Home SAHAJ SAHITYA Gujrati Kavita: વરસાદી મોસમમાં ૧૧ કાવ્ય પંક્તિઓ : આવો, મેઘધનુના ઢાળ પર…

Gujrati Kavita: વરસાદી મોસમમાં ૧૧ કાવ્ય પંક્તિઓ : આવો, મેઘધનુના ઢાળ પર…

0

Gujarati Kavita Varasadi Gazal Chomasu Vadal Meghdhanushy

Gujrati Kavita: વરસાદી મોસમમાં ૧૧ કાવ્ય પંક્તિઓ : ચાલો, મેઘધનુના ઢાળ પર…

Gujarati Kavita Varasadi Gazal Chomasu Vadal Meghdhanushy
Photo courtesy – © Nitin Trivedi , Bhavanagar

સંકલન – આનંદ ઠાકર

વરસાદ ખુદ સર્જક છે કારણ કે એ આવે છે ને ધરતી રૂપી આ કાગળ પર પાણીની કલમે કંઈ કેટલુંય લીલોતરીથી લખી નાખે છે! ( Chomasu )

એને જોઈને આપણી ભાષાની કવિતાઓ માંથી કેટલીક મને ગમતી કેટલીક કાવ્ય પંક્તિઓ મૂકી છે… કેટલીક પંક્તિઓ તો ગણગણવાનું મન થઇ જાય એવી છે. શક્ય છે તમને પણ આ પંક્તિઓ share , Status, કે Send કરવાનું મન થશે… ( Chomasu )

Gujarati Kavita Varasadi Gazal Chomasu Vadal Meghdhanushy

******

પડ્યાં રહેવું ન ઘરમાં પાલવે વરસાદી મોસમમાં
ભીના વાતાવરણનો હાથ ઝાલીને જરા નીકળો

-મનોજ ખંડેરિયા

********************

ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણી વિશે
આપણામાં કોઈ હળ જોડે કે કોઈ બે જણા જાય ભીંજાતા ખેતરો ભણી જાય ભીંજાતાં વાવણી મિષે

– ધ્રુવ ભટ્ટ

******************

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,

અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

– ખલીલ ધનતેજવી

********************

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
. એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
. એવું કાંઈ નહીં !

– ભગવતીકુમાર શર્મા

*********************

રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !

– આદિલ મન્સૂરી

********************

Gujarati Kavita Varasadi Gazal Chomasu Vadal Meghdhanushy

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.

-રમેશ પારેખ

********************

તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી
વરસાદી વાર્તાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે

– તુષાર શુક્લ

********************

( Chomasu )
આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને
આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દડદડતા ગામને
તમને યે થાય ચાલ ટહુકો થઇ જાઉં અને ઝાડ તળે ગહેકું રે પાનમાં
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં…

– ધ્રુવ ભટ્ટ

********************

જલભીંજેલી
જોબનવંતી
લથબથ ધરતી
અંગઅંગથી
ટપકે છે કૈં
રૂપ મનોહર !

– લાભશંકર ઠાકર

********************

પગલાંય બંધાઈ જતા પાક્કું ચણેલી પાળ પર,
મળવું જ છે તો મળ મને તું મેઘધનુના ઢાળ પર.

– રાજેન્દ્ર શુકલ

********************

દઉં પુરાવા કોઈ ભીની યાદના
મોકલું ફોટા તને વરસાદના

– દિનેશ કાનાણી

********************

Gujarati Kavita Varasadi Gazal Chomasu Vadal Meghdhanushy

#GujaratiKavita #Varasadi #Gazal #Chomasu #Vadal #Meghdhanushy

Photo courtesy – © Nitin Trivedi , Bhavanagar

error: Content is protected !!
Exit mobile version