Home SAHAJ SAHITYA Sahity સંવિધાન, શિક્ષણ અને સાહિત્યમાં આ ગુજરાતીનો એ જમાનામાં દબદબો હતો… 

Sahity સંવિધાન, શિક્ષણ અને સાહિત્યમાં આ ગુજરાતીનો એ જમાનામાં દબદબો હતો… 

0

Sahity Constitution, Education and Literature gujarati Indian Agriculture Minister

 

Contents

Sahity સંવિધાન, શિક્ષણ અને સાહિત્યમાં આ ગુજરાતીનો એ જમાનામાં દબદબો હતો… 

Sahity Constitution, Education and Literature gujarati Indian Agriculture Minister

સંકલન આલેખન –  જય પંડ્યા

 

શું તમે જાણો છો આ પુરુષાર્થી પ્રતિભાને જેમણે ગુજરાતી સાહિત્યના વિકાસથી લઈ ભારતીય સંવિધાનની રચનામાં સિંહ ફાળો આપ્યો હતો ?

 

‘ભાગ્યું ભાગ્યું તો ય ભરૂચ’ ભરૂચ માટે બોલવામાં આવતી આ કહેવત આપણે સૌ એ સાંભળી છે. તો આજે આપણે ભરૂચમાં જ જન્મેલા એવા એક સાહિત્યકાર જેઓ ભરૂચમાં જન્મ્યાં હતા અને ભારતના બંધારણના ઘડતરમાં આગવી ભૂમિકા ભજવી તથા કેન્દ્રીય કૃષિ મંત્રી પણ બન્યા. આવો જાણીએ તેમના વિશે.

 

આજે આપણે વાત કરીશું કનૈયાલાલ માણેકલાલ મુનશી ઉર્ફે “ઘનશ્યામ વ્યાસ” વિશે.  ભરૂચમાં મુનશીની ટેકરી એક ખુબ જ પ્રસિદ્ધ જગ્યા છે. આમ તો તે ટેકરી એ માત્ર એક શેરી છે પણ તે ટેકરી પર અનેક શૂરવીર મુનશીઓની ગાથા વણાયેલી છે.

 

જન્મ અને બાળપણ : 

 

કનૈયાલાલનો જન્મ વિક્રમ  સંવત 1944 , 30 ડિસેમ્બર 1887 ના રોજ બોપરે 12 વાગ્યે  થયો. તેમની માતાનું નામ તાપી બહેન હતું.  તેમને ઘરમાં સૌ “કનુ” ના હુલામણા નામથી બોલાવતા. ઘનશ્યામ ખુબ જ લાડકોડથી ઉછર્યા હતા. કારણકે તેમના પિતા માણેકલાલને 6 દીકરીઓ હતી ત્યારબાદ ઘનશ્યામ તેમનું સાતમું સંતાન હતા. અને માણેકલાલ માટે પુત્ર કનુ શુકનવંતા સાબિત થયાં. માણેકલાલ અમદાવાદની કલેકટર ઓફિસમાં કારકુન હતા તેમાંથી કાયમી મામલતદારીની નોકરી મળી.

 

Sahity તેમના બાળપણ  વિશેનો એક કિસ્સો અહીં લખુ છું… 

 

બાળપણમાં કનુભાઈને જમવાનું કહેવામાં આવે તો તેમને તરત રડવું આવી જતું. એવુ લાગે જાણે તેમને અન્ન દેવતાં  સાથે બારમો ચંદ્રમા છે. તેમને જમાડવા માટે 5 જણા તેમની પાછળ લાગે. એક તેમને તેડે, એક ઘંટડી વગાડે, એક થાળી લઈને જમાડે , કોઈ સિસોટી વગાડે. બે ચાર ખંડમાં ફર્યા બાદ ભાઈ જો એકાદ કોળિયો ખાઈ લે તો સૌને ઈડરિયો ગઢ જીત્યા સમો આનંદ મળતો.  તેમણે  પ્રાથમિક શિક્ષણ ભરૂચમાં મેળવ્યું હતું.

 

અભ્યાસ અને વૈવાહિક જીવન 

 

સમય જતા માણેકલાલની બદલી સુરત થઈ. તેમની ઈચ્છા હતી કે પુત્ર કનુભાઈ અભ્યાસ કરી અને સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરે. એ માટે તેઓ કનુભાઈને અંગ્રેજી શીખવતા હતા.

 

વર્ષ 1900 માં કનુભાઈના લગ્ન અતિલક્ષ્મી સાથે થયાં. ત્યારે તેમની ઉંમર 13 વર્ષ અને કન્યાની 9 વર્ષ હતી. ત્યારે કનુભાઈ 9 માં ધોરણમાં અભ્યાસ કરતા હતા. અતિલક્ષ્મી 1924 માં એક બીમારીના કારણે  અવસાન પામે છે. અને તેઓ લીલાવતી શેઠ સાથે 1926 માં ફરી લગ્ન કરે છે.

 

 લીલાવતી સાથે લગ્ન કરવા પાછળ પણ એક ઘટના છે લીલાવતીએ મુનશીજીની ‘વેરની વસુલાત’  નવલકથા વાંચી હતી. તેમના હૃદયમાં નવલકથા અને નવલકથાકાર બંને વસી ગયા. પછી તેમણે મુનશીજીને પત્ર મોકલ્યો. મુનશીજી પણ તેમના તરફ પ્રભાવિત થયા. પણ પછી તેમને વિચાર આવ્યો. જો લીલાવતી સાથે હું લગ્ન કરું તો અતિલક્ષ્મીને અન્યાય થશે. પણ ત્યાં જ એક કરુણ ઘટના બને છે.

 

 મુનશીના પત્ની અતિલક્ષ્મી એક બીમારીના કારણે વર્ષ 1924 માં અવસાન પામે છે.  આ તરફ લીલાવતી પરણેલ હતી. પરંતુ તેના પતિ  લાલાભાઇનું પણ હૃદય રોગના કારણે અવસાન થાય છે. અને મુનશીજી માતાની સંમતિથી લીલાવતી સાથે લગ્ન કરે છે.

 

તેમના કુટુંબમાં કોઈ પ્રથમ પ્રયત્ને મેટ્રિક પાસ હતું નહિ. પણ કનુભાઈ વર્ષ  1901 માં પ્રથમ પ્રયાસે મેટ્રિક થયાં.

 

આગળ જતા તેઓ વર્ષ 1902 માં વડોદરા કોલેજમાં દાખલ થયા.  જ્યાં પ્રો. અરવિંદ ઘોષ તેમનું અંગ્રેજી લેતા. અરવિંદ ઘોષ પ્રત્યે કનુભાઈને ગુરુભાવ અને અરવિંદ ઘોષને તેમના પ્રત્યે શિષ્યભાવ રહેતો. અરવિંદ ઘોષના કહેવાથી કનુભાઈએ વિવેકાનંદના પુસ્તકોનું પઠન શરૂ કર્યું.

 

 પછી તો તેમણે પુસ્તકોમાં ખૂબ રસ દાખવ્યો. ત્યારબાદ કોલેજની પરીક્ષામાં તમને ખૂબ વાંચ્યું અને તેઓ કોલેજમાં સેકન્ડ આવ્યા અંગ્રેજીમાં 60 ટકા આવ્યા. અને ઇલિયટ પારિતોષિક પ્રાપ્ત થયું. આ પ્રસંગે તેમની માતાના હૈયામાં હરખ સમાતો ન હતો.

 

 વર્ષ 1910 માં તેઓ  એલ.એલ.બી.  થયા. 

 

મુનશી સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય સહભાગી હતા.  તેમણે અંગ્રેજો દ્વારા અટકાયત કરાયેલા સંખ્યાબંધ સ્વાતંત્ર્ય સેનાનીઓને કાનૂની સલાહ આપી, અને બારડોલી સત્યાગ્રહ, મીઠા સત્યાગ્રહ અને ભારત છોડો ચળવળમાં પણ ભાગ લીધો.

સાંપ્રત

સંવિધાન ઘડતરમાં મહત્વની ભૂમિકા : 

 

મુનશી કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર બોમ્બેથી બંધારણ સભામાં ચૂંટાયા હતા.  મુસદ્દા સમિતિ સહિત 16 સમિતિઓ અને પેટા સમિતિઓના સભ્ય હોવાને કારણે તેઓ વિધાનસભાના સૌથી સક્રિય સભ્યોમાંના એક હતા.  તેમના કેટલાક હસ્તક્ષેપો મૂળભૂત અધિકારો, નાગરિકતા અને લઘુમતી અધિકારોને લગતી ચર્ચાઓમાં હતા.

 

તે ભારતીય બંધારણની ખરડા સમિતિના સદસ્ય હતા. તેઓ આઝાદી પછી હૈદરાબાદના ગવર્નર જનરલ પણ બન્યા હતા.

 

આઝાદી પછી તેમણે વર્ષ 1953 સુધી કૃષિ અને ખાદ્ય મંત્રી તરીકે સેવા આપી હતી. કૃષિ પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે દેશમાં વન કવર વધારવા માટે વન મહોત્સવ પહેલની કલ્પના કરી હતી.  તેમણે 1953 થી 1957 સુધી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી.

 

 1954માં તેમણે ગુજરાતીમાં ‘ભાર્ગવ’ નામનું માસિક જર્નલ શરૂ કર્યું અને ભારતીય વિદ્યા ભવનનું જર્નલ પણ શરૂ કર્યું જે આજ સુધી ચાલે છે.

 

Sahity મુનશીજીનું સાહિત્ય સર્જન 

 

સામાજિક નવલકથાઓ  :

 

‘વેરની વસુલાત’  1913

‘કોનો વાંક’ ? 1915

‘સ્વપ્નદ્રષ્ટા’ 1924

‘તપસ્વિની’ 1-2-3  1957-58

 

ઐતિહાસિક નવલકથાઓ : 

 

‘પાટણની પ્રભુતા’ 1916

‘ગુજરાતનો નાથ’  1917

‘ જય સોમનાથ’  1940

‘પૃથ્વીવલ્લભ’  1920 – 21

‘રાજાધિરાજ’  1922

 

પૌરાણિક નવલકથાઓ : 

 

‘લોપામુદ્રા ‘ ભાગ – 1 – 1933

‘ભગવાન પરશુરામ’  1946

‘ કૃષ્ણાવતાર ‘  1963-74( અપૂર્ણ)

 

સામાજિક  નાટકો 

 

‘વાવાશેઠનું સ્વાતંત્ર્ય’ 1921

‘બે ખરાબ જણ’  1924

‘ કાકાની શશી ‘ 1929

‘ડૉ. મધુરિકા’   1936

 

પૌરાણિક નાટકો 

 

‘ ધ્રુવ સ્વામીની ‘ 1929

‘ પુરંદર પરાજય’  1922

‘અભિવ્યક્ત આત્મા 1923

‘ પુત્ર સમોવડી’ 1929

‘ લોપા મુદ્રા ‘ ખંડ 2-3-4

 

 મુનશીજીએ  ઉપરોક્ત સિવાય અન્ય ઘણી રચનાઓ  કરી છે .

 

 8 ફેબ્રુઆરી 1971 ના રોજ 83 વર્ષની વયે મુનશીજીનું મુંબઈ ખાતે અવસાન થાય છે.

 

             સંકલન આલેખન –  જય પંડ્યા

 

Sahity Constitution, Education and Literature gujarati Indian Agriculture Minister

 

#sahity #Constitution #Education and #Literature #gujarati #Indian #Agriculture #Minister

Join with me…

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link… 

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

error: Content is protected !!
Exit mobile version