HomeSAMPRATSriLanka શ્રીલંકા : સમૃદ્ધિથી સમસ્યા સુધી...

SriLanka શ્રીલંકા : સમૃદ્ધિથી સમસ્યા સુધી…

- Advertisement -

SriLanka Economic Crisis International India

SriLanka શ્રીલંકા : સમૃદ્ધિથી સમસ્યા સુધી…

SriLanka Economic Crisis International India

હિંદ મહાસાગર, અરબ સાગર, બંગાળની ખાડી અને આગળ ભારત જેવો સમૃદ્ધ દેશ.એક સમયે દેશ દેશના લોકો જ્યાંથી વેપાર માટે વસ્તુઓ આયાત, નિકાસ કરવા માટે પડાપડી કરી રહ્યા હતા! પુરાણોમાં જ્યાં સોનાની લંકા હતી! ત્રણ ખંડોના બંદર તરીકે દરિયાઈ વેપાર માટે વ્યૂહાત્મક સ્થાન ધરાવતું શ્રીલંકા આજે ભડકે બળી રહ્યું છે… SriLanka

ચાલો એક એવી સફરે જ્યાં શ્રીલંકાના ભવ્ય ભૂતકાળથી આજ સુધી વાતો સેલ્લારા લે છે… SriLanka

સિંહાલી લોકોનું આગમન સૌ પ્રથમ ત્યાં થયું. ભારતીય તમિલો આવી ને ત્યાં વસ્યા. પોર્ટુગલ, ડચ લોકો પણ લલચાય ત્યાં શાસન કર્યું અને આખરે અંગ્રેજોએ એને બાનમાં લીધું. એની જંગલી પેદાશો અને દરિયાઈ સમૃધ્ધિથી આ બધા આકર્ષાયા. ખૂબ વેપાર કર્યો અને ચાલ્યા ગયા. અહીંની પ્રજાએ પણ ખૂબ ધન કમાયું. પોતાની વ્યૂહાત્મક સ્થિતિનો ગર્વ કરી ને આંતરરાષ્ટ્રીય સ્તરે બધા પાસેથી લાભો લીધા અને હવે ધાર્યું ન હતું ત્યાં આવી ને ઉભા રહ્યા છે.

- Advertisement -

ત્યાં પેદા થતી ખેત પેદાશો, દરિયાઈ પેદાશો, નારિયેળ, કાજુ, બદામ, અંજીર વગેરે જેવા ડ્રાય ફ્રુટ માટે યુરોપ અને અમેરિકા જબરી આયાત કરાવતા. SriLanka

વર્તમાનના સત્તાધારી પક્ષ અને જેઓ સળગતા શ્રીલંકાને રેઢા મૂકીને રાજીનામું આપી રહ્યા છે એવા એના વડાપ્રધાન રાજપક્ષે ( Gotabaya Rajapaksa ) પોતાના સમીકરણોને પોલિસી બનાવ્યા વગર દેશ પર લાગૂ કરવાની ઉતાવળ કરેલી અને આજે એનું પરિણામ આખો દેશ ભોગવે છે. SriLanka

શ્રીલંકા ( SriLanka ) છેલ્લા 15 વર્ષથી આર્થિક સંકટ ભોગવે છે. એણે કેટલાંય દેશો પાસેથી લોન લીધી છે અને આમ છતાં આયાત – નિકાસ વેપાર અને ઘર આંગણાના ઉદ્યોગો પર ધ્યાન ન દેવાને કારણે આજે આ સ્થિતિ આવી છે.

Also Read::   QUAD : દેશના વડા પ્રધાન બેઠક માટે જાપાન ગયા છે. આ QUAD છે શું? જાણો કવાડ વિશે બધું જ...

SriLanka શ્રીલંકા સમૃદ્ધિથી સમસ્યા સુધી…

શ્રીલંકા ઈતિહાસમાં સિલોન દેશ તરીકે ઓળખાતું.

- Advertisement -

ચોલા શાસન હેઠળ આ ટાપુ મુમુડી ચોલામંડલમ એટલે કે ત્રણ તાજ ધારણ કરેલ ચોલાનું ક્ષેત્ર તરીકે જાણીતું હતું.

18 મી સદીમાં બ્રિટન સાથે યુદ્ધો કર્યા.

4 ફેબ્રઆરી 1948 ના રોજ અંગ્રેજ સત્તા માંથી સ્વતંત્રતા મળી.

22 મે 1972 ના રોજ પ્રજાસત્તાક બન્યું.

7 સપ્ટેમ્બર 1978 માં રોજ વર્તમાન બંધારણ અમલમાં આવ્યું.

- Advertisement -

આશ્ચર્ય તો જુઓ કે એ જ 7 સપ્ટેમ્બર 2022 ના રોજ 44 વર્ષમાં જ લોકો તોફાને ચડે છે અને પૂરા 50 વર્ષ થાય એ પહેલાં જ અરાજકતાનો માહોલ સર્જાય છે.

શ્રીલંકાના ભૌગોલિક સ્થાન અને ઊંડા બંદરોએ તેને પ્રાચીન સિલ્ક રોડ વેપાર માર્ગના શરૂઆતના દિવસોથી લઈને આજના સમય સુધી ખૂબ વ્યૂહાત્મક મહત્વ આપ્યું છે. મેરીટાઇમ સિલ્ક રોડ કહેવાય છે. કારણ કે તેના સ્થાને તેને એક મુખ્ય વેપારનું કેન્દ્ર બનાવ્યું છે. SriLanka

તે પહેલાથી જ અનુરાધાપુરા સમયગાળાની જેમ ફાર ઈસ્ટર્નર્સ અને યુરોપિયનો બંને માટે જાણીતું હતું . લક્ઝરી ચીજવસ્તુઓ અને મસાલાઓના દેશના વેપારે ઘણા રાષ્ટ્રોના વેપારીઓને આકર્ષ્યા.

1983 થી શરૂ થયેલું તમિલ ટાઈગર લિબ્રેશન ( defeated the Liberation Tigers of Tamil Eelam ) સાથેનું ગૃહયુધ્ધ એક રીતે 2009 માં પૂરું થયું પરંતુ તેની અસરે શ્રીલંકાના સોના પર ઘણા ઉઝરડા કર્યા જેનો લાભ મહાસત્તા ધરાવતા દેશોએ લીધો.

19મી અને 20મી સદીમાં, શ્રીલંકા તેના તજ , રબર અને સિલોન ચાના ઉત્પાદન અને નિકાસ માટે પ્રખ્યાત વાવેતર અર્થતંત્ર બની ગયું હતું, એટલું જ નહિ શ્રીલંકાની જીડીપી માથાદીઠ આવકની દ્રષ્ટિએ દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં બીજા ક્રમે હતું.

Also Read::   Atal bihari vajpayee અટલ બિહારી વાજપેયી :  હિંદ છોડો આંદોલનથી આજ સુધી...

SriLanka શ્રીલંકા આર્થિક કટોકટીના કારણો…

આર્થિક પોલિસી નબળી પડી

વધુ વિદેશી રોકાણ લીધું.

ઘરઆંગણે થતાં કાચામાલ માટે પરંપરાગત યોજનઓ બંધ થઈ.

પર્યટન, જેણે અર્થતંત્રને વિદેશી ચલણના ઇનપુટ સાથે પ્રદાન કર્યું હતું, તે કોવિડ રોગચાળા દરમિયાન ક્રેશ થયું છે.

કૃષિ કાયદામાં તાત્કાલિક ફેરફારોને આયોજન વિખેર્યું.

ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.

બંદરોના વિકાસ માટે ચીન, રશિયા, જાપાન અને અમેરિકા પાસેથી વગર કારણે લોન લેવામાં આવી.

રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વેપાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને પછી નવેમ્બર 2021માં, શ્રીલંકાએ ખાદ્યપદાર્થોની વધતી કિંમતો અને યોજના સામેના અઠવાડિયાના વિરોધને પગલે વિશ્વનું પ્રથમ ઓર્ગેનિક ફાર્મિંગ રાષ્ટ્ર બનવાની તેની યોજના છોડી દીધી.

આવા અનેક રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સમસ્યાઓનો સામનો કરી રહેલું શ્રીલંકા સળગી રહ્યું છે ત્યારે કયો દેશ આ આગ હોલાવશે અને કોણ ઠંડા કલેજે એનાથી હાથ શેકી લેશે એ જોવું રહ્યું.

SriLanka Economic Crisis International India

#SriLanka #Gotabaya #Rajapaksa #EconomicCrisis # FinancialCrisis #International #India #SriLankaCrisis2022

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!