Home SUVICHAR 23 March શહીદ ત્રિપૂટીને યાદ કરીએ: ભગતસિંહ વિશે તો જાણતા હશો પણ...

23 March શહીદ ત્રિપૂટીને યાદ કરીએ: ભગતસિંહ વિશે તો જાણતા હશો પણ રાજગુરુ અને સુખદેવ વિશે અજાણી વાતો…

0

23 March bhagat singh sukhdev rajguru inqlab Zindabaad freedom fighter

Contents

23 March શહીદ ત્રિપૂટીને યાદ કરીએ: ભગતસિંહ વિશે તો જાણતા હશો પણ રાજગુરુ અને સુખદેવ વિશે અજાણી વાતો…

રજૂઆત – જય પંડ્યા 

23 March bhagatsinh sukhdev rajguru inqlab Zindabaad freedom fighter

23 માર્ચ 1931 આ તારીખ અને વર્ષ કદાચ આપણે સૌ કદી ભૂલી નહિ શકીએ કારણ કે આ દિવસે ભારત માતાના ત્રણ સપૂતોએ મા ના રક્ષણ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. આ ત્રણ સપૂતોએ પોતાની જે ઉંમર સુખેથી માણવાની હોય તે ઉંમર તેમણે માતાના રક્ષણ માટે આપી દીધી. તેમણે પોતાનું સર્વસ્વ ભારત મા ને અર્પણ કર્યું. દેશના હિતમા સમર્પણ કર્યું.

તો આજે આપણે એ ત્રણ સપૂત ‘ સુખદેવ ‘, ‘ભગતસિંહ ‘ અને ‘ રાજગુરુ ‘ વિશે થોડી રસપ્રદ વાતો જાણીએ. આમ તો આપણે સૌ તેમના વિશે ઘણું જાણીએ છીએ છતાં પણ કંઈક એવી બાબતો છે જેથી આપણે સૌ અજાણ છીએ. આવો, જાણીએ….

23 March bhagat singh sukhdev rajguru inqlab Zindabaad freedom fighter

વીર ભગતસિંહ –

ભગતસિંહનો જન્મ 7 સપ્ટેમ્બર 1907 ના રોજ પંજાબ રાજ્યના લાયલપૂર જિલ્લાના બંગા નામક ગામમાં એક શીખ પરિવારમાં થયો હતો. આ બંગા ગામ હવે પાકિસ્તાન વિસ્તારમાં આવેલું છે.

ભગતસિંહના જન્મ સમયે તેમના પિતા સરદાર કિશનસિંહ અને તેમના કાકા અજિતસિંહ અંગ્રેજો વિરુદ્ધ લડત લડતા હોવાથી કારાવાસ (જેલ )ની સજા ભોગવી રહ્યા હતા.

ભગતસિંહે પોતાનું શિક્ષણ બ્રિટિશ સ્કૂલમાં લેવાના બદલે ‘ દયાનંદ વૈદિક હાઈસ્કૂલ ‘ કે જે આર્ય સમાજ દ્વારા જ સંચાલિત હતી. તેમાં મેળવ્યું હતું.

વર્ષ 1927 માં તેમની બ્રિટિશ સરકારે ધડપકડ કરી અને લાહોર બૉમ્બ બ્લાસ્ટ પાછળ ભગતસિંહની જ મુખ્ય ભૂમિકા હતી તેવો ગંભીર આરોપ મુક્યો. થોડા વખત બાદ તેમને છોડી મુકવામાં આવ્યા.

અંગ્રેજો મજુર વિરુદ્ધ એક બિલ પસાર કરાવવા ઇચ્છતા હતા. જે ભગતસિંહને પસંદ ન આવ્યું તેથી તેમણે પોતાના એક સાથી બટુકેશ્વર દત્ત સાથે મળી અને
તારીખ 8 એપ્રિલ 1929 ના રોજ દિલ્હીની કેન્દ્રીય એસેમ્બલીમાં બૉમ્બ ફેંક્યો હતો. અને ત્યારબાદ આત્મ સમર્પણ કર્યું હતું.

દેશના રક્ષણ માટે પોતાના જીવનની ચિંતા વિના લડત આપનાર વીર ભગતસિંહને સુખદેવ અને રાજગુરુ સાથે તારીખ 23 માર્ચ 1931ના રોજ લાહોર જેલમાં સાંજે 7:33 મિનિટે ફાંસી આપવામાં આવી હતી. ત્યારે આ વીર સપૂતની ઉંમર માત્ર 23 વર્ષની જ હતી.

ભગતસિંહ વિશે તો આપણે સૌ ઘણું જાણતા હોઈએ પરંતુ સુખદેવ અને રાજગુરુએ પણ આઝાદીની લડત માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમના વિશે આપણે કદાચ જાણતા હોઈએ અને કદાચ ન પણ જાણતા હોઈએ. તો આપણે આ બે વીર સપૂતની ગાથા
વિશે થોડી વાતો જાણીએ.

સુખદેવ –

સુખદેવનો જન્મ 15 મેં 1907 ના રોજ પંજાબના લુધિયાણામાં થયો હતો. તેમનું પૂરું નામ સુખદેવ રામલાલ થાપર હતું. તેમના પિતાનું નામ રામલાલ અને માતાનું નામ રાલીદેવી હતું. ‘લાલા અચિંતરામ’ નામક વ્યક્તિએ સુખદેવની સંભાળ લીધી હતી. કારણકે સુખદેવના જન્મના ત્રણ માસ પૂર્વે તેમના પિતા અવસાન પામ્યા હતા. લાલા અચિંતરામ પણ એક સ્વત્રંતતા સેનાની હતા.

સુખદેવે બાળપણથી જ બ્રિટિશ સલ્તનતના ત્રાસને નજીકથી જોયો અને અનુભવ્યો હતો. આ જ કારણે તેમણે ખુબ નાની ઉંમરથી જ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું.

23 એપ્રિલ 1909ના રોજ જલિયાંવાલા બાગમાં વૈશાખીની ઉજવણીના દિવસે ‘ જનરલ ડાયર ‘ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં ઘણાં નિર્દોષ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યાં હતાં.

જે ઘટનાની અસર સુખદેવ સહીત ઘણા યુવા ક્રાંતિકારીઓ પર પડી હતી.

સુખદેવ વર્ષ 1921માં લાહોર નેશનલ કોલેજમાં દાખલ થયા. જેના સંચાલક “પંજાબ કેસરી લાલા લગપતરાય” હતા. આ જ કોલેજમાં તેમની મુલાકાત ‘ ભગતસિંહ ‘, ‘ભગવતીચરણ શર્મા ‘ અને ‘યશપાલ’ જેવા ક્રાંતિકારી વ્યક્તિઓ સાથે થઈ.

અહીંથી જ તેમની આઝાદીની લડતનો પ્રારંભ થયો. અને તેમની ક્રાંતિકારી વૃત્તિની અસર બાકી યુવાનો પર પણ ઘણી એવી પડી હતી.

વર્ષ 1926માં સુખદેવે ભગતસિંહ અને અન્ય યુવા ક્રાંતિકારીઓ સાથે મળીને ‘ नौ जवान भारत सभा ‘ નામક સંસ્થાની શરૂઆત કરી હતી.

વર્ષ 1928માં ‘ ચંદ્રશેખર આઝાદ ‘,
‘ રામ પ્રસાદ બિસ્મીલ ‘ અને ‘અશફાફ ઉલ્લાંખાં’ સાથે મળીને ‘ હિન્દુસ્તાં રિપબ્લિક એસોશિએશન ‘ નું ગઠન કર્યું. જેનું નામ પાછળથી ‘હિન્દુસ્તાં સોશિયાલિસ્ટ રિપબ્લિક એસોશિએશન’ રાખવામાં આવ્યું હતું. સુખદેવને પંજાબ પ્રાંતના પ્રમુખ જાહેર કરવામાં આવ્યા. ત્યાર બાદ તેમના પર સમગ્ર જવાબદારીનો ભાર આવ્યો હતો.

સુખદેવે પોતાના કાર્યકર્તા સાથે મળી અંગ્રેજ અjધિકારી સાંડર્સની હત્યા કરી હતી. તારીખ 8 એપ્રિલ 1929 ના રોજ દિલ્હીની કેન્દ્રીય એસેમ્બલીમાં બૉમ્બ ફેંકવાની પ્લાનિંગ કરવામાં પણ સુખદેવ મુખ્ય હતા. આ માટે પહેલા બૉમ્બ ફેંકવાની જવાબદારી સુખદેવ અને બટુકેશ્વર દત્તને સોંપાઈ હતી. પરંતુ બાદમાં ભગતસિંહે તમામ જવાબદારી પોતાના પર લઈ લીધી.

જે બાદ સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુ સહીત 21 સભ્યોની ધડપકડ કરાઈ. અને ત્યારબાદ આ લોકોએ જેલમાં પણ ભૂખ હડતાલની શરૂઆત કરી. જે બાદ 24 માર્ચ 1931ના રોજ સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુને ફાંસીની સજા આપવાની જાહેરાત થઈ. પણ બ્રિટિશ અધિકારીઓએ આખરી સમયે પોતાનો નિર્ણય બદલી 23 માર્ચ 1931ના રોજ સાંજે 7:33 વાગ્યે લાહોર જેલમાં આ ત્રણેય સપૂતોને ફાંસી આપી દીધી. અને અંગ્રેજોએ આ લોકોના પરિવારને જાણ કર્યા વિના સતલુજ નદી કિનારે તેમના અગ્નિસંસ્કાર કરી નાખ્યા આ સમયે સુખદેવની ઉંમર માત્ર 24 વર્ષની હતી.

હવે પછી આપણે હવે રાજગુરુ વિશે પણ માહિતી મેળવીએ કારણકે સુખદેવ, ભગતસિંહની જેમ જ રાજગુરુએ પણ આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

રાજગુરુ –

રાજગુરુનું પૂરું નામ શિવરામ હરિ રાજગુરુ હતું. તેમનો જન્મ 24 ઓગસ્ટ 1908ના રોજ પુણે ( મહારાષ્ટ્ર ) ના ખેડા નામક સ્થળે બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ હરિ નારાયણ અને માતાનું નામ પાર્વતીબાઈ હતું. તેમના પિતા કર્મકાંડ કરતા હતા. તેથી ઘણી વખત તેમણે ભૂખ્યું સૂવું પડતું હતું. જેના કારણે રાજગુરુના પિતાનું સ્વાસ્થ્ય દિવસે દિવસે બગડતું ગયું અને એક દિવસ તેઓ મૃત્યુ પામ્યા. તે સમયે રાજગુરુની ઉંમર માત્ર 6 વર્ષની હતી. જે બાદ સમગ્ર કુટુંબના પોષણની જવાબદારી તેમના મોટાભાઈ દિનકર રાજગુરુ પર આવી. રાજગુરુનું કુટુંબ થોડા સમય બાદ પુણે આવી ગયું. જ્યાં મરાઠી સ્કૂલમાં તેમનું એડમિશન કરવામાં આવ્યું. પણ અભ્યાસમાં તેમણે કદી રુચિ ન દાખવી.

જલિયાંવાલા બાગ હત્યાકાંડના અત્યંત ઊંડા પ્રભાવ પડવાના કારણે તેઓ બનારસ આવ્યા. જે ક્રાંતિકારી ગઢ તરીકે ઓળખાતું હતું. અને વર્ષ 1925માં ‘ કાકોરી કાંડ ‘ સમયે તેમની ઉંમર માત્ર 25 વર્ષની જ હતી. આ સમયે તેઓ મહેશ્વર અવસ્થીને મળ્યા જેમની પાસેથી તેમણે બંદૂક તાકવાની ટ્રેનિંગ લીધી. તેઓ બાદમાં ભગતસિંહ, સુખદેવ અને આઝાદને મળ્યા અને તેમની સાથે જોડાયા.

વર્ષ 1928માં આવેલા સાયમન કમિશન દાખલ થયું જેનો સખત વિરોધ થતા. અંગ્રેજ અધિકારી કેટના કહેવા પર લાઠી ચાર્જ શરૂ કરાયો જેમા ‘ લાલા લજપતરાયનું અવસાન થયું હતું. જે બાદ ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ અને અન્ય સભ્યોએ કોટની હત્યાં કરી લાલા લજપતરાયની મૃત્યુનો બદલો લેવા ગયા પણ તેની જગ્યાએ સાંડર્સની હત્યાં કરી.

ત્યારબાદ રાજગુરુ પુણે સ્થાયી થયાં જ્યાં અંગ્રેજ અધિકારીએ તેમની સાથે દોસ્તી કરી. જેથી રાજગુરુએ સાંડર્સની મૃત્યુની યોજના તેમને જણાવી હતી. જે બાદ 30 સપ્ટેમ્બર 1929 ના રોજ તેમની પણ ધડપકડ કરવામાં આવી. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને બ્રિટિશ સરકારે 7 ઓક્ટોબર 1930 ના રોજ ફાંસીની સજા મંજુર કરી. અને 23 માર્ચ 1931 ના રોજ સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુને લાહોર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. અને બ્રિટિશ અધિકારીઓએ તેમના ટુકડા કરી અને અડધા બાળી નાખ્યા હતા. બાદમાં બાજુના ગામના લોકોએ તે સ્થળ પર આવી અને આ દ્રશ્ય જોયું જેમાંથી તેમના અર્ધ જવલિત શરીરના અવશેષો મળ્યા. અને પછી તે લોકોએ પૂર્ણ સમ્માન સાથે તેમને અગ્નિ સંસ્કાર કર્યા.

આમ આ ત્રણ શહીદ વીર સપૂતોના બલિદાન નિરર્થક ન રહ્યું અને લોકોની અંદર ક્રાંતિકારી જ્યોત સળગી કારણે જ ભારત આગળ જતા ભારત દેશ આઝાદ થયો.

ભારત માના આવા વીર સપૂતોને શત… શત.. નમન.

ભારત માતા કી જય…

રજૂઆત – જય પંડ્યા 

🇮🇳🇮🇳🇮🇳

23 March bhagat singh sukhdev rajguru inqlab Zindabaad freedom fighter

#23March #bhagatsingh #sukhdev #rajguru #inqlab #Zindabaad #freedom #fighter

 

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..
https://www.facebook.com/sahajsahity/

Website
https://edumaterial.in/

YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

error: Content is protected !!
Exit mobile version