Home SUVICHAR Kamakhya તંત્ર સાધના માટે પ્રખ્યાત : કામાખ્યા દેવી મંદિરની રહસ્યમય વાતો…

Kamakhya તંત્ર સાધના માટે પ્રખ્યાત : કામાખ્યા દેવી મંદિરની રહસ્યમય વાતો…

0

 

52 Shaktipith kamakhya devi temple aasam

Contents

Kamakhya તંત્ર સાધના માટે પ્રખ્યાત : કામાખ્યા દેવી મંદિરની રહસ્યમય વાતો…

સંકલન અને આલેખન – જય પંડ્યા

Kamakhya કામાખ્યા દેવી મંદિર  – ગુવાહાટી (આસામ ) 

52 Shaktipith kamakhya devi temple aasam

અગાઉના એપિસોડ નંબર 6 માં આપણે છઠ્ઠા શક્તિપીઠ એવા ગાયત્રી દેવી શક્તિપીઠ વિશેની માહિતી મેળવી. જે અજમેર રાજસ્થાનમાં સ્થિત છે. નવરાત્રીનીઆ સિરીઝ અંતર્ગત જ આજ રોજ આપણે સાતમાં શક્તિપીઠ વિશે માહિતી મેળવીશું.

જે છે, કામાખ્યા દેવી શક્તિપીઠ ઓરિસ્સાના ગુવાહાટીમાં આ  દેવી શક્તિપીઠ મંદિર સ્થિત છે. તો આજે આપણે આ સિરીઝમાં ગુવાહાટી માં સ્થિત માતાજી કામાખ્યા દેવી શક્તિપીઠ વિશેની તમામ માહિતી મેળવીશું. જેમાં તેમની સાથે જોડાયેલી દંત કથાઓ તેનું પૌરાણિક મહત્વ વગેરે જેવી બાબતો આપણે જાણીશું.

7 – કામાખ્યા દેવી શક્તિપીઠ ગુવાહાટી (આસામ ) 

માતાજીનું ક્યુ અંગ આ સ્થાન પર પડ્યું હતું? 

માતાજીની યોની અર્થાત ગર્ભ આ સ્થાન પર પડ્યું હતું. સમય જતા તેણે એક સ્વરૂપ ધારણ કર્યું જેનું નામ કામાખ્યા તરીકે પ્રસિદ્ધ થયું. અહીં શ્રદ્ધાળુઓ માતાજીની યોની અર્થાત ગર્ભની પૂજા કરે છે. અને આ જ કારણ છે સૃષ્ટિની રચનાનું એવું માનવામાં આવે છે.

આ સ્થાન સ્ત્રીની પવિત્રતા તથા સ્ત્રી શું છે? અથવા તેનું મહત્વ શું છે? તે વાતનો સમર્થન કરે છે અને તેનું ઉદાહરણ પૂરું પાડે છે. હવે તમે કહેશો કે કઈ રીતે? તો આવો જાણીએ કે એવું શું રહસ્ય છે આ શક્તિપીઠમાં?

વાસ્તવિક વાત એમ છે કે રજસ્વલા ( માસિક સ્ત્રાવ ) આ વિશે કદાચ આપણે સૌ જાણીએ છીએ. જે અવસ્થામાં સ્ત્રીઓ ઘણી વખત હોય છે. તો બસ આ જ ઘટના અહીં પણ બને છે.

 માતાજી જ્યારે રજસ્વલાની અવસ્થા ધારણ કરે છે. ત્યારે આસપાસ માં રહેલ નદી તથા સમુદ્રનું પાણી લાલ રંગનું બની જાય છે. જેની પાછળનું કારણ માતાની  રજસ્વલાની  અવસ્થા છે.

 આ ઘટના એ વાતની સાક્ષી પૂરે છે અને સાબિતી આપે છે કે સ્ત્રીની દરેક અવસ્થા પવિત્ર છે. સ્ત્રીની દરેક અવસ્થાનું મહત્વ છે અને વિશેષતા છે. તે અંગેની સાબિતી માતા કામાખ્યાએ આ શક્તિપીઠમાં આપી છે.

 જો આપ આ શક્તિપીઠના દર્શન કરવા ઇચ્છો છો તો આ મંદિર આસામની રાજધાની દિસપુરથી સાત કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિર નીલાંચન પર્વત પર સ્થિત છે. આ મંદિર દર્શન કરવા માટે લોકો સવારથી ભીડમાં ઊભા હોય છે.

 મંદિર સાથે જોડાયેલી પૌરાણિક દંત કથા: 

 આ મંદિરની સ્થાપના ઇસ. આઠમી કે નવમી સદી આસપાસ કરવામાં આવી હતી એવું કહેવામાં આવે છે. 16 મી શતાબ્દીમાં આ મંદિર નષ્ટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 17મી શતાબ્દીમાં બિહારના રાજવી નર નારાયણસિંહ દ્વારા મંદિરની પુનઃ સ્થાપના કરવામાં આવી હતી.

 કામાખ્યા શક્તિપીઠ એ મહાશક્તિપીઠ તરીકે પણ ઓળખાય છે. આ મંદિરમાં તમને માતાજીની કોઈ મૂર્તિ કે ફોટો જોવા નહીં મળશે.

 મંદિરમાં ગર્ભા ગ્રુપમાં એક કુંડ છે જે સદા ફૂલોથી ઢંકાયેલો રહે છે અને તેમાંથી નિરંતર જળ નીકળ્યા કરે છે.

 કાળી અને ત્રિપુર સુંદરી બાદ કામાખ્યા દેવી અનેક તાંત્રિકો માટે સાધનાનું અર્થાત તંત્ર વિદ્યાનું મહત્વનું કેન્દ્ર છે. કામાખ્યા દેવીની પૂજા ભગવાન શંકરની નવવધુના સ્વરૂપમાં કરવામાં આવે છે. જે મુક્તિનો સ્વીકાર કરે છે.

 આવો, જાણીએ હવે કામાખ્યા મંદિર સાથે જોડાયેલા થોડા રહસ્યો..

 શું મળે છે આ મંદિરે પ્રસાદમાં?

તમે કોઈપણ મંદિર દર્શન કરવા જાવ ક્યાં તમને બુંદી પેંડો લાડવા એવું કંઈ પણ પ્રસાદ સ્વરૂપે મળતું હોય છે. પરંતુ અહીંયા કોઈ જ વસ્તુ આપવામાં આવતી નથી. અહીં પ્રસાદ સ્વરૂપે એક લાલ રંગનું કપડું આપવામાં આવે છે.

મૂળ વાત એમ છે કે માતાજી જયારે રજસ્વલા અવસ્થામાં હોય છે. ત્યારે ત્યાં ગર્ભગૃહમાં સફેદ રંગનું કપડું મુકવામાં આવે છે. ત્રણ દિવસ બાદ જ્યારે મંદિરનું ગર્ભગૃહ ખોલવામાં આવે છે. ત્યારે આ સફેદ કપડું લાલ રંગનું બની જાય છે. છે દર્શનાર્થીઓને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે. આ લાલ રંગનું કપડું ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.

વશીકરણ પૂજા

 કામાખ્યા મંદિરમાં માતા કાળીના દસ રૂપોની પણ પૂજા કરવામાં આવે છે. અહીં વશીકરણ સાધના માટે યજ્ઞ ઇત્યાદિ વિધિકરવામાં આવે છે.

મંદિરમાં છે ત્રણ ભાગ

 આ મંદિર મુખ્ય ત્રણ ભાગમાં વિભાજીત છે. તેમાં પ્રથમ ભાગ સૌથી મોટો છે જેની અંદર કોઈપણ વ્યક્તિને જવા દેવાની મંજૂરી નથી બીજા ભાગની અંદર માતાજીનું મંદિર આવેલું છે જ્યાં સૌ દર્શન કરવા માટે જાય છે. મંદિર મહિનામાં ત્રણ દિવસ બંધ રહે છે. આ સમયે માતાજી રજસ્વલા અવસ્થામાં હોય છે. ત્રણ દિવસ બાદ ફરી મંદિર ખોલવામાં આવે છે .

તંત્રવિદ્યા માટેનું છે મુખ્ય કેન્દ્ર. 

 આ મંદિર તંત્રવિદ્યા માટેનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે અહીં અઘોરીઓ દ્વારા તંત્ર સાધના અને વશીકરણ કરવામાં આવે છે.

 જો કોઈ વ્યક્તિ પર તંત્ર વિદ્યાનો પ્રયોગ કરવામાં આવ્યો હોય અને તે અહીં આવે અને દર્શન કરે. તો તેની અંદર રહેલી શક્તિ પ્રભાવિત થાય છે. અહીંના તાંત્રિકો મેલી વિદ્યા દૂર કરવામાં સમર્થ હોય છે. અને જો તમે અહીં આ તાંત્રિકોની વિધિ જોશો તો તમને ખ્યાલ આવશે કે તેઓ કેવા ચમત્કારી છે.

 અહીં પશુઓની બલી આપવામાં આવે છે પરંતુ માદા પશુની બલી આપવામાં આવતી નથી.

 અમાનંદ ભૈરવના દર્શન છે અનિવાર્ય. 

 આ મંદિરથી થોડી દુરી પર જ અમાનંદ ભૈરવનું મંદિર આવેલું છે જે આ મંદિરના ભૈરવ છે.

 એવું કહેવામાં આવે છે કે અમાનંદ ભૈરવના દર્શન કર્યા વિના કામાખ્યા દેવી મંદિરની યાત્રા અધુરી ગણાય છે. બ્રહ્મપુત્રા નદી ટાપુ પર આ મંદિર સ્થિત છે.

આ ટાપુને મધ્યાચલ પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે…

 આ સ્થાને કામદેવ દ્વારા ભગવાન શિવ જ્યારે સમાધિ અવસ્થામાં હતા. ત્યારે તેઓ કામ બાણ મારે છે અને ભગવાન શંકરને ભ્રમિત કરે છે બાદમાં ભગવાન શિવ પોતાના ત્રીજા નેત્ર દ્વારા તેમને ભસ્મ કરી દે છે.

 નીલાનચંદ પર્વત ભરત કામદેવને ફરી જીવન મળ્યું હોવાથી આ વિસ્તાર “કામરૂપ” તરીકે ઓળખાય છે.

જૂન માસમાં મેળા દરમિયાન માતા રજસ્વલા અવસ્થા ધારણ કરે છે. ત્યારે ત્રણ દિવસ મંદિર બંધ રહે છે. ત્રણ દિવસ પછી જ્યારે મંદિર ખોલવામાં આવે છે ત્યારે આખું કપડું લાલ રંગનું બની જાય છે. જેને “અંબુજાચિવ” વસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. જે  પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવે છે.

 આ દરમિયાન  જે મેળાનું આયોજન થાય છે તેને “અંબુજાચિ” મેળા તરીકે ઓળખવામાં આવે છે. જે સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રસિદ્ધ છે.

 આપણે કામાખ્યા દેવી મંદિર શક્તિપીઠ વિશેની માહિતી મેળવી. હવે પછીના એપિસોડમાં આપણે આઠમાં શક્તિપીઠ વિશેની માહિતી મેળવીશું.

 ત્યાં સુધી વાંચતા રહો અને શેર કરો…

          સંકલન અને આલેખન – જય પંડ્યા

 

52 Shaktipith kamakhya devi temple aasam

 

#52Shaktipith #kamakhya #devi #temple #aasam

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link… 

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

error: Content is protected !!
Exit mobile version