HomeSAHAJ SAHITYAShort Story : એ હકીકત કહી દાદા અને દાદીમા રડી પડ્યા! -...

Short Story : એ હકીકત કહી દાદા અને દાદીમા રડી પડ્યા! – ભરતકુમાર એમ.સોલંકી

- Advertisement -

Short Story of Innocence my experience by bharatkumar m solanki

એ હકીકત કહી દાદા અને દાદીમા રડી પડ્યા!

મારા અનુભવ બિંદુમાંથી…

– ભરતકુમાર એમ.સોલંકી

Story of Innocence my experience by bharatkumar m solanki
લેખક – ભરતકુમાર એમ.સોલંકી

હું  ભરતકુમાર એમ.સોલંકી મોટાતારપાડામાં  સી.આર.સી. તરીકે ફરજ બજાવું.

ફરજના ભાગરૂપે ફરતા ફરતા અને મારા માટે આ નવા પ્રદેશને નિહાળતાં અનેક દૃશ્યો અને ઘટનાઓ જોવા મળે, વળી આ બધામાં અનેક લોકો સાથે મળવાનું થાય.

આજે હું ખૂબ જ મોટું પુણ્ય કમાયો છું. કદાચ એટલે જ મને અહીં તાપી જિલ્લામાં આવા લોકોની સેવા કરવાનો મોકો મળ્યો હશે….

- Advertisement -

આજરોજ મેં અનુભવેલું અને જોયેલું એક એવું દૃશ્ય કે જેને સાંભળી, જોઇને સૌ કોઈનું હૃદય દ્રવી ઉઠશે…..

Story of Innocence my experience by bharatkumar m solanki
Photo by bharatkumar m solanki

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મોટાતારપાડા ગામે એક મેલાંઘેલાં કપડાં, શરીર પર મહેનતનું ચડેલ કવચ અને ચિંથરેહાલ થયેલા અપૂર્ણ પહેરવેશમાં એક દાદા શ્રી મોંગીયાભાઈ પવારને મળીને આજ મારું હૃદય  ખુબ જ દ્રવી ઉઠ્યું.. અને મારી કલમને એ વાતને મારા શબ્દોમાં ઢાળવાની તાકત મળી….

****

તે કુટુંબમાં એક દાદા અને દાદી જ રહે છે. તેમના પુત્રો શેરડી કાપવાની મજૂરી અર્થે બહાર ગામ રહેવાનું હોવાથી, તેમનાથી દૂર રહે. દાદીમા આખો દિવસ જંગલ માંથી મહુડાનાં ફૂલ વિણે, જંગલની વિવિધ વનસ્પતિઓ અને ઔષધિઓ લાવી વહેંચે.

દાદા રોજ નદીના કાદવમાં જઈ કરચલા અને માછલી પકડી લાવી, કરી જે રૂપિયા આવે છે, તેમનાથી પોતાનું અને કુટુંબનું ગુજરાન ચલાવી પેટનો ખાડો પુરે.

Also Read::   Book Review : ગુઝરા હુઆ ઝમાનાઃ અનુભવોના દાબડાની એક મૂઠ્ઠી….
- Advertisement -

ખરેખર એ ચિત્ર જોઇ મનમાં કલ્પના જ કરી શકાય કે આ લોકોનું ગુજરાન ઈશ્વરના ભરોશે જ ચાલતું હશે…

દાદાના શબ્દોમાં વેદનાની સરવાણી…

પોતાના પેટનો ખાડો પૂરવા એકવાર ડાંગના જંગલમાં ડાંગના લોકો દાદાને મહેનતાણું આપી જંગલી મધપૂડો ઉડાવવા લઈ ગયેલ. મધપૂડો મહુડાના ઝાડ પર ખૂબ ઊંચે લાગેલ હતો. તેને ઉડાડવા દાદા ખૂબ જ ઊંચે સુધી ચડે છે. અચાનક એવી ઘટના ઘટે છે કે મહુડાના ઊંચા ઝાડ પરથી મધમાખી કરડવાથી દાદા નીચે પડે છે.

દાદાના બન્ને હાથ કાંડામાંથી ભાંગી જાય છે. પગમાં પણ નીચે પડેલ સૂકું લાકડું પગમાં ખૂબ ઉંડે સુધી ખૂંપી જાય છે. દાદા બેભાન અવસ્થામાં ત્યાં જ ઢળી પડે છે…

ઓહો….! આટલી ઊંચાઈએ પડેલ દાદાની હાલત શું હશે?….

- Advertisement -

નીચે પડેલા દાદાને જોઈ, મહેનતાણું આપવાની લાલચ આપેલ લોકો દાદાને બેભાન હાલતમાં મૂકી ભાગી ગયેલા અને સમય ઘણો વીતી જવા છતાં દાદા ઘરે ન પહોંચતા ઘરના સભ્યોએ શોધખોળ કરતા ત્યાં જંગલમાંથી દાદા બેભાન હાલતમાં મળી આવે છે.

તેમને નાજુક હાલતમાં સુરત હોસ્પિટલ પહોંચાડી બચાવેલ પણ દાદા પાસે રૂપિયાની વ્યવસ્થા ન હોવાથી દાદાના હાથ – પગમાં બહુબધી ખોટ રહી ગયેલી અને તે ઓપરેશનથી જ શક્ય છે. જે માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવે તો વિચારો તેની સારવાર કેમ કરાવી શકે?!

Also Read::   Gujarati Varta : કૂતરાં - કિરીટ દૂધાત

મારી પાસે એ બધી જ હકીકત કહી દાદા અને દાદીમા રડી પડ્યા!

Story of Innocence my experience by bharatkumar m solanki
Photo by bharatkumar m solanki

પોતાનું શરીર ન ચાલવા છતાં પોતાના પ્રમાણે મહેનતથી ગુજરાન ચલાવે છે. દાદા રૂપિયાથી ગરીબ હતા પણ  તેમની પાસે મહેનત અને ઈમાનદારીનો ખુબ મોટો ખજાનો  હતો. તે ઈમાનદારી અને મહેનતથી ધનવાન હતા.

આવા પરિવારને મારાથી બનતી મદદ કરી છે. એ મદદના બદલે દાદાએ મેં આપેલ ભેટ સ્વીકારતા ખુશ થઈ હરખના આંસુથી મારી સામે તાકીને જોઈને આશીર્વાદ આપ્યા “દીકરા સુખી થાવ અને ખૂબ આગળ વધો.” ઓહો…! એનાથી મોટું પુણ્ય કયુું હોય?! આજ મને ખૂબ ખુશી થઇ કે મને આવા લોકોના આશીર્વાદ પ્રાપ્ત થયા!

– ભરતકુમાર એમ.સોલંકી

( ક્લસ્ટર – મોટા તારપાડા, બ્લોક – સોનગઢ, જીલ્લો – તાપી, વતન – ગીર સોમનાથ,  મો.નં.-9824203476  )

( આ વાર્તા અને અહીં પ્રસ્તુત તસ્વીર પર ભરતકુમાર એમ.સોલંકી નો અધિકાર ( © copy rights) હોય. એમની મંજૂરી વગર આ વાતનો કોઈપણ ભાગ ઉપયોગમાં લેવો કાયદાને આધિન રહેશે. ) 

Short Story of Innocence my experience by bharatkumar m solanki

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments