BalVarta: કિંમતી ભેટ – શિયાળ મહેશ રામભાઈ
BalVarta gujarati varta balsabha children story
કિંમતી ભેટ
લેખક – શિયાળ મહેશ રામભાઈ
( ધો. ૮, જરગલી પ્રા. શાળા )
એક નદી હતી.તે નદી ખુબ જ મોટી હતી અને સુંદર હતી. નદીના કાંઠે જ એક સુંદર મજાનું નાનું એવું ગામ હતું. તે ગામનું નામ હતું રામપુર. તે ગામના લોકો હળીમળી ને રહેતા અને ગામને સ્વચ્છ અને સુંદર રાખતા હતા, તેમજ સુખ દુઃખમાં બધાને સાથ આપતાં. તે ગામના લોકો બધા સારા હતા અને ગામમાં બધા સમજુ પણ હતા તે ગામમાં એક રાજુ નામનો છોકરો રહેતો હતો. તે ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો અને બહાદુર પણ હતો. તેના મિત્રો પણ હતા તે બધા પણ ખૂબ જ હોંશિયાર હતા. આ બધા રાજુના મિત્રો રાજુ સાથે જ રમતા.
હવે વેકેશનના દિવસો હતા બધા રમતા ને મજાક મસ્તી કરતા. હવે થોડાક જ દિવસ પછી રાજુનો જન્મદિવસ હતો અને રાજુ વિચારતો કે આ વખતે તો મારા જન્મદિવસ પર મારા મિત્રોને મારા જન્મદિવસની ઉજવણી કરાવવી છે. અને તે પણ જ્યાં કોઈ ન હોય ત્યાં અને હું અને મારા મિત્રો મજા કરી શકે એવી તે કઈ જગ્યા હશે તે રાજુ વિચારતો હતો. ત્યાંજ તેના મિત્રો તેણે જોઇને દોડીને આવ્યા,અને રજુ વિચારતો હતો એટલે કહ્યું , ‘રાજુ તું કઈ કેમ બોલતો નથી’? , કઈ તકલીફ તો નથી ને? ત્યાંજ રાજુ બોલ્યો કે ના. ના. મને કોઈ તકલીફ નથી. હું વિચારતો હતો કે આ વખતે મારા જન્મદિવસે ઉજવણી કરાવવી છે અને એ પણ સારી જગ્યાએ અને આપણે બધા આનંદ કરી શકીએ તે કઈ જગ્યા છે? તે વિચારતો હતો. તમે પણ વિચારો ને કે તે કઈ જગ્યા છે , જ્યાં આપણે આનંદ કરી શકીએ.
રાજુના બધા જ મિત્રો વિચારમાં પડી ગયા. એવી તે કઈ જગ્યા છે? ત્યાં જ રાજુનો મિત્ર બોલ્યો કે જંગલમાં તો સારી જગ્યા પણ હોય અને મધુર મધુર અવાજ પણ આવતા હોય અને આ જંગલમાંથી તો આપણા ગામની નદી પણ ત્યાંથી જ નીકળે છે. રાજુ બોલ્યો કે હા આ જગ્યા ઠીક છે.
હવે રાજુનો જન્મદિવસ આવી ગયો, બધા મિત્રોએ જન્મદિવસની ઉજવણીનો સામાન પણ લઇ લીધો. અને ચાલવા માંડયા ચાલતા ગયા, ચાલતા ગયા, ત્યાંજ જંગલ આવી ગયું. તે બધા મિત્રો અને રાજુ જંગલની અંદર ગયા, જંગલ શાંત હતું અને લીલુંછમ હતું. ત્યાં કોયલ અને પોપટના મધુર અવાજ પણ આવતા હતા. જંગલની વચ્ચોવચ પહોંચી ગયા તેમને એક ખુલ્લું મેદાન મળી ગયું. રજુ એ નક્કી કર્યું કે આ જગ્યા ઠીક રહેશે અને આપને બધા સુરક્ષિત પણ રહીશું. હવે તે જન્મદિન ની ઉજવણીનો બધો જ સામાન લાવ્યા હતા જેમ કે નવી નવી વાનગીઓ રાજુના જન્મદિવસ માટે કેક,ફુગ્ગ આ બધું લાવ્યા હતા,તંબુ નો સામાન પણ લાવ્યા હતા. તેમણે એક મોટું તંબુ બાંધ્યું અને રાજુ ને કીધું કે હવે તું બહાર જઈને બેસ અમે બધું શણગારશું. રાજુ બહાર જઈને બેઠો અને તંબુ અંદર તેના મિત્રો એ ફુગ્ગા ફુલાવ્યા અને શણગારી લીધું પછી રાજુને અંદર બોલાવ્યો અને રાજુ એ કેક કાપીને બધા મિત્રો એક સાથે બોલ્યા અભિનંદન,અભિનંદન. પછી બધા મિત્રો અને રાજુએ જન્મદિવસની ઉજવણીનો આનંદ લીધો અને મજાક મસ્તી કરી, હવે રાત થઇ ગઈ હતી બધા મિત્રો વાત કરતા હતા કે આ જન્મદિવસ તો ક્યારેય નઈ ભૂલાય અને પછી બધા મિત્રો સુઈ ગયા પણ રાજુને નીંદર જ નોતી આવતી. અને તેને કૈક અવાજ સંભળાતો હતો એટલે તે શું છે તે જોવા રાજુ બહાર નીકળ્યો, હવે સવાર થવા લાગ્યું હતું તો પણ તે અવાજ સંભળાતો હતો તે અવાજ ક્યાંથી આવે છે તે રાજુ જોવા ઇચ્છતો હતો.
થોડે દૂર જતા તેને નદીનો ધસમસતો પ્રવાહ દેખાય છે એટલે તેને થયું આ જગ્યાએથી જ અવાજ આવતો હશે તે પ્રવાહ જોઇને રાજુને આનંદ થયો. નદીનો ધસમસતો પ્રવાહ જોઇને તેને થયું ચાલ મારા મિત્રો ને પણ બોલાવું અને આ નદીના ધસમસતા પ્રવાહનો આનંદ કરાવું પણ રાજુને ખ્યાલ જ ન રહ્યો કે તે કઈ દિશા એથી આવ્યો છે. તે ચારે બાજુ શોધવા મંડયો તેના મિત્રોને શોધવા તે ધસમસતા પ્રવાહ પાસે ગયો પણ તેને કૈક અલગ જ દ્રશ્ય જોયું.
તેને થયું કે આ શું છે?ત્યાં તેણે જોયું તો તેને ગુફા દેખાઈ, તે ધીરે ધીરે ગુફાની અંદર ગયો ત્યાં તે ચાલતો ગયો… ચાલતો ગયો અને ગુફા પૂરી થઇ ત્યાંજ એક અલગ જંગલ શરુ થયું ત્યાં પણ અજીબ પ્રકારના અવાજ આવતા હતા, જેમકે સિંહની ગર્જના , પોપટ – કોયલનો અવાજ, બીજા પક્ષીઓના અવાજ પણ આવતા હતા. તે ઘનઘોર જંગલ હતું. જ્યાં જોઈએ ત્યાં વૃક્ષો જ વૃક્ષો. તે જંગલમાં અજીબ પ્રકારના અવાજો આવતા જ રેહતા.
થોડે દૂર જતા રાજુ થાકી ગયો અને ચિંતા થવા લાગી કે મારા મિત્રો ક્યાં ગાય હશે અને તે આજુબાજુ શોધવા લાગ્યો પણ ક્યાય દેખાયા નહિ તેને થયું કે મને તો નઈ શોધતા હોય તો પણ શું ફાયદો? રાજુ પણ અલગ દિશામાં ગયો અને તેના મિત્રો તેના ઘરના રસ્તા તરફ જતા હતા. રાજુ અને તેના મિત્રો છુટા પાડી ગયા. રાજુ પાછો ઉભો થઇ ને ચાલવા લાગ્યો ત્યાંજ તેના પર એક સિંહે હુમલો કર્યો. રાજુની નજીક એક લાકડી હતી, રાજુએ લીધી અને સિંહ સાથે લડવા લાગ્યો ત્યાંજ સિંહ પાછો ચાલ્યો ગયો.
રાજુ ચાલતો ગયો, તેણે એક પર્વત જોયો. પર્વત ખૂબ જ મોટો હતો અને પર્વત પર મોટા મોટા પથ્થરો પણ હતા.રાજુ મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે આટલો બધો ઉંચો પર્વત મેં કડી જોયો નથી અને પર્વત ઉપર ચઢાવા માટે પગથીયા પણ હતા,રાજુ તો ચઢવા લાગ્યો ખુબ ચઢ્યો અપન પર્વત પૂરો થયો જ નહિ રાજુ થાકી ગયો અને પગથિયા પર બેસી ગયો. રાજુના પગ દુખવા લાગ્યા તે ધીરે ધીરે ચડતો ગયો.
પર્વતની ઉપર પહોંચી ગયો અને પર્વત પર તેને બધું નાનું નાનું દેખાવા લાગ્યું તે ત્યાં સારી જગ્યા શોધી બેસી ગયો અને તેને પર્વત પર ચઢી ને ખૂબ જ મજા પડી. હવે તે પર્વત તો ચડી ગયો પણ તેની બીજી બાજુએ પણ પગથિયા હતા. રાજુ એ વિચાર્યું ચાલ ને આ તરફ જાઉં તે તો પર્વત ઉતારવા લાગ્યો સાથે સાથે થાક પણ ખાતો જાતો હતો.રાજુ તો ઉતરતો ગયો…. ઉતરતો ગયો….
ત્યાં તેણે એક દરિયો જોયો અને તે તો ખુબ ખુશ થઇ ગયો, તે દોડીને દરિયાની બાજુ ચાલ્યો ગયો દરિયો ખૂબ જ મોટો હતો. તેટલો જ સુંદર હતો, તેણે ચારે બાજુ નાળીયેરનાં વૃક્ષો જોયાં.
દરિયામાં રંગબેરંગી માછલીઓ પણ જોઈ અને ખુશ થઇ ગયો. રાજુ એ રાત રોકાવવાનું દરિયા કાંઠે જ નક્કી કર્યું, તે દરિયા કિનારે ઘણી બધી હોડીઓ પણ જોઈ અને જે નાળીયેરના પાન હતા તેનું ઘર બનાવ્યું અને ખાવા માટે નાળીયેર. રાજુને નાળીયેર પર ચડતા આવડતું હતું એટલે તે ચડવા લાગ્યો અને નાળીયેર પાડવા લાગ્યો. નાળીયેર પાડીને ખાધા પછી તેણે નાળિયેરીના પાનનું ઘર હતું તેમાં જઈને સુઈ ગયો.
સવાર થવા લાગ્યું હતું એટલે રાજુ જાગી ગયો. તેણે મોઢું ધોયું અને તે દરિયાને જોતો હતો ત્યાજ તેને દરિયાની વચ્ચોવચ એક ટાપુ જોયો એટલે તેને નક્કી કર્યું કે તે ટાપુને જોવા જવું જ છે. તે માટે દરિયા કાંઠે જે હોડીઓ પાડી હતી તેની મદદથી રાજુ હોડીને લઇ ને ગયો. ટાપુ બહુ જ દૂર હતો. રાજુ તો હોડીને હંકારવા લાગ્યો.
તેણે દરિયામાં માછલી, ડોલ્ફિન, ઓક્ટોપસ વગેરે જોયું. દરિયાના મોજા આવવાથી હોડી આમ તેમ થવા લાગી, ડૂબવા લાગી ત્યાંજ એક ડોલ્ફિનને જે હોડીની આગળ એક દોરી હતી તે મોઢામાં નાખી લીધી અને રાજુને બચાવી લીધો. રાજુને ડોલ્ફિન સાથે વાત કરતા આવડતું હતું એટલે તેને કહ્યું કે મારે પેલા ટાપુ પાસે જવું છે ,મૂકી જશો? ડોલ્ફિન હા પાડી અને રાજુ તો ટાપુ પાસે પહોંચી ગયો.
ટાપુ પાસે પહોંચીને રાજુ એ જોયું તો વિશિષ્ટ ટાપુ હતો. ત્યાં ઘણા બધા માણસો પણ રહેતા હતા અને તે કૈક અલગ જ બોલી બોલતા હતા. અને તે દેખાવમાં અલગ જ પ્રકારના દેખાતા હતા. તેણે પાંદડાના કપડા અને મોઢે કાળા લીટા કરેલા હતા.
આ ટાપુ વિશિષ્ટ હતો કેમ કે ત્યાંના માણસો અલગ અને આ માણસોના એક રાજા પણ હતો, તેણે પણ પાંદડાના કપડા પહેર્યાં હતાં અને મોઢે કાળા લીટા કરેલા હતા. આ બધા અલગ માણસો જોયા અને ત્યાંથી બીજી તરફ એ પહોંચ્યો તો તેને ક્યાંક આગ અને બરફ જોયા અને બરફ અને આગની સીડીઓ પાર કરવાની હતી, આવું ત્યાં એક બોર્ડ પર લાખેલું હતું. જે લોકો અલગ ભાષા બોલતા હતા તે રાજુને આવડતી હતી તેવી જ આ પાટિયા પર લખેલું હતું આગળ જવા માટે આ આજ્ઞા અને બરફના પગથિયા પાર કરવા પડે, હવે તેને ત્યાં બરફના ટુકડા હતા. અને રાજુ પાસે એક થેલી પણ હતી રાજુ એ બરફના ટુકડા થેલીમાં ભરી લીધા અને આગના અને બરફના પગથિયા પાર કરવા માટે તેને એક ઉપાય મળ્યો, તેણે બરફના ટુકડા લીધા અને આગનું પગથિયું આવે ત્યાં એક બરફનો ટુકડો નાખે એટલે આગ હોલવાઈ જાય આમ કરતા કરતા તેણે આગના અને બરફના પગથિયા પાર કરી લીધા.
હવે તે આજુબાજુ જોતો હતો, તેને ઘોડા જેવું કંઈ દેખાયું એટલે તે દોડીને ગયો અને તેણે જોયું તો તે પાંખો વાળો ઘોડો હતો અને તે સુંદર પણ હતો તે ઉડી પણ શકતો હતો. રાજુએ કહ્યું શું તમે એકલા જ છો? તો ઊડતા ઘોડાએ કહ્યું હું એકલો જ છું ઉડતા ઘોડા એ કહ્યું શું તું પણ એકલો જ છે? રાજુ એ કહ્યું હા હું પણ એકલો જ છું. ઉડતા ઘોડાએ કહ્યું તું શું કામ અહીં આવ્યો છે? અહીં તારા જીવનનું જોખમ છે , ત્યારે રાજુએ કહ્યું કે મારા મિત્રો અને હું અલગ અલગ થઇ ગયા છીએ.
રાજુ એ ઘોડાને કહ્યું કે શું તું મારો મિત્ર બનીશ? ઉડતા ઘોડાએ કહ્યું કે હા. આમ ઉડતો ઘોડો અને રાજુ બંને મિત્રો બની ગયા. ઉડતો ઘોડો રાજુને પોતાની પીઠ પર બેસાડી ઉડાડે અને મોજ મસ્તી કરતા અને બંને સાથે જ રહેતા. બંને વાતો કરતા હતા, ત્યાં રાજુને કૈક અવાજ સંભળાયો અને તેણે ઉડતા ઘોડાને કહ્યું કે આ શાનો આવાજ છે? ઉડતા ઘોડાએ કહ્યું કે આતો માણસખાઉં રાક્ષસ નો અવાજ છે!
રાજુ કહે આ માણસખાઉં રાક્ષસનું નામ તો મેં પેલી વાર સાંભળ્યું છે! આ વિષે મને થોડું કહેશો?
તો ઉડતા ઘોડાએ કહ્યું કે આ રાક્ષસ બહુ જ ખતરનાક છે. માણસને ખાય છે! હજી સુધી કોઈ તેની સાથે લડી શક્યું નથી અને આ માણસખાઉં રાક્ષસના ડોકમાં એક લોકેટ છે.તેનાથી તે શક્તિશાળી છે અને જો આ લોકેટ કોઈ લઇ જાય તો તેની શક્તિ રહેશે નહીં. આ માણસખાઉં રાક્ષસ તો કેટલાય પ્રાણીઓને કેદમાં રાખે, ઉડતા પક્ષીઓને પણ પકડી ને કેદમાં રાખે અને જ્યારે ભૂખ લાગે ત્યારે આ પશુ-પક્ષીઓ અને માણસને ખાય છે. કેટલાય વિમાનો આકાશમાં ઉડતા હોય તો તેને પણ કેદમાં રાખે છે. તેથી આ રાક્ષસ બહુ જ શક્તિશાળી અને બહાદુર તેમજ ભયંકર છે. માણસખાઉં રાક્ષસ બહુ જ મોટો છે અને તેનાથી કોઈ લડી શકાતું નથી.
રાજુએ કહ્યું કે તો આ પ્રાણી, પક્ષી, માણસો અને કેટલાય વિમાનોને આપણે છોડાવવા જોઈએ.
આ વાતો ચાલતી હતી ત્યાંજ ઉડતા ઘોડાનું ધ્યાન માણસખાઉં રાક્ષસ પર ગયું અને ક્યાંક બીજે જતો હતો. તેણે રાજુને પણ બતાવ્યું કે માણસખાઉં રાક્ષસ બીજે જાય છે ત્યાંજ રાજુ એ કહ્યું કે આ મોકો સારો છે. પશુ-પક્ષી-માણસો અને કેટલાય વિમાનો બચાવવાનો, રાજુ એ કહ્યું ચાલો. ઉડતા ઘોડાએ કહ્યું કે રાજુ તું મારી પીઠ પર બેસી જા હું તો ઉડી શકું છું.
રાજુ ઉડતા ઘોડાની પીઠ પર બેસી ગયો અને જ્યાં રાક્ષસનું રહેવાનું સ્થાન હતું ત્યાં પહોંચ્યા. ત્યાં તો પક્ષીઓ એક મોટા પિંજારામાં બંધ હતા અને તાળું મારેલું હતું. રાજુ ઉડતા ઘોડાની ઉપરથી ઉતારી ને એક પથ્થર લીધો અને આ પિંજરાને ખોલી નાખ્યું.
બધા જ પક્ષી બહાર નીકળ્યા અને રાજુ અને ઉડતો ઘોડાનો આભાર માન્યો. કેટલાય વિમાનોને પણ છોડાવ્યા અને તેમાં વિમાન ચલાવવા વાળા એ પણ આભાર માન્યો અને બધા પોતપોતાના ઘરે ગયા. એ બધામાં રાજુના મિત્રો પણ હતા. બધા ગળે મળ્યા. પછી રાજુએ તેને બધું કહ્યું અને રાક્ષસ આવે ત્યારે સાવચેત રહેવા કહ્યું.
ત્યાંજ માણસખાઉં રાક્ષસ પાછો પોતાના સ્થાને આવતો હતો. રાજુએ જોયું ને કહ્યું કે ઘોડા ભાઈ સંતાઈ જાવ માણસખાઉં રાક્ષસ આવે છે. રાક્ષસે આવીને જોયું તો પોતાના કેદમાં રાખેલા પક્ષી-પ્રાણી માણસો કેટલાય વિમાનો બધું જ ગાયબ હતું અને તેણે ખુબ જ ભૂખ લાગી હતી. એટલા માટે તેને ગુસ્સો આવ્યો અને વિશિષ્ટ ટાપુમાં જ લોકો રહેતા હતા ત્યાં ગયો. રાજુ એ ઘોડાને બોલાવ્યો અને કહ્યું ચાલો આ રાક્ષસ ની પાછળ પાછળ જઈએ. રાક્ષસ તો બહાદુર હતો એટલે તેને તો વિશિષ્ટ ટાપુ માં જઈને કેટલાય માણસોને મારી નાખ્યા , રાજાને પણ તે રાક્ષસે પથ્થરમાં પછાડ્યો ત્યાં જ રાજુ અને ઉડતો ઘોડો પહોંચી ગયા અને આ બધાનું મૃત્યુ જોઈને રાજુને ગુસ્સો આવ્યો એટલે તેણે ઉડતા ઘોડાને કહ્યું કે હું તમારી પીઠ પર બેસી જઈશ અને તમે સીધા રાક્ષસ પાસે. તો ઘોડાએ કહ્યું હા. ઘોડાએ તો ઉડવાનું ચાલું કર્યું અને તેની ડોક પાસે ઉભો રહ્યો એવું રાજુએ તેના ડોક માંથી લોકેટ લઇ લીધું ને તોડી નાખ્યું અને રાક્ષસ મૃત્યુ પામ્યો!
રાજા હજુ જીવતો હતો ત્યાં રાજુ ગયો ત્યારે રાજા એ કહ્યું કે આ રાક્ષસને તે માર્યો તેનું ઈનામ આ ટાપુ તને આપું છું ત્યાંજ રાજા મૃત્યુ પામ્યો. રાજુ અને તેના મિત્રો પાછા પોતાના ગામમાં વિમાન લઈને ગયા અને પોતાના પરિવારને આ ટાપુ પર લઈ આવ્યા. રાજુના સાહસે રાજુને કિંમતી ભેટ અપાવી.
BalVarta gujarati varta balsabha children story