The annual wildebeest migration in Kenya is the 8th wonder of the world by nalin pandit
Contents
Wonder કેન્યામાં જોઈ અમે આઠમી અજાયબી!
– ડૉ. નલિન પંડિત સાહેબ
( નિવૃત્ત શિક્ષણ નિયામક GCERT ગાંધીનગર. હાલ ભાવનગર. )
કેન્યા એટલે પૂર્વ આફ્રિકાનો એક નાનકડો દેશ.
અહીં ‘ મસાઇ ‘ નામે જંગલમાં ક્યાંયે પાકો રોડ નથી. ‘ મારા ‘ નામે મજાની નદી છે.
આ જંગલમાં કાચા રોડ ઉપર પ્લેન આવજા કરે છે. છેને અકલ્પનીય! ગઈકાલે જ નિહાળ્યું અને પ્રત્યક્ષ માણ્યું.
આ જંગલમાં હજારો ટેકરીઓ છે.
લાખો વન્યપ્રાણીઓ છે. હાથી, સિંહ, દીપડા, વરુ, હિપો, ગેંડા, મગર, ઝીબ્રાનો પાર નથી.
આ જંગલમાં એક ડુંગરની ટોચે અમે માણ્યું તે કાચા ટ્રેકનું એરપોર્ટ છે. અહી રોજના વીસેક પ્લેન આવજા કરે છે. The annual wildebeest migration in Kenya is the 8th wonder of the world by nalin pandit
અહીં એરપોર્ટ નથી!….
અહીં એરપોર્ટને નથી બિલ્ડિંગ, નથી ચેકીંગ, નથી લાઈટ. નથી માઇક. નથી બેસવા જગ્યા. માત્ર એક ઝૂંપડું છે. તેમાં બેસવું હોય તો બેસો, બાકી ખુલ્લામાં બેસી મોજ માણો. કારણ અહીંની હવા ઠંડી છે. 15 20 ડિગ્રી તાપમાન છે. અહી ગરમ પહેરી મસ્ત હવાની મોજ માણી.
અહી પ્લેન વહેલું મોડું થાય તો કહેવા માટે કોઈ સ્ટાફ નથી. હા બે પાંચ સોલ્જર જેવા માણસો છે. જે આપણને વન્યપ્રાણીથી રક્ષા કરવા માટે હોય તેવું માનું છું. The annual wildebeest migration in Kenya is the 8th wonder of the world by nalin pandit
હા એક વાત છે. આ પ્લેન પાંચથી માંડી ત્રીસેક સિટના જ છે. પણ આપણી બસ જેવડા તો છે જ.
પ્લેન ટાંચના કાચા રોડ ઉપર નીચે ઉતરીને બસની જેમ આવીને આપણી પાસે આવીને ઉભુ રહે. પાંચેક પગથિયાની સીડી. પ્લેન ઉભુ નથી કે પેસેન્જર ઉતર્યા નથી. તેઓ ઉતરે ત્યાં સુધીમાં લગેજ તેની બાજુમાં મુકાય જાય. પંદર વીસ મીટર જ ઊભેલી સફારી ગાડીમાં બેસી હાલતા!
બેક મિનિટમાં ચડનારા ચડવાનું શરુ કરી દે.
બાજુના હાથવગા નાનકડા લગેજ ખાનામાં લગેજ અંદર નાખ્યું નથી કે પ્લેન ઉપાડ્યું નથી.
દશ પંદર મિનિટ થાય. ત્યાં વીસ ત્રીસ કિલોમીટરે વળી બીજું એરપોર્ટ આવે. વળી પ્લેન લેન્ડ થાય. વળી આવું જ. થોડી મિનિટોમાં પ્લેન નૈરોબી નામે રાજધાનીમાં પહોચાડે. ત્યાં આવા હજારેક નાનકડા પ્લેન જોઈ મસ્તીના વિકાસને માણ્યો.
વિમાન પાયલોટ કહેતો હતો કે, અમે ગુજરાતના પેવર રોડ કરતા અમારા કાચા રોડ જ પસંદ કરીએ છીએ.
આજે ગુજરાતમાં યોજાઈ રહેલી મોક પાર્લામેન્ટમાં તાકીદના પ્રશ્ન તરીકે અધ્યક્ષ મહોદયે ગુજરાતના રસ્તા ઉપરની ચર્ચાને અગ્રતા આપી છે તેવા બ્રેકિંગ ન્યુઝ આવી રહ્યાં છે. તેની પ્રેક્ષક ગેલેરીમાં હાઇકોર્ટના જજ સાહેબો પધારવાના છે!! તેવું પણ જાણ્યું. The annual wildebeest migration in Kenya is the 8th wonder of the world by nalin pandit
મિત્રો, કેળવણીમાં એક શ્રેષ્ઠ માધ્યમ એટલે પ્રવાસ. એટલે જ કેન્યાની શાળાઓ ભરીભરીને અહીંનો શૈક્ષણિક પ્રવાસ કરે છે.
જ્યારે ગુજરાત શિક્ષણ વિભાગ આવું ઈચ્છતો નથી. જુઓ અહીંના પ્રવાસને લગતા નિયમો. બાપરે!
અહી નથી ડામર રોડ. નથી સિમેન્ટ રોડ. છે ને કમાલ?
દીકરા અને પુત્રવધુ દ્વારા ઘડાયેલા કેન્યા દેશના પ્રવાસને મનભરીને માણ્યો.
મારા દાદાજી અહીં કસ્ટમ ઓફિસર હતા. તેથી આ ધરતીને નત મસ્તકે વંદન કર્યા.
અતિ સુંદર અક્ષરધારી અને સંત સમા મારા પિતાજી અહીં મેટ્રિક સુધી ભણેલા. તેઓનું : મેટ્રીક્યુલેટ સ્કૂલ ઓફ લંડન સર્ટિફિકેટ આજે પણ મારી પાસે છે.
The annual wildebeest migration in Kenya is the 8th wonder of the world by nalin pandit
કેન્યા પ્રવાસમાં અમે દુનિયાની આઠમી અજાયબી જોઈ!….
કેન્યા દેશમાં મારા નદીના વિસ્તારમાં વસેલ મસાઇ લોકોને જોયા. તેઓને માણ્યા. શું મસ્ત પહેરવેશ છે! તેઓનું નૃત્ય અને ઊંચા ઊંચા જંપ જોવા એ જીવનનું અનેરું નજરાણું છે.
પ્રકૃતિ વચ્ચે રહેતા આ લોકોનું જીવન સાવ સાદુ છે. ભોજન માટે પરિશ્રમ ફરજિયાત કરવો પડે છે. લાખો પશુપક્ષી વચ્ચે રહે છે.
મારા નદી વિસ્તારમાં બિલ્ડર બિસ્ટ નામે ઓળખાતા જંગલી પશુઓ જોયા. હજારોની સંખ્યામાં અને ટોળાંમાં રહે છે. સંખ્યા લાખેક હોય તો ના નહિ!
બિલ્ડર બિસ્ટનો ખોરાક ઘાસ છે.
કેન્યા અને તેને અડીને આવેલા તાંઝાનિયા દેશમાં હજારો માઇલના ઘાસના મેદાનો છે. જેને અમે સવાઈના ઘાસના જંગલો નામે ભણેલા.
અહીં બિલ્ડર બિસ્ટની સાથોસાથ હજારોની સંખ્યામાં સફેદ અને કાળા ચટાપટાવાળા ઝીબ્રા પણ જોયા.
બંને પ્રાણીઓ સાથોસાથ હરે ફરે અને ચરે છે.
બંને તૃણાહારી. તેથી અહીંના ઘાસના મેદાનો તેમના માટે સ્વર્ગ છે.
જ્યાં ઘાસ ત્યાં આ પ્રાણીઓ જાય.
ઘાસ તરફનું સતત સ્થળાંતર એ તેઓનું જીવન છે.
સહેલાઈથી ઘાસ મળી રહે તે માટે આ પ્રાણીઓ તાંઝાનિયા દેશ છોડી કેન્યા તરફ સ્થળાંતર કરે છે.
આ મસાઇ મારા વિસ્તાર બને દેશને સાંકળે છે.
સ્થળાંતરના આ દિવસોમાં જ અમે ત્યાં ચાર દિવસ રહ્યા.
વચ્ચે નદીઓ આવે તે આ પ્રાણીઓને ઓળંગમાં ભારે જોખમ.
નદીઓમાં હજારોની સંખ્યામાં મગરમચ્છ રહે છે. આપણને સહેલાઈથી નજરે પડે છે.
( આ વીડિયો વ્યવસ્થિત રીતે જોવા માટે નીચેની લીંક પર જઈ શકશો… https://youtube.com/shorts/d14cxygOOIQ?feature=share )
આ પ્રાણીઓ નદીઓ ઓળંગે
ત્યારે મગરો માટે હાથવગો અને સહેલો શિકાર બની રહે છે.
નદીમાં સેંકડો હીપોપોટેમસ પણ રહે છે. પણ તેઓ જોખમી નથી. કારણ તે તૃણાહારી છે!!
અમે બિલ્ડર બિસ્ટ અને ઝીબ્રા, નદી ઓળંગે તે જોવા માટે મારા નદીના કાંઠે ત્રણ દિવસ ગયાં.
અમારા જેવા સેંકડો લોકો આવે. સહુ સફારી જીપમાં આવે. નીચે ઉતરવાની સખ્ત મનાઈ. સહુ પાલન કરે. જાય ક્યાં? કાયદા અને અમલ બંને ખૂબ કડક છે. કોઈ ભ્રષ્ટાચાર નથી.
ત્યાં લખેલું છે કે ” આ ભ્રષ્ટાચારમુક્ત પ્રદેશ છે. “
આવા દેશને લાખ લાખ વંદન કરું છું.
હે ભગવાન ગુજરાતમાં આવું લખાય તે દિવસોની રાહ જોઈ રહ્યો છું. તું અવતાર ધારણ કરીને આવે તો તારી આરતી ઉતારીશું, ઢોલ નગારા વગાડિશું, શંખ ફુંકશું.
મસાઇ મારાના રસ્તામાં ડુંગરો ઢાંકીને ઉભેલા આ બિલ્ડર બીસ્ટ અને જિબ્રાના સેંકડો ટોળા જોયા.
આ પ્રાણીઓ જોખમ લઈ ઝીબ્રાની આગેવાનીમાં નદી ઓળંગે છે.
ત્રીજે દિવસે દૂર દૂર આ પ્રાણીઓને નદી ઓળંગતા જોયા. આડીઅવળી થતી થતી જીપ ત્યાં પહોંચી. પાંચેક મિનિટ આ બધું જોવા પામ્યા.
હજારોની સંખ્યામાં આ પ્રાણીઓએ આ કાંઠેથી પાણીમાં ઉતરી સામે કાંઠે પહોંચવા જે દોટ મૂકી છે તે જોઈ.
મોતને ભાળી ગયેલા પ્રાણીઓની દોટ જોઈ અમારા પણ ધબકારા વધી ગયેલા.
બધા પ્રાણીઓને સહી સલામત રીતે સામે કાંઠે પહોંચતા જોઈ હાશ અનુભવી.
દિલના ધબકારા ગણવા મુશ્કેલ પડે તેવું આ દૃશ્ય, વિશ્વની આઠમી અજાયબી કહેવાય છે!
આનંદો.
– ડૉ. નલિન પંડિત સાહેબ
( નિવૃત્ત શિક્ષણ નિયામક GCERT ગાંધીનગર. હાલ ભાવનગર. )
વિશેષ નોંધ – અહીં પ્રસ્તુત માહિતી, ફોટો તથા વિડિયો પર નલિન પંડિત સાહેબ તથા ગૌરવ પંડિત સાહેબનો અધિકાર છે. એમણે અમારી વેબ માટે આ સુલભ કરાવ્યું એ માટે ‘ સહજ સાહિત્ય ‘ ની ટીમ એમની ખૂબ આભારી છે.
The annual wildebeest migration in Kenya is the 8th wonder of the world by nalin pandit
#Theannualwildebeestmigration #Kenya #wonder #world #NalinPandit