HomeJANVA JEVUAstronomy : આ તારીખોમાં ખગોળ રસિયાઓને જોવા મળશે એક અદ્ભૂત ખગોળીય ઘટના!

Astronomy : આ તારીખોમાં ખગોળ રસિયાઓને જોવા મળશે એક અદ્ભૂત ખગોળીય ઘટના!

- Advertisement -

Astronomy : The great Venus-Jupiter conjunction 2022

Contents

આગામી તારીખ 1/5/2022 ના રોજ ખગોળ રસિયાઓને જોવા મળશે એક અદ્ભૂત ખગોળીય ઘટના

Astronomy The great Venus-Jupiter conjunction 2022

આ ઘટના વિશે વિસ્તૃત માહિતી આપે છે વિજ્ઞાનના નવતર પ્રયોગશીલ શિક્ષક અને ખગોળીય ઘટનાના સતત અભ્યાસુ વિદ્વાન જયદીપસિંહ બાબરિયા…

શું છે આ ઘટના?

આગામી તારીખ 1/5/2022 ના રોજ ખગોળ રસિયાઓને જોવા મળશે, ઍક અદ્ભૂત ખગોળીય ઘટના ગુરૂ-શુક્ર બન્ને ગ્રહો એકદમ નજીક નજીક જોવા મળશે. બન્ને આટલા નજીક આવી જશે કે તેને અલગ ઓળખી પણ ન શકાય! આટલા નજીક આવી જશે.

કઈ રીતે જોઈ શકાશે?

- Advertisement -

આ ઘટના જોવા માટે કોઈ દૂરબીન કે ટેલિસ્કોપની જરૂર નહીં પડે, નરી આંખે જોઇ શકાશે.

શું જોવા મળશે?

આમ તો અત્યારે આકાશમાં નરી આંખે જોઇ શકાતા સૂર્યમંડળનાં બધા ગ્રહો જેમકે બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ બધા જોવા મળે છે , એમાંથી બુધ સાંજનાં સમયે પશ્ચિમ આકાશમાં સૂર્યાસ્ત બાદ 30 મિનીટ માટે જોઇશકાય છે. જ્યારે ગુરુ, શુક્ર, મંગળ અને શનિ આ ચાર ગ્રહો વહેલી સવારમાં પુર્વ દિશામાં એક રેખામાં જોવા મળે છે.

Also Read::   astronomy ખાસ : આકાશદર્શનમાં રસ ધરાવનારા માટે...

આવું શા માટે થશે? અને આને the great Conjunction (યુતિ) શા માટે કહેવામાં આવે છે?

બધાં ગ્રહો પોતાની ભ્રમણ કક્ષામાં સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરતા હોય છે, એમાં ક્યારેક એમની જુદી જુદી ભ્રમણ કક્ષા અને જુદી જુદી ઝડપને લીધે તેઓના અંતર સતત બદલતા રહે છે. રોડ ઉપર વાહનો જેમ ઍક બીજાને ઓવરટેક કરે તેમ આ ગ્રહો પણ ક્યારેક એકાદ ગ્રહને ઓવરટેક કરીને અગાળ નીકળી જતા દેખાય છે. આ ઓવરટેક કરવા સમયે થોડીવાર માટે બન્ને ગ્રહો એકબીજાની એકદમ નજીક આવી જાય છે. આપણી પૃથ્વી ઉપરથી એમને જોતાં તેઓ એકબીજાની સાવ નજીક દેખાય છે. આ ઘટનાને the great Conjunction (યુતિ) કહેવામાં આવે છે. ગત તારીખ 5 એપ્રિલ નાં રોજ મંગળ ગ્રહને શનિએ ઓવરટેક કર્યો હતો, ત્યારે આ બન્ને ગ્રહો એકદમ નજીક નજીક દેખાયા હતાં. એની અગાળ જોઇએ તો 22 ડિસેમ્બર 2020 નાં રોજ ગૂરૂ અને શનિ એક બીજાની સાવ નજીક જોવા મળ્યા હતાં.

Also Read::   દિયાના રંગોનો ઉજાસ: જુઓ તેના અદ્ભુત ચિત્રો...

આકાશમાં આવી જુદી જુદી ખગોળીય ઘટનાઓ બનતી જ રહેતી હોય છે.

આ દૃશ્ય જોવા માટે વહેલું જાગવું પડશે….

1લી મેના રોજ આ દૃશ્ય જોવા માટે વહેલું જાગવું પડશે. વહેલી સવારે 4.20 કલાકે એ બન્ને ગ્રહોને પુર્વ આકાશમાં ઉગતા જોઇ શકાશે. ત્યારથી લઇને 6 વાગ્યા સુધી સતત દોઢ કલાક સુધી આ નજારો જોવા મળશે.

સાથે કયા ગ્રહો દેખાશે?

- Advertisement -

આ બન્ને ગ્રહોની થોડો ઉપર ને જમણી બાજુએ લાલ રંગનો ઝાંખો દેખાતો ગ્રહ એ મંગળ હશે અને મંગળથી થોડે ઉપર જેમણે ઝાંખો દેખાતો ગ્રહ એ શનિ હશે.

આલેખન – જયદીપસિંહ બાબરિયા

 

Astronomy The great Venus-Jupiter conjunction 2022

GOD'S GIFT GROUP DRAWING BOOK
જાહેરાત

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!