HomeBALSABHAGujarati Balvarta : પરાધીનતાનું પરિણામ

Gujarati Balvarta : પરાધીનતાનું પરિણામ

- Advertisement -

Gujarati Balvarta velue story motivational exam result

પરાધીનતાનું પરિણામ

લેખક – જય પંડ્યા

Gujarati Balvarta velue story motivational exam result

 

- Advertisement -

વિરસર નામનું એક ગામ હતું. તે ગામમાં રીના અને મીના નામે બે છોકરીઓ રહેતી હતી બંને ગામની પ્રાથમિક શાળામાં 8 માં ધોરણમાં અભ્યાસ કરતી હતી.

બંને પાક્કી બહેનપણી હતી. બંને સાથે સ્કૂલે આવે અને એકબીજાના ઘરે રમવા આવે અને દર રવિવારે ગાર્ડનમાં ફરવા જાય. સ્કૂલમાં કોઈ મજાક કરે તો બંને એકબીજાનો બચાવ કરતા હતા.

એક દિવસની વાત છે,

રીના અને મીના ક્લાસમાં બધાની સાથે બેઠા હતા. ત્યાં સીમા ટીચર ક્લાસમાં આવ્યા તેમણે કહ્યું કાલે તમારી બધાની ઈંગ્લીશની ટેસ્ટ છે..

રીના સરળ સ્વભાવની હતી પણ, મીના ચાલાક હતી.

- Advertisement -

મીના : રીના મને ટેસ્ટમાં કંઈ નથી આવડતુ

રીના : કંઈ વાંધો નહીં તું મારી ટેસ્ટમાંથી કોપી કરી લેજે ઓકે.

મીના : ઠીક છે.

બીજે દિવસે બધા સ્કૂલે આવ્યા,

Also Read::   Reading habit બાળકોમાં વાંચનની આદત કેવી રીતે કેળવવી?

ટેસ્ટ શરૂ થઈ રીનાએ પોતાની ટેસ્ટ મીનાને આપી અને મીનાએ કોપી કરી લીધી.

- Advertisement -

મીના : થૅન્ક યુ રીના.

રીના : ઇટ્સ ઓલ રાઈટ

ટીચરે ટેસ્ટ ચેક કરી આ કેમ શક્ય બને મીનાને દસમાંથી દસ આવી શકે?

બીજે દિવસે ટીચરે કહ્યું કાલે તમારી મેથ્સની ટેસ્ટ છે.

મીના : આ સાંભળી અને કહે છે રીના હવે હું શું કરીશ?

રીના : કાલે પાછી કોપી કરી લેજે.

મીના : ઓકે.

બીજે દિવસે બધા સ્કૂલે આવે છે ટેસ્ટ શરૂ થાય છે.

ટીચર : મીના આજે તું રીના પાસે નહીં પણ રિંકુ પાસે બેસ.

મીના : કેમ ટીચર?

ટીચર : બસ આમ જ જા..

પછી ટેસ્ટ શરૂ થાય છે.

રીના ટેન્શનમાં ઝડપથી ટેસ્ટ ભરી ક્લાસની બહાર આવી જાય છે.

થોડીવાર બાદ ટેસ્ટનો ટાઈમ પૂરો થાય છે મીના બહાર આવે છે

તે ખુબ રડે છે.

રીના હવે શું મારે તો ઝીરો માર્ક્સ આવશે.

Also Read::   એડન્ટની શોધ...

રીના : સોરી પણ હું કંઈ કરી શકું એવી સ્થિતિ ન હતી

ટીચર  આ બધું સાંભળી જાય છે.

ટીચર : રીના,   મીના બંને ક્લાસમાં આવો રીનાને પુરા માર્ક્સ આવે છે અને મીનાને ઝીરો માર્ક્સ આવે છે.

તું હોશિયાર અને સંસ્કારી છોકરી છે રીના તારે મીનાને પ્રામાણિક બનતા શીખડાવવું જોઈએ તેને ખોટા કામમાં પ્રોત્સાહન ન આપવું જોઈએ.

રીના : સોરી ટીચર..
મીના : સોરી ટીચર..

રીના અને મીનાને પરીક્ષામાં સારા ગુણ આવે કે ન આવે પણ જીવનમાં સારો ‘ ગુણ ‘ આવે તેવો પાઠ ભણ્યો.

લેખક – જય પંડ્યા

( આ વાર્તા પર લેખક જય પંડ્યાના કોપી રાઈટ ( © copy rights ) હોય. વાર્તાનો મંજૂરી વગર કોઈ પણ માધ્યમમાં ઉપયોગ કાયદાને આધિન રહેશે. )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!