Mystery Tantra Shastra Shakti Matruka Shiv Shakti Swarup
Contents
તંત્રશાસ્ત્રનું ટૂંકું ને ટચ : શક્તિ એટલે શું?
ગત અંકમાં એટલેકે આની પહેલાની સ્ટોરીમાં આપણે જોયું કે સર્વતો ભદ્રમંડળ શું છે? તેના મહત્વ અને ઉદ્દેશ વિશે જાણ્યું. એ લેખમાં વાત ત્યાં અટકી હતી કે આ ૫૭ તત્વોના ઉલ્લેખ અને રહસ્યમય સર્વતો ભદ્ર મંડળનું તંત્રમાં કેવા ખ્યાલો છે?
આજે આ લેખમાં એ વાત પૂરી કરીશ, સાથે સાથે ઘણા વખતથી બે ચાર મિત્રોની માંગણી ને આગ્રહ છે કે હું થોડું તંત્ર વિશે લખું… આ તંત્ર વિશે લખવું એટલે સપના દરમાં હાથ નાખવો! પણ થયું કે તંત્ર વિશે ખોટી ને રહસ્યમય બાબતો વામપંથી વાતો જ લોકો સુધી પહોંચી છે તો ચાલો એક નાનો એવો યત્ન કરુંકે કંઇક શુદ્ધ સાધના પંથ અને મૂળતઃ રહસ્યને ઉજાગર કરતી કેટલીક વાતો ગુરુકૃપા લખું…
બહુ નિર્મળ મને સ્વીકારું કે ખૂબ મોટા ભયસ્થાનો છે તંત્રને ઉજાગર કરવામાં, આમ છતાં સાહસ કરું છું કારણ કે આ એવું કામ છે કે દરિયાનું પાણી ખોબામાં લઇ અને દરિયો દેખાડવો… ખૈર …
Mystery Tantra Shastra Shakti Matruka Shiv Shakti Swarup
મેં આ લેખોને નામ આપ્યું છે ‘ તંત્રશાસ્ત્રનું ટૂંકું ને ટચ ‘ એમાં આજે પહેલો વિષય છે…
શક્તિ એટલે શું?
તંત્ર શાસ્ત્રની અંદર મંડળનું મહત્વ તો છે જ પણ એ મંડળની અંદર સર્વતો ભદ્ર મંડળમાં જે 57 તત્વોની વાત છે, તેને 57 પવિત્ર દેવોના સ્થાનમાં રાખવામાં આવ્યા છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ તેના અધિષ્ઠાતા દેવતા છે.
Mystery Tantra Shastra Shakti Matruka Shiv Shakti Swarup
જો યજ્ઞ કોઈ માતાજીનો હોય તો અધિષ્ઠાતા દેવી હોય અને માતૃકાગણ હોય. તંત્રની અંદર મંડળ છે એ 36 નું જગત એટલે કે 36 પ્રકારના સ્વરો વ્યંજનો સાથે તેને ગણવામાં આવ્યા છે. તેના મૂળમાં ‘શક્તિ’ અને ‘શક્તિમાન’ શિવ સ્થાપિત છે.
સૌપ્રથમ આપણે જોઈએ કે ‘શક્તિ’ એટલે ‘તંત્રશાસ્ત્ર’ની દ્રષ્ટિએ શું?
તંત્રલોક ભાગ ૩ માં કહેવામાં આવ્યું છે કે વિશ્વની નૈસર્ગિક સ્ફુરતા, જે પ્રવર્તે છે તે શક્તિ છે. નિષ્કલંક બ્રહ્મ : પરાત્પર, સચ્ચિદાનંદ, આનંદ, બ્રહ્મસ્વરૂપ, અનિર્વચનીય, જેવા શબ્દોથી વેદ અને ઉપનિષદોમાં જે શિવતત્વ અને શક્તિતત્વની વાત કરી છે તે વાત શક્તિ અને શક્તિમાન સ્વરૂપે તંત્રમાં થયેલી છે.
Mystery Tantra Shastra Shakti Matruka Shiv Shakti Swarup
તંત્રની અંદર બે નવા શબ્દો મળે છે ‘અહમ’ અને ‘અસ્મિ’…
‘અહમ’ છે એ વેદનો “અથાતો બ્રહ્મ જીજ્ઞાસા” નું પ્રતીક છે અને ‘અસ્મિ’ શબ્દ એ જગતના તમામ શક્તિનો સ્વીકાર કરવા બરાબર છે એટલે જ તંત્ર રહસ્યમય છે, કારણ કે તંત્રસિદ્ધ થવું મતલબ વિશ્વની શક્તિને તમે કણેકણમાં જોઈ જે ‘અહમ’ એટલે કે તમારામાં પણ છે, આ બંને વચ્ચે તાદાત્મ્ય સધાય જાય તો પ્રકૃતિને અનુરૂપ તમે બની શકો અને તમારે અનુરૂપ પ્રકૃતિ બની શકે.
બસ મૂર્તતંત્રની આ સાધના છે શક્તિઓનો જ્યારે સદોપયોગ કે દુરોપયોગ થવા લાગ્યો ત્યારથી તંત્ર વધુ અને વધુ ગૂંચવાતું ગયું.
પરમાર્થ સારિકામાં એક વ્યાખ્યા કરવામાં આવી છે કે વિશ્વશક્તિ અને પરમશિવ આપી શબ્દને લઈને ‘પદાર્થ’ને શિવ ગણાવ્યા છે અને ‘પ્રકાશ’ને શક્તિ ગણવામાં આવે છે.
Mystery Tantra Shastra Shakti Matruka Shiv Shakti Swarup
અહીં પદાર્થ એટલે સજીવનું સ્વરૂપ. માણસના શરીરમાં શિવ તત્વ છે, એનો સ્વીકાર કરવો અને પ્રકાશ સ્વરૂપ શક્તિનો સંચાર કરવો. આ બંનેને એક કરવા એ સાધના તંત્રની છે. એ રહસ્ય છે કે આ પ્રકાશ અને પદાર્થ કઈ રીતે એક થઈ શકે?!
આપણામાં રહેલું ધ્યાનમગ્ન શિવત્વ પ્રકાશ રૂપ શક્તિતત્વ સાથે થાય ત્યારે અગમ્ય શક્તિઓ શરીરમાં આકાર લેવા લાગે છે અને આવા પ્રયોગો જે સફળ થયા છે તેના કારણે તંત્રની બોલબાલા વધવા લાગી અન્યથા તંત્ર એ ધ્યાન યોગ અને આધ્યાત્મક માર્ગની સર્વોચ્ચ અવસ્થા હતી જે વિશ્વના કણે કણમાં શક્તિ અને શીવને જુએ છે.
શિવ અને શક્તિના પારસ્પરિક સાયુજ્ય અને તેનાથી પ્રાપ્ત થતી કહો કે આપણી અંદર વિકસિત થતી છ શક્તિ વિશે આગળના ભાગમાં…
Mystery Tantra Shastra Shakti Matruka Shiv Shakti Swarup
#Mystery #Tantra #Shastra #Shakti #Matruka #Shiv #Shakti #Swarup
*************
આગળનો ભાગ વાંચવા નીચેની લીંક પર ક્લિક કરો…