- Advertisement -
server room ch- 9 story of adventure loveliness gallantry Sensation
SERVER ROOM
For Find The Protocol ch-9
Contents
પ્રકરણ – 9 SERVER ROOM : ફોર ફાઈન્ડિંગ ધ પ્રોટોકોલ
ઉકળાટ ભરી રાત છે. રાતના બે વાગ્યા પર થવા જઈ રહ્યું છે. દરિયા કાંઠો પણ હજુ હુંફાળો છે એટલે રાતે પણ લોકો ટહેલતા જોવા મળે છે. કેટલાંક બીચ પર એમ જ આળોટે છે. કેટલાં એવા પણ છે જે રેફ્યુજી છે. જે ખોરાક અને પાણીની તલાશમાં હશે. ખૈર, હું એમની સેવામાં જઈ શકું એમ નથી, પૂરેપૂરો થાક છે. દરિયાના પેટાળમાં જવું એટલે અવકાશમાં જવા બરાબર. પાણી અને હવાનું દબાણ એટલું કે જીરવવું અઘરું હતું પણ પત્યું. ખૂબ ચિંતામાં પાડી દે એવા સંકેતો પણ છે ને કેટલાંક સુખાંત સંકેતો પણ છે પણ એ હવે પી. જે. ભાર્ગવ સાથે વાત કરીશ ત્યારે.
મનજીત પોતાની ડિસ્પ્લેમાં કશુંક કરી રહ્યો છે. જો કે એ પણ થાકેલો છે પણ અહીંનું કામ જોવાઈ ગયું છે એટલે હવે તે એન્ટાર્કટિકા તરફ જવા માટે અને ત્યાં શું મેળવવાનું છે તે પ્લાન બનાવે છે.
ઉંઘ તો આવે જ છે પણ આકાશ તરફ નજર ગઈ તો યામીની યાદ આવી અને મારા મગજે કોમ્યુનિકેશન બોક્સને ઓપન કરવાનો આદેશ પણ આપી દીધો.
આ કોમ્યુનિકેશન બોક્સ એ આ સમયનું એવું માધ્યમ છે કે આ એક સ્લાઇડ હવામાં ખૂલે. હવે AI ના કારણે તમામ આદેશ માત્ર મગજને આધીન થઈ ગયા છે. હવે હાથમાં ડિસ્પ્લે રાખવી એ ગયા જમાનાની વાત થઈ ગઈ છે. આ કોમ્યુનિકેશન બોક્સ એ આપના સંપર્ક સાથે વાત કરવા માટેનું કે કોઈ પણ માધ્યમ કે ફાઈલ શેર કરવાની એપ્લિકેશન છે. પણ સારી બાબત એ છે કે આના ડેટા બીજા કોઈને ત્યાં સાચવતા નથી એટલે ટેકનોલોજીમાં NDS એટલે કે No Data Save ના વિચાર પર છે. અહીં તમારું મગજ એક AI ડીવાઈસ સાથે કનેક્ટ છે જે એક રીતે તમારું એક્સ્ટ્રનાલ માઈન્ડ જ છે. એટલે કે AI કારણે EM નો વિકસેલો કોન્સેપ્ટ છે. થોડું ખર્ચાળ છે એટલે સૌ કોઈ આનો ઉપયોગ નથી કરતા પણ પી જે ભાર્ગવે એમને આ સવલત આપી છે. એ એક્સ્ટ્રનાલ માઈન્ડ ( EM ) તમારા કોમ્યુનિકેશન બોક્સને ( CB ) અને તમારા શરીરના મગજના સંકેતો ને આદેશો પ્રમાણે કામ કરે છે. એટલે EM દ્વારા CB ને આદેશ મળતાં તેણે મારી સામે એક CB ની ડિસ્પ્લે ખૂલી અને એમાં મારા મેસેજ જોઈ રહ્યો હતો તો અચાનક યામીનો મેસેજ જોયો. તરત મેં સ્ક્રીન નજીક લીધી અને વાંચ્યું…
વિકી,
હું આ મેસેજ મોકલું છું ત્યારે મને મૃત્યુનો કોઈ ભય નથી. નથી તો મને બચાવી લે એ માટે આજીજી. કારણ કે ડર એ જીજીવિષા માંથી જન્મે છે ને આત્મશક્તિ મૃત્યુ વિશે નીડર બનવા માંથી જન્મે છે. જીવવાની ઈચ્છા છે એટલે જ્યાં મૃત્યુનો પડછાયો પણ દૂર દૂર સુધી જરાક જેટલો દેખાય ત્યાંથી આપણે પાછા ફરી જઈએ છીએ એમાં જીવનની શક્તિ ખોરવાઈ જાય છે. જો મૃત્યુ કોઈપણ ક્ષણે આવે એનું સ્વાગત છે એવો વિચાર જેટલી નાની ઉંમરે આત્મસાત થઈ જાય એટલી આત્મશક્તિ વધુ વિકસશે ને વધુ ખીલશે… એટલે હું એવા કોઈ ભયથી આ મેસેજ નથી લખતી.
વિનસન બેલાન્ટિક વિશે જે ભય હતો એ જ સાચું નીકળ્યું છે. એણે મને નજરકેદ કરી છે. તને ખબર છે એની અટક બેલાન્ટિક કેમ છે? રશિયામાં બેલાન્ટિક એટલે ચંદ્ર પરનો ખાડો. વિનસનની બાબતમાં આકસ્મિક રીતે એ સાચું પડ્યું છે. તેણે ચંદ્ર પર કેટલાંય વિસ્તારોમાં ખોદી અને અહીંના ખનિજ અને રસાયણો પોતાના દેશ રશિયામાં ઠાલવે છે. વિનસનના ભાગ્ય એવા છે કે ચંદ્રના એક ભાગે જે ખાડાઓ છે ત્યાં જ તેને ખોદકામ કર્યું અને વિશ્વમાં પહેલીવાર તેણે બાજી મારી છે. હવે અન્ય રાષ્ટ્રો પણ પ્રયત્નો કરશે પણ વિનસને એક રીતે સરમુખત્યાર સત્તા સ્થાપી છે કે એમની મંજુરી વગર અહીં કોઈ આવે તો એ કાં મૃત્યુ પામે છે અથવા કિંમત આપે.
મને અહીં નજરકેદ રાખવાનું કારણ એ છે કે પી જે ભાર્ગવ સાથે એમને જૂની દુશ્મની છે. પી જે ભાર્ગવે કોઈ એક શસ્ત્ર બનાવ્યું છે જે આપણને પણ નથી ખબર એ વિનસનના કહેવા અનુસાર એવું છે કે એમાં અનેક રસાયણોના માત્ર એક તત્વ જ છે અને જ્યારે એમાંથી જે કોઈ રસાયણોની જરૂર પડી તેને શસ્ત્ર તરીકે છોડતા પહેલાં એ રસાયણ એમાં પોતાનો કલોન બનાવી ને પછી ઉપયોગમાં આવે છે જેથી એમાં શસ્ત્રોની કે રસાયણોની ક્યારેય ખામી જ ન સર્જાય. જો વિનસન કહે છે એવું વેપન ખરેખર પી જે ભાર્ગવ પાસે હોય તો એ સૌથી ભયાનક હશે કારણ કે કોઈ ઝેરી રસાયણ કોઈ વ્યક્તિ કે દેશ પર ફાયર કરવામાં આવશે તો ભયંકર વિનાશ નોતરશે અને આ વેપન માંથી ભલે એક સમયે મર્યાદિત જથ્થામાં કેમિકલ ઉપયોગમાં લેવાશે પણ ક્યારેય કોઈ રસાયણ ખાલી નહીં થાય એટલે શસ્ત્ર ખૂટશે નહિ અને જેની પાસે એ હશે એ વિશ્વની કોઈ પણ સત્તા સામે એકલો જ હશે. પી જે ભાર્ગવ આટલી હદે રહસ્યમય વ્યક્તિ હશે એની તો મને પણ ખબર નહોતી.
હવે વિનસનને એ વપેન જોઈએ છે. જો ભૂલથી પણ આ રાક્ષસ પાસે એ આવી જશે તો એ એકલે હાથે વિશ્વનો વિનાશ નોતરશે. ભાર્ગવ મહાન કહેવાય કારણ કે આટલું શક્તિશાળી સંશોધન હોવા છતાં એ ન તો ક્યાંય પોતાની તાકાત બતાવે છે, એટલું જ નહીં પણ ભારત સરકારને પણ ખબર નથી અરે એમની આસપાસના લોકોને પણ ખબર નથી.
અહીં બીજા આઠ દેશોના વિજ્ઞાનીઓ મારી જેમ અહીં છે. બીજા બધાને કોઈને કોઈ કામ પર મૂકે છે. ચંદ્ર પરથી મળતા ખનિજો અને રસાયણોની ઓળખ, તેને અલગ પાડવા, તેના ભૂગર્ભ જથ્થાનું સંશોધન કરવું વગેરે મને માત્ર સ્પેસ સ્ટેશનમાં મેનેજમેન્ટ માટે રાખી છે. જેથી હંમેશા એની સામે રહું.
હવે મહત્વની વાત કે હું એમ એના હાથમાં નહિ આવું. અને તને ખબર જ છે કે મને એ મારી શકશે નહિ. હા. જો એના જીવનનું કોઈ નક્કી નહિ. મારી પર જબરજસ્તી કરશે તો એને હું ફાડીખાઈશ ને અહીંથી છૂટવા માટે મને વિશ્વાસ છે. હા. બસ વિશ્વાસ છે. કારણ કે સમર્પણની પહેલી શરત જ વિશ્વાસ છે, હેં ને વિકી?! અને હા. અહીંના અવકાશ વિશે હું તને લખીશ નિરાંતે.
ચાલ, ત્યારે. તારી આંખો ને ધરતી જોવા માટે તરસતી.., યામી.
યામીનો પત્ર વાંચી મેં તરત ડિસ્પ્લે બંધ કરી. પછી મને ક્ષણ માટે દરિયો ગમ્યો. પછી આકાશમાં ઉપર જોયું. એક આચ્છુ સ્મિત બનીને યામી મારી પાસે હતી જાણે! બીજી ક્ષણે મને ચિંતા થઈ. ત્રીજી ક્ષણે મને એના પર વિશ્વાસ બંધાયો ને ચોથી ક્ષણ મારા માટે નિર્ણયની હતી.
– આનંદ ઠાકર
( વધુ આવતા અંકે… )
- Advertisement -
આ નવલકથાના આગળના ભાગ વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…
https://edumaterial.in/category/anand-thakars-word/for-finding-the-protocol/
#serverroom #novel #katha #science_fiction
#સર્વર_રૂમ #નવલકથા
#સાહસ_સૌંદર્ય_શૌર્ય_સંવેદનની_કથા
#કિશોરકથા
#anandthakarstory #gujrativarta #teenagestory #story_of_adventure_loveliness_gallantry_Sensation
અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
- Advertisement -
Instagram…
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
- Advertisement -