HomeCINEMAFilm ખૂબ જ ડરાવનારી, ચોંકાવનારી ગાથાનું નામ છે "વશ"

Film ખૂબ જ ડરાવનારી, ચોંકાવનારી ગાથાનું નામ છે “વશ”

- Advertisement -

Vash gujarati film thriller review by vijay patel

Film ખુબજ ડરાવનારી, ચોંકાવનારી ગાથાનું નામ છે “વશ”

વિજય કે. પટેલ

( લેખક, ગુજરાતી ફિલ્મના ડિરેક્ટર, પ્રોડ્યુસર, લેખક, અને સિનેમેટોગ્રાફર છે. આ રિવ્યૂ આપણ વેબસાઈટ માટે ઉપલબ્ધ કરાવવા માટે અમે એમના આભારી છીએ. – ટીમ ‘ સહજ સાહિત્ય ‘ ) 

Vash gujarati film thriller review by vijay patel
Vash gujarati film thriller review by vijay patel

“વશ” એક એવી ગુજરાતી ફિલ્મ છે જેનું એક પાત્ર કોઈ જ કારણ વિના પરપીડન વૃત્તિથી પીડાતું હોય અને પોતાને આસુરી વૃત્તિનો હોવાનું જણાવતી-ગણાવતી વખતે એટલું બધું ગૌરવ લે જાણે પોતે જ સમુદ્ર મંથનનો કર્તા હર્તા હોય અને એની ચુંગાલમાં ફસાઈ જાય આજનું આધુનિક પરિવાર જેમાં બાપ દીકરી મિત્રોની જેમ જીવી શકતા હોય અને આ અસુર એની આસુરી વૃત્તિથી આખા પરિવારને કાળોતરાની જેમ આભડીને કેવી રીતે પોતાની જીભ અને અવાજથી જ તહસ નહસ કરી નાંખે છે એની ખુબજ ડરાવનારી, ચોંકાવનારી ગાથાનું નામ છે “વશ”.

Vash gujarati film thriller review by vijay patel

- Advertisement -

“વશ”ની એક ઉપલબ્ધી એ પણ છે કે આ ફિલ્મ ગુજરાતી તો છોડો પણ કદાચ ભારતીય ફિલ્મ્સના ઇતિહાસમાં આવેલી સર્વ પ્રથમ “ગ્રાઇન્ડ હાઉસ” પ્રકારની ફિલ્મ છે.

Also Read::   the hunger games : આગ કા દરિયા હૈ, ડૂબ કે જાના હૈ...

“ગ્રાઇન્ડ હાઉસ” પ્રકારની ફિલ્મ્સમાં કોઈપણ પ્રકારની પૂર્વધારણા વિના એનું ખલનાયક પાત્ર અત્યંત ક્રૂર થઈને કાળો કેર વર્તાવતું હોય છે.

આ પ્રકારની ફિલ્મ જાતીય કે જાતિગત અથવા તો રંગભેદ નસલના પરપીડનને કે શોષણ કે કોઈપણ દુષણને ન્યાયિક ગણાવવાને બદલે મૂલતઃ આ જ એની પ્રકૃતિ છે તેમ વર્તીને આ જાતક (ખલનાયક) આવો જ છે તેવું પ્રસ્થાપિત કરતી હોય છે.

Vash gujarati film thriller review by vijay patel

દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક “વશ” માં સોળે કળાએ ખીલ્યા છે.

- Advertisement -

લેખન (કથા – પટકથા – સંવાદ )છબીકલા અને ધ્વનિ, પાર્શ્વભૂ સંગીત બધાં જ વિભાગોએ અસરકારક રીતે “વશ”માં દર્શકોને વશીભૂત કર્યા છે.
અભિનયકળામાં માહિર અને અઠંગ પીઢ અદાકાર હિતેનકુમાર અસુરની ભૂમિકામાં એ હદે ખીલ્યા છે કે સામાજિકપણે રાક્ષસની સમજણ જ બદલાઈ જાય અને એમાં પણ જયારે હિતેનકુમાર પોતે જયારે જયારે પોતાને ભજવેલા પાત્રમાં રાક્ષસ ગણાવે છે ત્યારે ત્યારે એમના મંદ સ્વરની ધ્રુજારી દર્શકોની કરોડરજ્જુને કંપકંપાવી નાંખે છે.

Also Read::   ધ જાપાનીઝ વાઈફઃ ધ ઈન્સપાયર ફિલ્મ…કેટલું ગુજરાતી?

જાનકી બોડીવાલા નામની એક નમણી નાજુક છોકરીનું જે રીતે વશીકરણ થાય છે અને એ નમણી છોકરી જે રીતે અભિનય કરે છે. એ જોઈને દર્શકોને ફકત દયા જ આવતી નથી પણ અરેરાટી થઇ ઉઠે છે.

પિતાના પાત્રમાં હિતુ કનોડિયાએ પોતાના આગવા અભિનયથી જે પિતાને જન્મ આપ્યો છે જાણે કે દરેક દીકરીને એમ થાય કે બાપ હો તો આવો અને નીલમ પંચાલે માતાના પાત્રમાં જીવ રેડી દીધો છે.
અંતમાં “વશ” ફિલ્મ એકમાત્ર ફિલ્મ નથી પણ ભારતીય ફિલ્મ ઇતિહાસમાં જવલ્લેજ બનતી ઘટના છે.

Vash gujarati film thriller review by vijay patel

#Vash #gujarati #film #thriller #review #Hitenkumar #hitukanodia #jankibodivala #nilampanchal #krushnadevyagnik

- Advertisement -

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..
https://www.facebook.com/sahajsahity/

Website
https://edumaterial.in/

YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!