HomeJANVA JEVUKalam Speach ચાલો, ભારતને જેની જરૂર છે તે કરવા મંડીએ! ! !...

Kalam Speach ચાલો, ભારતને જેની જરૂર છે તે કરવા મંડીએ! ! ! – ડો. એ. પી. જે. અબ્દુલ કલામ

- Advertisement -

Dr. APJ Abdul Kalam Speach for New India Development

ચાલો, ભારતને જેની જરૂર છે તે કરવા મંડીએ! ! !
– ડો. એ. પી. જે. અબ્દુલ કલામ

New India Development by APJ Abdul Kalam
Photo by Anand Thakar

 

મારો પહેલો પ્રશ્ન છે….. આપણી મીડિયા સંસ્થાઓ શા માટે બિનજરૂરી નકારાત્મક વલણ ધરાવે છે?
ભારતમાં આપણે આપણી શક્તિઓનું, આપણી અનેક સિદ્ધિઓનું પ્રતિપાદન કરતાં શા માટે નામોશી અનુભવીએ છીએ? આપણો ભારત દેશ એક મહાન દેશ છે. આપણા રિપોર્ટકાર્ડમાં સફળતા અને સિદ્ધિઓની અનેક ગાથાઓ ભરી છે પરંતુ તેનો સ્વીકાર કરતાં આપણે ડરીએ છીએ, તેને પ્રદર્શિત કરવાનો જાણે ઈન્કાર કરીએ છીએ. આમ શા માટે? થોડો સમય લઈ આપણી સિદ્ધિઓ તો જરા જુઓ…

દૂધ-ઉત્પાદનમાં આપણે વિશ્વમાં સૌથી મોખરે છીએ. રિમોટ સેન્સિંગ સેટેલાઈટના ક્ષેત્રમાં આપણી બરાબરી કોઈ કરી શકે તેમ નથી. ઘઉંના ઉત્પાદનમાં દુનિયામાં આપણો નંબર બીજો છે. ચોખાના ઉત્પાદનમાં આપણો નંબર બીજો છે. ડો. સુર્શનને જુઓ…ટ્રાઈબલ લોકોથી વસેલા એક ગામને એમણે સ્વનિર્ભર અને સ્વાયત્ત નગરમાં પરિવૃત કર્યું છે.

આવી તો આપણી લાખો સિદ્ધિઓ અને સફળતાઓ છે પણ આપણા મીડિયાને બસ નિષ્ફળતા અને દુર્ઘટના જેવા નકારાત્મક અને મહત્વહીન સમાચારોની પ્રસિદ્ધિમાં જ જાણે રસ હોય એવું લાગે છે. થોડા સમય પહેલા હું ઈઝરાઈલના ટેલ અલીવ શહેરમાં હતો. અને સવારના સમયે હું ત્યાંનું સમાચાર પત્ર વાંચી રહ્યો હતો. આગલે જ દિવસે ઈઝરાઈલ પર અનેક ઘાતક હુમલાઓ, બોમ્બમારો થયો હતો અને અનેક માણસો મોતને ઘાટ ઊતર્યા હતા. આતંકવાદીઓ(હમાસ) ત્રાટક્યા હતા પરંતુ સમાચાર પત્રના પહેલા પાના પર આ વિશે કોઈ જ સમાચાર છપાયા ન હતા. બલકે એક જ્યુઈશ મહાનુભાવે પાંચવર્ષની સખત જહેમત લઈ સૂકા રણ પ્રદેશને ફળ આપતા લીલાછમ બગીચામાં અને ધાન્ય ઉત્પન્ન કરે એવા પ્રદેશમાં ફેરવ્યાના સમાચાર પહેલા પાના પર હતા. એ દેશની પ્રજાને પ્રોત્સાહિત કરે એવા સમાચારો સાથે લોકો દિવસની શરૂઆત કરે એવો ત્યાંની મીડિયા સંસ્થાઓનો હકારાત્મક અને દૂરંદેશી યોગ્ય અભિગમ દાદ માંગી લે છે! જ્યારે હુમલા, બોમ્બમારો અને મૃત્યુના સમાચારો અંદરના પાના પર બીજા સમાચારોની સાથે છાપ્યા હતા.

- Advertisement -

જ્યારે આની તદ્દન વિરુદ્ધ આપણા ભારતના સમાચાર પત્રોમાં મોટેભાગે પહેલા જ પાના પર માંદગી, મૃત્યુ, આતંકવાદ, ગુના, જેવા નકારાત્મક સમાચારોની હારમાળા જોવા મળે છે. શા માટે, આપણો અભિગમ આટલો નકારાત્મક છે?
મારો બીજો પ્રશ્ન છે… આપણે એક દેશ તરીકે વિદેશી ચીજવસ્તુઓથી શા માટે બહુ અંજાઈ જઈએ છીએ? ટેક્નોલોજીથી પ્રભાવિત થઈ તે મેળવવા આતુર બનીએ છીએ. શા માટે આ પરદેશી ચીજવસ્તુઓ માટે આટલો બધો સંમોહ અને અનુરાગ? શા માટે આટલી તીવ્ર ઘેલછા? શું આપણે એ સાવ ભૂલી ગયા છીએ કે આત્મ-સન્માન એ આત્મ-નિર્ભરતામાંથી જન્મે છે?

આ પ્રવચન આપવા હું હૈદરાબાદ આવ્યો હતો. અહીં 14 વર્ષની એક કિશોરીએ મારા ઓટોગ્રાફ માગ્યા. મેં એને સહજ સવાલ કર્યો કે જીવનમાં તારો શો ઉદ્દેશ છે? તેણે જવાબ આપ્યો, – હું વિકસિત ભારતમાં રહેવા ઈચ્છું છું – આ કિશોરીની ઈચ્છા પૂરી કરવા. હવે હું અને તમે મળીને ભારતદેશને પૂર્ણ વિકસિત દેશ બનાવવો પડશે. આપણે ઊંચા અવાજે ઘોષણા કરવાની છે કે ભારત અણવિકસિત કે અર્ધવિકસિત રાષ્ટ્ર નથી બલકે ભારત એક સમૃદ્ધ વિકસિત રાષ્ટ્ર છે.

Also Read::   MP Grant : સાંસદસભ્યને કેટલી ગ્રાન્ટ મળે? તેનો કેવો, કેટલો ને ક્યાં ઉપયોગ કરી શકે છે?

શું તમારી પાસે વધુ દસ મિનિટ છે? આ દેશ માટે તમારી પાસે શું દસ મિનિટનો સમય છે? જો સવાલનો જવાબ – હા- તો વાંચો, નહીં તો… તમારે નિર્ણય કરવાનો છે.

તમે ફરિયાદ કરો છો કો આપણી સરકાર કાર્યક્ષમ નથી. તમે કહો છો કે આપણા દેશના કાયદાઓ હવે અસરકારક રહ્યા નથી, જૂના-પુરાણા થઈ ગયા છે. તમે રાડ પાડો છો કે નગરપાલિકા નિયમિત કચરો ઉપાડી જતી નથી. તમે કહોછો કે ફોનની સેવા બરાબર નથી. આપણી રેલવેનું તંત્ર તો જાણે મશ્કરી જ છે. આપણી એર લાઈન્સની સેવા દુનિયામાં સૌથી ખરાબ જ છે અને ટપાલ તેના સરનામે પહોંચચી નથી. તમે હૈયાવરાળ કાઢો છો કે આપણો દેશ સાવ નકામો છે… પણ એને સારો કરવા તમે શું કરો છો?

તમે સિંગાપોરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાંથી બહાર નીકળી એક અતિ સુંદર સ્થળ પર પહોંચો છો. તમે બહુ સારું લાગે છે. તમે અહીં સિગારેટનાં બુઝાયેલાં ઠુંઠા રસ્તા પર તમને ફાવે ત્યાં ફેંકતા નથી. અહીં કોઈ દુકાનમાં ખાતાં ખાતાં શોપિંગ કરતાં નથી. એમની ભૂગર્ભ ટ્રેનની વ્યવસ્થા જોઈ તમે ગર્વ લો છો. સાંજના પાંચ વાગ્યાથી આઠ કલાક સુધી ઓચાર્ડ રોડ સુધીની સફર પાંચ ડોલરમાં થાય છે.

તમે તમારી કાર પાર્કિંગ લોટમાં મીટરમાં પૈસા નાખી પાર્ક કરી દુકાનમાં ખરીદી માટે જાઓ છો. અને તમારે દુકાનમાં વધુ સમય રોકાવું પડે એમ લાગે છે. તમારો દરજ્જો ગમે તેવો હોય તે છતાં તમે તરત પાર્કિંગ લોટમાં પાછા આવીને પાર્કિંગ મીટરમાં વધારાના પૌસા મૂકી જશો. તમે સિંગાપોરમાં જાહેમાં એલફેલ બોલી ના શકો, ખરું ને?

- Advertisement -

લંડન શહેરના ટેલિફોન એક્સચેન્જના કર્મચારીને દસ પૌંડની બક્ષીસ આપી તેને ખરીદી લઈ મફત કે બીજા કોઈ નંબર પર તમારા એસટીડી અને આઈએસડી ફોનનો ચાર્જ લગાડાવી ન શકો.

અમેરિકાના વોશિંગટન શહેરમાં તમે કલાકના 55 માઈલથી વધુ ઝડપી તમારી કાર ચલાવવાની હિંમત ના કરી શકો. અને તમે એવી હિંમત કરો અને ત્યાંની પોલીસ તમને પકડે તો તમે તેને તેવું ના કહેશો, કે – હું ફલાણા ફલાણાનો પુત્ર છું. લે આ સો રૂપિયા અને રસ્તો પકડ.

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના સાગરતટે નાળિયેર પાણી પીને ખાલી નાળિયેર કચરાના ડબ્બામાં નાખ્યા સિવાય બીજો કોઈ વિચાર તમે નહીં કરો.
જાપાનના ટોકિયો શહેરમાં પાન ખાઈને રસ્તા પર તમે ગમે ત્યાં કેમ થૂંકતા નથી?

અમેરિકાના બોસ્ટન શહેરમાં તમારા વતી યુનિવર્સિટીમાં પરીક્ષા આપનારો તમે કેમ ખરીદી શકતા નથી? કે બનાવટી સર્ટિફિકેટ કેમ મેળવી શકતા નથી?

Also Read::   Chandrayaan 2 ISRO પ્રોજેક્ટ વિશે કેટલાંક પ્રશ્નો અને માહિતી....

તમે પરદેશમાં જઈ તે દેશના નિયમો, ત્યાંની સમાજ વ્યવસ્થાનો સ્વીકાર કરી, દલીલ કર્યા વિના તેને અનુરૂપ વર્તન કરો છો. પણ તેવા જ નિયમોનું દેશમાં પાલન કરવાનું તમે સ્વીકારતા નથી! તમે પરદેશથી જેવા દેશમાં આવો છો કે સિગારેટનું ઠૂંઠું રસ્તા પર ગમે ત્યાં ફેંકતા અચકાતા નથી. પરદેશની ધરતી પર તમે એક શિષ્ટ અને જવાબદાર નાગરિક તરીકે રહો છો અને વર્તો છો તો પછી એવું જ વર્તન તમારા દેશમાં કેમ કરતાં નથી? શા માટે?

- Advertisement -

આપણે મતદાન સ્થળે જઈએ સરકારના પ્રતિનિધિઓને ચૂંટીએ છીએ… અને બસ ત્યાં જ આપણી જવાબદારી પૂરી થઈ એવું માનીએ છીએ. આપણે ઘરે બેઠાં બેઠાં આશા રાખીએ છીએ કે સરકારના પ્રતિનિધિઓ આપણાં બધાં કાર્યો પૂરાં કરશે. આવા વર્તનમાં નાગરિક તરીકોનો આપણો ફાળો શૂન્ય જ નહીં પણ તદ્દન નકારાત્મક. આપણે ઈચ્છીએ કે સરકાર ગંદકી દૂર કરે પણ આપણે કચરો ગમે ત્યાં નાખવાનું બંધ ન કરીએ કે રસ્તા પર પડેલા કાગળના ડૂચાને એક જાગૃત નાગરિક તરીકે ઉઠાવી કચરાપેટીમાં નાંખીએ નહીં તો ગંદકી કેવી રીતે દૂર થશે?

આપણે બીકણ ડરના માર્યા અમેરિકાની સમૃદ્ધિમાં આળોટવા અને તેની પ્રશંસા કરવા અમેરિકા દોડી જઈએ છીએ. ન્યૂયોર્ક જ્યારે અસુરક્ષિત લાગે તો આપણે ઈંગ્લન્ડ પહોંચી જઈએ. ઈંગ્લેન્ડમાં બેકારી દેખાઈ તો ગલ્ફના દેશોમાં જઈશું. ગલ્ફના દેશોમાં યુદ્ધ ફાટી નીકળે તો તમને સુરક્ષિત ભારત લાવવાની વ્યવસ્થા કરવા માટે બૂમો પાડી ભારત સરકાર પર ભારે દબાણ કરવામાં આવે છે. બસ, બધા જ ભારત દેશને ગાળો દેવા અને લૂંટવા તાકીને બેઠા હોય છે. આપણી સમાજ વ્યવસ્થામાં હકારાત્મક અભિગમ પ્રદાન કરવાનું કોઈ વિચારતું નથી. આપણા અંતરાત્માને આપણી સંપત્તિની ઘરે ગીરવે મૂક્યો છે.
વહાલા ભારતીયો! આ લેખ ગાઢ વિચાર પ્રેરક છે, અંતરાત્માની ખોજ કરવા પ્રેરણા આપે છે, અને આત્માને સજાગ પણ કરે છે.

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જે. એફ. કેનેડીએ એમના દેશવાસીઓને કહેલા શબ્દો આજે ભારતને બરાબર બંધ બેસતા છે જે અહીં ટાકું છું.. – તમે તમારી જાતને પૂછો કે તમે ભારત દેશ માટે શું કરી શકો એમ છો અને જરૂરી છે તે કરવા કટિબદ્ધ થાઓ કે જેથી આજે અમેરિકા અને યુરોપનાં અન્ય રાષ્ટ્રો છે તેવા સમૃદ્ધ આપણો ભારત દેશ પણ બને!

ચાલો, ભારતને જેની જરૂર છે તે કરવા મંડીએ! ! !

(ભાવાનુવાદ-પ્રા. હરિવદન કલ્યાણજી કાપડિયા)

Dr. APJ Abdul Kalam Speach for New India Development

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!