Why annkut on New year first day? Govardhan puja
બેસતા વર્ષે અન્નકૂટ શા માટે ધરાય છે? શું છે નવા વર્ષના પ્રથમ દિવસનું મહત્વ….
કારતક સુદ એકમના દિવસે નવું વર્ષ શરૂ થાય છે, તેથી એ દિવસે આખા વર્ષનું પ્રભાત ગણાય. જેની સવાર સારી તેનો આખો દિવસ સારો, એ રીતે જેનો વર્ષનો પ્રથમ દિવસ શુભ તેનું સમગ્ર વર્ષ કલ્યાણકારી બને છે. Why annkut on New year first day? Govardhan puja
માનસર શાસ્ત્રીય દૃષ્ટિએ પણ ફાસ્ટ ઇમ્પ્રેશન ઈઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન એવું કહેવાય છે. – નવો માણસ, નવો દિવસ કે નવો વર્ષ એની પહેલી અસર જે આપણા પર પડે તેનું સ્મરણ કાયમ રહે છે. Why annkut on New year first day? Govardhan puja
આ દિવસને બલી પ્રતિપદા પણ કહેવામાં આવે છે. પ્રહલાદનો પુત્ર વિરોચન અને વિરોચનનો પુત્ર બલી. જેમના રાજ્યઅને વ્રતનો ભનાગ કરવા, વિષ્ણુ ભગવાને વામન અવતાર ધારણ કરી અને તેમની પાસેથી તેનો રાજ્ય છોડાવ્યું હતું અને બલીને નજરકેદ તરીકે રાખ્યો હતો.
Why annkut on New year first day? Govardhan puja
નવા વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટ શા માટે ધરાય છે?…
ભાગવતમાં આવતી કથા અનુસાર એક વખત વરસાદ ન થવાને કારણે ગોકુળના લોકો ઈન્દ્રની પ્રજા કરી રહ્યા હતા અને આ જોઈ અને શ્રીકૃષ્ણએ તેમને ગોવર્ધનની પૂજા કરવાનું કહ્યું અને સૌ લોકો ઈન્દ્રને ભોગ ચડાવી રહ્યા હતા એ ભોગ ગોવર્ધનની પૂજા કરતા સમયે ગોવર્ધન પર્વત ને એ ભોગ ચઢાવવાની વાત શ્રીકૃષ્ણએ કરી, આથી ગોવર્ધન પર્વતને આ ભોગ ધરાવામાં આવ્યો. એ દિવસ હતો કાર્તિક માસના શુક્લ પક્ષનો પડવાનો દિવસ અને તેથી ત્યાર પછી વર્ષના પ્રથમ દિવસે દરેક મંદિરે ખાસ કરીને શ્રીકૃષ્ણને અને ગોવર્ધન પર્વતના પ્રતિક સ્વરૂપે અન્નકૂટ ધરવાનો રિવાજ શરૂ થયો છે.
આજે તમે જોશો કે દરેક શહેરમાં બેસતા વર્ષના દિવસે દરેક મંદિરમાં અન્નકૂટ ધરવામાં આવે છે.
Why annkut on New year first day? Govardhan puja
#annkut #Newyear #firstday #temple #shrikrushn #annkut #govardhanpuja
Follow this page….
https://www.facebook.com/sahajsahity/
અમારા આ પેઇજ પર…
સાહિત્ય, બાળકો માટેની વાર્તા, બાળકોએ લખેલી વાર્તા, વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી સાહિત્ય,
ધાર્મિક, જીવનમૂલ્યો આધારિત લેખ, સમાચાર અને માહિતી લેખો, દેશ દુનિયાનું અવનવું, શિક્ષણના નવા પ્રવાહો, પુસ્તક પરિચય,
… તો, માહિતી, કલા, સાહિત્ય, કેળવણી જેવા વિષયો સાથે અમે આપના સુધી પહોંચી રહ્યા છે તો આ ગ્રુપ સાથે જોડાઈ અવનવું વાંચન મેળવો…
https://www.facebook.com/sahajsahity/