- Advertisement -
server room ch- 10 story of adventure loveliness gallantry Sensation
SERVER ROOM
For Find The Protocol ch- 10
Contents
પ્રકરણ – 10 SERVER ROOM : ફોર ફાઈન્ડિંગ ધ પ્રોટોકોલ
– આનંદ ઠાકર
યામીના મેસેજ પછી ચોથી ક્ષણે આવેલા નિર્ણયના વિચારમાં મેં એવો નિર્ણય કર્યો કે મારે પ્રોજેક્ટમાં આગળ વધતા પહેલાં પી જે ભાર્ગવ સાહેબ સાથે વાત કરવી જોઈએ અને એ પહેલાં વાત કરવી જોઈએ મારા સાથીદાર મનજીત સાથે.
મેં મનજીતને બોલાવી અને યામીના મેસેજ વિશે વાત કરી અને જ્યારે મનજીતે પી જે ભાર્ગવ વિશે વાત સાંભળી તો એ મને જોઈ જ રહ્યો. અને બાજુના ટેબલ પર બેસી ગયો.
થોડીવાર અમારા બંને વચ્ચે શાંતિ છવાયેલી રહી. પછી મેં કહ્યું. હું પી જે ભાર્ગવ ને કોલ જોડું છું.
મેં એમને કોલ જોડ્યો. તેઓ અમારી સાથે કોમ્યુનિકેશન બોક્સ ( CB ) ની ડિસ્પ્લેમાં તેઓ પ્રગટ થયા. તેઓ અંદરથી હસતાં હોય ને બહાર વિચારમાં હોય એવી મુદ્રામાં જોઈ મને લાગ્યું કે કંઈક રહસ્ય છે આ માણસમાં!
મેં અને મનજીતે એમની સામે જોયું પછી મેં તેમને યામીના મેસેજની વાત કરી. તેઓએ જવાબમાં માત્ર આછું હાસ્ય કર્યું. મેં કહ્યું : ગુરુજી, આટલી મોટી વાત તમે બધાથી ગુપ્ત રાખી?
તેણે થોડીવાર અમારી સામે જોઈ અને કહ્યું : વિજ્ઞાન રક્ષણ માટે છે વિનાશ માટે નથી. રસાયણ શસ્ત્ર હજુ બને છે. અને એને દેખાડી અને મારા રાષ્ટ્ર માટે દુશ્મનો ન વહોરું. એવો તો હું મૂર્ખ નથી અને વિનસન એવું ઈચ્છે છે કે હું મારા શસ્ત્ર સાથે સામે આવી અને ભારતને વિશ્વના વિનાશક તરીકે રજૂ કરું જેથી એ વિશ્વપરિષદ સામે ભારત પર નિયંત્રણો દાખલ કરાવી શકે.
તેણે થોડીવાર રોકાઈ અને પૂછ્યું : તમે તમારા પ્રોજેક્ટમાં ક્યાં પહોંચ્યા છો?
મેં કહ્યું : એટલાન્ટિક માં ઉતર્યો હતો. પણ એમાં તો કંઇ ના મળ્યું.
પી જે ભાર્ગવ : જોયું શું તમે એમાં?
હું : એમાં વિન્સેન્ટ દંપતીએ ખાસ બનાવેલી સબમરીનમાં અમે ચાર વાર નીચે સુધી ગયા અને મારે જો એક જ વાક્ય બોલવાનું થાય તો હું બોલીશ કે સહજ રીતે મળેલી કોઈ વસ્તુઓનું મૂલ્ય માનવે કર્યું નથી. થોડાં વર્ષો પહેલાં માટે પોલીથીન અને ઔદ્યોગિક કચરો હતો પણ હવે દરિયામાં જે પરમાણું પરીક્ષાનો થયાં એના કારણે કિરણોત્સર્ગ તત્વો ફેલાઈ અને જળની જે વલે કરી છે એ કલ્પના બહાર હતી. એંસી ટકા દરિયાઈ પ્રાણી સૃષ્ટિ ખતમ થઈ ગઈ છે. આજે કેન્સર માત્ર માણસને નથી થયું દરિયાને પણ થયું છે. પ્રકૃતિ એનો ઉપાય જે કરશે એ સહન કરવો માનવ માટે ખૂબ મુશ્કેલ હશે.
પી જે ભાર્ગવ – કેટલીવાર ને કેટલું જઈ શકાયું?
હું : પાણીનું દબાણ એટલું હતું કે અમે ચાર દિવસ ગયા પણ માત્ર સાંઠ થી સિત્તેર મિનિટ જેવો સમય જ સબમરીનમાં પસાર કરી શક્યા. પૃથ્વીના પેટાળમાં જવું એ અવકાશમાં જવાની સાપેક્ષમાં ખૂબ મુશ્કેલ છે.
મેં ઉમેર્યું : મને લાગે છે કે મારે આપને સઘળું કહી દેવું જોઈએ. જો આપ ફ્રી હોવ તો?
તેમણે કહ્યું : જી ચોક્કસ.
મેં આગળ શરૂ કર્યું :
એટલાન્ટિક મહાસાગરની મધ્યમાં ઉત્તર-દક્ષિણ દિશામાં ઉગે છે. તે યુરોપિયન અને અમેરિકન પ્લેટો વચ્ચેની સરહદ છે . આ વિસ્તારમાં મેગ્મા દ્વારા સતત નવી સીફ્લોર બનાવવામાં આવે છે જે પૃથ્વીના પોપડામાંથી ઉપર આવે છે . દરિયાઈ તળ બહારની દિશામાં ફેલાય છે અને એક તરફ અમેરિકા અને બીજી તરફ યુરોપ અને આફ્રિકાને એકબીજાથી દૂર ધકેલી દે છે. પ્લેટો વર્ષમાં લગભગ ૯ સેમીની ઝડપે આગળ વધે છે.
આ બધામાં એક અસર આની એવી પણ છે કે વિષુવવૃત્તની નજીક ઉષ્ણકટિબંધીય તોફાનો રચાય છે, જેના કારણે વાવાઝોડા અને ચક્રવાત સર્જાય છે, જે દરિયાકિનારા તરફ જાય છે અને ઘણું નુકસાન કરી શકે છે.
મેં સહેજ અટકી અને ઉમેર્યું : જો આનો કોઈ ઉકેલ મળે તો… પણ માણસની તમામ શોધ અને ટેકનોલોજી એક તરફ અને બીજી તરફ કુદરતની શક્તિ.
પી જે ભાર્ગવ મારી સામે જોઈ બોલ્યા : હા. બસ તમે સાચા રસ્તે છો તમને એક પછી એક ચાવી મળી રહી છે હવે આગળ ચાલો…
મનજીતે થોડીવાર મારી સામે જોઈ અને કહ્યું : ચિંતાનો વિષય તો એ છે કે કેલિફોર્નિયા, ભૌગોલિક રીતે ઉત્તર અમેરિકાનો ભાગ નથી. તે પેસિફિક પ્લેટ પર સ્થિત છે જે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહી છે. બીજી તરફ ઉત્તર અમેરિકાની પ્લેટ વિરુદ્ધ દિશામાં આગળ વધી રહી છે. જે લાઇન પર આવું થાય છે તેને સાન એન્ડ્રેસ ફોલ્ટ કહેવામાં આવે છે . આ ફોલ્ટથી લોસ એન્જલસ લગભગ 50 કિમી દૂર છે . ઘણી નાની મોટી ખામીઓ શહેરમાં અને તેની આસપાસ છે.
વિશ્વના ઘણા દેશોએ સેમી કન્ડક્ટર બનાવતા ઝેરી રસાયણો નદી કે દરિયામાં નાખ્યાં છે. આ તત્વો એ તેની આદ્રતા પણ ઘટ્ટ કરી નાખી છે જેથી અમેરિકન અને આફ્રિકન પ્લેટને તો નુકશાન થશે જ પરંતુ રશિયાની પ્લેટ ખસતા ભારતની હિંદુકુષની પર્વતમાળાને પણ નુકશાન થશે. બસ, અત્યારે તો આટલું થયું.
પી જે ભાર્ગવ સામે છેડે મંદ મુખે બોલ્યા : સરસ. હવે એક કામ કરો. ત્યાંથી હિમાલય તરફ ચાલ્યા જાઓ. કદાચ તમને ત્યાં વધુ માહિતી મળે. કૈલાસ ઉપર પણ શક્યતાઓ કે પછી માનસરોવરમાં આપણા ભારતના વિજ્ઞાન કેન્દ્ર પર જાઓ અને ત્યાં રહી ને અભ્યાસ કરો. ચાલો ત્યારે, સરસ…
મેં એમને ઉતાવળે રોકીને કહ્યું : ઊભા રહો, યામીના મેસેજનો જવાબ?
પી જે તો હસ્યા જ પણ ત્યાં એમની બાજુમાં ઊભેલી રેવા પણ હસી. પી જે ભાર્ગવ બોલ્યા : તારી રીતે આપી દેજે. હું મારી રીતે એના ઉપર ધ્યાન રાખું છું એમ કહેજે ને બાકી કહેજે કે મેં કહેવડાવ્યું છે કે એ બહુ હિંમત વળી છોકરી છે.
મેં વળી પૂછ્યું : આપે હમણાં કહ્યું કે એમને ચાવીઓ મળતી જાય છે એટલે?
પી જે બોલ્યા : એટલે કે તમે સર્વર રૂમ શોધી શકવાના તબક્કામાં છો.
મનજીત રહી ન શકયો ને બોલ્યો : તો સર્વર રૂમ ક્યાંથી મળશે એ વિસ્તાર તો કહી દો…
પી જે ભાર્ગવ: ક્યાંયથી પણ મળશે બસ મહાન ઉદ્દેશ્યો માટે આંખ, કાન અને મગજ ખુલ્લું રાખો ને મોઢું બંધ રાખો.
પી જે ભાર્ગવે ડિસ્પ્લે બંધ કરી. મેં પણ ડિસ્પ્લે બંધ કરી પણ કશું સૂઝતું નહોતું.
મનજીત કહે : આપણે હિમાલય જવા નીકળીએ. ગુરુજીનો આદેશ પણ છે અને મને તો લાગે એને બધી ખબર પડે છે પણ કહેતા નથી.
મેં કહ્યું : કહી તો દીધું. મોઢું બંધ અને આંખ, કાન ને મગજ ચાલુ… મને લાગે છે કે આપણે જે જોઈએ છીએ એ જ રજૂ કરીએ છીએ. વિચારતા નથી. ચાલો આપણા તારણો પર ફરી વિચાર કરીએ. સાથે સાથે યામીને પાત્ર પણ લખવાનો છે ને હિમાલય માટે તૈયાર થવાનું છે. એમનો ઝુકાવ કૈલાસ પર વધારે છે. જોઈએ, ચલ.
– આનંદ ઠાકર
( વધુ આવતા અંકે… )
- Advertisement -
#serverroom #novel #katha #science_fiction
#સર્વર_રૂમ #નવલકથા
#સાહસ_સૌંદર્ય_શૌર્ય_સંવેદનની_કથા
#કિશોરકથા
#anandthakarstory #gujrativarta #teenagestory #story_of_adventure_loveliness_gallantry_Sensation
અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Whatsapp Community Link…
- Advertisement -
https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td
Instagram…
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube…
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
- Advertisement -
SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….
- Advertisement -