Home SAHAJ SAHITYA Shahbuddin rathod ગુજરાતના ‘ હાસ્યપીઠ ‘ ના સ્થાપક શાહબુદ્દીન રાઠોડ વિશે જાણી...

Shahbuddin rathod ગુજરાતના ‘ હાસ્યપીઠ ‘ ના સ્થાપક શાહબુદ્દીન રાઠોડ વિશે જાણી – અજાણી વાતો… 

0

Padmashree Shahbuddin rathod gujarati hasy kalakar

 

ગુજરાતના હાસ્યપીઠના સ્થાપક શાહબુદ્દીન રાઠોડ વિશે અજાણી વાતો… 

 

સંકલન અને આલેખન – જય પંડયા

Padmashree Shahbuddin rathod gujarati hasy kalakar

 તેઓ વ્યક્તિ નહિ પરંતુ વ્યક્તિત્વ છે. તેમને કોઈ ખાસ પરિચયની જરૂર નથી. તેઓ માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વ ભરમાં ખુબ જ ખ્યાતિ પામ્યા છે. તેમણે પોતાની આગવી શૈલી અને હુન્નર દ્વારા કેટલાય લોકોને હસાવ્યા છે.  જેઓ પોતાની કલા દ્વારા કેટલાય લોકોને જીવન જીવવા માટેનો માર્ગ બતાવે છે.

 

જેમના જોક્સ સાંભળી ખુબ જ હસવું આવે. જેમને સાંભળવામાં પણ એક અલગ જ આનંદ મળે.

 

હા તમે જે વિચારો છો તે જ છે આ વિખ્યાત વિભૂતિ.

 

માત્ર ગુજરાત જ નહિ પણ સમગ્ર વિશ્વ જેમને “હાસ્યકાર ”  તરીકે ઓળખે છે એવા “શ્રી શાહબુદીનભાઈ રાઠોડ “

 

આવો જાણીએ તેમના વિશે…

 

 શાહબુદ્દીનભાઈ રાઠોડ એક વિદ્વાન, શિક્ષક તથા ગુજરાતી હાસ્યકાર છે હાસ્ય લેખક છે.

 

 તેઓશ્રીને વર્ષ 2020 માં ભારતના શ્રેષ્ઠ એવા “પદ્મશ્રી”  એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

 શ્રી શાહબુદ્દીનભાઈનો જન્મ 9 ડિસેમ્બર 1937 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે થયો હતો. તેમનો જન્મ અને ઉછેર એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમના પત્નીનું નામ સાબિરા તથા તેમને 4 સંતાનો છે.

 

તેઓ 1958 થી 1971 સુધી શિક્ષક અને 1971 થી 1996 સુધી શાળાના આચાર્ય હતા. તેમની ઇસ્લામિક પૃષ્ઠભૂમિ અને વિશ્વાસ વિશે સારી જાણકારી ઉપરાંત, તેમણે સંસ્કૃત ભાષા અને હિંદુ ધર્મ વિશે પણ શીખ્યા છે.

 

તેમને 2020 માં સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમની સેવાઓ માટે ભારતમાં ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.

 

 શાહબુદ્દીન ભાઈ  પોતાના એક કાર્યક્રમની અંદર એક સરસ પંક્તિ બોલ્યા હતા. તે પંક્તિ આ મુજબ છે.

 

“અમે તારા જગતમાં અવનવા અંજામ જોયા છે,

પ્રતિષ્ઠા દુર્જનો પામ્યા ને સજ્જન બદનામ જોયા છે.

ખરેખર નેક આદમની કદર કરતી નથી આ દુનિયામાં ,

દુરાચારીને પૂજાતા તો ગામેગામ જોયા છે. “

 

 શાહબુદ્દીનભાઈનું સાહિત્ય સર્જન : 

 

‘મારે ક્યાં લખવું હાથું ? ‘ ,

‘ હસતા – હસાવતા ‘ ,

‘ અનમોલ આતિથ્ય ‘ ,

‘ સજ્જન મિત્રોના સંગાથે ‘,

‘ દુઃખી થવાની કલા ‘,

‘ શો  મસ્ટ ગો ઓન ‘,

‘ લાખ રૂપિયાની વાત ‘,

‘ દેવું તો મરદ કરે ‘,

‘ મારો ગધેડો દેખાય છે ? ‘,

‘ હાસ્યનો વરઘોડો ‘,

‘ દર્પણ જૂઠ ન બોલે ‘,

 

તેમણે હિન્દી ભાષામાં પણ પુસ્તક લખેલ છે.  વિખ્યાત હાસ્યકાર ‘ જગદીશભાઈ ત્રિવેદી’ એ શાહબુદ્દીનભાઈના  પુસ્તકોનું સંપાદન કર્યું છે.

 

અન્ય : વર્ષ 2008માં સબ ટીવી પર પ્રસારિત થયેલ હાસ્ય ધારાવાહિક ‘પાપડ પોળ શાહબુદ્દીન રાઠોડ કી  રંગીન દુનિયા’ તથા વર્ષ 2010માં પ્રસારિત થયેલ ફિલ્મ ‘શાહબુદ્દીન રાઠોડનો હાસ્યનો વરઘોડો’ આ બંને શાહબુદ્દીન ભાઈ દ્વારા લખવામાં આવેલ કૃતિઓ પર આધારિત છે.

 

આમ શાહબુદ્દીન ભાઈ રાઠોડ પોતાની આગવી શૈલીના કારણે ન માત્ર સાહિત્ય જગતમાં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ખ્યાતિ પામ્યા છે. તેઓ ગુજરાતના ગૌરવવંતા વ્યક્તિ , વિદ્વાન અને શ્રેષ્ઠ હાસ્ય સર્જક છે.

 

                                                       સંકલન અને આલેખન – જય પંડયા

 

Padmashree Shahbuddin rathod gujarati hasy kalakar

 

#Padmashree #Shahbuddin #rathod #gujarati #hasy #kalakar

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link… 

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

error: Content is protected !!
Exit mobile version