Vaishno devi temple stamped. વૈષ્ણો દેવી: મંદિર, મહત્વ અને માનવ મહેરામણ
વૈષ્ણો દેવી: મંદિર
વૈષ્ણો દેવી મંદિર(Vaishno devi temple stamped) ભારતના જમ્મુ કાશ્મીર ના કટારામાં આવેલું છે. મંદિર જે પર્વત પર સ્થિત છે તે પર્વતનું નામ ત્રિકૂટ પર્વત છે. ત્રિકૂટ પર્વતનું પુરાણોમાં ખૂબ મહત્વ છે. ઉપર ચડવા માટે આશરે બારેક ફૂટ ઉપર આવેલું છે. હેલિકોપ્ટર દ્વારા પણ ત્યાં પહોંચી શકાય છે. હજારો લોકો એક દિવસમાં ત્યાં મુલાકાત લે છે. જ્યારે ભાગદોડની ઘટના બની ત્યારે અખબારના અહેવાલ પ્રમાણે ત્યાં ભવનના પરિસરમાં ૩૫૦૦૦ થી ૫૦૦૦૦ થી વધુ લોકો હાજર હતા… કયા કયા કામ માટે ગ્રામપંચાયતમાં વપરાય છે ગ્રાન્ટ…
શા માટે અહીં આટલો માનવ મહેરામણ ઉમટે છે? મંદિરનું શું મહત્વ છે? જોઈએ આગળ…
વૈષ્ણો દેવી મંદિરનું મહત્વ –
જમ્મુ જિલ્લાના કટારા થી ૧૩ કિમીની આસપાસ ત્રિકૂટ પર્વત પર પથ્થરના ત્રણ પિંડ એક ગુફામાં વસેલાં હતાં. એક માન્યતા અનુસાર અહીં ભૈરો નાથ નો વધ દેવી વૈષ્ણો દેવી એ કરેલો તેથી તે ‘ ભવન ‘ તરીકે પણ આ સ્થળ ઓળખાય છે. પછી ભૈરવ નાથે ક્ષમા માંગી. પછી માતાએ વરદાન આપી એમનું સ્થાનક ત્યાં જ સ્થાપિત કર્યું. આજે ત્યાં મંદિર છે.
અહીં ત્રણેય પિંડ ક્રમશઃ મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી બિરાજમાન છે. આ ત્રણેયનું સમ્મિલિત સ્વરૂપ એટલે વૈષ્ણો દેવી. ભક્તો એને માતારાણી કહીને પણ બોલાવે છે.
શા માટે માનવ મહેરામણ ઉમટે છે? –
શ્રીધર નામના વ્યક્તિને ત્યાં માતા વૈષ્ણો દેવી એ જન્મ લીધો એવી પણ એક કથા છે જેથી એવી માન્યતા છે કે અહીં દર્શન કરનાર સ્ત્રીઓને પ્રસવ પીડા ઓછી થાય છે અને બાળક નિરોગી રહે છે. માટે લોકોનો ધસારો વધુ રહે છે. હજારો લોકો એક દિવસમાં ત્યાં મુલાકાત લે છે. જ્યારે ભાગદોડની ઘટના બની ત્યારે અખબારના અહેવાલ પ્રમાણે ત્યાં ભવનના પરિસરમાં ૩૫૦૦૦ થી ૫૦૦૦૦ થી વધુ લોકો હાજર હતા.