HomeEDUMATERIALઅર્થગ્રહણ ફકરો: દિવસ - 13

અર્થગ્રહણ ફકરો: દિવસ – 13

- Advertisement -

*અર્થગ્રહણ ફકરો: દિવસ – 13*

ધો. ૩ થી ૫ અને ધો. ૬,૭,૮ માટે  બંનેમાં આર્થગ્રહણના ફકરા. આપેલ લખાણ બરાબર વાંચી અને સમજો. ત્યારબાદ પ્રશ્નને સમજો અને પછી જવાબ લાખો.

ધો. ૩ થી ૫ માટે અર્થગ્રહણ ફકરો –

એક દિવસ ચારે મિત્રો પોતપોતાનું નસીબ અજમાવવા રાજાની રાજધાની તરફ જવા નીકળ્યા. રસ્તામાં એક જંગલ આવતું હતું. તેઓ હસી-મજાક કરતા જંગલમાંથી પસાર થતા હતા. અચાનક તેમની નજર એક ઝાડ નીચે પડેલાં હાડકાંના ઢગલા પર પડી. ચારેય મિત્રો ધીરે ધીરે ચાલતા હાડકાંના ઢગલા પાસે પહોંચ્યા. તેઓને થોડો ડર પણ લાગ્યો. પેલા વિદ્વાન મિત્રોમાંના એકે તો હાડપિંજરને બરાબર ધ્યાનથી જોયું પછી બોલ્યો: ‘આ કોઈ વાઘનાં હાડકાં લાગે છે. હું મારી વિદ્યાના બળે આ હાડકાને એકબીજાં સાથે ગોઠવી મરેલા વાઘનું હાડપિંજર તૈયાર કરી આપી શકું તેમ છું.’ એમ કહી તેણે વાઘનું હાડપિંજર તૈયાર કર્યું.

Also Read::   General Hospital Morbi Recruitment for Walk-in-interview for Various Posts 2020
- Advertisement -

પ્રશ્નો –

1. ઝાડ નીચે મિત્રોએ શું જોયું?
2. વિદ્વાન મિત્ર પાસે કેવી વિદ્યા હતી?
3. આ ફકરામાં કેટલાં મિત્રોની વાત છે?
4. એક મિત્રને હાડપિંજર કોનું હોવાનું લાગ્યું?
5. વિદ્વાને હાડપિંજર સાથે શું કર્યું?

∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

ધો. ૬ થી ૮ માટે અર્થગ્રહણ ફકરો –

ગણતંત્ર દિવસ અથવા પ્રજાસત્તાક દિનનું પર્વ લોકશાહીમાં આનંદનો અવસર છે. 26 જાન્યુઆરી 1950 ના એ પાવન દિવસે જ્યારે ભારતના નાગરિકોએ ભારતનું બંધારણ પોતાને સમર્પિત કર્યું, અને ભારત દુનિયાનું સૌથી મોટું લોકશાહી રાષ્ટ્ર બન્યું ત્યારથી સંયુકતપણે આપણે સહુ આપણા સૌના વિકાસ અને ખુશહાલી માટે સતત પ્રયત્નશીલ છીએ. જ્યાં વૈશાલીમાં દુનિયાનું પુરાણું ગણતંત્ર હતું તેવી ભારતભૂમિમાં સહસ્ત્રાબ્દીઓ બાદ નવીન અને આધુનિક ગણતંત્ર ફરીથી નિર્માયું અને આજે આપણે તે ગણતંત્રના મીઠા ફળ ભોગવી રહ્યા છીએ.

Also Read::   Science std 5 to 8: Part - 3 વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન વિષયના મહત્વના તફાવત
- Advertisement -

પ્રશ્નો –

1. 26 મી જાન્યુઆરીના દિવસે ભારતમાં કયું પર્વ મનાવવામાં આવે છે?
2. પ્રજાસત્તાક દિનની ઉજવણી શા માટે કરવામાં આવે છે?
3. ભારતમાં વર્ષો પહેલાં કયું ગણતંત્ર હતું?
4. ભારત કેવું રાષ્ટ્ર છે?
5. ઉપરના ફકરા માંથી ત્રણ પ્રશ્નો બનાવો.

સંકલન – https://edumaterial.in

online language learning gujarati primary school

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!