર આક્રમણ કર્યુ ત્યારે તેઓ મથુરા વાસીઓનાં રક્ષણ માટે તેમને સાથે લઇને રણ છોડીને ભાગી ગયા અને નવી નગરી દ્વારકા બનાવીને ત્યાં વસ્યા આથી જ તેમને દ્વારકા અને ડાકોરમાં રણછોડરાયના નામે ઓળખવામાં આવે છે.
Temple religion Hinduism Dakor Dwarkadhish ranchhodraiji bhakt bodana
રણછોડરાયજી મંદિર વિશે…
રણછોડરાયજી મંદિર, ડાકોર, ઇ. સ. ૧૯૫૭
આ પ્રસિધ્ધ મંદિર ડાકોરમાં દર પુનમે મેળો ભરાય છે અને લોકો ઈશ્વરના દર્શન કરે છે.
અહીંના મંદિરમાં લોકો પ્રસાદના રુપે ભગવાનને માખણ, મિશરી, મગસ (બેસનની મીઠાઈ) ચઢાવે છે.
અહીં નાસ્તામાં ડાકોરના ગોટા ખૂબ પ્રસિધ્ધ છે. અહીં આવનાર દરેક યાત્રી ડાકોરના પ્રસિધ્ધ ગોટાનો સ્વાદ જરૂર માણે છે. અહીં આવેલ રણછોડરાયની ભોજનશાળામાં માત્ર પાંચ રુપિયામાં ભરપેટ ભોજન મળી જાય છે.
વર્ષ દરમ્યાન ઘણી વખત યાત્રા સંઘો અને ભકતગણો બાવન ગજની ધજાઓ સાથે ડાકોર અને દ્વારકા દર્શન માટે આવે છે.
ડાકોરમાં ભગવાન રણછોડરાયનું મંદિર ગોમતી નદીને કિનારે આવેલું છે. આ બન્ને મંદિરોમાં સવારે મંગળાદર્શનથી લઇને રાત્રીના શયન સુઘીના વિવિઘ દર્શનનો મહિમા અનેરો છે.
Temple religion Hinduism Dakor Dwarkadhish ranchhodraiji bhakt bodana
#Temple #religion #Hinduism #Dakor #Dwarkadhish #ranchhodraiji #bhakt #bodana
અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Website
https://edumaterial.in/
YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ