Suvichar Prashnottar Ratn Malika shankarachary motivational quotes question Answer
આ 20 પ્રશ્નોના જવાબ તમારી પ્રગતિ માટે થશે ઉપયોગી…
અહીં 20 પ્રશ્નો અને તેના જવાબ છે. આ પ્રશ્નો દરેક લોકોને પ્રગતિ કરવી હોય તો ખૂબ ઉપયોગી થાય એમ છે.
શંકરાચાર્ય….
આ પ્રશ્નો શંકરાચાર્યને પૂછાયેલા અને ભારતના એ મહાન તત્વજ્ઞાની ( ફિલોસોફર યુ નો? ) જેમણે માત્ર 32 વર્ષની આયુમાં સનાતન ધર્મ, વેદ અને ઉપનિષદનો ઉદ્ધાર કરી અને સમગ્ર ભારતમાં ચાર મઠોની સ્થાપના કરી અને અગણિત લોકો સાથે વૈચારિક ચર્ચાઓ કરી અનેક ભાષ્ય અને પ્રવચનો આપ્યા. અનેક શિષ્યો અને સનાતન ધર્મ પ્રવર્તક આપ્યા. સન્યાસી હોવા છતાં એમના દેશના લોકોને જીવનનિર્વાહ માટે ધર્મ કે અધ્યાત્મ જીવનમાં કઈ રીતે ઉપયોગી થાય એમનું જ્ઞાન આપ્યું… એવા શંકરાચાર્ય દ્વારા જે પ્રશ્નોના જવાબો આપ્યા છે. એ વાંચીને મને થયું કે આ આજના યુગમાં પણ એટલા જ પ્રસ્તુત છે.
જો દરેક લોકો આ જવાબોને સમજી શકે તો ઘણા રસ્તા થઈ શકે. ઘરના ઝગડાઓ, સ્ટ્રેસ, ડિપ્રેશન ખતમ થાય અને માણસ જીવનનિર્વાહ સાથે સાથે શાંત જીવન જીવી શકે.
આ પ્રશ્નોની તો પ્રિન્ટ કાઢી ને ઘરની દીવાલ પર જ્યાં ઘડિયાળ લગાડેલી હોય ત્યાં લગાવી રાખવી જોઈએ.
સાભાર સૌજન્ય – આ પ્રશ્નોત્તર રત્ન માલિકા મને ગીતપ્રેસ ગોરખપુરથી પ્રકાશિત કલ્યાણ અંક માંથી પ્રાપ્ત થઈ છે. માટે સનાતન સંસ્કૃતિના જતન માટે વર્ષોથી કામ કરતા ગીતપ્રેસને વંદન…
શંકરાચાર્ય એ શતશ્લોકી જેવા મોટા ગ્રંથોની રચના કરી છે તેમ, બીજી બાજુ, એક સામાન્ય માણસના જાહેર વર્તનને સંપૂર્ણ બનાવવા માટે, તેમણે કેટલાક પ્રશ્નાર્થ ટૂંકા ગ્રંથોની પણ પ્રશંસા કરી, જે આધ્યાત્મિક વિચારસરણી તેમજ દુન્યવી વર્તન- અનુભૂતિથી ભરપૂર છે. પ્રશ્નોત્તરમણિમાલા અને પ્રશ્નોત્તરત્નમાલિકા તેમાંથી મુખ્ય છે.
અહીં એમાંથી કેટલાંક પ્રશ્નો અને તેના જવાબ…
પ્ર: શ્રેષ્ઠતાનું મૂળ શું છે?
જવાબ – કોઈની પાસે ભીખ ન માગો.
પ્ર: તુચ્છતાનું મૂળ શું છે?
જવાબ: નીચ લોકો પાસેથી ભીખ માંગવી.
પ્ર: નરક શું છે?
જવાબ – પરાધીનતા નરક છે.
પ્રશ્ન: સુખ શું છે?
જવાબ – તમામ આસક્તિઓ માંથી મુક્તિ.
પ્ર: મૃત્યુ સુધી ડંખતો કાંટો શું છે? ( અહીં કાંટો એટલે દુઃખ કે એક એવું કામ જેના માટે હંમેશા અંદર દુઃખ થયા કરે. )
જવાબઃ ગુપ્ત રીતે કરેલું પાપ.
પ્ર: અંધ કોણ છે?
જવાબ – જે ખરાબ કાર્યોમાં વ્યસ્ત છે.
પ્ર: કોણ બહેરું છે?
જવાબ – જે લાભકારી સલાહ સાંભળતો નથી.
પ્રશ્ન- કોણ મૂંગો છે?
જવાબ: જે સમય આવ્યે યોગ્ય વાત કહી શકતો નથી.
પ્ર: જ્ઞાનીઓએ શું ન કહેવું જોઈએ?
જવાબ- બીજાના દોષ અને ખોટી વાતો.
પ્ર: શક્તિ કોને કહેવાય?
જવાબ – ધીરજને શક્તિ કહેવાય.
પ્ર: કોની પ્રગતિ છે?
જવાબ: વિનમ્ર વ્યક્તિની
પ્ર: કોણ અધોગતિ પામે છે?
જવાબ: જે ઘમંડી છે.
પ્રશ્ન- અવિશ્વસનીય કોણ છે?
જવાબ: જે હંમેશા જૂઠું બોલે છે.
પ્ર: ગૃહસ્થનો સૌથી મોટો મિત્ર કોણ છે?
જવાબ – પત્ની.
પ્રશ્ન- પ્રત્યક્ષ દેવતા કોણ છે?
જવાબ – માતા.
પ્ર: આદરણીય અને શિક્ષક કોણ છે?
જવાબ: પિતા.
પ્ર: કુટુંબના પતનનું કારણ શું છે?
જ: ભલા લોકોને ત્રાસ આપવો એ કુળ વિનાશક છે.
પ્ર: મનુષ્યનું નસીબ શું છે?
જવાબ: આરોગ્ય.
પ્રશ્ન: માણસે શું કમાવવું જોઈએ?
જવાબ: જ્ઞાન, ધન, બળ, કીર્તિ અને પુણ્ય કમાવા જોઈએ.
પ્રશ્ન: ભગવાનને કોણ પ્રિય છે?
જવાબ: જે પોતે શાંત છે ને બીજાને હેરાન કરતો નથી.
Prashnottar Ratn Malika shankarachary motivational quotes question Answer
#Prashnottar_Ratn_Malika #shankarachary #motivational #quotes #question #Answer #life #philosophy #thoughts #sanatana #sanskriti #sanskrut #life_philosophy
અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Whatsapp Community Link…
https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td
Instagram…
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….