Gold mine bazar reality unknown facts
Contents
Gold અને સોનાની ખાણ, બજાર, અને ભાવ વગેરે વિશે જાણી અજાણી માહિતી….
સુવર્ણ એક શોધ
રજુઆત – જય પંડ્યા
“સોનુ” Gold આ શબ્દ લગભગ દરેક વ્યક્તિને પસંદગી હોય છે.
તો આજે આપણે સોના વિશે અને સોનાની ખાણ વિશે થોડી જાણકારી પ્રાપ્ત કરીએ.
સુવર્ણ ખાણની શોધ કઈ રીતે થઈ?
વર્ષો પહેલા સોનાની ખાણમાં લોકો દ્વારા હાથથી ખોદકામ કરવામાં આવતું હતું. પરંતુ વર્ષ 1860 માં” ટેન્ગીયર ” નામક સ્થળે મશીન દ્વારા સૌ પ્રથમ વાર સોનાની ખાણમાં ખોદકામ હાથ ધરાયુ હતું. આ મશીનને “એરેસ્ટ્રે” તરીકે ઓળખવામાં આવે છે.
વિશ્વમાં પ્રથમ સુવર્ણ ખાણની શોધ કઈ રીતે થઈ?
વિશ્વમાં પ્રથમ સુવર્ણ ખાણ ” ઝોસીમોસ” નામક ‘ ઇજિપ્તીયન ‘ રસાયણ શાસ્ત્રીએ ઇસ. પૂર્વે 2450 આસપાસ કરી હતી.
Gold mine bazar reality unknown facts
ભારતની સૌ પ્રથમ સુવર્ણ ખાણ કઈ છે?
ભારતની સૌ પ્રથમ સુવર્ણ ખાણ ” કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ” છે જે
‘ રોબર્ટ સનપેટ ‘ ( કર્ણાટક) પાસે આવેલી છે.
ભારતમાં હાલમાં ક્યાં ક્યાં સ્થળો પર સુવર્ણ ખાણ આવેલી છે?
ભારતમાં હાલમાં…
1 હટ્ટી સુવર્ણ ખાણ – રાયપુર – કર્ણાટક
2 કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ – રોબર્ટ સનપેટ – કર્ણાટક
3 લાવા ગોલ્ડ માઇન્સ – ચાંદિલ – ઝારખંડ
4 સોનભદ્ર ખાણ – ઉત્તર પ્રદેશ…
Gold mine bazar reality unknown facts
ભારતમાં સૌથી મોટી સુવર્ણ ખાણ કંઈ છે?
ભારતમાં હાલમાં સૌથી મોટી સુવર્ણ ખાણ ‘હટ્ટી સુવર્ણ ખાણ ‘- રાયપુર – કર્ણાટક છે. ” કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ” માં સુવર્ણ ધાતુનું પ્રમાણ હવે નહિવત છે અથવા ખુબ નીચા તાપમાનમાં છે.
હવે સુવર્ણ વિશે થોડી માહિતી પ્રાપ્ત કરીએ.
સોનુ કઈ રીતે બન્યું વિનિમય પાત્ર?
પહેલાના સમયમાં સોનુ માત્ર ભગવાનના આભૂષણ કે મૂર્તિની શોભા વધારવા થતો હતો. પણ ઇજિપ્તનો એક વિસ્તાર “નુબિયા” કે જે સ્વર્ણ પ્રદેશ તરીકે વિખ્યાત હતો. ત્યાંના લોકો એ તેને વેચી અને આવક પ્રાપ્ત કરવાનું શરૂ કર્યું અને સોનુ વિનિમય માધ્યમ તરીકે અસ્તિત્વમાં આવ્યું.
સોનાના પ્રથમ ઉપયોગ કર્તા કોણ છે?
ઇસ. પૂર્વે 550 આસપાસ ” લીડિયા ” જે હવે ‘ તુર્કી ‘ નો એક ભાગ છે તેના નવાબ દ્વારા સોનાનો પ્રથમ ઉપયોગ થયો હતો.
ભારતમાં સુવર્ણ બજાર કઈ જગ્યા પર આવેલી છે?
ભારતમાં મહારાષ્ટ્ર મુંબઈમાં સુવર્ણની સૌથી મોટી બજાર આવેલી છે. એક અનુમાન મુજબ આશરે 300 વર્ષથી મુંબઈની સુવર્ણ બજાર પ્રખ્યાત છે.
ક્યા રાજ્યમાં સુવર્ણ સૌથી સોંઘું મળે છે?
કેરેલા રાજ્યમાં સુવર્ણ સૌથી ઓછા ભાવમાં પ્રાપ્ત થાય છે.
ભારતમાં શહેર સુવર્ણની રાજધાની તરીકે કયું શહેર જાણીતું છે?
કેરળનું “થ્રિસર ” શહેર સુવર્ણની રાજધાની તરીકે ઓળખાય છે.
વિશ્વમાં સુવર્ણની ખાણ કયા દેશમાં પ્રસિદ્ધ છે?
વિશ્વમાં “દક્ષિણ આફ્રિકા ” ની સુવર્ણ ખાણ પ્રસિદ્ધ છે. જે 32.8 મિલિયન ખનીજ અનામત કરે છે.
ભારતના સોનાના ભાવ કોણ નક્કી કરે છે?
ભારતમાં સોનાના ભાવ ” ઇન્ડિયન બુલીયન જવેલર્સ એસોસિએશન ” ( IBJAS) નક્કી કરે છે. જે સોનાના વેપારીઓ મોટા પ્રમાણમાં ડીલરશિપ કરતા હોય છે તેઓ આ સંસ્થાના સહભાગી હોય છે.
ભારતમાં સોનુ શુદ્ધ કરવા માટેની રિફાઈનરી ક્યાં આવેલી છે?
ભારતમાં સોનુ શુદ્ધ કરવા માટે એશિયાની એકમાત્ર રિફાઇનરી મહારાષ્ટ્રના ” શિરપુર ” માં આવેલી છે. જેની સ્થાપના વર્ષ 2001 માં કરવામાં આવી હતી જેના સ્થાપક “ચિંતન પટેલ ” છે. જે રિફાઇનરીમાં આશરે 3809 કર્મચારીઓ કાર્યરત છે.
સોનાના ભાવમાં વારંવાર વધઘટ શા માટે થાય છે?
સોનાના ભાવમાં સરહદીય રાજનૈતિક તણાવ, ડોલરની તુલનામાં રૂપિયાનું મૂલ્ય, માંગ અને પુરવઠાના કારણે વારંવાર વધઘટ થતી રહે છે.
Gold mine bazar reality unknown facts
રોકાણ કરવા હેતુ ક્યું સોનુ ઉત્તમ છે?
5 વર્ષ કે તેથી વધુ સમય માટે જો સોનાનું રોકાણ કરવા માટે ‘સોવરેન ગોલ્ડ બોન્ડ ‘ સૌથી શ્રેષ્ઠ છે.
1 કેરેટ સોનું એટલે કેટલા ગ્રામ હોય છે?
1 કેરેટ સોનું એટલે લગભગ 0.200 ગ્રામ થાય છે.
ભારતમાં વર્તમાનમાં સોનાનો ભાવ શું છે?
ભારતમાં વર્તમાનમાં
24 કેરેટ સોનાનો ભાવ ₹ 56, 980
22 કેરેટ સોનાનો ભાવ ₹ 52, 200
આ પણ જાણો..
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોનાના વેંચાણ માટે શ્રેષ્ઠ દિવસ રવિવાર અને ગુરુવાર છે શનિવારના દિવસે સોનાનુ વેંચાણ કરવું ન જોઈએ.
ભારતમાં ગોલ્ડ મેન તરીકે કોણ જાણીતું છે?
બેંગ્લોરના “રાજેશ જસવંત રાય મહેતા ” સોનાના વ્યાપારી પ્રસિદ્ધ ઉદ્યોગપતિ છે. તેઓ “રાજેશ એક્સપર્ટ”ના એક્ઝિક્યુટિવ ચેરમેન છે. તેઓ 2.6 $ બિલિયન ડોલરની સંપત્તિ સાથે ભારતના 61 માં સૌથી ધનિક વ્યક્તિ છે.
રજુઆત – જય પંડ્યા
Gold mine bazar reality unknown facts
#Gold #goldmine #bazar #reality #unknownfacts
અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Website
https://edumaterial.in/
YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ