Mystery Tantra sadhna shakti upasna
Contents
શક્તિસાધનાથી તંત્રમાર્ગે પ્રાપ્ત થતી પાંચ શક્તિઓ અને એનો રહસ્યમય પ્રભાવ…
નવરાત્રી આવી ગઈ છે. નવરાત્રી એટલે શક્તિ સાધનાનું પર્વ. વાતાવરણ પણ પ્રફુલ્લિત હોય અને ઘણાખરા લોકો આ ચૈત્ર નવરાત્રી ઉપરાંત આ નવરાત્રિમાં પણ અનુષ્ઠાન કરતા હોય છે. ત્યારે વાંચો, શક્તિ સાધના, તંત્ર માર્ગ અને તેની પાંચ શક્તિઓનો પ્રભાવ…
‘ભારતીય તંત્રશાસ્ત્ર સિદ્ધાંત ઔર સાધના’ આ ગ્રંથમાં શિવ અને શક્તિના પારસ્પરિક સાયુજ્યથી થતી શક્તિઓ વિશે વાત કરી છે.
શિવ અને શક્તિના મિલનથી જે પાંચ શક્તિઓ માનવ શરીરમાં ક્રિયમાણ થાય એ પાંચ શક્તિઓને ‘તંત્રસાર’ અધ્યાય એકમાં પણ બતાવવામાં આવે છે જે માત્ર આપણે સૌએ જાણ ખાતર અહીં મૂકું છું.
પેલી શક્તિ છે ચિતી શક્તિ, બીજી આનંદ શક્તિ, ત્રીજી ઈચ્છા શક્તિ, ચોથી જ્ઞાન શક્તિ, પાંચમી ક્રિયા શક્તિ.
આ પાંચેપાંચ શક્તિ કેવા કેવા ફેરફારો આપે છે એ અહીં જોઈએ….
Mystery Tantra sadhna shakti upasna
ચિતી શક્તિ…
ચિતી શક્તિ એટલે જેને પ્રકાશ શક્તિ પણ કહેવામાં આવે છે. એ પ્રકાશરૂપતા છે, આત્માનો પ્રકાશ પરમાત્મા સુધી પહોંચે એ વસ્તુ તો બહુ આગળની વાત છે જ્યારે અહીં એક જ્યોતિ રૂપ પ્રકાશ સ્વરૂપ શક્તિને આપણામાં જાગૃત કરવાની, શક્તિ પ્રગટ થાય છે! જો આ પ્રકાશ આપણામાં જાગૃત થાય તો બીજી શક્તિ નો અનુભવ આપણને થાય…
Mystery Tantra sadhna shakti upasna
આનંદ શક્તિ…
એ છે આનંદ શક્તિ. આનંદ શક્તિ એટલે સ્વતંત્રતા સ્વાતંત્ર્ય એવો શબ્દ પ્રયોગ તંત્રસાર નામના ગ્રંથમાં કર્યો છે, અહીં સ્વાતંત્ર્યનો અર્થ છે નીડર. નીડર અને ભયમુક્ત જ્યારે વ્યક્તિ ભયમુક્ત થઈ જાય, નીડર બની જાય, સ્વતંત્ર થઈ જાય, એમના ઉપર કોઈ માયાવી નિયંત્રણ ન હોય ત્યારે આ આનંદ શક્તિનો અનુભવ થાય છે અને આનંદ શક્તિ પછી સાધક સાધના પથમાં ત્રીજી શક્તિ પ્રાપ્ત કરે છે.
Mystery Tantra sadhna shakti upasna
ઈચ્છા શક્તિ….
ઈચ્છા શક્તિ મતલબ આપણે જેને ચમત્કાર કહીએ છીએ એ પ્રકારની ક્ષમતા સાધકમાં આવી જાય છે જે પ્રકૃતિ સાથે તાધાત્મ્ય સાધવા લાગે છે. પોતાની ઈચ્છાથી તે એના શરીરને એના મનને રાખી શકે છે. અર્થાર્થ ઈચ્છા પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે.
Mystery Tantra sadhna shakti upasna
જ્ઞાન શક્તિ….
ચોથી શક્તિ એ જાગૃતિની શક્તિ છે. અહીંથી સાધક ઈશ્વરીય કૃપા વગર આગળ વધી શકાતો નથી. જ્ઞાન જ્યારે શક્તિ રૂપે ચોથી શક્તિ છે. જ્ઞાન શક્તિ: એ જાગૃત થાય ત્યારે તમામ પ્રકારના દોષો કહી શકાય માયાના પડદા કહી શકાય, મનની સ્થિતિઓ કહી શકાય, એવી અવસ્થાઓ એટલે કે ક્રોધ, મોહ, મદ… આ બધું જ દૂર થવા લાગે છે અને શક્તિમાં એકાત્મક થવા લાગે છે અને આથી જ પાંચમી શક્તિ જાગૃત થાય છે જેનું નામ છે ક્રિયા શક્તિ.
Mystery Tantra sadhna shakti upasna
ક્રિયા શક્તિ…
ક્રિયા શક્તિ, અર્થાત આ સર્વ કંઈ છે, એ યોગ શક્તિ વડે કોઈ વડે સંચાલિત છે એ ભાવ જ્યારે જાગે ત્યારે તમારી દરેક પ્રવૃત્તિ તમારી દરેક ક્રિયા એક શક્તિ સંચાલિત થઈ જાય અને સર્વાકાર યોગીત્વ આવી જાય એટલે કે તમે આ વિશ્વ શક્તિનો એક ભાગ છે એવું લાગવા મંડે અને આત્મા એ સ્થિતિ પામે જ્યાં ગીતાકાર કહે છે સ્થિતપ્રજ્ઞ એ સ્થિત પ્રજ્ઞાની સ્થિતિ.
Mystery Tantra sadhna shakti upasna
બધું જ જાણીને બધામાં સ્થિત રહેવાની શક્તિ એ આ પાંચ શક્તિઓ પ્રાપ્ત થયા પછી તંત્રના સાધકને પ્રાપ્ત થાય છે.
Mystery Tantra sadhna shakti upasna
#Mystery #Tantra #sadhna #shakti #upasna