HomeSUVICHARSwami vivekananda સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ રામાયણ...

Swami vivekananda સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ રામાયણ…

- Advertisement -

Swami vivekananda Ramayana ShriRam Sita Hanuman

Contents

સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ રામાયણ…

Swani vivekananda Ramayana ShriRam Sita Hanuman
Swani vivekananda Ramayana ShriRam Sita Hanuman

પ્રાચીન મહાકાવ્ય…

પ્રાચીન હિંદીઓના રીતરિવાજો, એ સમાજની સ્થિતિ, એની સંસ્કૃતિ વગેરેનો તેમાં સમાવેશ થાય છે. તેમાં સૌથી પ્રાચીન મહાકાવ્ય છે રામાયણ; એટલે શ્રીરામચંદ્રજીનું જીવનચરિત્ર. આ અગાઉ કેટલુંક કાવ્યમય સાહિત્ય હતું ખરું. વેદોનો મોટો ભાગ અને હિંદુઓના ધર્મગ્રંથો વગેરે એક પ્રકારના છંદમાં લખાયેલા છે, પરંતુ સર્વસંમતિ અનુસાર, આ ગ્રંથ આદિકાવ્ય તરીકે લેખાયો છે. આ ગ્રંથના કર્તા વાલ્મીકિ ઋષિ હતા.

રામ અને સીતા ભારતીય પ્રજાના આદર્શો…

ઘણી કાવ્યમય કથાઓ જોડાયેલી છે. અને પાછળથી તો તેમણે રચેલા હોય કે ન હોય એવાય ઘણા શ્લોકો તેમના નામે ચડાવી દેવાનો સર્વસાધારણ રિવાજ થઈ ગયેલો. આવા ઘણા ક્ષેપક શ્લોકો હોવા છતાં પણ આ ગ્રંથ વિશ્વના મહાન સાહિત્યમાં એક અનુપમ અને અતિ સુંદર રચના તરીકે આપણને મળેલો છે. રામ અને સીતા ભારતીય પ્રજાના આદર્શો છે.

આ પાત્રોનો તમે અભ્યાસ ક૨શો તો….

બધાં બાળકો—ખાસ કરીને છોકરીઓ-સીતાની પૂજા કરે છે. સીતા સમાં પવિત્ર, પતિપરાયણ અને સહનશીલ બનવાનું સ્ત્રીઓનું ૫૨મ ધ્યેય છે. આ પાત્રોનો તમે અભ્યાસ ક૨શો તો પશ્ચિમ કરતાં ભારતના આદર્શમાં કેટલો તફાવત છે તે તમે જોઈ શકશો. આખીય પ્રજા માટે સીતા સહનશીલતાની મૂર્તિ છે. પશ્ચિમ કહે છેઃ ‘કાર્ય કરો ! તમારી શક્તિ કાર્ય કરીને બતાવો.’ ભારત કહે છે: ‘સહન કરો, સહન કરીને તમારું બળ બતાવો.’ મનુષ્ય કેટલું વધારે મેળવી શકે તે પ્રશ્નનો પશ્ચિમે ઉકેલ કર્યો છે; ભારતે માણસ કેટલા ઓછામાં ચલાવી શકે છે તે પ્રશ્નનો ઉકેલ કર્યો છે. તમે જોઈ શકશો કે આ તે બંને અંતિમ છેડાઓ છે. સીતા ભારતનું ખાસ પ્રતીક છે આદર્શભૂત ભરતભૂમિ છે. પ્રશ્ન એ નથી કે સીતા કદીય હતી કે નહીં, અગર તો આ કથન ઐતિહાસિક છે કે નહીં. પરંતુ આપણે જાણીએ છીએ કે એ આદર્શ છે.

- Advertisement -

સીતાના આદર્શ જેવો, સમગ્ર પ્રજાને આવરી લેતો, જીવનના પ્રત્યેક ભાગમાં પ્રવેશી રહેતો અને પ્રજાના લોહીનો બુંદેબુંદમાં થનગની રહેતો આવો આદર્શ બીજી કોઈ પૌરાણિક કથા રજૂ કરતો નથી ભારતમાં સીતા શબ્દમાં સઘળી વિશુદ્ધિ અને પાવિત્ર્ય-સ્ત્રીમાં સ્ત્રીત્વથી આપણે સમજીએ છીએ તે બધું આવી જાય છે.

Also Read::   મારા રામ તમે સીતાજીની તોલે ન આવો: સીતાજીનો એક અનોખો પરિચય

રામ વિરુદ્ધ કદી એક પણ….

કોઈ આચાર્ય જો સ્ત્રીને આશિષ આપવી હોય તો કહે છે: ‘સીતા જેવી થજે જો કોઈ તે છોકરીને આશિષ આપે તો કહેશે, ‘સીતા જેવી થજે.’ તેઓ બધી સીતાની પુત્રીઓ છે; તેઓ સીતા જેવી થવા મથે છે; તેવી જ ધીરજવાળી, એવી જ સહનશીલ સર્વદા વફાદાર અને સર્વદા પવિત્ર બનવા ચાહે છે.

સીતા આટલાં બધાં દુઃખો સહન કરવા છતાં રામ વિરુદ્ધ કદી એક પણ કડવો શબ્દ ઉચ્ચારતાં નથી. તે તેને પોતાનું કર્તવ્ય લેખે છે અને એ રીતે પોતાનો ભાગ ભજવે છે. સીતાને (સગર્ભાવસ્થામાં) વનવાસ આપ્યાના ભયંકર અન્યાયનો પ્રસંગ લો ! પણ સીતામાં કટુતા વસતી જ નથી. ભારતીય આદર્શ આ છે.

પ્રાચીન મહાપુરુષ બુદ્ધ કહે છેઃ ‘કોઈ માણસ જ્યારે તમને નુકસાન કરે છે, અને તમે તેને સામેથી નુકસાન કરવા પ્રેરાઓ છો, ત્યારે પહેલાં નુકસાનનો ઈલાજ થતો નથી, માત્ર દુનિયામાં એક બીજી દુષ્ટતા ઊભી થાય છે.’ સીતા સ્વભાવે જ સાચી ભારતીય નારી હતી. તેણે કદીય નુકસાનનો બદલો વાળ્યો નથી. કોણ કહી શકશે કે સાચો આદર્શ કયો છે ? પશ્ચિમમાં મનાય છે તેમ બહાર દેખાતી તાકાત અને શક્તિ, પૂર્વની ધીરજ અને સહનશીલતા ?

ભારત કહે છે….

પશ્ચિમ કહે છે ઃ ‘અનિષ્ટને જીતીને અમે તેને ઓછું કરીએ છીએ.’ ભારત કહે છેઃ ‘અનિષ્ટને સહન કરીને અમે તેનો વિનાશ કરીએ છીએ. પછી અનિષ્ટ, અનિષ્ટ રહેતું જ નથી, પણ ખરા આનંદમાં પરિણમે છે.’ વારુ, આ બંને મહાન આદર્શો છે. લાંબે ગાળે કયો ટકશે તે કોણ જાણી શકે ? એમ પણ કોણ કહી શકે કે કઈ ભાવના વધારે લોકકલ્યાણ સાધી શકશે ? એ પણ કોણ જાણી શકે છે કે બેમાંથી કોણ આખરે પાશવતાને નિર્બળ બનાવીને જીતી શકશે ? દુઃખને સહન કરવાથી તે સિદ્ધિ મળશે કે તેનો સામનો કરવાથી ?

હું આશા રાખું છું કે….

- Advertisement -

દરમિયાન આપણે એકબીજાના આદર્શોનો નાશ ન કરવો જોઈએ. આપણા સહુનું લક્ષ્ય એક જ છે ઃ અનિષ્ટનો વિનાશ. તમે તમારી રીતને અનુસરો, હું મારી રીતને અનુસરીશ. માત્ર આપણે આદર્શનો વિનાશ ન કરવો જોઈએ. પશ્ચિમને હું એમ નથી કહેતો કે તમે મારી રીતને અનુસરો; જરૂર નહીં. લક્ષ્ય એક જ છે, પણ તે પ્રાપ્ત કરવાની રીતો એકસરખી ન પણ હોય. તેથી ભારતના આદર્શો વિશે સાંભળ્યા પછી હું આશા રાખું છું કે તમે એ જ રીતે ભારતને કહેશો : અમે જાણીએ છીએ કે આદર્શ તો આપણા બંને માટે યોગ્ય જ છે. તમે તમારા ધ્યેયને અનુસરો; તમે તમારી રીતે તમાર માર્ગે સંચરો, પ્રભુ તમને સહાય કરો!’ પૂર્વ અને પશ્ચિમને મારા જીવનનો સંદેશ એ છે કે આદર્શોની ભિન્નતાના કારણે ઝઘડો ન કરો. હું તમને એમ બતાવવા માગું છું કે ગમે તેટલા વિરોધી દેખાતા હોવા છતાં પણ બંનેનું લક્ષ્ય તો એક જ છે. આ જીવનની ભુલભુલામણીમાંથી આગળ વધતા વધતા આપણે સહુ એકબીજાને કહીએઃ ‘૫રમાત્મા તમને સહાય કરો !’

Also Read::   Happy Life આ દસ સૂત્રો કોઈપણ કામમાં સફળતાની દિશા નક્કી કરી આપશે...

– સ્વામી વિવેકાનંદ

વિશેષ નોંધ – અહીં પ્રસ્તુત અંશો સ્વામી વિવેકાનંદજી સમગ્ર સંચય માંથી સંકલિત કરીને લેવામાં આવ્યા છે. વિવેકાનંદજીની વાણી ૧૧ ગ્રંથોમાં ગ્રંથસ્થ છે. વાચવા જેવી છે. અન્યથા એનું એક જ દળદાર ગ્રંથમાં સંપાદન પણ ખૂબ સારું થયુ છે. SAHAJ SAHITY PORTAL સ્વામીજીના વાંગમય સ્વરૂપને વંદન કરે છે.

Swami vivekananda Ramayana ShriRam Sita Hanuman

#Swami #vivekananda #Ramayana #ShriRam #Sita #Hanuman

- Advertisement -

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link…

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!