HomeEDUMATERIALOnline શિક્ષણ: ધોરણ 3 થી 5 અને 6 થી 8 માટે અર્થગ્રહણ...

Online શિક્ષણ: ધોરણ 3 થી 5 અને 6 થી 8 માટે અર્થગ્રહણ ફકરા…

- Advertisement -

Online શિક્ષણ: ધોરણ 3 થી 5 અને 6 થી 8 માટે અર્થગ્રહણ ફકરા…

 

નમસ્તે વિદ્યાર્થી મિત્રો તથા વલિશ્રીઓ,

આજથી સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ ધો. ૧ થી ૯નું ઓફ લાઈન શિક્ષણ બંધ થયું છે. ઓનલાઇન શિક્ષણ ચાલુ છે અને જ્યારે બાળકો ઘરે છે ત્યારે એનું ઓછામાં ઓછું વાંચન, લેખન, ગણન છૂટી ન જાય તે માટે આપના સહકારથી આ કાર્ય કરવો. જેથી કેળવણી સાથે બાળક જોડાઈ રહે. 

 

- Advertisement -

અમે અહીં રોજ એક ફકરો  મૂકીશું જે બાળકના વાચન, લેખન, ચિંતન અને અર્થગ્રહણ તથા તેનાથી મળતાં જવાબના પરિણામ માટે ખૂબ ઉપયોગી થશે. આ ફકરા પર કામ કરવા નીચેની બાબતો ધ્યાનમાં રાખવી… 👇👇👇

 

– બાળક અર્થગ્રહણ કરતાં શીખે તો જ સાચું વાચન લેખન આવડ્યું કહેવાય. 

– સૌપ્રથમ આ ફકરો અને પ્રશ્ન એક બુકમાં લાખો. 

– આ ફકરો વિદ્યાર્થીઓ મોટેથી વાંચે એવો આગ્રહ રાખો જેથી શબ્દના ઉચ્ચાર અને આરોહવરોહ આવે.

- Advertisement -

– પછી મનમાં એક વખત વાંચે.

– ત્યારબાદ નીચે આપેલાં પ્રશ્નોના જવાબ ફકરા માંથી શોધીને લખે. 

 

અહીં ઈમેજ સ્વરૂપે અને પીડીએફ સ્વરૂપે ફકરા રહેલાં છે. બાળકને જે રીતે ફકરા લખવા ફાવે એ રીતે લખી શકાશે. પ્રિન્ટ કાઢવા માટે પીડીએફ પણ આપેલી છે. 

 

- Advertisement -

અર્થગ્રહણ: ધો. ૩ થી ૫ માટે આજનો ફકરો… 

હાથીએ મધમાખીથી ભરેલી થેલી પીઠ પર મૂકી. તે શિયાળના રહેઠાણ પાસે પહોંચ્યો. શિયાળ હાથીને અને તેની પીઠ પરની થેલી જોઈને ખુશ થઈ ગયો. પહેલાની માફક જ તે ફરી હાથીની પીઠ પર જઈ બેઠો. તેને થયું થેલીમાં ગોળ હશે. શિયાળે થેલીના મોંની દોરી ખોલી ખાવા માટે હાથ નાખ્યો. ઘણા લાંબા સમયથી અંદર પુરાયેલ મધમખીઓ ફુવારાની જેમ થેલીમાંથી ઊડીને ડંખ દેવા લાગી. શિયાળે પીડાથી બૂમો પાડી, ‘હાથીભાઈ મને જલદી નીચે ઉતારો, મારી ભૂલ થઈ ગઈ. હવે ક્યારેય પણ ચોરી નહિ કરું.’ હાથી નીચે બેઠો એટલે શિયાળ પીઠ પરથી ઊતરી ગયો.

Also Read::   અર્થગ્રહણ ફકરો: દિવસ – 12

 

પ્રશ્નો – 

૧. હાથી પહેલાં શિયાળ માટે શું લાવતો હશે?

૨. આ વખતે શિયાળ માટે હાથી શું લાવ્યો?

૩. હાથીની પીઠ પર રહેલી થેલીમાં શું હતું?

૪. હાથીએ શિયાળ ભાઈને શાની સજા આપી?

૫. તમને આ ફકરા માંથી હાથી અને શિયાળ માંથી કોણ ગમ્યું? 

******

 

અર્થગ્રહણ: ધો. ૬ થી ૮ માટે આજનો ફકરો… 

ચીનનું એક અંતરિયાળ ગામ અને તેમાં નિશાળ છે. એના શિક્ષક છે શ્રીમાન ગાઓ. આ ગાઓને એક દિવસ પોતાને ગામ મહિનો દિવસ જવાનું થાય છે. કેટલીક શોધખોળ પછી એક છોકરી વેઈ મિન્ઝી નામે. તે તૈયાર થાય છે. તેને બધું શીખવે છે. રોજનું એક ગીત ગાવાનું, પાઠને બોર્ડ પર લખવાનું અને બાળકો એનું અનુલેખન કરે. બધું સમજાવી અને પછી તેને છવ્વીસ દિવસના છવ્વીસ ચૉક આપે છે. ગાઓ મુખી સાથે પોતાના ગામ તરફ નીકળે છે ત્યારે વેઈ મિન્ઝી જીદ્દ કરે છે કે એ બધું તો બરોબર પણ મારા પચાસ યુઆનનું શું? એટલે મુખી ગુસ્સે થઈ જાય છે પણ ગાઓ તેમને સમજાવે છે કે તારે છોકરાઓને બરોબર સંભાળવાના છે. અઠ્ઠાવીસ છોકરામાંથી એક પણ ઓછો નહીં થાય તો પચાસ યુઆન ઉપરાંત મારા પગારમાંથી દશ યુઆન હું તને આપીશ અને મિન્ઝી માની જાય છે.

Also Read::   ગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ – 9

 

પ્રશ્નો – 

૧. શાળાના શિક્ષકનું નામ શું છે? 

૨. શિક્ષકે પોતાના બદલે ભણાવવા માટે રાખી એનું નામ શું હતું?

૩. શિક્ષકે શા માટે પોતાના બદલે બીજાને શાળા સોંપી?

૪. શ્રીમાન ગાઓ વેઈ મિન્ઝીને શાળામાં શું શું શીખવવાનું કહે છે?

૫. વેઈ મિન્ઝી કુલ કેટલાં યુઆન મળવાના હતા?

બંને ફકરાની પીડીએફ નીચે આપેલી છે… 👇👇👇

( ડાઉનલોડ કરવા એના પર ક્લિક કરો. ) 

arthgrahan day1

સંકલન – https://edumaterial.in/ 

🙏🌈🌈🌈🌈🌈🌈🌈🙏

અમારી અન્ય બાળવાર્તાઓ… 👇👇👇

રોબોટિક ઉંદર

સ્કુલના વડલા દાદા

આપ કતાર મેં હૈ…!

જંગલ એપ્લિકેશન

RRR ના કોમારામ ભીમ

****

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!