Home SUVICHAR Ambaji કયા યંત્રની પૂજા થાય છે અંબાજી મંદિરમાં? જાણો, શક્તિપીઠ અંબાજીની કથા…

Ambaji કયા યંત્રની પૂજા થાય છે અંબાજી મંદિરમાં? જાણો, શક્તિપીઠ અંબાજીની કથા…

0

Ambaji Temple Gujarat yantra pooja

 

કયા યંત્રની પૂજા થાય છે અંબાજી મંદિરમાં? જાણો, શક્તિપીઠ અંબાજીની કથા…

 

Contents

8 – અંબાજી શક્તિપીઠ બનાસકાંઠા ( ગુજરાત ) 

 

સંકલન અને આલેખન –  જય પંડ્યા

Ambaji Temple Gujarat yantra pooja

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અંબાજી શક્તિપીઠ આવેલું છે. અહીં માતાજીની કોઈ મૂર્તિ કે પ્રતિમા રાખવામાં આવી નથી પરંતુ શ્રી વિષા યંત્ર અહીં રાખવામાં આવ્યું છે. જેની ઈશ્વર તરીકે પૂજા કરવામાં આવે છે.

 

વિષા યંત્ર નરી આંખે જોઈ શકાતું નથી. તથા આ મંદિર ખૂબ જ પ્રાચીન છે, તેના અમુક રહસ્યો છે કે જે આજે પણ કોઈ ઉકેલી શક્તું નથી.

 

માતાજીનું ક્યુ અંગ આ સ્થાન પર પડ્યું હતું? 

 

પૌરાણિક કથાઓમાં એવું કહેવામાં આવ્યું છે કે માતાજીનું હૃદય આ સ્થાન પર પડ્યું હતું.

 

અહીં સ્થિત ગબ્બરમાં માતાજીનું હૃદય પડ્યું હતું એવું માનવામાં આવે છે.

 

અહીં દર્શનાર્થીઓ 52  શક્તિપીઠોની ઝાંખી જોઈ શકે છે. તે અહીં  ડુંગર પર બનાવવામાં આવ્યું છે. જેના માટે સરકાર દ્વારા 60 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

 

પરમાર શાસકોનો ઇતિહાસ અને અંબાજી:

 

રાજા ભોજ અને વિક્રમાદિત્યના સમયમાં જસરાજ પરમાર નામક પરમાર વંશનો રાજા હતો ચણા અંબાજી માતાના મંદિરના નિર્માણમાં ખૂબ જ ફાળો આપ્યો હતો. આજ વંશના ભવાની સિંહજી મહારાજ પણ મા અંબાના ખૂબ જ પ્રખર ભક્ત હતા.

 

13મી શતાબ્દી દરમિયાન અલાઉદ્દીન ખીલજી જવા મુસ્લિમ શાસકોને પણ અંબાજી મંદિરે પ્રભાવિત કર્યા છે.

 

દર વર્ષે ભાદરવી પૂનમના દિવસે અહીં મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.

 

અંબાજી મંદિર સાથે જોડાયેલી દંતકથા : 

 

 એક વખત એક ગોવાળ ગાયો ચરાવવામાટે હાલનો જ અંબાજી ગબ્બરનો વિસ્તાર છે. ત્યાં દરરોજ જતો હતો. એક દિવસ એક વૃદ્ધ ડોશીમા ત્યાં ડુંગર પાસે ગુફામાં હીચકા પર બેઠા હતા. તેમણે આ ગોવાળને કહ્યું હે ગોવાળ, તું તારી ગાયો ચરાવવા જાય છે તો સાથે મારી ગાયો પણ ચરાવતો આવીશ?

 

 ગોવાળે કહ્યું કે હા માતાજી હું તમારી ગાયો ચરાવી આપીશ. પણ તમારે મને એનું વર્ષે અમુક

 કોડી રૂપે વળતર આપવું પડશે.

 

 માતાજીએ કહ્યું હા વાંધો નહીં.

 

 રોજ સવારે ગોવાળ જાય પોતાની ગાયો સાથે માતાજીની ગાયો પણ ચરાવી આવે.  માતાજી પાસે ગાય મૂકી આવે. માતાજી હતા તો વૃદ્ધ પણ તેમની પાસે આભૂષણો અને મણીનો કોઈ પાર ન હતો અને માણેક પણ એટલા હતા. આમ કરતા કરતા એક વર્ષ પૂરું થયું.

 

 વળતર લેવાનો વારો આવ્યો. ગોવાળે કહ્યું માતાજી લાવો મારું ભાડું લાવો મારી કોડી.

 

 માતાજીએ કહ્યું આ જવ લઈ લે તે મનમાં મૂંઝાયો ગોવાળ મનમાં કહે છે આમ તો આ માતાજી પાસે સમૃદ્ધિનો કોઇ પાર નથી આમ છતાં તે કેટલા કંજૂસ છે. તે માતાજી પાસેથી જવ લઈ લે છે. અને ગુફાની બહાર નીકળતા ની સાથે જ તે જવ ફેંકી દે છે. ખાલી હાથે પોતાના ઘેર પાછો ફરે છે.

 

 તેની પત્ની માલબાઈ પૂછે છે કેમ મૂંઝાયેલા લાગો છો? ગોવાળ એ બધી વાત માંડીને કરી હું રોજ એક ડોશીમાની ગાયો ચરાવવા માટે લઈ જતો હતો. વર્ષ દાહડો પૂરો થયો. મને વળતર આપવાનો વારો આવ્યો ત્યારે માતાજી એ મને જવ આપ્યા. તેની પત્ની માલબાઈએ કહ્યું લાવો તો જવ  ક્યાં છે?

 

 ગોવાળે કહ્યું, એ જવ તો હું  ફેંકીને આવ્યો છું. માલ બાઈ બોલી એ કોઈ ડોશીમા નહીં પણ માતાજી હતા તમે એને ઓળખી ન શક્યા. તેણે કહ્યું તમે તે પોટલી ક્યાં મૂકીને આવ્યા છો ગોવાળ બોલ્યો આ પોટલી તો મારી પાસે જ છે પણ તેમાં જવ  નથી. માલબાઈ બોલી લાવો તો પોટલી તેણે પોટલી ખોલી તેમાંથી તો બે ચાર મોતીના દાણા નીકળ્યા.

 

 બંને જણા ખૂબ જ અફસોસ કરવા માંડ્યા બંને ફરીથી તે જગ્યા ઉપર ગયા છે માતાજીની ગુફા હતી. પણ ત્યાં તો ન મળી ગુફા કે ન મળ્યા જવના દાણા બંને જણા ખૂબ જ વલોપાત કરવા લાગ્યા.

 

 અચાનક માતાજી પ્રગટ થયા. તેઓ બોલ્યા હું તમારી બંનેની ભક્તિથી ખુશ થઈ છું. તમારે જે માગવું હોય તે માગો. બંને જાણે કહ્યું કે અમને તમારી જન્મોજનમ ભક્તિ મળે એવા આશીર્વાદ આપો. આ સાંભળી માતાજીએ કહ્યું તથાસ્તુ.

 

 તમે બંને આવતા જન્મમાં નંદ અને યશોદા રૂપે જન્મ ધારણ કરશો ગોકુલ તમારું નિવાસસ્થાન હશે અને ત્રણેય જગતનો નાથ તમારી પાસે ઉછેરવા આવશે. અને બીજા જન્મમાં એટલે કે દ્વાપર યુગમાં તે બંને ગોવાળ અને તેની પત્ની માલબાઈ ગોકુળમાં નંદ અને યશોદા રૂપે જન્મ ધારણ કરે છે. અને ભગવાન શ્રીકૃષ્ણ તેમની પાસે ઉછરી અને મોટા થાય છે.

 

આવી આસો સુદ અજવાળી રે મા,  અંબાજી ગરબે ઘૂમે છે.. આ ગર બામાં ગોવાળ અને ગોવાળણની આ કથા નો  ઉલ્લેખ છે.

 

 આમ આપણે આ એપિસોડ ની અંદર માતાજી શ્રી આરાસુરી અંબા શક્તિપીઠ વિશેની માહિતી મેળવી હવે પછીના એપિસોડમાં આપણે નવમાં શક્તિપીઠ વિશેની માહિતી મેળવીશું.

 

ત્યાં સુધીવાંચતા  રહો અને વધુ લોકો સુધી શેર કરો …

સંકલન અને આલેખન –  જય પંડ્યા

 

Ambaji Temple Gujarat yantra pooja

 

#Ambaji #Temple #Gujarat #yantra #pooja #yatra #yatradham #tirth #tourism #ambajikatha

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link… 

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

error: Content is protected !!
Exit mobile version