Home SUVICHAR Tapi તાપી નદીનો જન્મદિવસ : 851 મીટરની ચુંદડી, જાણો ઉદ્દભવથી ઈતિહાસ…

Tapi તાપી નદીનો જન્મદિવસ : 851 મીટરની ચુંદડી, જાણો ઉદ્દભવથી ઈતિહાસ…

0

Tapi river surat birthday 851 meter long chunari suryaputri Gujarat

Contents

Tapi તાપી નદીનો જન્મદિવસ : 851 મીટરની ચુંદડી, જાણો ઉદ્દભવથી ઈતિહાસ…

Photo courtesy – © dinesh khunt ( Gulmohar Photography )

દર વર્ષે તાપી નદીનો જન્મદિવસ દર વર્ષે અષાઢી સુદ સાતમના દિવસે ઉજવાય છે.

તાપી મૈયાને 851 મીટરની ચુંદડી…

Tapi river surat birthday 851 meter long chunari suryaputri Gujarat

સૂર્યપુત્રી તાપીના જન્મદિવસ નિમિતેમાં તાપીના પૂજા અર્ચનના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કુરૂક્ષેત્ર જીર્ણનોધ્ધાર સમિતિ દ્વારા આજે તાપી મૈયાને 851 મીટરની ચુંદડી અર્પણ કરાઈ હતી. સુરતના કોટિયાકનગરમાં ચાલી રહેલી 825મી શ્રી રામ કથાને અનુલક્ષીને આજે 851મી. લાંબી ચુંદડી કુરુક્ષેત્રના સૂર્યઘાટ પર અર્પણ કરાઈ હતી.

આજે યોજાયેલ કાર્યક્રમમાં તાપી મૈયાના જયજયકારથી કિનારાનું સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં સુરત શહેરમાંથી તાપી મૈયાની પૂજા અર્ચના કરવા ભક્તો ઉમટી પડ્યા હતા ભુદેવો દ્વારા મંત્રોચ્ચાર કરાયા હતા.

Photo courtesy – © dinesh khunt ( Gulmohar Photography )

Tapi river surat birthday 851 meter long chunari suryaputri Gujarat

ઉદ્દભવ થી અંત….

મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં મહાદેવની ટેકરીઓમાં આવેલ એક સરોવરમાંથી તે નીકળે છે. તેની કુલ લંબાઈ 752 કિમી તાપીનો ઉદભવ- તાપી નદી મધ્ય ભારતની એક નદી છે જેનો ઉદભવ બેતૂલ જિલ્લાના સાતપુડા પહાડ શ્રૃંખલામાં સ્થિત મુલતાઈ તાલુકાના એક નાદર કુંડથી થયો છે. મુલતાઈને પહેલા મુલતાપી કહેતા હતા જેનાથી તાપી નદીના નામનો જન્મ થયો. વિષ્ણુ પુરાણ મુજબ તાપીનો ઉદભવ ઋષ્ય પહાડથી ગણાય છે.

ગુજરાતમાં તે જ્યાં પ્રવેશે છે તે સ્થળ ‘હરણફાળ’ તરીકે ઓળખાય છે. કાકરાપાર સુધી પૂર્વના ડુંગરાળ પ્રદેશમાં વહી તે સમુદ્રને મળતાં પહેલાં દક્ષિણ ગુજરાતના મેદાનમાં પહોળા ‘સર્પાકાર’ વહનમાર્ગો બનાવે છે.

Tapi river surat birthday 851 meter long chunari suryaputri Gujarat

પુરાણોમાં તાપી નદી…

Photo courtesy – © dinesh khunt ( Gulmohar Photography )

આપણા પુરાણોમાં નદીઓનું ખૂબ જ મહત્વ છે. નદીઓને આપણે માતા માનીએ છીએ. સુરતમાં વહેતી સુર્યપુત્રી તાપી નદીનો જન્મદિવસ દર વર્ષે અષાઢી સુદ સાતમના દિવસે ઉજવાય છે.

લોકો આ તિથિએ તાપીનો જન્મદિવસ ઉજવીને તેના પ્રત્યે ઋણ ચુકવે છે.

પુરાણો અનુસાર સૂર્યપુત્રી તાપીનું પોતાનું એક અલગ મહત્વ છે. ગંગા સ્નાન કરવાથી પાવન કરે છે. યમુના આચમન કરવાથી પાવન કરે છે, નર્મદા દર્શન કરવાથી પાવન કરે છે જ્યારે તાપી સ્મરણ માત્રથી પાવન કરે છે. સૂર્યપુત્રી તાપી માતા જગતનું કલ્યાણ કરનારી છે.

Tapi river surat birthday 851 meter long chunari suryaputri Gujarat

સૂર્ય સાથેનો સંબંધ….

સૂર્યદેવની આંખમાંથી આંસુનું ટીપું પડયુંને લોકમાતાનો જન્મ થયો.

સૂર્યપુત્રી તરીકે જાણીતી તાપી મૈયાની ઉત્પતીને લઇને અનેક લોકવાયકાઓ છે. જેમાં મુખ્ય લોકવાયકા મુજબ, બ્રહ્માજીના નાભિકમળમાંથી પૃથ્વીનો જન્મ થયા બાદ સૂર્યદેવની ગરમીથી દેવો અકળાયા હતા. તેઓએ ભગવાન આદિત્યનું તપ કર્યુ હતું.

દેવોના તપને લઇ ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થયા. આનંદના અતિરેકમાં એમની જમણી આંખમાંથી આંસુનું એક ટીપું ધરતી પર પડયું. તેમાંથી નદીનો પ્રવાહ ચાલ્યો અને લોકમાતા તાપીનો જન્મ થયો.

Tapi river surat birthday 851 meter long chunari suryaputri Gujarat

તાપીના ૨૧ નામ….

સૂર્યપૂત્રી તાપીના ૨૧ નામ છે, જે આ મુજબ છે – સત્યોદ્ભવા, શ્યામા, કપિલા, કિલાંબિકા, તાપિની, તપનહ્નદા, નાસત્યા, નાસિકદ્ભવા, સાવિત્રી, સહસ્ત્રકરા, સનકા, અમૃતસ્યંદિની, સૂક્ષ્મા, સૂક્ષ્મતરમણી, સર્પા, સર્પવિષાપહા, તિસ્મા, મિગ્મસ્યા, તારા, તામ્રા, તાપી.

Tapi river surat birthday 851 meter long chunari suryaputri Gujarat

ભૂતકાળ….

ભૂતકાળમાં તાપીના મુખમાં વહાણો પ્રવેશી શકતાં હોવાથી સૂરત ઐતિહાસિક રીતે એક પ્રખ્યાત બંદર બન્યું હતું.

ગુજરાતની આર્થિક રાજધાની સુરત શહેર પણ તાપીના કિનારે જ આવેલું છે. મુગલ કાળ દરમ્યાન સુરત શહેરના મક્કા ઓવારા પરથી હજ પઢવા માટે જતા યાત્રીઓના જહાજો તાપી માર્ગે અરબી સમુદ્રમાં પ્રવેશતા હતા.

Tapi river surat birthday 851 meter long chunari suryaputri Gujarat

Photo courtesy – © dinesh khunt ( Gulmohar Photography )

#tapi #tapiriver #suryaputri #mythology #chunari #851meterlongchunari #historyoftapiriver #history #hindudharm #Mughalsontapi #jivadori #surat #suratcity #poart #Gujarat #gujaratriver #puran #shiv #HinduGod #surydev #suraj #mystic #river #narmada #ganga #yamuna #godavariver #satpuda #Jungle

error: Content is protected !!
Exit mobile version