HomeEDUMATERIALઅર્થગ્રહણ ફકરો: દિવસ - 17 આજે કવિતા પરથી પ્રશ્નો

અર્થગ્રહણ ફકરો: દિવસ – 17 આજે કવિતા પરથી પ્રશ્નો

- Advertisement -

*અર્થગ્રહણ ફકરો: દિવસ – 17*

ધો. ૩ થી ૫ અને ધો. ૬,૭,૮ માટે  બંનેમાં આર્થગ્રહણના ફકરા. આજે ફકરાની જગ્યાએ કવિતાઓ આપી છે. સરળ છે. કંઇક નવું શીખીએ.  આપેલ લખાણ બરાબર વાંચી અને સમજો. ત્યારબાદ પ્રશ્નને સમજો અને પછી જવાબ લાખો….

– સૌથી નીચે પીડીએફ આપેલી છે.

ધો. ૩ થી ૫ માટે અર્થગ્રહણ ફકરો…

- Advertisement -

રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી
સામે રાણા સિંહ મળ્યા ને આફત આવી મોટી

ઝૂકી ઝૂકી ભરી સલામો બોલ્યું મીઠાં વેણ
મારે ઘેર પધારો રાણા રાખો મારું ક્હેણ

હાડ ચામડાં બહુ બહુ ચૂંથ્યાં ચાખોજી મધ મીઠું નોતરું દેવા ખોળું તમને આજે મુખડું દીઠું

રીંછ જાય છે આગળ એના પગ ધબ ધબ
સિંહ જાય છે પાછળ એની જીભ લબ લબ

Also Read::   IITGN Junior Research Fellow Recruitment 2020

પ્રશ્નો –

- Advertisement -

1. રીંછના હાથમાં શું છે?
2. રીંછ સિંહને શું ખાવા લઈ જાય છે?
3. આ કાવ્ય માંથી પ્રાસ વાળા શબ્દો શોધીને લાખો. દા. ત. સોટી – મોટી…
4. ‘ નિમંત્રણ ‘ શબ્દનો તળપદો શબ્દ આ કાવ્ય માંથી શોધીને લાખો.
5. ‘ આફત ‘ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.

∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

ધો. ૬ થી ૮ માટે અર્થગ્રહણ ફકરો…

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ
જગથી જૂદેરી એની જાત રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

- Advertisement -

અમીની ભરેલ એની આંખડી રે લોલ
વ્હાલનાં ભરેલાં એના વેણ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

Also Read::   Gujarat University Recruitment For Job Trainee- Editorial Clerk Post 2020

પ્રશ્નો –

1. માતાની જાત જગથી શા માટે જુદી છે?
2. ‘ અમી ‘ શબ્દનો અર્થ જણાવો.
3. ‘ મધુ ‘ શબ્દનો અર્થ જણાવો.
4. ‘ જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ ‘ – આ પંક્તિ શું કહેવા માંગે છે?
5. માતાના વેણને કેવાં કહ્યાં છે?

સંકલન – https://edumaterial.in

online language learning gujarati primary school

PDF 👇

arthgrahan day17

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!